લોચો , ભાગ-૨
લોચો , ભાગ-૨
“ઓય નેહલી, હમણા કેટલાય દિવસથી જોઇ
રહી છું કે તુ ક્યાંય બીજે ગુમશુમ રહે છે, મને લાગે છે તારા મનમાં કાંઇક એવુ રંધાઇ
રહ્યુ છે જેની જાણ તે મને સુધ્ધા થવા દીધી નથી.” સાધનાએ નેહાને ધબ્બો મારતા કહ્યુ.
“અચાનક જ પાછળથી સાધનાને જોઇને નેહા ધૃજી
ઉઠી અને પોતાના હાથમાં રહેલી બુક તેણે જલ્દીથી પોતાના બેગમાં મૂકી દીધી.”
“શું આમ પાછળથી આવીને બીવડાવે છે
સાધુળી? કાંઇ નથી કરતી હું તારાથી છુપાવીને.”
“તો પછી મને જોઇને કેમ બુક બેગમાં
છુપાવી દીધી? બતાવ મને એ બુક ચાલ.”
“અરે મારી જ બુક છે એ, આપણા સ્ટડીની
બુક જ હોય ને મારી બેગમાં, બીજી કઇ બુક હોવાની?”
“એ જ મારે જોવુ છે કે એવી તે શું બુક
છે આપણા સ્ટડીની.” હજુ બન્નેની વાત ચાલુ હતી ત્યાં જ સાધનાએ નેહાની બેગ ઝુંટવી
લીધી અને બેગમાંથી બુક શોધવા લાગી.”
“છોડ ને યાર.”
“નહી, આજે તો નહી જ છોડુ”
“એક મિનિટ, તુ ચાલ કેન્ટિનમાં હું
તને કહુ વાત બધી.” કહેતી નેહા તેને કેન્ટિન તરફ ખેંચી ગઇ.”
કેન્ટિનમાં બન્ને ખુણામાં છેલ્લા ટેબલ ઉપર
બેસી અને નેહાએ તેને બધી વાત વિગતવાર કહી દીધી.
“તુ પાગલ છે કે? તને ખબર પણ છે તુ
શું કરવા જઇ રહી છે? અક્કલ નામની ચીજ છે કે પછી ઉડાડી દીધી હવામાં?” નેહાની વાત
સાંભળી સાધના બૂમ પાડી ઉઠી.
“શાંત થા માતાજી. આરામથી વાત કર.
કોઇને ખબર પડી જશે તો લેવા ના દેવા થઇ જશે.”
“નેહા
ઇટ્સ સો રીશ્કી યાર, આ બધુ રહેવા દે. કાંઇક મોટો લોચો થઇ જશે તો શું કરીશ તુ?”
“અરે યાર, કાંઇ નહી થાય લોચો, ઇટ્સ
ઓલ પ્રી-પ્લાન્ડ.”
“જો નેહા, તે મનોમન પ્રી-પ્લાન કરી
લીધો છે પણ તારા ધાર્યા પ્રમાણે જ થશે એ પાક્કુ છે? જો કાંઇ આડુ અવળુ થશે તો? તેના
પરિણામ વિષે તે વિચાર્યુ છે ક્યારેય?”
“કાંઇ નહી થાય લોચો, જસ્ટ ટેઇક ઇટ
ઇઝી.” ફોનની રીંગ વાગતા તે સાધનાને દિલાસો આપતી ફોન પર વાત કરતી ત્યાંથી નીકળી ગઇ.
“હે ભગવાન, આ કમ અક્કલને સદબુધ્ધી
આપજે.” હાથ જોડતી તે પણ નેહાની પાછળ ચાલતી થઇ ગઇ.
**********
“હાય સ્નેહા, ઇટ્સ અ મીરેકલ,
પ્રોજેક્ટમાં સૌથી વધુ માર્કસ મને મળ્યા છે.” દસ દિવસ બાદ પ્રોજેક્ટનું રિઝલ્ટ
આવતા રિતેશે સ્નેહાને ખુશખબર આપતા કહ્યુ.
“રિતેશ, આઇ એમ બીઝી, આપણે પછી વાત
કરીએ.” ટૂંકો જવાબ આપી સ્નેહાએ ફોન કટ કરી દીધો.
સ્નેહાના આ પ્રકારના શુષ્ક જવાબથી
રિતેશને બહુ મોટો આંચકો લાગ્યો, કારણ કે જ્યારથી બન્નેની ફોન પર મુલાકાત થઇ
ત્યારથી બન્ને પ્રોજેક્ટની ચર્ચા કરતા કરતા એકબીજાના બહુ ગાઢ મિત્રો બની ગયા હતા.
