એક અજનબી - 24

 એક અજનબી 

ભાગ :  24


 

આ બાજુ રોહન તેના પપ્પાના મિત્રની મદદથી ત્યાંના સ્થાનિક પોલીસની હેલ્પ માટે ગયો હતો ત્યાં પોલીસે તેની પાસેથી શ્યામની તસવીર માંગી, જે લેવા માટે રોહન ફરી હોટેલ આવતો હતો ત્યાં ફરી હોટેલના મેઇન દ્વાર પાસે જ ફરી શ્યામ તેની સામે અથડાયો.

           “હેય મિસ્ટર, પ્લીઝ બી કેરફુલ વ્હાઇલ વોકીંગ.” શ્યામે  જરા ગુસ્સાથી કહ્યુ.

           રોહન પણ તેના આ શબ્દોથી થોડો ચિડાઇ તો ગયો પણ અત્યારે અજાણ લોકો સાથે ઝઘડો કરવો તેને યોગ્ય ન લાગ્યુ એટલે માંફી માંગતો ફરી તે રૂમ તરફ જતો રહ્યો.

           રોહને ક્ષમા માટે બ્રેકફાસ્ટ મંગાવ્યો અને બન્ને બ્રેકફાસ્ટ કરતા કરતા તેણે ક્ષમાને બધી વાત કરી અને શ્યામનો ફોટો માંગ્યો. પહેલા તો ક્ષમાને શ્યામનો ફોટો મેળવવાનુ અઘરુ જ લાગ્યુ પણ પછી તેને યાદ આવ્યુ કે તેણે ઇ-મેઇલ થ્રુ તેના મમ્મી પપ્પાને શ્યામ અને તેના લગ્નજીવન બાદ ફોટો મોકલ્યા હતા. તેણે ફટાફટ રોહનના લેપટોપમાંથી પોતાનુ મેઇલ આઇ.ડી. ઓપન કરી સેન્ટ આઇટમ્સમાંથી શ્યામનો ફોટો રોહનને બતાવ્યો. રોહન એ જોઇને દંગ બની ગયો.

           “ક્ષમા આ શ્યામ  છે? ઇઝ ધીસ શ્યામ ? આઇ કાન્ટ બીલીવ. અરે યાર આ માણસને તો મે હમણા બે વખત આ જ હોટેલમાં જોયો છે.”

           ક્ષમા રોહનની વાત સાંભળી સફાળી ઉભી થઇ ગઇ. “વ્હોટ રોહન આર યુ શ્યોર કે તે શ્યામ ને જ જોયો હતો?”

           “હા લોપ મે શ્યામ ને જ જોયો હતો. આઇ એમ ૧૦૦% શ્યોર. એક વખત તો તે મારી સામે અથડાયો હતો એટલે ખુબ નજીકથી તેને મે જોયો હતો. મારી આંખો દગો ન ખાઇ શકે. આ એ જ માણસ છે જેને મે આ જ હોટેલમાં જોયો હતો.”

           “રોહન તો કદાચ એવુ પણ બની શકે કે મમ્મી પપ્પા પણ આ જ હોટેલમાં હોઇ શકે. આપણે જલ્દીથી કાંઇક યોગ્ય કદમ લેવા જોઇએ જેથી આપણે મમી પપ્પાને છોડાવી શકીએ.”

           “ક્ષમા તુ જેટલુ આસાન ધારે છે તેટલુ સહેલુ નથી આ કામ કારણ કે તેણે અહી અંકલ આન્ટીને એકલા તો નહી રાખ્યા હોય. તેના માણસો ચોવીસ કલાક પહેરો આપતા હશે અને પહેલા તો એ જાણવુ પડે કે અંકલ આન્ટી અહી છે કે નહી. પછી આપણે પોલીસની મદદથી કાંઇક કદમ ઉઠાવી શકીએ.”

           “ઠીક છે, પણ તેને અહી જોઇને મને ડર લાગે છે. ક્યાંક તે મને જોઇ જશે તો મારા કારણે તારે પણ ખતરો ઉભો થઇ જશે.”

           “ડોન્ટ વરી ક્ષમા. આઇ વીલ હેન્ડલ, યુ જસ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ બાકી બધુ તુ મારા પર છોડી દે.”

           રોહને પોલીસને ફોન કરી શ્યામ નો ફોટો મેઇલ કરી દીધો અને એ પણ જણાવ્યુ કે શ્યામને તે લોકોએ હોટેલમાં જોયો હતો.

           પોલીસે તે હોટેલ પર છુપી નજર રાખવાની શરૂ કરી દીધુ  પણ શ્યામને તે દિવસ બાદ ક્યારેય એ હોટેલમાં આવતા તેણે જોયો જ નહતો.

           રોહનને પણ હવી મેહસુસ થવા લાગ્યુ હતુ કે કદાચ ક્ષમાના મમ્મી પપ્પાને આ હોટેલમાં નહી રાખવામાં આવ્યા હોય, પણ ક્ષમાને હજુ વિશ્વાસ આવતો ન હતો.

           એક દિવસ રોહને રૂમ સર્વીસનો ડ્રેસ પહેરી ઉપરના માળે દરેક રૂમ સફાઇ કરવાનુ નક્કી કર્યુ. કદાચ કાંઇ જાણવા મળે. તે એક પછી એક દરેક રૂમ ક્લીન કરવાના બહાને ચેક કરવા લાગ્યો. સફાઇ કરતા કરતા તે બધુ ધ્યાનથી નિરીક્ષણ કરતો હતો. જેવો તે રૂમ નં ૧૨૫ પાસે પહોચ્યો તો તેણે જોયુ કે રૂમ લોક હતો, આથી તે નીચે જવા લાગ્યો ત્યાં અચાનક તેને એ રૂમમાંથી કોઇનો અવાજ આવતો હોય તેવુ ફીલ થયુ. તેણે રૂમના દરવાજાની નજીક જઇ વાત સાંભળવાની ટ્રાય કરી પણ ચોખ્ખો અવાજ આવતો ન હતો.

