કપડાંનુ મેનેજમેન્ટ
કપડાંનુ મેનેજમેન્ટ
કપડાં
એ માણસની શોભા છે. અન્ય પ્રાણીથી માણસના અલગ સંસ્કાર છે કપડાં. ટુંકા, નાના ગમે
તેવા કપડાં પસંદ કરીએ પરંતુ કપડાંથી જ માણસ ઓપે છે.
આજકાલના ફેશન યુગમાં એક નુર આદમી
હજાર નુર કપડાની કહેવત સાવ સાચી સાબિત થઇ રહી છે. ઘરમાં દરેક વ્યક્તિના અલગ અલગ
જગ્યા માટેના અલગ અલગ કપડાંનો ભંડાર છે.
આટલા બધા આપણી પાસે કપડાં છે. પરંતુ
થાય છે શુ ખબર? યોગ્ય આયોજન વિના કપડાં પર ઘણો ખર્ચો કર્યા બાદ પણ યોગ્ય પ્રસંગે
યોગ્ય કપડાં મળતા નથી અથવા તો ઇસ્ત્રી ન થઇ હોય, ધોવાના બાકી હોય અને સિલાઇ રહી ગઇ
હોય અને પછી જે હાથમાં આવે તે પહેરીને ચાલતા થઇએ છીએ. પ્રસંગને અનુરૂપ કપડાં
પહેરાતા નથી. આવુ કેમ થાય છે? ચાલો તપાસીએ,
આજના યુગમાં ક્પડાંનુ આયોજન ખુબ જ
મહત્ત્વની બાબત છે. દરેક ફોટોમાં એક જ ડ્રેસ કે કુર્તો પહેરવાથી લોકોને અલગ અલગ
જગ્યા પર પડાવેલ ફોટો કરતા એક જ પ્રકારનો ડ્ર્રેસ પહેલા દેખાય છે. ઓફિસે નવા કપડાં
પહેરવાથી ઇમ્પ્રેસન જરૂરથી બને છે પરંતુ પ્રસંગોમાં અને બહાર ફરવા જવામાં ગમે તેવા
કપડાં પહેરવાથી એક ખરાબ ઇમેજ પણ બને છે. કપડાં માટેનુ યોગ્ય આયોજન કરવાથી આ સમસ્યા
દુર કરી શકાય છે. તો ચાલો કપડાં માટેનુ યોગ્ય આયોજન તપાસીએ.
કપડાંનુ આયોજન:
દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછા
ફેશનવાળા, પ્રસંગ માટે ભારે, ઘરમાં પહેરવા માટે કમ્ફરટેબલ, ઓફિશ માટેના ઓફિશયલ
કપડાં આટલા સેટ તો ઘરમાં રહે જ છે. તો તેના માટે યોગ્ય આયોજન કરવાથી દરેક પ્રસંગે શોભા
વધારી શકાય છે.
આ માટે દરેક નવા, ફેશનેબલ, પ્રસંગ
માટેના ભારે કપડાં નોખા રાખવા જોઇએ. તે પહેર્યા કે વાપરી લીધા બાદ યોગ્ય ધોલાઇ
કરીને તથા ઇસ્ત્રી કરીને જ રાખવા જોઇએ. બની શકે તો તેના માટે કબાટમાં અલગ જ વિભાગ
રાખવો જોઇએ. જેથી તે કપડાં ખરાબ ન થાય.
ઓફિસ માટે પણ જોબને અનુરૂપ કપડાં
સાફ વ્યવસ્થિત ઇસ્ત્રી કરીને ગોઠવીને રાખવા જોઇએ. રોજ એક ને એક જ ન પહેરવા જોઇએ.
ઓફિશમાં યુનિફોર્મ ન હોય તો, આપણા વ્યવસાયને અનુરૂપ અને આપણે આરામદાયક મેહસુસ થાય
તેવા કપડાં ઓફિશમાં પહેરવા જોઇએ. તેના માટે કબાટમાં એક વિભાગ રાખવો જોઇએ. જેમાં
ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત કપડાં ગોઠવવા જોઇએ. ઇસ્ત્રી વિનાના અલગ રાખવા જોઇએ જેથી
સમય મળે ઇસ્ત્રી કરી શકાય અથવા કરાવી શકાય. ઓફિશ માટે ઘણાં બધા કપડાં એક સાથે ન
ખરીદવા જોઇએ. એક વીક જેટલા પુરતા છે. જેથી તે ખરાબ થાય તો નવા બદલાવી શકાય. ખુબ જ
લાંબો સમય સુધી ઓફિશમાં એક જ કપડાં પહેરવાથી આપણી પર્સનાલિટી પર ખરાબ અસર પડે છે.