જ્યાં સુધી રિતેશ સ્નેહા સાથે વાત ન કરતો ત્યાં સુધી તેને ચેન ન પડતુ. તેના મનમાં
રહેલી સ્નેહાની છ્બી એકદમ બદલાઇ ગઇ હતી.
“ચલો સાયદ એ પોતાના સ્ટડીમાં બીઝી
હશે, મને વિશ્વાસ છે એ મને સામેથી કોલ કરશે જ.” મનમાં એક અતૂટ વિશ્વાસ સાથે તે
કોલેજમાં પોતાના મિત્રો સાથે વાતો કરવામાં મશગુલ બની ગયો.
**********
“હાય રિતેશ, સોરી સવારે હું સ્ટડીમાં
ખુબ વ્યસ્ત હતી એટલે વાત ન થઇ.” રાત્રે અગિયારેક વાગ્યે સ્નેહાના સોફ્ટ અવાજને
સાંભળતા જ રિતેશ ખુશીથી ઉછળી પડ્યો.
“ઇટ્સ ઓકે સ્નેહા, આઇ કેન અન્ડર
સ્ટેન્ડ. આમ પણ આપણે માત્ર ફોન પર વાત કરવાનો રીલેશન છે, બીજુ ક્યાં તુ મને કાંઇ
માને છે તારા જીવનમાં.” રિતેશે સ્નેહાની ફીરકી લેતા ઢોંગ કરતા બોલ્યો.
“નહી નહી, નથીંગ લાઇક ધેટ. યુ આર માય
બેસ્ટ ફ્રેન્ડ. એવુ થોડુ છે કે તારુ પ્રોજેક્ટ વર્ક પુરૂ થઇ ગયુ છે તો આપણે
સંપર્કમાં નહી રહીએ, ફોન દ્વારા આપણે સતત સંપર્કમાં જ છીએ ને.”
“ઇટ
મીન્સ , આપણે દરરોજ એક વખત વાત કરવાની જ, રાઇટ?”
“એક વખત શું કામ? ફ્રી હોઇએ તો બે
ત્રણ વખત પણ વાત કરીશુ.”
“ઓહ ગ્રેટ, સો ગુડ યુ આર.
આઇ...........” મનના શબ્દોને રિતેશે જીભ સુધી આવે તે પહેલા જ હ્રદયમાં દબાવી દીધા.
“આઇ......................?”
“મારો
મતલબ એ હતો કે આઇ હેવ ગોટ ફ્ર્સ્ટ રેન્ક ઇન પ્રોજેક્ટ વર્ક. મારા પ્રોજેક્ટના ખુબ
વખાણ થયા આજે અને એ ખુશી હું સવારે તારી સાથે શેર કરવા સવારે તને કોલ કર્યો હતો.”
“કોંગ્રેચ્યુલેશન્સ રિતેશ, આ ખુશીનો
ક્રેડિટ તો મને જ મળવાનો છે, રાઇટ?”
“હા યુ આર રાઇટ, તે મને હેલ્પ ન કરી
હોત તો હું આટલુ સારૂ વર્ક કરી શકવાનો જ ન હતો.”
“તો મને ટ્રીટ ક્યાં આપવાનો
છે?”
“તુ અહી જુનાગઢ આવે ત્યારે તુ કહે
ત્યાં પાર્ટી આપીશ અને જો તુ કહે તો હું આવી જાઉ અમદાવાદ તને ટ્રીટ આપવા માટે.”
“ઍરે નહી નહી, મારી પાર્ટી જમા રહી,
ત્યાં આવું પછી વ્યાજ સાથે પાર્ટી લેવાની છું.”
બન્ને વાતોમાં અને વાતોમાં એવા તે
તલ્લીન બની ગયા કે તેઓને ખબર જ ન પડી કે મધરાત્રીના ત્રણ વાગી ગયા. હવે બન્નેનો
ક્રમ બની ગયો હતો કે રાત્રે ફ્રી થઇને બન્ને દરરોજ એકબીજા સાથે કલાકો સુધી વાતો
કરતા. જો અગિયાર વાગ્યાથી સહેજ પણ મોડુ થાય તો બન્ને બેચેન બની જતા.
**********
“આપણા આ સબંધને કાંઇ નામ છે રિતેશ? “
“હું કાંઇ સમજ્યો નહી, સ્નેહુ , શું
કહેવા માંગે છે તુ?”
“છેલ્લા છએક મહીનાથી દરરોજ કલાકો
સુધી આપણે વાતો કરીએ છીએ, એકબીજા સાથે સુખ દુઃખ અને રોજીન્દી બધી વાતો શેર કરીએ
છીએ પણ આપણા બન્ને વચ્ચે રીલેશન શું છે??? એકબીજાના ખાસ મિત્ર????”
