નકશો

 વાર્તાનું નામ : નકશો

લેખકનું નામ: ભાવિષા ગોકાણી

ઇ મેઇલ આઇ. ડી.: brgokani@gmail.com 




લેખકના બે બોલ:

  ઘણી બધી હોરર સ્ટોરી લખ્યા બાદ “નક્શો” એક સસ્પેન્સ સ્ટોરી છે. અનેક વિધ તાણા વાણા વચ્ચે ગુંથાયેલી આ સ્ટોરી આપ સૌ ને જરુરથી ગમશે. ઓસ્ટ્રેલિયાથી મધ્ય પ્રદેશ, ગુજરાત જેવા અનેક વિધ સ્થળોના આસપાસ ઘુમતી આ નવલકથાનો દરેક એપિસોડ અનેરો રોમાંચ ઉભો કરશે તેની 100% ગેરન્ટી છે. તો થઇ જાઓ એક નવી સફર માટે અને હા, વાંચ્યા બાદ આપના અમુલ્ય પ્રતિભાવ આપવાનુ ન ચુક્તા હો. ટેક કેર અને બી હેપી ઓલવેઝ ઇન લાઇફ.








પ્રકરણ: 1

  સમય કયાં પસાર કરવો તે અક્ષયને ખબર પડતી ન હતી. પિતાના મૃત્યુને 1 મહિનો થઇ ગયો હતો. હવે ઓસ્ટ્રેલિયા પરત જવાનુ મન થતુ ન હતુ. હવે અહીં જ કોઇ જોબ કરવાનો પાકો નિર્ણય કરી લીધો હતો. પરિવારના બધા સભ્યો પોત પોતાની દિનચર્યામાં ગોઠવાઇ ગયા હતા. તેનુ મન જરાય લાગતુ ન હતુ. પિતાજીથી આટલા વર્ષ દુર રહ્યા બાદ થોડા જ સમયમાં સાથે રહેવાનુ ત્યાં જ કુદરતે દગો દીધો અને અધવચ્ચેથી પિતાજી તેનો સાથ છોડીને જતા રહ્યા. બધાથી વિશેષ તેને પિતાજીની યાદ આવતી હતી. જેમ જેમ સમય વિતી રહ્યો હતો એમ યાદ ગહેરી બનતી જતી હતી. કયાંય ગમતુ જ ન હતુ. તે રોજ પિતાજીની વસ્તુની આસપાસ જ રહેતો હતો. સમય પસાર થતો જ ન હતો અને કાંઇ નવીન કરવુ ગમતુ જ ન હતુ. પરિવારના સભ્યો તેની લાગણી સમજી રહ્યા હતા. પરંતુ થોડો સમય તેને પોતાની હાલત પર છોડી દેવા તેને પોતાની રીતે રહેવા દઇ રહ્યા હતા.

  આજે તે પોતાની જાતને સંભાળવા માટે પિતાજીની લાયબ્રેરીમાં આવ્યો હતો. સારા સારા પુસ્તકો વાંચીને મન ડાયવર્ટ કરવાનુ વિચાર્યુ હતુ. ભાગવત ગીતાનુ પુસ્તક વાંચવાનુ શરૂ કર્યુ વાંચતા વાંચતા મન વિચારના હિલોળે ચડી ગયુ. નાનપણમાં રોજ પિતાજી ભાગવત ગીતાનો એક અધ્યાય જરુરથી સંભળાવતા તેને ઘણાં શ્લોકો કંઠસ્થ થઇ ગયા હતા. પિતાજી ગીતાજીનો મર્મ બહુ સારી રીતે સમજાવતા તે યાદ આવી ગયુ. યાદો તો પીછો છોડી જ ન હોતી રહી પરંતુ ભાગવત ગીતાના પઠનથી બપોર થતા તેનુ મન શાંત થવા લાગ્યુ બપોર થયા એટલે નિશા ભાભી આવ્યા.,

  “અક્ષય ભાઇ, ચાલો જમવા મમ્મી તમારી રાહ જુએ છે. આપણે સાથે જમીએ. ઘણા સમયથી કોઇ વ્યવસ્થિત જમ્યુ નથી આજે બધા સાથે જમીએ તો કાંઇક માહોલ બદલે.”

  “મને ભુખ નથી. તમે જમી લો. હું મોડેથી ઇચ્છા થશે એટલે કહીશ.” 

  “અક્ષય ભાઇ, બસ હવે કેટલા દિવસ હોય? બનવાનુ હતુ તે બની ગયુ. દુ:ખ અમને સૌ ને છે. આમ ઉદાસ રહેવાથી પિતાજીના જીવને પણ કેમ શાંતિ મળે? હવે ધીરે ધીરે જીંદગીને આગળ વધારો એ જ જીવની ગતિ છે. હવે દુ:ખને ભુલવાની કોશિષ કરો. ચાલો હવે જમવા માટે, કેટલા દિવસે ઘરે આવ્યા છો. અમને બધાને તમારી કંપનીથી આનંદ આવશે. મમ્મી પણ પોતાનુ દુ:ખ હળવુ કરી શકશે.”

  “ભાભી ઓ.કે. તમે જાઓ. હું આ પુસ્તક ગોઠવીને આવુ છુ.”

  “વી આર વેઇટિંગ”

  “હા હા હુ આવુ જ છુ” નિશા ભાભી જતા રહ્યા. અક્ષયે ભાગવત ગીતાના પુસ્તકને આંખો પર અડાડીને ઉંચે બુકશેલ્ફમાં મુકવા ગયો. પરંતુ બધા પુસ્તકો ખસી ગયા હતા એટલે પુસ્તક એડજસ્ટ થતુ જ ન હતુ. તેને એક પુસ્તક બહાર કાઢ્યુ અને ભાગવત ગીતા મુકી દીધી પછી બાજુમાં તે પુસ્તક રાખવા ગયો ત્યાં તેમાંથી એક કાગળ નીચે પડી ગયો. તે નીચે ઉઠાવવા ગયો ત્યાં જ ભાભીની બુમ સંભળાઇ,

  “અક્ષય ભાઇ કયાં રહી ગયા?”

  “એ આવુ જ છુ.” કાગળ ફટાફટ ભાગવત ગીતા નીચે દબાવીને જમવા માટે ગયો.

  *****************************************

  “દીકરા, તારી ઉદાસી હુ સમજી શકુ છુ. તારા પિતાજીની મરજી હતી કે તુ વિદેશમાં ભણીને ખુબ જ આગળ વધે. તેના માટે તારે ઘરથી આટલો સમય દુર રહેવુ પડ્યુ અને અચાનક.....” અડધા શબ્દો અક્ષયના મમ્મી જયા બહેનના આંસુમાં સરી ગયા.

  “મમ્મી, હવે બસ જમવા વખતે શાંત થઇ જાવ” નિશાભાભી પાણીનો ગ્લાસ આપતા કહ્યુ.

  “હા, મમ્મી હવે આપણે ઇશ્વરે આપેલા દુ:ખ સાથે જ આગળ વધવાનુ છે. આપણો સાથ હવે પિતાજી સાથે પુરો થઇ ગયો. જેવી પ્રભુની મરજી. ” અક્ષયે દિલાસો આપતા કહ્યુ.

  “હા બેટા જ્ઞાનની વાતો સાંભળવામા તો સારી લાગે છે પણ.” જયાબહેન નીચુ જોઇ રડવા લાગ્યા. થોડી વાર તેને હળવા થવા દઇને વાત બદલતા અક્ષયે કહ્યુ,

  “હુ વિચારુ છુ કે કાલથી ભાઇ સાથે શોપ જોઇન કરી લઉ.”

  “અક્ષયભાઇ, તમારે ઓસ્ટ્ર્લિયા પરત જવુ હોય તો જઇ શકો છો. તમારા ભાઇ કેટલા દિવસથી કહેવા માંગતા હતા પરંતુ તમારી હાલત જોઇ વાત ટાળતા હતા. આજે તમે વાત મુકી છો તો હું જ તમને કહી દઉ. તમે અહીંની કોઇ ચિંતા કરતા નહિ. અહીંનુ અમે બધા સંભાળી લઇશુ.”

  “હા, દીકરા દુકાનની ચિંતા ન કર. હવે નિશા પણ શોપ સંભાળી શકે છે. તું તારે મન થાઇ તો અહીં રહે ફરવા જા અને ઇચ્છા હોય તો ઓસ્ટ્રેલિયા કે બીજે ગમે ત્યાં જઇ શકે છે.” જયા બહેને પોતાનો હાથ અક્ષયના હાથ પર હળવેકથી દબાવતા લાગણીસભર રીતે કહ્યુ.

  “મોમ, ભાભી હવે મને ઓસ્ટ્રેલિયા જવાનુ મન થતુ નથી. હવે હું અહી જ રહેવા માંગુ છુ. શોપ ભાઇને ભાભી સંભાળી લેતા હોય તો હું કોઇ કંપનીમાં જોબ માટે એપ્લાઇ કરું.”

  “અક્ષયભાઇ તમે તમારી રીતે ટ્રાય કરો અને બિઝનેશ કરવા માંગતા હોવ તો પણ આપણી બે શોપ મોલમાં ચાલે જ છે.”

