એક અજનબી - 19
એક અજનબી
ભાગ :19
આમ ને આમ એક મહિનો વીતી ગયો. રોજ તેને નશાના ઇજેકશન આપવામાં આવતા હતા આથી નશાની અસર હેઠળ તેને કોઇ જાતનુ ભાન જ રહેતુ ન હતુ. નશાની હાલતમાં પોતાના હોંશકોંશ ભૂલી જતી ક્ષમા શું કરતી તેનુ તેને પણ ભાન રહેતુ નહી અને સવારે તેને કાંઇ યાદ પણ ન આવતુ. ઘણી વખત સવારે કોઇ અન્જાન યુવાનને પોતાની સાથે રૂમમાં જોઇ તે બધુ સમજી જતી કે નશાની હાલતમાં તે શું કરી બેઠી છે. આ બધુ વિચારી તેને ખુબ દુઃખ થતુ પણ તે લાચાર હતી. આ બધુ કરતા કરતા તે કંટાળી ગઇ હતી. તેને આ નર્કમાંથી ભાગી છુટવુ હતુ પણ તે પાંજરે પુરાઇ ગઇ હતી અને પાંજરામાં પુરાયેલા પક્ષીની માફક તે બસ તડફડિયા મારી શકવા સિવાય બીજુ કાંઇ કરી શકવા સક્ષમ ન હતી માટે ભગવાનની ઇચ્છા સમજી તે બસ યંત્રવત્ત બની જીવન જીવે જઇ રહી હતી.
આમ
ને આમ એક મહિનો વીતી ગયો. એક મહિના બાદ તેણે માર્ક કર્યુ કે રેગ્યુલર તેને જે
યુવાન મેકઅપ કરવા આવતો તે હવે બદલાઇ ગયો હતો. તે ચોવીસ પચ્ચીસ વર્ષનો યુવાન હતો.
ચહેરા પરથી તો ક્ષમાને લાગ્યુ કે સ્વભાવે તે સારો હશે પણ ક્ષમાએ એક ચીજ માર્ક કરી
હતી કે તે કાંઇ બોલતો નહી બસ તેને જે સમજાવવાનુ હોય તે સાઇન લેન્ગ્વેજથી જ ક્ષમાને સમ્જાવતો. સરૂઆતમા તો ક્ષમાને થયુ કે બીજાની જેમ
તેને પણ હિન્દી કે અંગ્રેજી આવડતુ નહી હોય માટે તે સાઇન લેંગ્વેજથી વાત કરતો હશે
એટલે તે પણ બસ સાઇન લેન્ગ્વેજથી તેની સાથે પ્રત્યાયન કરતી.
એક
દિવસ તેણે એક પેપર પર કાંઇક લખી ક્ષમાને આપ્યુ.
ક્ષમાએ
વાંચ્યુ કે “માય નેઇમ ઇઝ ઝુલ્લુ. આઇ એમ ફ્રોમ આફ્રીકા. આઇ એમ ડીફ. આઇ કાન્ટ સ્પીક.
વ્હોટ ઇઝ યોર નેઇમ?”
“આઇ
એમ ક્ષમા. આઇ એમ ઇન્ડિયન. સોરી ટુ ક્નો ધેટ યુ કાન્ટ સ્પીક.” ક્ષમાએ લખીને રિપ્લાય
આપ્યો.
“ડુ
યુ લાઇક ધીસ ડાન્સ એન્ડ ધીસ ડર્ટી એકટિવીટી?”
“નો
આઇ ડોન્ટ લાઇક બટ માય હસબન્ડ ચીટ મી એન્ડ આઇ એમ ટ્રેપ્ડ હીઅર.”
“ઓહ
સો સેડ. રીઅલી સોરી ફોર ધેટ.”
“આઇ
એમ સો પુઅર. આઇ એમ કમીંગ હીઅર ફોર ઓલ ગર્લ્સ’ મેકઅપ.”