સામે છેડેથી આ પ્રકારનો પ્રશ્ન
સાંભળી રિતેશ હતપ્રભ બની ગયો, તેને થયુ કે આજે પોતાના મનની વાત તે સ્નેહાને કરી દે
પણ સાથે સાથે ડરતો હતો કે સ્નેહાને ખોટુ લાગશે તો?
“હેલ્લો, જાગે છે કે સુઇ ગયો તુ
રિતેશ?”
“યા સ્નેહુ, આઇ એમ અવેકીંગ યાર,
બોલ.”
“તારા ઘરમાં પણ કોઇને આપણા વિષે ખબર
નથી અને મારી ફેમીલીને પણ ખબર નથી કે હું તારી જોડે વાત કરુ છું, તો શું આપણે
આજીવન આ રીતે ફોન પર વાત કરવાની અને એ પણ છુપાઇને બધાથી?”
“સ્નેહુ, આજે કેમ આ રીતે પ્રશ્નો
કરવા લાગી તુ? તને મારા પર વિશ્વાસ નથી? હું તારી સાથે આટલો ક્લોઝ છું એ મારા
કોલેજમિત્રોને પણ ખબર પડવા નહી દીધી મે.”
“એ જ તો મારો પ્રશ્ન છે કે શું આજીવન
આપણે એકબીજાની ઓળખ છુપાવી રાખવાની?”
“નહી, તુ કહે તો હું આખી દુનિયા સામે
ઐલાન કરી શકુ એમ છું કે આઇ લાઇક સ્નેહા રાયજાદ્દા. શી ઇઝ માય ગર્લ ફ્રેન્ડ.” અચાનક
જ આજે રિતેશે પોતાના મનની વાત બોલી જ દીધી.
“શું???? શું કહ્યુ? ફરીથી કહીશ
મને?”
“યા સ્નેહુ, આ વાત મારે તને આપણે રૂબરૂ
મળીએ ત્યારે કહેવી હતી પણ આજે તારા મનના પ્રશ્નોનું સમાધાન થઇ જાય એટલે હું મારા
દિલની વાત તને ફોન પર કહી રહ્યો છું. આઇ લવ યુ સ્નેહા. આઇ લવ યુ. , આઇ લાઇક યુ. ડુ
યુ લવ મી??? વીલ યુ મેરી વીથ મી???”
“હેલ્લો........ હેલ્લો.......
હેલ્લો............ આર યુ ધેર સ્નેહુ?”
“યા આઇ એમ હીઅર.”
“બસ
આટલો ટૂંકો જવાબ? મારા પ્રશ્નોના જવાબ તો મને મળ્યા જ નહી. શું તમે મને પ્રેમ કરો
છો મીસ સ્નેહા?”
“હા.” બસ આટલુ જ કહીને ફોન કટ કરી
દીધો.
“હા” સાંભળતા જ રિતેશ ખુશીથી ઉછળી
પડ્યો અને આ બાજુ પણ એ જ માહોલ હતો.
**********..
“મમ્મી, સ્નેહા બોલુ છું, નેહા આવી
ગઇ કોલેજથી? હું ક્યારથી તેને ફોન કરુ છું પણ તે ફોન ઉપાડતી જ નથી.”
“”બહી બેટા, કદાચ એ રસ્તામાં હશે,
તારે શું કામ હતુ નેહાનું?”
“મારે તેનુ કામ છે, તે આવે તો કહેજે
મને કોલ કરે.”
“હા બેટા, બીજુ કે તુ આવે તો છે ને
દિવાળી ઉપર ઘરે?”
“હા મમ્મી, હું આવવાની છું, તમને
બધાને મળવાની ખુબ ઇચ્છા છે. તમારા વિના નહી ગમતુ મને અહી.” સ્નેહાનો અવાજ ગળગળો થઇ
ગયો.
“બસ બેટા, તુ ઉદાસ નહી થા, એક
અઠવાડિયા પછી તો દિવાળી છે, બસ પછી અમારી સાથે જ રહેવાના દિવસો છે તારે. આખુ
વેકેશન મારી આંખથી દૂર નહી થવા દઉં તને.” આ બાજુ દિવ્યાબેન પણ ભાવુક થઇ ગયા.
“બસ મમ્મી, હવે તુ પણ રડવાનુ શરૂ ન
કર. નેહાને કહી દેજે કે એ મને કોલ કરે.”
“હા બેટા.”
વધુ આવતા અંકે....................
લેખકનું નામ : રૂપેશ ગોકાણી
Waitting for next part...👍
ReplyDelete