           હવે તેને પણ શક જવા લાગ્યો હતો કે નક્કી આ રૂમમાં કાંઇક ભેદ છે. તેણે નીચે રીશેપ્શન પાસે જઇ તે રૂમ કોના નામથી બુક્ડ છે તે બાબતે પુછતાછ કરી પણ તે લોકોની પોલીસી મુજબ કોઇ અજાણ લોકોને તે રૂમ કોના નામથી બુકડ છે તે જણાવતા ન હતા. આથી તેણે પોલીસની મદદ લેવાનુ નક્કી કર્યુ.

           થોડી જ વારમાં પોલીસ ત્યાં આવી પહોંચી. પોલીસ હોટેલમાં આવી છે એ  જાણી શ્યામના માણસો ગભરાયા અને શ્યામને કોલ કર્યો. શ્યામ એ વખતે દારૂના નશામાં ચકચુર હતો અને એ  બાબતે પણ એકદમ અજાણ હતો કે ક્ષમા અને તેનો મિત્ર રોહન એ જ હોટેલમાં છે અને તેણે જ પોલીસને બોલાવી છે તેથી તેણે આ વાતને ગંભીરતાથી ન લેતા ત્યાં આવવાનુ ટાળ્યુ.

           પોલીસે હોટેલ ઓથોરીટીને રોમ નં ૧૨૫ ખોલવા માટે કહ્યુ, હોટેલ માલીક કે જે શ્યામ  સાથે મળેલો હતો તેણે ઘણી મહેનત કરી કે આ મામલો અહી જ ક્લોજ્ડ થાય પણ પોલીસે કાંઇ પણ વાત સાંભળ્યા વિના એ રૂમ ખોલાવ્યો,

           રૂમ ખોલતાની સાથે જ ક્ષમા અને રોહન બન્ને દંગ રહે ગયા. દિપકભાઇ અને અનસુયાબેન અધમરી હાલતમાં બાંધેલી હાલતમાં ખુરશીમાં પડ્યા હતા. ક્ષમાને આ જોઇ ખુબ દુઃખ થયુ. પોલીસે હોટેલ માલીકને ગીરફ્તાર કરી લીધો અને આ બન્ને લોકોને અહી બંદી કરવા પાછળનો ઉદેશ્ય અને તેનુ માસ્ટર માઇન્ડ કોણ છે તે બાબતે સઘન પુછતાછ કરવાનુ શરૂ કરી દીધુ.

           ક્ષમાએ તેના માતા-પિતાને ત્યાં જ હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધા. એક રીતે ક્ષમા તેના મમ્મી પપ્પાને મેળવી ખુબ જ ખુશ હતી પણ તેમની આવી હાલત તેનાથી જોઇ શકાતી ન હતી. પ્રાથમિક સારવારથી ચોવીસ કલાકમાં બન્નેને હોંશ આવી ગયુ.

           દિપકભાઇ અને અનસુયાબેન ક્ષમાને સેઇફ જોઇ ખુબ ખુશ થયા. થોડા દિવસની પોલીસની મહેનત બાદ શ્યામ  ઉર્ફ જગ્ગુ પણ પકડાઇ ગયો. મલેશિયા પોલીસે તેને ઇન્ડિયન પોલીસને હવાલે કરી દીધો. ઇન્ડિયન પોલીસે તેના પર થર્ડ દીગ્રી અપનાવી તેના માલીક ફહામને પણ પકડી લીધો. તેને જોઇને દિપકભાઇ ખુબ ચોંકી ગયા.

           આ એ જ ફહામ હતો જે મુંબઇ અને ગુજરાતના પ્રદેશોમાં ગેરકાયદે ડ્રગ્ઝ સપ્લાય કરતો હતો અને આજથી ત્રણ વર્ષ પહેલા દિપકભાઇ અને તેની સદભાવના ટીમે તેને પકડાવ્યો હતો પણ ત્યારે તે લોકઅપમાંથી ભાગી નીકળવામાં સફળ રહ્યો હતો.

           ફહામે એ સ્વિકાર્યુ હતુ કે દિપકભાઇ સાથે બદલો વાળવા માટે જ તેણે આ આખુ નાટક રચ્યુ હતુ. પોલીસની મદદથી દિપકભાઇના સતાવીસ કરોડ પણ પરત આવી ગયા અને તેમની વહાલસોયી દીકરી ક્ષમા પણ ખુશી ખુશી ઘરે પાછી આવી ગઇ હતી.

           દિપલભાઇ અને અનસુયાબહેને રાજેશભાઇ અને રોહનનો ખુબ આભાર માન્યો. હવે આનસુયાબેન ફરીથી જોબ જોઇન કરી લીધી અને ક્ષમાએ  આજીવન દિપકભાઇ સાથે રહી ટીમ સદભાવના સાથે રહી સેવાભાવી કામ કરવામાં તેનું જીવન વ્યતિત કર્યુ. રોહન પણ તેના આ કાર્યમાં મદદ કરતો. લોપાની હિમ્મતે તેના અને તેના માતા પિતા પર પડેલા મુશ્કેલીના વાદળને હટાવી દીધા. હવે તે સ્ત્રીઓને આપત્તિ સમયે હિમ્મત ન હારવા અને હિમ્મતથી લડવા માટે સમજાવતી.

 

                                સમાપ્ત

 

          

          

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4