  “ઓ.કે. ભાભી. થેન્ક્યુ” 

  *******************************************

  જમવાનુ પુરુ કરીને આજે પહેલીવાર હોલમાં બેસીને મમ્મી સાથે બે કલાક ટી.વી. જોયુ. મન ધીરે ધીરે શાંત થવા લાગ્યુ હતુ.  બપોરની વેળાએ બધા સુઇ ગયા હતા ત્યારે અક્ષય ફરીથી લાયબ્રેરીમાં આવ્યો અને અચાનક યાદ આવ્યુ કે એક કાગળ તેને રાખ્યો હતો. ભાગવત ગીતાના પુસ્તક નીચે રાખેલ કાગળની ચબરખી હળવેકથી લઇને તેને ધીરે ધીરે ખોલવા લાગ્યો. બહુ જુનવાણી કાગળ હતો આથી સાચવીને ખોલવા જતા પણ જરાક ગડીમાંથી તો ફાટી જ ગયો.

  અક્ષયએ કાગળને સાચવીને ટેબલ પર ગોઠવ્યો અને અંદર એક ચિત્ર હતુ તેને જોઇને અક્ષય શોક પામી ગયો. પપ્પાની લાયબ્રેરીમાં આવુ ચિત્ર ? તે ખુબ જ વિચિત્ર અને રહસ્યમય લાગી રહ્યુ હતુ. પપ્પાએ કયારેય આના વિશે વાત તો કરી જ ન હતી. આ શેનુ ચિત્ર હશે? અક્ષય તો વિચારમાં ચડી ગયો. વર્ષો જુનો હાથથી બનાવેલો નકશો જોઇને અક્ષય આશ્ચર્ય ચકિત બની ગયો. પહેલી નજરે જોનારા કોઇને ખબર પણ ન પડે કે આ નકશો છે. વિવિધ સંકેતોને જોડીને કોઇ દિશા સુચન કરેલુ હતુ. પરંતુ અંદર કયાંય પણ કોઇ જાતનુ લખાણ ન હતુ. અક્ષય ઘણી વાર સુધી તે નકશાને નીરખતો રહ્યો પરંતુ તેને કાંઇ ખબર ન પડતી હતી કે કઇ જગ્યાનો અને શા માટે બનાવેલો નકશો છે? તે એટલો બધો મગ્ન બની ગયો કે આસપાસનુ ભાન ભુલી ગયો.  વાદળા ગગડવાના અવાજથી તે વાસ્તવિકતા પર પરત આવ્યો. થોડી વારમાં ધોધમાર વરસાદ પડવા લાગ્યો. વરસાદમાં નહાવુ અક્ષયને ખુબ જ ગમતુ હતુ. તેને વરસાદના અવાજથી ફરીથી પપ્પાની યાદ આવી ગઇ. પપ્પા તેની સાથે નાચી કુદીને વરસાદમાં નહાવા માટે આવતા તે દ્રશ્યો ફરીથી આંખમાં તરવરવા લાગ્યા. વરસાદ ધરતીને ભીંજવી રહ્યો હતો અને પિતાની યાદ અક્ષયના મનને પણ વરસાદમાં ભીંજાવાથી ધરતીમાતા સોળે કળાએ ખીલી આનંદમાં હિલોળા લઇ રહ્યા હતા જ્યારે પિતાજીની યાદોમાં તરબતોળ અક્ષય દુઃખમાં ગરકાવ થઇ રહ્યો હતો.  “અક્ષયભાઇ જરા મદદ કરો તો.” ભાભીને બુમે અક્ષયને ફરી વર્તમાનમાં લાવી દીધો.  “હા ભાભી.” દોડીને ભાભીને વરસાદથી પલળતા કપડાં લેવામાં મદદ કરવા લાગ્યો ત્યાં તો બે નાનકડા તોફાની બારકસો પ્રેય અને દિવ્ય વરસાદમાં નહાવા માટે આવી ગયા. તેની સાથે અક્ષય પણ વરસાદની મોજ લેવા લાગ્યો. પોતાના બેય નાના ભત્રીજાઓને વરસાદના પાણીમાં છબકીયા કરતા જોઇ અક્ષય તેની બધી દુઃખભરી યાદોને વીસરી ગયો અને પોતે પણ જાણે નાનુ બાળક બની ગયો હોય તેમ પ્રેય અને દિવ્ય સાથે વરસાદમાં નહાવાની મોજ માણવા લાગ્યો. કાકા ભત્રીજાઓએ બે કલાક સુધી વરસાદમાં પલળવાની ફળિયા તથા અગાસીમાં મોજ લીધી. તે બધાની મોજને દૂરથી બે આંખોએ પણ રસભરીને માણી.  **********************************************  “તમે આટલા વહેલા આવી ગયા ?” નિશાભાભીનો અવાજ સાંભળી બધા હો હો કરતા ઘરમાં આવી ગયા.

  “વાહ, અક્ષુ તને આમ હસતા રમતા જોઇને આજે હું ખુબ જ ખુશ છુ. ઘણા દિવસો બાદ આજે આનંદની કીકીયારીઓએ ઘરમાં પ્રવેશ કર્યો છે. હવે હંમેશા આમ જ હસતો ખેલતો રહેજે.” નિશાંતે માથુ લુછીને ટુવાલ આપતા કહ્યા.  “હા, ભાઇ દુ:ખ ગમે તેટલુ ગહેરુ હોય , તેને ભુલી જવુ એ જ એક માત્ર ઉપાય છે.”  “યોર ગુજરાતી ઇઝ સો વેલ બ્રો.”  “ઓસ્ટ્રેલિયા રહીને પણ ગુજરાતી પુસ્તકોનો સાથ મને હમેંશા માતૃભાષાની મહેંક સાથે જોડી રાખ્યો છે.દેશ ચાહે કોઇ પણ હોય આપણી માતૃભાષા પ્રત્યે આપણે હંમેશા ગર્વ જ હોવો જોઇએ અને મને ત્યાં રહીને પણ ગુજરાતી પ્રત્યે ભારોભાર માન અને અદબની લાગણી હતી.”  વરસાદમાં ન્હાયા બાદ ભાભીના હાથના ગરમા ગરમ ભજિયાનો સ્વાદ માણીને અક્ષય ખુબ જ ખુશ થઇ ગયો. આટલા સમય બાદ પરિવારને હસતા રમતા અને હળી મળીને સાથે જમતા જોઇને જયા બહેનની આંખો ઠરી.

  મમ્મી ભાઇ-ભાભી ચલો મારે તમને એક ખાસ વસ્તુ બતાવવી છે.” કહેતો અક્ષય બધાને લાઇબ્રેરીમાં લઇ જવા લાગ્યો.

  “શું છે અક્ષય ત્યાં લાઇબ્રેરીમાં તે અત્યારે અમને બધાને લાઇબ્રેરીમાં ઘસેડી જાય છે?” જયાબેને પુછ્યુ.