બહાર ફરવા જવા માટે પણ યોગ્ય ચોઇસ કરીને
કપડાં પસંદ કરવા જોઇએ. ધાર્મિક સ્થળો ફરવા જવા માટે, બીચ પર કે કોઇ ઓફિશિયલ ટુરમાં
જવા માટે સ્થળને અનુરૂપ કપડાંની પસંદગી કરવી જોઇએ.
વળી, કપડાંની ચોઇસ માટે પણ ખાસ
ધ્યાન રાખવુ જોઇએ. ખાલી દેખાદેખી કે ફેશનને જોઇને કપડાં પસંદ ન કરવા જોઇએ. આપણી
પર્સાનાલિટીને તથા સ્કીન કલરમાં સુટ થાય તેવા કપડાં પસંદ કરવા જોઇએ. આપણને સુટ થાય
આપણને કપડાં પહેરીને સારુ ફીલ થાય તેવા કપડાં પસંદ કરવા જોઇએ.
સાથે સાથે આપણી આદત હોય કે જવા
વખતે મોડુ થતુ હોય તો જે કપડાં હાથમાં આવે તે પહેરી લેતા હોય છીએ. આ આદતને બદલવાની
જરૂર છે. કોઇ પણ પ્રસંગ અને બહાર જતી વેળાએ કપડાં પસંદ કરતા અગાઉ તેનુ આયોજન કરી
લેવુ જોઇએ. કેવો પ્રસંગ છે? તેને અનુરૂપ આપણી પાસે કેવા કપડાં છે? આવુ આયોજન કરી લેવાથી
દરેક પ્રસંગને અનુરૂપ આપણી પર્સનાલિટી લાગે છે. ઘણી વખત પ્રસંગને કપડાં ન હોય તો
અગાઉથી આયોજન કરવાથી ખરીદી માટે સમય પણ મળી રહે છે.
કયારેક આપણે કોઇ પ્રસંગ કે બહાર
ફરવા જવા માટે અન્ય કોઇ પાસેથી કપડાં લેવાની જરૂર પડે તો તેને યોગ્ય રીતે સાચવવા
જોઇએ અને વ્યવસ્થિત ધોઇ અને ઇસ્ત્રી કરીને જ પરત આપવા જોઇએ. આવી આદત આપણને જીવનમાં
ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
કપડાંનુ
યોગ્ય આયોજન ઘણી મુશ્કેલીઓ ટાળે છે. જેમ કે, યોગ્ય પ્રસંગને અનુરૂપ કપડાં પહેરી
શકાય છે. સારા કપડાંની સાચવણથી પૈસાની પણ બચત થાય. લોકોમાં આપણી ઇમ્પ્રેશન વધે છે.
એક વધુ વસ્તુ આપણે શીખી લેવી જોઇએ.
જેમ કે, કોંટ્રાસ્ટ મેચ કરીને બે જોડીમાંથી ચાર જોડી બની જાય છે. તથા આજકાલના
ટ્રેન્ડ મુજબ કંઇક અલગ રીતે કપડાંને પહેરવાથી ન્યુ લુક મેળવી શકાય છે. ઘણી વખત
જુના થઇ ગયેલ કપડાંથી મિક્સ કરી સિલાઇ કરાવવાથી નવા કપડાં બની જાય છે. આ નાની નાની
ટ્રીકથી આપણી અલગ જ પર્સનાલિટી પડી જાય છે.
આમ, જીવનમાં આ નાનકડું કપડાંનુ
આયોજન ખુબ જ મહત્ત્વનુ છે. આપણે યોગ્ય રીતે આયોજન કરીએ અને આપણી પર્સનાલિટીને
વધારે બહેતર બનાવીએ.
:અસ્તુ:
લેખકનુ નામ: ભાવિષા ગોકાણી
ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com


Comments
Post a Comment