ક્ષમાએ
લખીને બધી તેની કહાની ઝુલ્લુને કહી બતાવી. એ વાંચી ઝુલ્લુની આંખમાં આંસુ આવી ગયા
અને તેણે ક્ષમાને અહી આ નર્કમાંથી છોડાવવાનુ વચન આપ્યુ.
આ
જાણી ક્ષમા તો ખુશીથી ઝુમી ઉઠી. ડુબતાને તો તણખાનો પણ સહારો બહુ લાગે છે તેમ ક્ષમાના
આ અંધકારમય જીવનમાં એક આશાની કિરણ દેખાઇ આવી. હવે તો બસ તે અહીથી ઉડાન ભરવાની રાહ
જોવા લાગી અને તેના મમ્મી પપ્પાને મળવાની આતુરતાથી રાહ જોવા લાગી. તેને મમ્મીની
ગોદમાં માથુ રાખી મન ભરીને પોતાની વેદના ઠાલવવી હતી. દિલ ખોલીને તેને રડવુ હતુ પણ
હજુ તેને ક્યાં ખબર જ હતી કે તેના મમ્મી પાપા પણ ખુબ મોટી આફતમાં ફસાઇ ગયા છે.
**********
દિપકભાઇ
અને અનસુયાબહેનને કિડનેપર્સ ધાકધમકી આપતા ઘસડીને લઇ જવા લાગ્યા. એક નાના રૂમમાં
બન્નેને ધકેલી દીધા અને તેમની પાસે રહેલી પૈસાની બેગ પણ ઝુંટવી લીધી. દિપકભાઇ અને
અનસુયાબેન શોરબકોર કરવા લાગ્યા તેથી રસ્સીથી બાંધી દીધા અને મોઢા પર પણ
પટ્ટી લગાવી દીધી જેથી તે શોરબકોર ન કરી શકે. બન્ને
પતિ-પત્નીને આ રીતે બાંઢી, લાઇટ્સ ઓફ કરી રૂમ લોક કરી બધા નીકળી ગયા.
દિપકભાઇ
તો કાંઇ સમજી શક્યા જ નહી. તેઓ તો તેમની દિકરીને બચાવવા આવ્યા હતા અને અહી તો પોતે
જ પકડાઇ ગયા સાથે સાથે તેમના સત્તાવીસ કરોડ પણ જપ્ત થઇ ગયા. તે હવે સમજી ગયા હતા
કે લોપાનુ નામ લઇ તેઓ સાથે કોઇ ગંદી રમત રમી ગયુ છે પણ કોઇ તે બન્નેને શા માટે
કિડનેપ કર્યા તે બાબત જરા વિચાર માંગી લેતી હતી. દિપકભાઇને તે બન્ને કિડનેપ હતા પણ
હજુ તેઓને મનોમન શાંતિ હતી કે ક્ષમાને કાંઇ પ્રોબ્લેમ નથી. તે સલામત જ છે, પણ ક્ષમા જેમ
ગેરસમજમાં હતી તેમ દિપકભાઇ અને અનસુયાબેન પણ ગેરસમજમાં જ હતા. કોઇ અંજાન તેના પુરા
કુટુંબની પાછળ પડી ગયુ હતુ, પણ શા માટે? તેની જાણ ન તો ક્ષમાને હતી કે ન દિપકભાઇ
અને અનસુયાબેનને.
******************
ક્ષમા
અને ઝુલ્લુની મુલકાત બાદ ક્ષમા ખુબ જ ખુશ રહેતી. તેને દરરોજ ડાન્સ માટે તો જવુ જ
પડતુ હતુ, લોકો તેના શરીર સાથે ચેડા પણ કરતા જ હતા, છતા પણ ક્ષમાને મનમાં એક પ્રકારની
શાંતિ તો હતી જ કે આજ નહી તો કાલે તે અહીથી મુક્ત થશે અમે આજીવન માટે તે આ કેદથી
દૂર દૂર ઊડીને જતી રહેશે.