  “મમ્મી તમે ચાલો તો ખરા, મારે તમને એક અદભુત વસ્તુ બતાવવી છે.” બધા વાતો કરતા કરતા અચરજ સાથે લાઇબ્રેરીમાં આવી પહોંચ્યા.  “બધા બેઓ. હું હમણા જ આવ્યો.”  કહેતો અક્ષય ભાગવત ગીતામાં રાખેલો પેલો નકશો લેવા દોડ્યો. બધાની નજર અક્ષયનો પીંછો કરતી હતી.  “હાથમાં પેલો નક્શો લઇ આવ્યો અને બધા બેઠા હતા ત્યાં ટેબલ વચ્ચે આખો નક્શો ખોલી અને પાથરી દીધો.    “અક્ષુ આ શું છે? આવુ વિચિત્ર ડ્રોઇંગ તને ક્યાંથી મળી આવ્યુ?” નિશાંતે  તેને પુછ્યુ.  “નિશાંતભાઇ,આ તો મારે પુછવાનુ છે તમને બધાને કે આ શુ છે? આ ડ્રોઇંગનો શું અર્થ થાય છે?”  નિશાંતે હાથમાં લઇને નકશાને નીરખવા લાગ્યો અને નિશા પણ પતિની બાજુમાં આવીને નક્શાને જોવા લાગી.બન્નેએ ચારે બાજુ નક્શાને ફેરવી ફેરવીને જોઇ સમજવાનો પ્રયત્ન કરવાની કોશીષ કરી પણ કાંઇ સમજાય તેવો ક્લ્યુ મળ્યો જ નહી.  “આ તને ક્યાંથી મળ્યો? લાગે છે તો કાંઇક નક્શા જેવુ, બાકી બીજો મને તો આના વિશે કોઇ આઇડિયા નથી.”  “આ મને એક પુસ્તકમાંથી મળ્યો. ગઇ કાલે હું પુસ્તક ગોઠવી રહ્યો હતો ત્યાં અચાનક જ એક પુસ્તકમાંથી નીકળીને નીચે પડ્યો. મમ્મી તને આના વિશે કાંઇ ખબર છે?” જયાબહેનને નક્શો આપતા અક્ષયે કહ્યુ. જયા બહેને ચશ્મા ચડાવીને નીરખીને જોયુ.  “મને આના વિશે કાંઇ ખબર નથી. તારા પપ્પાએ કયારેય આના વિશે મને કાંઇ કહ્યુ જ નથી.”  “ઓહ માય ગોડ. તો આનુ રહસ્ય કેમ ખબર પડશે ?”  “તારા પપ્પાના ખાસ મિત્ર મહેશભાઇને કદાચ..............”  “મેઘના આંટી તમે” પ્રેયનો અવાજ સાંભળી બધાની નજર બહાર પાડી. જયાબહેન અને નિશાભાભી બહાર ગયા.  “આવો આવો મેઘનાભાભી બેસો” નિશાએ વિવેક કરતા કહ્યુ.  “ના ના સોરી હું દરવાજો ખુલ્લો હતો એટલે અંદર આવી ગઇ. હું ખાલી આ પકોડા આપવા માટે આવી હતી.” હાથમાં રહેલી પકોડાની ડીશ નિશાને આપતા મેઘનાએ કહ્યુ.  “મેઘના ભાભી થેન્ક્યુ સો મચ. તમે બેસો તો ખરા ઠંડુ બનાવી લાવુ.”  “ના,ના હજુ ઘણુ કામ બાકી છે. ફરી કયારેક આવીશ.” મેઘના બહેન ગયા એટલે પાછળથી દિવ્ય અને પ્રેયે ટી.વી જોતા જોતા પકોડાની ડીશ લઇ લીધી.  *****************************  “હા, બેટા આ નકશા વિશે મને બધી ખબર છે.” મહેશભાઇએ નકશો હાથમાં લઇને જોતા જ કહ્યુ.  આગલી રાત્રે જ નિશાંતે મહેશભાઇને ફોન કરીને બીજે દિવસે આવવા માટે કહી દીધુ હતુ. મહેશભાઇ કોલેજ વખતથી અક્ષયના પપ્પા અજીતભાઇના ખાસ મિત્ર હતા. તેમની આ મિત્રતા મૃત્યુ પર્યંત હજુ ટકી રહી હતી. આજે રવિવાર હતો એટલે નિશાંતને પણ શોપ બંધ હતી. તેથી તે પણ બધુ જાણવા માટે ઉત્સુક હતો.  “વાહ, મહેશ અંકલ અમને જણાવો કે આ નકશો કઇ જગ્યાનો છે અને પપ્પા પાસે કયાંથી આવ્યો?” અક્ષયે ઉત્સુકતાથી પુછ્યુ.  “પંચાવન વર્ષ પહેલાની વાત છે. હું અને અજીત વડોદરાની સયાજીરાવ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. એ જમાનામાં બહુ ઓછા વિદ્યાર્થીઓ કોલેજ સુધીનો અભ્યાસ કરતા અને પ્રવાસ પર્યટનનો બહુ દુરની વાત હતી. પરંતુ અમે બધાએ સાથે મળીને પિકનિકનુ નક્કી કર્યુ અને અમે દસ મિત્રોએ કોલેજનુ છેલ્લુ વર્ષ યાદગાર બનાવવા માટે એક સાહસભરી પિકનિકનુ આયોજન કર્યુ. મધ્યપ્રદેશમાં રહેલ અત્યારનો કાન્હા નેશનલ પાર્ક. એ જમાનામાં તે વધારેલ ડેવલપ થયેલ ન હતો. અમે બધાએ પણ ઘરમાં ખોટુ બોલીને જંગલમાં જવાના હતા કારણ કે સત્ય જાણે તો કોઇનો પરિવાર જવા દે તેમ ન હતો. અને અમે બધા પણ ખુબ બહાદુર ન હતા એટલે નજીક જંગલમાં બે દિવસ આનંદ માણીને આવી જવાના હતા. અમે વડોદરાથી ટ્રેનમાં બેસીને મધ્યપ્રદેશ જવા નીકળી ગયા હતા ગયા ત્યારે કયાં ખબર હતી કે નસીબ અમને એક અનોખી જગ્યાએ લઇ જવા માંગે છે.”  “મહેશ અંકલ આ નકશો તે જંગલનો છે.”  “હા, પણ તેમા રહેલ ખાસ જગ્યાનો. એ જમાનામાં આજની જેમ સુરક્ષાની સુવિધા પણ ન હતી. બસ એમ જ ચારે તરફ જંગલ ફેલાયેલ હતુ. શિકારના શોખીનો ત્યાં શિકાર માટે આવતા રહેતા હતા. અમે બધા ત્યાં ગયા. તેમા કોઇનો ઇરાદો શિકારનો ન હતો ફકત નૈસર્ગિક સૌદર્યમાં માનસિક શાંતિ માણવાનો હતો. અમે મોડી રાતે જંગલ વિસ્તારમાં પહોચ્યા અમે અમારાનુ ખાવા પીવાનુ બધુ સાથે લીધુ હતુ પરંતુ પ્રથમ દિવસે જ શિકારી ટોળીનો સાથ મળી ગયો. બધાએ સાથે મળીને વેજ અને નોન વેજનો આનંદ લીધો. હા, કોલેજના દિવસોમાં નોન વેજનો એક શોખ હતો પરંતુ અજીતને તો નોન વેજની સુગ હતી આથી તે અમારાથી દુર રહીને ઘરનો નાસ્તો અને ફળ લેતો. શિકારી ટોળી દિવસે ગાઢ જંગલમાં શિકાર કરવા માટે જતી ત્યારે અમને બધાને સાથે આવવા રોજ કહેતી પરંતુ અમે ડરના હિસાબે આજુબાજુની હરિયાળીને માણતા રહેતા. બે દિવસ જંગલમાં ખુબ આનંદથી વિતી ગયા. હવે બસ સવારની ટ્રેનમાં નીકળવાનુ જ્ હતુ. સાંજે અમે ઝરણા કિનારે ટહેલતા હતા ત્યારે તેમાં રહેલા મગરને જોતા જોતા અમે આગળ નીકળી ગયા અને અંધારુ ઢળી ગયુ તે ખબર જ ન પડી. વાઘની ત્રાડે અમને ડરાવી મુક્યા અમે દોડીને ભાગવા લાગ્યા અને અમે રસ્તો ભુલી ગયા. રાત્રે થોડુ આમ તેમ ચાલીને એક ગુફામાં આરામ કરવા રોકાયા કેમ કે અંધારામાં કાંઇ પણ જોવુ શક્ય ન હતુ. અમે સુરક્ષિત રીતે તેમાં રાત રોકાઇ ગયા.”  બીજે દિવસે સવારે અમને અંદાજો આવ્યો કે અમે ગાઢ જંગલમાં ખોવાઇ ગયા હતા. લીલા લીલા મોટા મોટા ઝાડ અને એક જ સરખો રસ્તો કયાં જવુ કાંઇ ખબર જ ન પડતી હતી. અમે ઝરણુ શોધવાનો પ્રયાસ કર્યો. એક ઝરણુ મળ્યુ તો ખરું પરંતુ તેના સહારે જતા બહારનો રસ્તો ન મળ્યો અમે ઉંડા જંગલમાં ફસાવા લાગ્યા. અજીતે અમેં જેમ આગળ જતા હતા તેમ ઝાડ પર અને મોટા મોટા પથ્થર પર નિશાનીઓ કરી લીધી. ફરી સાંજ પડી ગઇ ભયાનક પ્રાણીઓના અવાજથી અમે ખુબ જ ગભરાય ગયા હતા. ફરી સુરક્ષિત જગ્યા શોધવાની હતી. કિસ્મત જોગ અમને નજીકમાં જ એક ગુફા મળી ગઇ. જેમાં અત્યારે કોઇ ન હતુ. અમે ગુફાની અંદર ગયા નિરાંતે હળવે હળવે અંદર તપાસ કરી ત્યાં કોઇ ન હતુ. અંદર જઇ અને બહાર પથ્થરનો દરવાજો હતો તે બંધ કરી લીધો અને અંદર સુવા તો ગયા પરંતુ પુષ્કળ વરસાદ ચાલુ થઇ ગયો. ધોધમાર વરસાદનુ પાણી અંદર પણ આવી રહ્યુ હતુ અને મચ્છર અમને તોડી રહ્યા હતા. અમે ભીના ભીના કયાંય સુધી બેસી રહ્યા અને રાત્રે કયારે વરસાદ રોકાઇ ગયો અને અમેં ભીના ભીના કયારે સુઇ ગયા કાંઇ ખબર જ ન પડી.  સવારે પક્ષીઓના અવાજે અમને જગાડી મુક્યા ત્યારે અમારી આંખ ઉઘડી. હવે ખુબ જ ઠંડી લાગી રહી હતી. ફળના સહારે એક દિવસ તો કાઢી લીધો હતો પરંતુ હવે ખુબ જ ભુખ પણ લાગી હતી. મારી આંખમાં તો ડર અને લાચાર પરિસ્થિતિ વિશે વિચારી આંસુ આવી ગયા. અચાનક સવારના અજવાળામાં અમારી નજર સામે પડી અને અમારી આંખો આશ્ચર્યથી પહોળી બની ગઇ. 


