એક અજનબી - 20
એક અજનબી
ભાગ : 20
ઝુલ્લુને
પણ ખબર જ હતી કે હવે અહી રહેવુ તેના માટે પણ ખતરાથી ખાલી નથી. તે જાણૅતો હતો કે
તેણે બહુ મોટો ખતરો માથે લઇ લીધો છે ક્ષમાની મદદ કરીને આથી તે પણ પોતાના વતન જવા
તરફ નીકળી ગયો પણ તેને મનમાં એક પ્રકારનુ સુકુન હતુ કે તેના હાથે એક અબળા અને
બેસહારા નિર્દોષ વ્યકિતને હેલ્પ થઇ છે.
*****************
દિપકભાઇ
અને અનસુયાબહેનની હાલત ખુબ કફોળી બની ગઇ હતી. એક તો ભારતમાં ક્ષમાને છોડાવવા
માટે ખુબ ભાગદોડ કરી પૈસાનો બંદોબસ્ત
કર્યો અને દોડતા તેઓ મલેશિયા આવી પહોંચ્યા અને અહી આવી તેઓ જાળમાં ફસાઇ ગયા. આ
ભાગદોડમાં બન્નેની ભુખ તરસ હરામ થઇ ગયા હતા. ચોવીસ કલાક થવા આવ્યા છતા રૂમનુ ડોર
બંધ જ હતુ. કોઇ તેઓની તપાસ કરવા કે તેમને પાણીનું પુછવા પણ આવ્યુ ન હતુ. બન્નેને
ખુબ તરસ લાગી હતી. ભુખ અને તરસના કારણે અનસુયાબેન તો બેભાન જેવા બની ગયા હતા અને
દિપકભાઇ પણ પોતાની સુઝબુઝ ખોઇ બેઠા હતા.
ત્યાં
ઓંચિતા તેના પર પાણીની ડોલ રેડવામાં આવી. તેઓ બન્ને એકદમથી ગભરાઇ ગયા અને આઁખો
ખોલીને જોયુ તો શ્યામ તેની સામે ઉભો હતો અને ખડખડાટ હસી રહ્યો હતો. શ્યામ ને
પોતાની સામે જોઇ તેઓ મુંજાઇ ગયા અને પ્રશ્નસુચક નજરે તેને તાકી રહ્યા.
“શ્યામ
બેટા સારુ થયુ તુ આવી ગયો. અમને અહીંથી બચાવ ક્ષમાને શુ થયુ છે અને તે ક્યાં છે? શુ
થયુ હતુ? કોણ તેને ઉપાડી ગયુ છે?” એકી સાથે દીપકભાઇએ શ્યામને ઘણા બધા સવાલ પુછી
નાખ્યા.
શ્યામ
ખડખડાટ હસી રહ્યો એટલે ફરીથી અનસુયાબહેને કહ્યુ.
“શ્યામ
અમને અહીથી છોડાવ. કોઇએ ક્ષમાના નામનો નકલી વિડીઓ બનાવી અમને છેતરી લીધા છે અને
અમારી પાસેથી સતાવીસ કરોડ પણ છીનવી લીધા અને અમને આમ અહી બંધક બનાવી લીધા છે.
ફરીથી
શ્યામ અટ્ટહાસ્ય કરવા લાગ્યો.
“બેટા
આમ કેમ હસે છે તુ?”
“માય
ડીઅર સાસુમા અને સસુરજી, તમે તમારા જમાઇને સમજવામાં ભૂલ કરી બેઠા છો. તમારો જમાઇ
અહી તમને બચાવવા નહી બલ્કે તમને બન્નેને ઉપર ભગવાન પાસે પહોચાડવા આવ્યો છે.” કહેતો
ફરી તે હસવા લાગ્યો.
“શુ બકવાસ કરે છે શ્યામ? આમ બોલતા તને
શરમ આવતી નથી? અને પહેલા એ કહે કે ક્ષમા ક્યાં છે?” દીપકભાઇએ ચીસ પાડીને કહ્યુ.