ઝુલ્લુએ
તેને અહીથી છોડાવવા માટે એક ફુલપૃફ પ્લાન ક્ષમાને કહ્યો હતો. ઝુલ્લુનો પ્લાન એટલો
પરફેકટ હતો કે ક્ષમાને વિશ્વાસ હતો કે હવે બહુ વધુ સમય તેને ડાન્સ
કરવાનો નથી. ઘણી વખત દુ:ખના વાદળ પછી સુખના નાનકડા છાંટા પણ પડે ત્યારે માણસનુ મન
નાચી ઉઠે છે અને તેની સુવાસ ભરથી અણગમતુ કામ પણ ફટાફટ પુરુ કરીને સુખ તરફ દોટ
મુકવા મન અધીરુ બની જાય છે તેમ ક્ષમા પણ મનોમન ખુબ ખુશ રહેતી હતી.
ક્ષમા
આજે પોલ ડાન્સમાં ફટાફટ ગઇ તો ખરા પરંતુ ડાન્સ સ્ટેજ પર પહોચતા જ તેને દરરોજની જેમ
ખરાબ અનુભવો થવા લાગ્યા. લોકો વાસનાની નજરથી તેને ઘુરતા ડાન્સ સ્ટેજ પર તેની ચોતરફ
મંડરાવા લાગ્યા અને તેની સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યા. લોકોના અભદ્ર વ્યહાર અને
ચેનચાળાથી તે ગુસ્સે ભરાઇ ગઇ પરંતુ તે કાંઇ કરી શકે એમ ન હોતી આથી તે પળ પળ ગણતી
યંત્રવત પોતાનો ડાન્સ કરવા લાગી. સવારે ચાર વાગ્યે ડાન્સ પુરો થયો ત્યારે થાકીને
લોથપોથ થઇને તે પોતાના રૂમમાં આવી. નબળાઇ અને થાકને કારણે તેને ચક્કર આવી રહ્યા
હતા પરંતુ અહીંથી જવાની ખુશીમાં તે બધુ અવગણીને ઝુલ્લુએ આપેલો બુરખો પહેરીને તૈયાર
થઇ ગઇ.
ક્ષમાને
જે રૂમમાં રાખવામાં આવી હતી તેની બારી બહાર રોડ પર પડતી હતી. સવારે પાંચ વાગ્યે ક્ષમાએ
બારી ખોલી જોયુ તો નક્કી કર્યા મુજબ ઝુલ્લુ બહાર ઉભો હતો. આમ તો હંમેશા ક્ષમાના
રૂમની બારીઓ તો લોક જ રહેતી પણ ઝુલ્લુએ લોક તોડી નાખ્યુ હતુ. ક્ષમાના રૂમ સી.સી.
ટીવી કેમેરા વડે સુરક્ષિત હતો આથી ક્ષમાએ કેમેરામાં કાંઇ દેખાઇ ન શકે માટે રૂમની
લાઇટ્સ ઓફ જ રાખી હતી.
ક્ષમાએ ઝુલ્લુએ એ આપેલુ દોરડુ બહાર
ફેક્યુ અને ભગવાનુ નામ લેતી તે નીચે ઉતરવા લાગી. તેને ખબર જ હતી કે સવાર સુધી
ડાન્સબાર ચાલુ રહેવાને કારણે અત્યારે કોઇ જાગતુ નહી જ હોય એટલે મનમાં તેને થોડી
શાંતિ હતી.
બારીની બહાર નીચે થોડે દુર ઝુલુ તેની રાહ જોઇ રહ્યો હતો.
એક ટેકસી પકડીને તેઓ સીધા એરપોર્ટ પર પહોંચી ગયા. ક્ષમા ખુબ ખુશ થતી હતી કે આજે
ઝુલ્લુની મદદથી આજે તે નર્કમાંથી બહાર નીકળી ગઇ હતી. બન્ને ફટાફટ એરપોર્ટૅ પહોંચી
ગયા જયાં ઝુલ્લુનો એક મિત્ર ક્ષમા માટે તેનો નકલી પાસપોર્ટ અને મુબંઇ માટેની ટિકિટ
લઇ રાહ જોઇ રહ્યો હતો.
.webp)
Comments
Post a Comment