પ્રકરણ : ૨ 

  સોનુ, ચાંદીથી ભરેલ પથ્થરના મોટા મોટા ખાના દુનિયાભરના કોઇ પણ ધનાઢય વ્યક્તિએ ન જોઇ હોય તેવા ખજાનાથી ભરપુર ગુફામાં અમે હતા. હાથવેંત રહેલ આવો નોધારો ખજાનો જોઇ અમેં તો ખુશીથી પાગલ થઇ ગયા. અમેં અમારા દુ:ખ તકલીફ બધુ જ ભુલી ગયા. ઇશ્વરે અમને તકલીફ આપીને અમને આટલી સર્વશ્રેષ્ઠ સંપત્તિ પાસે પહોંચાડ્યા હતા. અમે મનોમન ઇશ્વરનો ખુબ જ આભાર માનવા લાગ્યા. આટલી બધી સંપત્તિ વિશે મનમાં પણ કયારેય વિચાર્યુ ન હતુ. તેને જોઇ અમે ગાંડાની જેમ તેને અડવા માટે દોડી ગયા. ખરેખર આ સપનુ તો નથી ને? અમેં અમારા ભીના કપડાં, ઠંડી અને ભુખ બધુ ભુલીને આમતેમ દોડી રહ્યા હતા. થોડીવારમાં તો જાત જાતના સપના સજાવી લીધા.  “આટલી બધી સંપત્તિ આપણે કેવી રીતે લઇ જઇશુ?” મેં અજીતને પુછ્યુ.  “આપણા મિત્રોને શોધીને અહીં લાવીએ અને બધાના થેલા ભરીને લઇ જઇશુ.”  “બધા સાથે ભાગ પડાવીશુ તો આપણા માટે શુ વધશે?” અમે લોકો ચર્ચા જ કરી રહ્યા હતા ત્યાં તો કોઇનો અવાજ સંભળાયો. ઘણા બધા લોકો વિચિત્ર અવાજ કરીને નજીક આવી રહ્યા હતા. થોડી વાર તો અમને ડર લાગ્યો પછી અમને લાગ્યુ કે અમે ગુફામાં સેઇફ છીએ. થોડી વારમાં અવાજ સાવ બંધ થઇ ગયો અમને તો એમ લાગ્યુ કે તેઓ જતા રહ્યા. અમે ફરીથી ચર્ચા કરવા લાગ્યા ત્યાં તો એક ફંદો આવ્યો અમને બંન્ને દોરડાંથી બંધાઇ ગયા. આદિવાસી જંગલી લોકોએ અમને પાછળથી પકડી લીધા હતા.  ખજાનો લેવા જતા અમે મુસીબતમાં ફસાઇ ગયા હતા. અમારા બંન્ને હાથને દોરડાથી બાંધીને અમને ઉંચે લટકાવી દીધા અને જંગલી લોકો અમારી આસપાસ જંગલી નૃત્ય કરવા લાગ્યા. તેઓ કંઇક જંગલી ગીત પણ ગાઇ રહ્યા હતા. થોડી વાર નૃત્ય થઇ ગયા બાદ તેઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા. તેની ચર્ચા પરથી અમે એટલુ સમજ્યા હતા કે તેઓ માનવ ભક્ષી હતા અને અમને કાપીને ખાઇ જવા માંગતા હતા. મને ચાર પાંચ લોકોએ તેડ્યો અને અજીતને પણ ચાર પાંચ લોકો તેડીને લઇ જવા માડ્યા. અમારા તો મોતિયા જ મરી ગયા.  ગુફામાંથી બહાર થોડે દુર જ ગયા ત્યાં તો ગોળીનો અવાજ સંભળાયો. થોડી વારમાં ત્રણ ચાર ગોળીનો અવાજ સંભળાતા તે લોકો અમને છોડીને જતા રહ્યા. અમે ગુમ થયા જતા અમારા મિત્રોએ શિકારી ટોળીનો સહારો લઇને અમને શોધી લીધા હતા. અમે લોકોએ ખજાના વિશે તેમને કાંઇ કહ્યુ નહિ પરંતુ તે જગ્યા યાદ રાખીને અજીતે આ નકશો બનાવી લીધો.  “ઓહ્હ, વાહ તમારી સ્ટોરી તો પિકચરની સ્ટોરી જેવી રોમાંચક છે.” નિશાંતે કહ્યુ.  “પછી તમે લોકો કયારે જંગલમાં ફરીથી ખજાનો લેવા ન ગયા?” અક્ષયે પુછ્યુ.  “ગયા હતા બીજી વખત પણ આદિવાસીના ચુંગાલમાં ફસાઇ ગયા હતા અને તેમાં ખરાબ રીતે ઘાયલ થઇને માંડ બચ્યા હતા. તેમાં અજીતના હાડકાંઓમાં ગંભીર ઇજા પહોંચી હતી તેથી ત્યારબાદ અમે કયારેય જઇ શક્યા ન હતા.”  “ઓહ, જંગલમાં તમે ઘાયલ થઇને આવ્યા ત્યારે ખજાના માટે ગયા હતા પરંતુ તમારા ભાઇએ મને કયારેય આ વાત કેમ ન કહી?” જયાબહેને કહ્યુ.  “તેઓ ઇચ્છતા હતા કે જયાં સુધી ખજાનો હાથમાં ન આવે ત્યાં સુધી કોઇને કાંઇ કહેવુ પરિવારને પણ નહિ એકચ્યુલી મારા પરિવારને પણ હજુ કાંઇ ખબર નથી. આજે અજીત આ દુનિયામાં નથી ત્યારે હવે હું તેનુ આપેલુ વચન તોડીને આ બધુ કહ્યુ કેમ કે હવે મને ખજાનાનો કોઇ લોભ નથી.”  “બટ મને છે. આઇ મીન હું તે જગ્યા પર જવા માંગુ છુ.” અક્ષયે કહ્યુ.  “તે જંગલમાં ખુબ ઉંડાણમાં છે અને જંગલી આદિવાસીઓનો વિસ્તાર છે તે ખુબ જ ડેન્જરસ છે બેટા.” મહેશભાઇએ કહ્યુ.  “આઇ થીંક આજના યુગમાં પણ તેઓ જુનવાણી વેપન યુઝ કરે છે અને આપણે લેટેસ્ટ સાધનો લઇને જઇશુ તેઓ આપણુ કાંઇ નહિ બગાડી શકે. અને કદાચ હવે કોઇ આદિવાસી લોકો ત્યાં ન પણ હોય. હવે કોઇ કયાં જંગલમા રહે છે.” અક્ષયે કહ્યુ.  “અક્ષય, આપણી પાસે કયાં ખજાનાની કમી છે. એવી મુસીબત લેવાની શી જરૂર છે?” 

  “ભાઇ, પૈસા માટે નહિ આઇ લવ એડવેન્ચર. પપ્પાનુ સપનુ તે લાવવાનુ હતુ તો તેની એક ઇચ્છા પણ પુરી થશે અને મારે તે બધુ જોવુ છે. બાકી એ ખજાનો હું મારા માટે ઉપયોગ નહિ કરું. સમાજમાં જરૂરિયાતમંદ લોકોને આપી દઇશ.”

  “હા, અક્ષુ તારી વાત સાચી છે હુ પણ તારી સાથે આવીશ.”  “નિશાંતભાઇ તમારે અહીં બિઝનેશમાં કામ હોય તો નો પ્રોબ્લેમ મહેશ અંકલ મને બધુ સમજાવી દેશે એમ હુ જતો રહીશ. અને મારી પાસે નક્શો તો છે જ ને.”  “અરે ના અક્ષય બેટા એમ તને એકલો નહિ જવા દઉ. હું તો તારી સાથે આવીશ.”  “અક્ષય, દેવાંગભાઇ આપણા વર્ષો જુના મેનેજર અને નિશા છે અહીં. તેઓ શોપ સંભાળી લેશે  હુ તો આવીશ તારી સાથે.”  “પપ્પા અમે ય જંગલમાં તમારી સાથે આવીશુ. બહુ મજા પડશે.” પ્રેય અને દિવ્યએ કહ્યુ.  “ના બેટા તમે હજુ તમે નાનકડા છો અને તમારુ ભણવાનુ પણ બગડે” જયાબહેને કહ્યુ એટલે મોં બગાડીને બંન્ને તેના રૂમમાં જતા રહ્યા.  હજુ કોઇ હતુ જે સાથે આવવા માંગતુ હતુ પણ કોણ? શુ તે આવી શકશે?  **************************************  નક્કી કર્યા મુજબ નિશાંત, અક્ષય અને મહેશ અંકલ જરૂર મુજબનો સામાન લઇને કાર લઇને વલસાડથી મધ્ય પ્રદેશ જવા માટે નીકળી ગયા. મોજ કરતા વાતો કરતા તેઓ બે દિવસમાં પહોંચી ગયા.       પહોંચીને તેઓ હોટેલમાં રોકાયા અને બીજા દિવસે ફ્રેશ થઇને સવારે કાન્હા નેશનલ પાર્ક માટે નીકળી ગયા. હજુ તો ગેઇટ પાસે પહોંચ્યા જ હતા ત્યાં તો એક સુંદર નમણી મોટી મોટી આઇબ્રો વાળી ટી શર્ટ અને શોર્ટસ પહેરેલ છોકરી આવી અને દોડીને અક્ષયને વળગી પડી. તેને જોઇને મહેશ અંકલ અને નિશાંત તો દુર જતા રહ્યા.  “અક્ષય આઇ એમ સોરી યાર. આઇ કાન્ટ લીવ વિધાઉટ યુ.”  “નેન્સી, તુ અહી યાર અચાનક તને કેમ ખબર પડી અમે અહીં છીએ?”  “અરે યાર ઘણા દિવસથી તારા વિરહના દુ:ખે મને અહીં પહોંચાડી છે. મારી ભુલ છે યાર. તુ ચાલ મારી સાથે.”  “નેન્સી, બસ હવે બધુ પુરુ થઇ ગયુ છે. તે તારી ચોઇસ આપી દીધી છે મને મારી રીતે જીવવા દે યાર.”  “ચાલો ભાઇ” નિશાંત તરફ ફરીને અક્ષયે કહ્યુ.  “અક્ષય પ્લીઝ એકવાર મારી વાત સાંભળી લે.” નેન્સી બોલતી રહી પરંતુ અક્ષય તેના ભાઇ નિશાંત અને મહેશ અંકલ સાથે ટિકિટ બારી પાસે પહોંચી ગયો.  ******************************  નેન્સી પણ પાછળ પાછળ આવી ગઇ. એક ગાઇડ અને જીપ ભાડે કરીને બધા નીકળી ગયા. નેન્સી સાથે આવવા માંગતી હતી અક્ષયે તેને આવવા જ ન દીધી. આથી તે બીજી જીપમાં પાછળ નીકળી ગઇ. કાન્હા નેશનલ પાર્કમાં જવા માટે અમુક એરિયા સુધીની છુટ છે ત્યાર બાદ અંદર જવાની મનાઇ છે. જીપ અને ગાઇડ સાથે હોય એટલે પ્રોટેકશન રહે. આ પાર્ક અત્યારે વાઘ માટેનુ અભ્યારણ્ય છે. શિકાર માટે હવે સંપુર્ણ મનાઇ છે. તેઓ બધા અત્યારે તો જંગલ જોવા અને આનંદ માણવા માટે નીકળી ગયા અનેક લોકો ખુલ્લી જીપમાં જંગલનો આનંદ લેવા માટે આવી ગયા હતા.  અહીંથી ઉંડા જંગલમાં જવુ ખુબ જ મુશ્કેલ હતુ. તેઓએ રાત્રે બધાનુ ધ્યાન ચુકાવી અંદર જવાનુ નક્કી કર્યુ હતુ.      ભારત અને ઓસ્ટ્રેલિયાનો મેચ મેલબોર્નની ધરતી પર રમાય રહ્યો હોય ત્યારે પ્રેક્ષકોમાં અનેરો ઉત્સાહ હતો.  નેન્સીને તો મેચ જોવા કરતા મસ્તી કરવામાં વધારે હતો. તે આસપાસના લોકોને સળી કરીને આનંદ લઇ રહી હતી ત્યારે કેટલાય લોકો ઘુરકિયા કરીને જગ્યા બદલાવી ચુક્યા હતા અને અમુક તો તેના માથાના હતા. તેનાથી દુર ભાગતા તે હાથમાં પોપકોર્ન અને કોલ્ડિંકસ લઇને ભાગતી ઓંચિતા અક્ષય સાથે અથડાઇ અને પોપકોર્ન બધા અક્ષય ઉપર ઢોળાઇ ગયા.  “સોરી સોરી.”  “વોટ સોરી. આંખો વગરની ચુડેલ.” ઓસ્ટ્રેલિયન ગર્લ સામે ગુજરાતી ગાળ બોલી તો નાખી પરંતુ.......  “વોટ મને ચુડેલ કહે છે. હાથમાં રહેલી કોલ્ડ્રિકસ પણ અક્ષયના માથા પર ઢોળી નાખતા ગુસ્સાથી નેન્સી બોલીને આગળ જતી રહી.   