“મિસ્ટર
રહેજા, અવાજ નીચે રાખો. હું તમારો નોકર નથી સમજ્યા? આઇ. એમ નોટ શ્યામ. મારુ નામ
જગ્ગુ છે જગ્ગુ. અને તમને બન્નેને ખત્મ કરી ભગવાન પાસે મોકલવાનું કામ મને
સોંપવામાં આવ્યુ છે અને રહી વાત શ્યામની તો તમારી ક્ષમા ખુબ મજામાં છે. તેની ચિંતા
તમે ન કરો.
“તુ
શ્યામ નો હમશકલ લાગે છે તો શ્યામ અને ક્ષમા આખરે છે કયાં?” અનસુયાબહેને પુછ્યુ.
“સાસુમાં
મરતા પહેલા સત્ય જાણતા જાવ. હુ હમશકલ નહિ પરંતુ શ્યામ જ છુ અને તમને બધાને ખત્મ
કરવાની મેં સુપારી લીધી છે. તમારી લાડકી ક્ષમાને
તો તેના ઠેકાણે મોકલી દીધી છે. હવે તમારો વારો છે. તો થઇ જાવ તૈયાર”
“શુ
મારી ક્ષમા મરી ચુકી છે? તે મારી દીકરીને ખત્મ કરી નાખી છે? બોલતા બોલતા દીપકભાઇ
રડી પડયા.
“ના
સસરાજી તે મોતથી પણ બદતર હાલતમાં અમારા કબજે છે તેની જીંદગી ઇચ્છતા હોવ તો બીજા દસ
કરોડ ત્રણ દિવસમાં મંગાવી આપજો. તો તમારી દીકરીની જીંદગી બક્ષી દેશુ.”
“ક્ષમા
મારી ક્ષમા સાથે તે શુ કર્યુ છે હરામખોર. છોડી દે મારી ક્ષમાને નહિ તો મારા
માણસોને ખબર પડશે તો તારા ચિથરા ઉડાવી નાખશે”
“ચિથરા
તો તમારા ઉડી જશે જો પૈસા નહિ મળે તો અને તમારી લાડલી ક્ષમાની શું હાલત થશે તે
જાણીને પણ તમે મરી જશો, સ્મજ્યા? જલ્દીથી જલ્દી પૈસાની વ્યવસ્થા કરો ટાઇમ નથી મારી
પાસે.”
“બકવાસ
બંધ કર શ્યામ વોટ એવર યુ હેવ. અને પૈસા તો
તમને આપ્યા સત્તાવીસ કરોડ. હવે હુ કયાંથી લાવું પૈસા મારી દીકરીને લાવ નહિ તો
પરિણામ જરાય સારું નહિ આવે.” દીપકભાઇએ ગુસ્સાથી કહ્યુ.
“પરિણામની
ચિંતા તો હવે તમારે કરવાની છે મિસ્ટર રહેજા. જીંદગી કે મોત જે જોઇએ તે પસંદ કરી
લો. જયાં સુધી ખાધા પીધા વિના રહી શકો ત્યાં સુધી ક્ષમા વિશે વિચારી લેજો. બાકી તો
તેને.................... હા હા હા હા” અટ્ટહાસ્ય કરતો જગ્ગુ જતો રહ્યો.
“મારી
દીકરીને બચાવી લો પ્લીઝ” અનસુયાબહેને આઁખમાં આંસુ સાથે કહ્યુ.
“શુ
કરવુ કાંઇ ખબર જ નહિ પડતી. આપણે અહીં બંધાયેલી હાલતમાં સંપર્ક વિહોણા છીએ. કેમ અને
કોનો કોન્ટેક કરવો?”
“એ
લોકોને પૈસા આપી દો પ્લીઝ. જીંદગી હશે તો તેને બધાને સજા અપાવી શકીશુ અને પૈસા પણ
પાછા મેળવી શકીશુ. તમારુ નેર્ટવક તો જોરદાર જ છે. લોપાની જીંદગી બચાવવા બીજો કોઇ
રસ્તો દેખાતો નથી.”