  અક્ષય તો આઘાત અને આશ્ચર્યથી દિગ્મુઢ થઇ ગયો અને તેના મિત્રો તેના પર મોટે મોટેથી હસી રહ્યા હતા.  “આ ચુડેલ સાથે તો બદલો લઇને જ રહીશ.”

  *******************************************  “વાહ, મિત્ર સાથે લોન્ગ ડ્રાઇવ પર કારમાં ફાસ્ટ મ્યુઝિક સાંભળતા અક્ષય ખુબ જ ખુશ હતો. અચાનક જ તેની કાર કોઇ સાથે અથડાઇ ગઇને બેલેન્સ ગયુ અને કારની દિશા બદલાઇ ગઇ અને પલટી ખાતા જરાક જ રહી ગઇ. કોણ અથડાયુ શુ થયુ કાંઇ ખબર જ ન પડી અને અક્ષય તો કારનો દરવાજો ખુલી જતા તે નીચે પછડાઇ ગયો.  “આઇ એમ સોરી. હું ડ્રાઇવિંગ શીખી રહી હતી એટલે એક્સિડન્ટ થઇ ગયુ.” કોઇ લેડીએ હાથ આપતા કહ્યુ. અક્ષયે ઉભા થતા જોયુ તો તે જ ચુડેલ એટલે નેન્સી જ હતી. અક્ષયને તો ખુબ જ ગુસ્સો આવી ગયો અને તેનો હાથ તો ઉપડી જ ગયો પરંતુ લેડીસને તમાચો મારવાની હિંમ્મત ન થતા તે ગુસ્સાથી હાથ નીચે ઝાટકીને મો ફેરવી ગયો ત્યાં તો તેનો મિત્ર અભિષેક પણ કારમાંથી તેની પાસે આવી ગયો.  “ઓહ માય ગોડ તમને ખુબ જ વાગ્યુ છે. લેટસ ગો ટુ ધ હોસ્પિટલ.”  “મારે તમારી કોઇ હેલ્પની જરુર નથી.” અક્ષયે ગુસ્સાથી કહ્યુ.  “અરે યાર તેની હેલ્પ ના લેવી હોય તો કાંઇ નહિ. મારી હેલ્પ લઇ લે યાર. ચાલ હોસ્પિટલે.” હાથ પકડીને અભિષેકે તેને કારમાં બેસાડયો. મનાઇ કરી હોવા છતાય નેન્સી કારની પાછળની સીટ પર બેસી ગઇ. બે કલાકમાં તો હોસ્પિટલમાંથી રજા મળી ગઇ. તે બે કલાકમાં અક્ષયનો ગુસ્સો ઓગળી ગયો. અભિષેક, નેન્સી અને અક્ષય ફ્રેન્ડ બની ગયા. 

  થોડા જ દિવસની ફ્રેન્ડશીપમાં અક્ષયને ખબર પડી કે તેના ગુજરાતી બોય ફ્રેન્ડના કારણે તે આટલુ સરસ ગુજરાતી બોલી શકતી હતી. ધીરે ધીરે તેઓ કયારે નજીક આવી ગયા કાંઇ ખબર જ ન પડી. અક્ષય દિલથી નેન્સીને ચાહવા લાગ્યો હતો પરંતુ તેને એ ખબર ન હતી કે અક્ષય તો નેન્સી માટે તેના અગાઉના અનેક બોય ફ્રેન્ડની જેમ ટાઇમ પાસ જ હતો. અક્ષય તેના પરિવારને નેન્સી સાથે લગ્નનો પસ્તાવ મુકવાનો જ હતો ત્યાં જ ખબર પડી કે પિતાજીની તબિયત ખુબ જ ખરાબ છે.  નેન્સીના પરિવારમાં તેની વુધ્ધ માતા સિવાય કોઇ ન હતુ. તે પણ તેના જેવી બે સખીઓ સાથે રહેતી હતી. નેન્સી પોતે એકલી જ સ્ટડી અને જોબ કરતી હતી. અચાનક જ ઇન્ડિયાથી કોલ આવતા અક્ષયે કહ્યુ,  “નેન્સી ચાલ આપણે ઇન્ડિયા જઇને પરિવારના આર્શીવાદ લઇને લગ્ન કરી લઇશુ. તારી માતાએ તો તને આઝાદી આપી છે. એકવાર તેના આર્શીવાદ લઇને નીકળી જઇએ.”  “ઓહ કમ ઓન યાર. ઇન્ડિયા આઇ ડોન્ટ લાઇક.”  “નેન્સી તને ઇન્ડિયા પસંદ ન હોય તો થોડા ટાઇમ બાદ તને ફાવે ત્યાં સેટલ થઇ જઇશુ. અત્યારે પિતાજી તબિયત ખુબ જ ખરાબ છે. ત્યાં જવુ ખુબ જ જરુરી છે. તેઓના આર્શીવાદ લઇને ત્યાં લગ્ન પણ કરી લઇશુ.”  “અરે યાર યુ સીલી આઇ ડોન્ટ વોન્ટ ટુ મેરેજ”  “લાઇફ ટાઇમ તો આપણે આમ ન રહી શકીએ ને આપણો પણ કોઇ પરિવાર હોય ત્રણ ચાર નાના નાના ટપુડા હોય.”  “વોટ અ ડ્રીમ યાર. બટ ફરગેઇટ ઇટ.”  “નેન્સી વોટ આર યુ ટોકિગ? યુ આર માય લાઇફ.”

  “ઓહ કમ ઓન યાર આ જમાનામાં તુ લાઇફ અને પ્રેમની વાતો કરે છે? બહુ વધારે સમય આપણે સાથે પસાર કરી લીધો. તારા કારણે હુ પ્યોર ગુજરાતી બનવા લાગી છુ. હવે તું તારો રસ્તો પકડ અને મને મારી લાઇફ જીવવા દે.”  “વોટ?”  “યા, યુ આર જસ્ટ અ ટાઇમ પાસ ફોર મી.” આટલુ જ કહીને નેન્સી ત્યાંથી નીકળી ગઇ, અક્ષયે સ્વપ્ને પણ વિચાર્યુ ન હતુ કે તે નેન્સી માટે એક ચાવીવાળુ રમકડાથી વધારે કાંઇ ન હતો, મજા પડી ત્યાં સુધી નેન્સીએ ચાવી ફેરવે રાખી અને મજા પૂરી થતા ફેકી દીધો.  નેન્સીનું દુઃખ જીરવવુ તેના માટે બહુ ભારે હતુ પણ પોતાના પિતાજીનો વિચાર આવતા તે બધુ ભૂલી દુ:ખી થઇને અક્ષય ઇન્ડિયા માટે નીકળી ગયો.  *****************************************  કુદરતી નજારો જોવાને બદલે નેન્સીએ આખો ભુતકાળ જોઇ લીધો. અક્ષયના ગયા બાદ તેને વિરહ અને તડપનો અહેસાસ થયો. સાચા પ્રેમનો મતલબ જીંદગીમાં પહેલી વાર સમજી હતી. તેને પોતાના મનને ખુબ જ સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ તે ન માન્યુ અને તેને અહીં ખેંચી જ લાવ્યુ. હવે તો નેન્સી માટે અક્ષય વિના જીવવુ મુશ્કેલ જ હતુ. તેને જી.પી.એસ. સિસ્ટમથી અક્ષયનુ લોકેશન શોધ્યુ હતુ અને હવે જીવન ભર માટે એ લોકેશન તેને સેવ કરી લીધુ.  “મેડમ, ત્યાં દુર જુઓ વાઘ બેઠો છે. તમે ખુબ જ નસીબદાર છો. નસીબવાળાને આટલી સરળતાથી નજીકથી વાઘ જોવા મળે છે.” ગાઇડ પોતાની રીતે બડ બડ કરી રહ્યો હતો પરંતુ નેન્સીનુ ધ્યાન તો વાઘ જોવાને બદલે અક્ષય તરફ જ હતુ. તેની જીપ પણ વાઘને નિહાળવા માટે ઉભી હતી. તે મોં ફેરવીને ઉભો હતો. નેન્સી તેના તરફ જોવામાં ખોવાય ગઇ હતી.

  “બેટા આપણે આ બધા કુદરતી નજારા જોવા કરતા રાત પહેલા જંગલમાં આવેલા રિસોર્ટ પર પહોંચી જઇએ તો સારુ રહેશે.” મહેશ અંકલે અક્ષય પાસે આવીને ધીમેથી કહ્યુ.  “હા, અંકલ પણ આપણા પર કોઇને શંકા ન જાય તે રીતે વર્તવુ સારુ હમણા થોડી વારમાં જ આપણે નીકળી જઇશુ.” દબાતા અવાજે અંકલ સામે જોયા વિના અક્ષયે કહ્યુ.  કાન્હા નેશનલ પાર્ક એટલે કુદરતી સંપત્તિનો ખજાનો. માંડ માંડ ગાઇડને સમજાવીને સાંજે બુક કરાવેલ રિસોર્ટ પર પહોંચી ગયા. નેન્સી પણ તેઓ સાથે રિસોર્ટ પર પહોંચી ગઇ અને સદનસીબે દિવસ આખો તો વરસાદ ન પડ્યો. પરંતુ રાત ઢળતા જ વરસાદે માઝા મુકી દીધી. સતત વરસતા વરસાદે રાતે ચુપચાપ જંગલમાં જવાના પ્લાન પર પાણી ફેરવી દીધુ. ગમે ત્યારે વરસાદ બંધ થાય તો જંગલમાં નીકળી જવાઇ એ આશાએ અક્ષય રૂમની બારી પાસે બેસીને રાતના જાગતો રહ્યો. બધા આરામથી સુઇ રહ્યા હતા. અક્ષયને વરસાદની મધુર ધ્વનિ રોમાંચિત કરી રહી હતી. અચાનક જ પાછળથી તેના હાથને કોઇએ પકડ્યો અને તે ગભરાય ગયો.  


પ્રકરણ-૩

  “નેન્સી પ્લીઝ સ્ટોપ ઇટ યાર. તુ જા ઓસ્ટ્રેલિયા અને તારી લાઇફ એંજોઇ કર અને મને અહીં મારા હાલ પર રહેવા દે.” નેન્સી નો હાથ છોડાવીને ગુસ્સા પુર્વક અક્ષયે કહ્યુ.  “સોરી યાર પ્લીઝ મને માફ કરી દે. તારા ગયા બાદ મને મારી ભુલનો અહેસાસ થયો. હું તારા વિના નહી જીવી શકુ મને માફ કરી દે.”  “માફી માટે હવે કોઇ અવકાશ જ નથી. તું જા અહીંથી તારો મોહ થોડા ટાઇમમાં ઉડી જશે અને તને મારા જેવા અનેક મળી રહેશે.” 

  આ બધી ચર્ચાના અવાજથી નિશાંતની ઉંઘ ઉડી ગઇ,  “શુ થયુ અક્ષય?” તેનો અવાજ સાંભળીને નેન્સી રૂમમાંથી જતી રહી. નિશાંત ઉઠીને અક્ષય પાસે આવ્યો.  “કંઇ નહિ ભાઇ. હુ તો વરસાદની ધુનમાં કવિતા ગણગણતો હતો.”  “અક્ષુ, હું તારી પર્સનલ મેટર પર સલાહના ઢગલા નહિ આપુ તુ મેચ્યોર છે અને તારી લાઇફના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે પરંતુ એક વાત યાદ રાખજે કે જે છોકરી તારા માટે પોતાનો દેશ છોડી એટલા સુધી આવી છે તેની લાગણીને કોઇ ઠેસ ન પહોંચે.”  “તમે ચિંતા જરાય ન કરજો. હુ કોઇને દુ:ખ ન પહોંચાડી શકુ.” આટલુ બોલીને તે નિશાંતને ભેટી પડ્યો.  “ચાલ હવે સુઇ જા. આ વરસાદ રોકાઇ એમ લાગતુ નથી. અત્યારે આરામ કરી લે કાલે રાત્રે કદાચ જાગવુ પડે તો એનર્જી રહે આપણી પાસે.”  “હા, ભાઇ ચાલો.” 

  ****************************************  બીજો દિવસ પણ આસપાસના નજારા જોવામાં જ ગયો. અક્ષયને તેમાં જરાય રસ ન હતો પરંતુ દિવસમાં તો કયાંય જઇ શકાય તેમ ન હતુ. બપોર બાદ જ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો એટલે રિસોર્ટમાં આવીને રોકાવુ પડયુ.  “મહેશ અંકલ આવા વરસાદી માહોલમાં જંગલમાં અંદર જવુ શકય છે?”  “અઘરુ તો ખુબ જ છે પરંતુ હવે આવ્યા છીએ તો વરસાદ બંધ થાય એટલે હિમ્મત કરી લઇએ રસ્તો જાણીતો છે એટલે ફટાફટ પહોંચી જઇશુ.”  “અહીંથી તમને રસ્તો મળી જઇશે?” નિશાંતે પુછ્યુ.  “પરફેકટ તો યાદ નથી પરંતુ અહીંથી બહુ દુર નથી અને આપણી પાસે નકશો તો છે જ ને.”  “હા, અંકલ હું નકશો મારી પાસે જ રાખુ છુ અને ફોનમાં પણ ફોટો પાડીને રાખ્યો છે. કયારે અચાનક જવાનુ થાય.”  “વેરી ગુડ બેટા.”  ****************************  મોડી રાત થઇ તો પણ વરસાદ બંધ થવાને બદલે ખુબ જ વધી રહ્યો હતો. અક્ષય પણ આગલી રાતના ઉજાગરાને કારણે સુઇ જ ગયો અને ધીરે ધીરે બધા સુઇ ગયા. રાત્રે અચાનક જ અક્ષયને કોઇ ઉઠાડવા લાગ્યુ.  “ઉઠ યાર વરસાદ બંધ થઇ ગયો છે.” આંખો ચોળીને જોયુ તો નેન્સી હતી.  “તુ જા ને અહીંથી યાર.”  “હા જતી રહીશ પહેલા ચાલો આપણે નીકળી જઇએ વરસાદ બંધ થઇ ગયો છે.”  “કયાં જવુ છે?” અક્ષયે આશ્ચર્યથી પુછ્યુ.  “ખજાનાની શોધ કરવા માટે”  “તને કેમ ખબર પડી? અને તારે ક્યા આવવાનુ છે?”  “એ બધુ છોડ ચાલ સવાર થાય ત્યાં સુધી નીકળી જઇએ.” બંન્નેનો અવાજ સાંભળી નિશાંત અને મહેશ કાકા પણ ઉઠી ગયા. બધા ઉઠીને ફટાફટ તૈયાર થઇ ગયા. જંગલમાં જવા માટે બેગ અને બધુ તૈયાર જ હતુ. તે લઇને બધા છાનામુના ચોરીછુપે નીકળવા લાગ્યા. નેન્સીને ના પાડી છતાંય તે બધા સાથે નીકળી ગઇ. રાત્રિનુ ઘોર અંધારુ હતુ અને જંગલના ઉચા ઉચા ઝાડ વચ્ચે રસ્તો પણ દેખાતો ન હતો અને તેમાંય વરસાદી ચીકણી જમીન. બધા લસરતા પડતા અજવાળુ થયુ ત્યાં સુધીમાં થોડે જ દુર સુધી પહોંચી શક્યા હતા છતાંય થાકીને લોટ પોટ થઇ ગયા.

  “થોડી વાર અહીં બેસી જઇએ.” ખુલ્લી જમીન પર બેસતા નેન્સીએ કહ્યુ.  “તારે બેસવુ હોય તો બેસ અમે તો આ ચાલ્યા” હાથમાં લાકડીનો ટેકો લઇને ચાલતા ચાલતા અક્ષયે કહ્યુ.  “અક્ષય, બેસ થોડીવાર નાસ્તો કરી લઇએ ખુબ જ થાક લાગ્યો છે.” મહેશ અંકલ પણ નેન્સી પાસે બેસી જ ગયા.