‘અનુ
તારી વાત એકદમ સાચી છે. લોપાની જીંદગી બચાવવા કોઇ રસ્તો જ નથી આપણે તો ઠીક મરી
જઇશુ પણ બિચારી દીકરીના કેવા હાલ થશે. પરંતુ તે નફ્ફટ તો જતો રહ્યો પૈસા મંગાવવા
પણ કેમ? એક અનાથાઆશ્રમની જમીન હજુ મારા નામ પર છે તે વેચી નાખીએ તેના સિવાય કોઇ
રસ્તો નથી.” બોલતા બોલતા દીપકભાઇ રડી પડયા સાથે અનસુયાબહેન પણ રડવા લાગ્યા.
પૈસા
કેમ મંગાવવા એ એક પ્રશ્ન હતો. તેઓના માથે પાણી છાંટવામાં આવ્યુ ત્યારે તેઓએ થોડા
ટીપા પીધા હતા હવે તરસના માર્યા બેહાલ થયા હતા.
************************
ક્ષમા
હવે આઝાદ હતી. તેનુ પ્લેન ટેક ઓફ થઇ ચુક્યુ હતુ. હવે માત્ર થોડી જ વારમાં તે મુબંઇ
પહોંચી જવાની હતી. તે છુટ્ટી તો થઇ ચુકી હતી પરંતુ હવે આગળ શુ કરવુ એ તેને કાંઇ
ખબર જ નહોતી. તેની પાસે એક રૂપિયો કે આઇડેન્ટી ન હતી. તે બુરખો પહેરેલી મુસ્લિમ
મહિલા લાગતી હતી. ઘણા દિવસ બાદ મળેલી આઝાદીની હવા તેનામાં નવો જોશ ભરી રહી હતી.
દુ:ખ
તકલીફો શ્યામનો દગો બધુ યાદ કરતા કરતા મુબંઇ આવી ગયુ. તે એરપોર્ટ્ પર સુનમુન ઉતરી ગઇ.
તે ધીરે ધીરે ચાલવા લાગી કયાં જવુ શુ કરવુ તેને કાંઇ સમજ પડતી ન હતી.
******************
થોડીવાર
બાદ ઓંચિતા રૂમમાં પ્રકાશ આવ્યો એટલે દીપકભાઇની આઁખો અંજાઇ ગઇ. અનસુયાબહેન તો ભુખ
તરસના માર્યા સાવ બેશુધ્ધ જેવા બની ગયા હતા.
એક
કાળો માણસ ફોન લઇને અને એક ચિઠ્ઠિ લઇને આવ્યો. તે ચિઠ્ઠિ દીપકભાઇને આપી. જેમાં આવુ
લખ્યુ હતુ.
જો
તમે પૈસા મંગાવવા માંગતા હોવ તો આ ફોનથી મંગાવી શકો છો, તમે કહેશો ત્યાંથી અમારો
માણ્સ પૈસા મેળવી લેશે. પૈસા મળી જશે એટલે તમે અને તમારી દીકરી બધા આઝાદ થઇ જશો.
હવે બધુ તમારા નિર્ણય પર આધાર રાખે છે, તમારે પૈસા વહાલા છે કે તમારી દીકરી???
ક્રમશઃ
શું
દિપકભાઇ અને અનસુયાબહેન આ જાળમાંથી બહાર નીકળી જગ્ગુને સજા અપાવી શકશે? ક્ષમા ભારત
પહોંચી તો ગઇ પણ ત્યાં તે સુરક્ષિત રહી શકશે? તેના માતા-પિતાને ઘરે ન જોઇ તે શું
કદમ ઉઠાવશે? જાણવા માટે વાંચો પ્લીઝ હેલ્પ મી નો નેક્ષ્ટ પાર્ટૅ....
.webp)
Comments
Post a Comment