  “હા અક્ષય થોડી વાર ફ્રેશ થઇને નીકળી અજવાળામાં વાર નહિ લાગે.” બધાની જીદ સામે અક્ષયે પણ બેસી જવુ પડ્યુ. બધાએ થોડી વાર સાથે લઇ આવેલ નાસ્તો કર્યો. મહેશ અંકલે નેન્સીને પણ નાસ્તો આપ્યો અને થોડી વાર ફ્રેશ થઇને નીકળી ગયા. જંગલી જનાવરોની બીક વચ્ચે તેઓ ધીરે ધીરે સાવચેતીથી ચાલી રહ્યા હતા. જંગલની નીરવ શાંતિ વચ્ચે સંભળાતી પ્રાણીઓની ત્રાડ વાતાવરણને ખુબ જ બિહામણુ બનાવી રહી હતી. થોડી વાર થઇ એટલે સુરજદાદાએ પ્રકોપ વરસાવવાનો શરૂ કરી દીધો. સાગ અને શાલના ઉંચા ઝાડ વચ્ચે તડકો તો ખુબ જ ઓછો આવતો હતો પરંતુ ગરમીનો પારો વધવા લાગ્યો હતો. રસ્તામાં ઝરણુ આવ્યુ એટલે નેન્સી તેમાં પગ દઇને ચાલવા લાગી. મસ્તીથી ગીત ગણગણતા બધા જતા હતા પરંતુ તેઓને કયાં ખબર હતી કે જંગલની મુસાફરી ધારણા જેવી સહેલી હોતી નથી. 

  હાથમાં લાકડી, ગળામાં દુરબીન પહેરીને મહેશ અંકલ સૌથી આગળ ચાલી રહ્યા હતા અને તેની થોડે જ પાછળ અક્ષય ચાલી રહ્યો હતો. જે થોડી થોડી વાતે નકશામાં જોઇને સાચો રસ્તો છે તે તપાસ કરતો જતો હતો. નેન્સી છેલ્લે ઝરણામાં પગ મુકીને પાણીમાં ધીરે ધીરે ચાલી રહી હતી અને તેને કંપની આપવા નિશાંત પણ ધીરે ધીરે તેનાથી થોડે જ આગળ ચાલી રહ્યો હતો. અચાનક જ તેના પગમાં કાંટો વાગતા તે નીચે ઝુકીને પગમાંથી કાંટો કાઢવા લાગ્યો અને તેના કાન પર નેન્સીની ચીસ સંભળાયી અને તેને ગળામાં પહેરેલી સીટી જોરથી વગાડી.    કોઇ આગળ પાછળ થઇ જાય અને કોઇને કાંઇ મુશ્કેલી પડે તો બધાએ ગળામાં સીટી પહેરી હતી. જેને વગાડવાથી બધાએ એક જગ્યા એકઠુ થઇ જવાનુ નક્કી કર્યુ હતુ. નિશાંતે સીટી વગાડી એટલે અક્ષય અને મહેશ અંકલ દોડતા પાછા આવ્યા. એક વિરાટકાય મગરે નેન્સીના પગને પકડી લીધો હતો અને નિશાંત તેને બચાવવાની કોશિષ કરી રહ્યો હતો. અક્ષયે આવીને ત્વરિતતાથી મગર પર ચાકુથી હુમલો કર્યો. ઉંડો ઘા લાગતા તેને નેન્સીનો પગ છોડી દીધો અને જીવ બચાવવા તે પાણીમાં જતો રહ્યો. નેન્સી અને મગરના લોહીથી કિનારાનુ પાણી આખુ લાલ રંગનુ બની ગયુ હતુ. નેન્સી નીચે બેસી ગઇ અને દર્દના કારણે કણસવા લાગી.  “ભાઇ આને મુકી આવો. આના કારણે આપણે બધા નકામા મુશીબતમાં ફસાઇ જઇશુ.”  “અક્ષય, આની હાલત તો જો પહેલા તેનો ઇલાજ કરવો જરુરી છે.”  “ના પાડી હતી છતાંય આવી જંગલની સફર આવા પોકટ લોકોની કામની વાત નથી.”  “બસ અક્ષય બસ” તેઓ ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ મહેશ અંકલ થોડા પાંદડા લઇ આવ્યા અને તેને વાટીને નેન્સીના ઘાવ પર ભરી દીધા અને સાથે લાવેલી દર્દશામક ઔષધિ પણ પીવડાવી દીધી એટલે નેન્સીને સારુ લાગ્યુ.  “જયા સુધી તુ મારી લાગણીને સમજી નહીશ ત્યાં સુધી હુ તારો પીછો છોડીશ નહિ.”નેન્સીએ ઉભા થતા કહ્યુ.  “તારે જે કરવુ હોય તે કર હુ તો આ ચાલ્યો.” અક્ષય ચાલવા લાગ્યો એટલે બધા તેની પાછળ ચાલવા લાગ્યુ.  “નેન્સી, મે આઇ હેલ્પ યુ?” નિશાંતે નેન્સીને હાથ આપતા પુછ્યુ.  “નો નો ઇટસ ઓ.કે એન્ડ થેન્ક્યુ સો મચ.”  “વેલકમ અને તુ ચિંતા ન કર અક્ષય રુડ હોવાનુ ભલે ગમે તેટલી કોશિષ કરે તે તને કયારેય દુ:ખી નહિ કરી શકે.”  “તેનો વાંક નથી ભુલ મારી જ છે. તેનુ પરિણામ મારે ભોગવવુ જ રહ્યુ.” પાછળ ધીરે ધીરે નેન્સી અને નિશાંત વાતો કરતા કરતા આવી રહ્યા હતા ત્યાં જ અક્ષયે બુમ પાડી આવી રીતે ધીરે ધીરે આવશો તો આવતા જન્મે પહોંચીશુ. હમણાં અંધારુ થઇ જશે અને કોઇ સુરક્ષિત જગ્યા નહિ મળે તો જંગલી જનાવર ફાડી ખાશે.” અક્ષયની બુમ સાંભળીને નેન્સી અને નિશાંત ઝડપથી ચાલવા લાગ્યા. મહેશ અંકલે લગાવેલ લેપથી નેન્સી નો દુ:ખાવો સાવ ગાયબ જ થઇ ગયો હતો. તેને યાદ પણ ન રહ્યુ કે તેને ઉંડો ઘાવ લાગ્યો છે. 

થોડે દુર ગયા ત્યાં મહેશ અંકલ એક ખુલ્લી જમીન પર બેઠા હતા અને અક્ષય ત્યાં પાસે ઉભો હતો  “ચાલવાનુ હતુ એટલે આપણે બપોરે જમ્યા ન હતા. પરંતુ અત્યારે અંધારુ થાય તે પહેલા જમી લઇએ અને રાત્રે સુવા માટેની સુરક્ષિત વ્યવસ્થા કરી લઇએ. તમે લોકો ફાયરની વ્યવસ્થા કરો હુ થોડા ખાવા લાયક ફળો લઇને આવુ” મહેશ અંકલે બોલીને નીકળી ગયા.  “અક્ષય તુ અહિ નેન્સી સાથે અહી રોકાય જા હુ આસપાસથી સુકા લાકડા શોધી લાવીશ.”  “ભાઇ હુ પણ આવુ જ છુ.” થોડી વારમાં નિશાંત અને અક્ષય સુકા લાકડા શોધી લાવ્યા અને મહેશ અંકલ પણ ફળો શોધી લાવ્યા. આગ પેટાવીને તેઓ સાથે લાવેલો સુકો નાસ્તો અને ફળો ખાવા લાગ્યા. જમી લીધા બાદ તંબુ બાંધી લીધુ. મહેશ અંકલે આસપાસ થોડો સ્પ્રે કરી દીધો.  “આ દવાથી ઘણા જનાવરો દુર રહેશે અને હું થોડીવાર બહાર આગની રખેવાળી અને જનાવરનુ ધ્યાન રાખુ છુ. તમે લોકો થોડી વાર આરામ કરી લો. પછી હુ જરાક આરામ કરી લઉ વહેલી સવારે મને ઉઠાડી દેજો વહેલા નીકળી જઇશુ.”  “અંકલ હુ પણ તમારી સાથે જાગુ છુ.” અક્ષયે કહ્યુ.  “બેટા તુ આરામ કરી લે મારી હવે ઉમર થઇ છે. મારે ઓછી ઉંઘ ચાલે તમે લોકો આરામ કરી લો.”  “અક્ષુ, નેન્સીની પીડાને કારણે તે ભલે આરામ કરી લે. થોડી વાર બાદ આપણે બંન્ને જાગીશુ.”  અક્ષય પણ નિશાંત સાથે સુઇ ગયો અને નેન્સી એક ખુણામાં સુઇ ગઇ. પરોઢના પંખીઓનો અવાજ આવ્યો ત્યારે મહેશ અંકલે બધાને ઉઠાડ્યા.  “અંકલ સવાર પડી ગઇ? તમે અમને ઉઠાડ્યા પણ નહિ?” અક્ષયે ફટાફટ ઉઠીને પુછ્યુ.  “મને રાત્રે જરાય ઉંઘ આવતી ન હતી એટલે મેં તમને લોકોને આરામ કરવા દીધા.”

  “અંકલ આવુ ન કરાય તમારે થોડો આરામ તો કરી લેવાય ને” નિશાંતે પણ કહ્યુ.  “બેટા મારી ચિંતા ન કરો. મને આવા ઘણા ઉજાગરાની આદત છે. ચાલો તમે ફટાફટ ફ્રેશ થઇ જાઓ. હુ અહીંથી બધુ એકઠુ કરુ છુ. જલ્દી નીકળી જઇએ.” મહેશ અંકલે કહ્યુ.  ***********************  “તમને વિશ્વાસ છે આ જ ગુફા છે?” ગુફાના મુખ પાસે પહોંચીને અક્ષયે કહ્યુ.    “હા, બેટા આ જ ગુફા છે.” મહેશ અંકલે કહ્યુ. સાંજ ઢળવા લાગી હતી.

  “અત્યારે રાત પડવા લાગી અંદર આરામ કરીને સવારે નીકળીશુ ને?” નિશાંતે પુછ્યુ.  “હા, બેટા ખજાનો થોડો અંદર છે સવારે અજવાળામાં જઇશુ અત્યારે અહી ભોજન લઇને આરામ કરી લઇએ. વહેલી સવારે હું તમને અંદર લઇ જઇશ.” બધાએ ખુશીથી નાસ્તો કર્યો અને રાત્રે આરામથી સુઇ ગયા. તેઓને કયાં ખબર હતી કે સવારે તેની સાથે શુ થવાનુ છે?

વહેલી સવારે નેન્સીને પગમાં કાંઇ સરકતુ હોય તેવુ લાગ્યુ તે ડરીને ઉઠી ગઇ. તેને ચીસાચીસ કરી મુકી એટલે બધા જાગી ગયા. ખુબ જ અંધારુ લાગી રહ્યુ એટલે અક્ષયે બેટરીના પ્રકાશ વડે જોયુ તો જે દરવાજાથી તેઓ અંદર આવ્યા હતા તે બંધ હતો. સરકતી હતી તે વસ્તુ આસપાસ કયાંય દેખાઇ નહિ. ખુબ જ અંધારુ હતુ. મહેશ અંકલ પણ તેની સાથે ન હતા.  “ભાઇ, હુ પહેલા દરવાજો ખોલી આવુ પછી અંકલને શોધીએ.”  “હા, કાંઇ દેખાતુ જ નથી.”  અક્ષયે બેટરીના પ્રકાશ વડે માંડ માંડ દરવાજા પાસે પહોંચ્યો અને ધીરે ધીરે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ પથ્થરનો બનેલો તે મજબુત દરવાજો ખુલવાનુ નામ જ લેતો ન હતો. નિશાંત અને નેન્સી પણ મદદ કરવા માટે આવ્યા પરંતુ દરવાજો ખુલતો જ ન હતો.  “મહેશ અંકલ મહેશ અંકલ” તેઓ મોટે મોટે બુમો પાડવા લાગ્યા પરંતુ કોઇ રિપ્લાઇ જ આવ્યો નહિ. બુમો પાડતા પાડતા તેઓ ચારે બાજુ તપાસ કરવા લાગ્યા કોઇનો જવાબ જ આવતો ન હતો અને ચારે બાજુ બંધ જ હતુ પથ્થરની મજબુત બનેલી આ ગુફામાંથી બહાર જવાનો કોઇ રસ્તો ન દેખાતો હતો. તેઓ ત્રણેય ચારે બાજુ ફરી રહ્યા હતા પરંતુ મહેશ અંકલે કહ્યુ તેવો કોઇ ખજાનો પણ દેખાતો ન હતો. અલગ અલગ દિશામાં બધા ફરી રહ્યા હતા. 

  અચાનક જ ધડાકો થયો અને નેન્સી ઉડીને દુર પડી. તે થોડાથી રહી ગઇ નહિ તો બ્લાસ્ટમાં ભસ્મીભુત થઇ જાત. નીચે અથડાવવાથી નેન્સીને ખુબ જ વાગ્યુ હતુ. અક્ષય અને નિશાંત દોડીને તેની પાસે ગયા. અક્ષયે નેન્સીનુ માથુ પોતાના ખોળામાં લઇ લીધુ અને પોતાની બોટલ વડે તેને નેન્સીના મોં પર થોડુ પાણી છાંટયુ અને થોડુ પાણી પીવડાવ્યુ,  “આર યુ ઓ.કે?” અક્ષયે પુછ્યુ. નિશાંત તેના ઘાવ પર સાથે લાવેલ પટ્ટી લગાવવા લાગ્યો.  “હા, યાર મારી ચિંતા ન કર હવે તુ મને નહિ અપનાવતો તો મારે જીવવાની જરુર નથી. તમે લોકો જાવ.”

  “આવુ ન બોલ યાર આઇ કાન્ટ લીવ વિધાઉટ યુ.” નેન્સી ચહેરાને પોતાની છાતી પર વળગાડીને અક્ષયે કહ્યુ.  “થેન્ક્યુ એન્ડ લવ યુ સો મચ યાર.” બંન્નેનુ આ સુખદ મિલન જોઇને નિશાંત પણ ખુશ થયો. થોડી વારમાં બીજો ધમાકો થયો અને પથ્થરની કચ્ચરો ઉડી અને અચાનક જ કોઇનો અવાજ સંભળાયો.  “અક્ષય, નિશાંત મારા મુર્ખ દીકરાઓ જંગલમાં સમાધિ લેવા માટે તૈયાર જાઓ.”  “અરે આ તો મહેશ અંકલનો અવાજ છે.” નેન્સીએ કહ્યુ.  “ચોંકી ગયા ને! હમણાં થોડી જ સેકન્ડમાં તમારુ મૃત્યુ નિશ્ચિંત છે ત્યારે તમને સત્યની જાણ થઇ જાય તો તમારી આત્મા ન ભટકે. તમે લોકો દુનિયામાં મુરખશિરોમણી છો. તમે લોકોએ સરળતાથી માની લીધુ કે આજના જમાનામાં જંગલમાં ગુફામાં આવો કોઇ ખજાનો હોય અને કાંઇ પણ વિચાર્યા વિના મારી સાથે નીકળી પડ્યા જયા મેં તમારી કબર ખોદી રાખી હતી.  તમને એવુ થતુ હશે કે તમારા પિતાના બેસ્ટ ફ્રેન્ડ તમારી સાથે આવુ કેમ કરે છે? અજીતે વર્ષો પહેલા મારી સાથે ધંધામાં દગો કર્યો હતો અને તે બિઝનેશમાં કરોડો કમાઇ ગયો તેની સાથે બદલો લેવા મે તેને આવો નકશો આપ્યો હતો તે તો ન ફસાયો તમે લોકો ફસાઇ ગયા. તો મરવા માટે તૈયાર થઇ જાઓ. દસ, નવ, આઠ, સાત,......................  અચાનક કોઇનો અવાજ સંભળાયો જલ્દી અહીથી નીકળી જાઓ. તેઓને સામે તિરાડમાંથી કોઇ છોકરી દેખાઇ જે તેઓને બોલાવી રહી હતી. ત્રણેય ત્યાં પહોંચ્યા ત્યારે તે છોકરીએ તિરાડમાંથી થોડો પથ્થર ખસેડી લીધો હતો તેમાંથી ત્રણેય વારાફરતી ત્રાંસા થઇને નીકળી ગયા અને બહાર નીકળ્યા ત્યાં જ જોરદારનો બ્લાસ્ટ થયો અને તેઓ દોડીને દુર જતા રહ્યા અને બચી ગયા. હવે ત્રણેયના શ્વાસ નીચે બેઠા ત્યારે તે છોકરીને સામે જોયુ તો અક્ષય બોલી ઉઠ્યો,  “પ્રિયાંશી તુ અહીં ?”  “હા, હું તમારી પાછળ જ હતી.”  “કેમ?”  “અરે યાર આપણે બાળપણના મિત્રો છીએ. તુ મને ભુલી ગયો પરંતુ હુ તને કયારેય ભુલી ન શકી. હુ તને ઘણીવાર મળવા માંગતી હતી. પરંતુ તને આપણી મિત્રતા યાદ હશે કે વિદેશ જઇને તુ બદલાઇ ગયો હશે? એ વિચારીને તારી સામે આવવાની હિમ્મત થતી ન હતી પરંતુ તારા પર મારી નજર રહેતી હતી. મેઘના ભાભી મારા કહેવાથી પકોડા આપવા આવ્યા હતા અને તમારી નક્શા વિશેની વાત સાંભળી હતી અને બીજે દિવસે મહેશ અંકલ સાથેની તમારી વાત સાંભળી હતી મને ખજાના વિશે થોડી શંકા ઉપજી એટલે હું તમારી પાછળ આવી ગઇ. તે રાત્રે તમે બધા તંબુમાં સુઇ ગયા હતા ત્યારે મહેશ અંકલે કેટલાક લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા. તે પરથી મને લાગ્યુ કે દાળમાં કાંઇક કાળુ છે. એટલે મે પોલીસને ફોન કરી દીધો અત્યારે સુધી તો પોલીસ તેને પકડી પણ ગઇ હશે.”  “થેન્ક્યુ સો મચ પ્રિયાંશી.” નેન્સીએ કહ્યુ.  ****************************************  પ્રિયાંશીના કહેવા મુજબ પોલીસ મહેશ અંકલને પકડી ગઇ. બધા સેઇફ રીતે ઘરે પહોંચી ગયા. જયા બહેનના આશીર્વાદ લઇને નેન્સી અને અક્ષયે લગ્ન કરી લીધા. પ્રિયાંશી આજીવન તેઓની મિત્ર બનીને રહી.


Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2