તમારી દવા તમારી આસપાસ જ

 

તમારી દવા તમારી આસપાસ જ :



            રોજબરોજના જીવનમાં નાના મોટા અનેક રોગ દિવસમાં સતાવતા રહે છે. નાના મોટા રોગ દુર કરવાની દવા કુદરતે આપણી આસપાસ જ બનાવી છે. અને અમુક રોગ તો થાય જ નહિ તેવા તત્વો આપણા ખોરાકમાં રહેલા છે. અને કુદરતના વિવિધ તત્વોમાં એક રોગની ઘણી બધી દવાઓ આવેલી છે. થોડું ઘણુ આપણે જાણતા નથી અથવા તો સમય આવ્યે યાદ આવતુ નથી. તેથી આપણે તેનો ફાયદો લઇ શકાતો નથી.

ખુલાસો: નાના મોટા રોગ માટેના અહીં ઉપાયો દર્શાવ્યા છે. પરંતુ કયારેક અમુક લોકોની તાસીર અને રોગની તીવ્રતાને કારણે આ ઉપાયો કારગત નિવડતા નથી.

 કબજિયાત:



            કબજિયાતને અનેક રોગોનુ મુળ કહેવામાં આવે છે. તેના કારણે બીજા અનેક રોગો સતાવે છે. તેના નિવારણ માટે આપણી આસપાસ રહેલી વસ્તુમાંથી થોડા ઉપાયો જાણીએ

1. કબજિયાત નિવારણ માટે એરંડિયુ ખુબ જ ઉપયોગી બને છે. ડાયરેકટ પીવુ ન ભાવે તો રોટલીના લોટમાં નાખીને કે ચા કે દુધમાં ઉમેરીને આપણી અનુકુળતાએ લેવાંથી કબજિયાત દુર કરી શકાય છે.

2. કાળી દ્રાક્ષને રાત્રે પલાળીને સવારે નરણા કોઠે ચાવી જવાથી અને તે પાણી પણ પી જવાથી કબજિયાત દુર થઇ જાય છે.

3. ખોરાકમાં સલાડ અને ફ્રુટનો ઉપયોગ વધારે પડતો કરવાથી કબજિયાત મુળમાંથી દુર થઇ જાય છે.



4. રાત્રે સુતી વખતે ગરમ દુધ પીવાથી પણ કબજિયાત દુર થઇ જાય છે.

5. કબજિયાતની તાસીર ધરાવતા લોકોને દિવસ દરમિયાન ગરમ પાણી જ પીવુ જોઇએ.

6. કસરતો અને વોકિંગ વધારે કરતા રહેવુ જોઇએ જેથી આંતરડા  મજબુત બને કબજિયાત જડમુળમાંથી હટાવી શકાય છે.



માથામાં વાળની સમસ્યા:

            આજકાલની ફાસ્ટ લાઇફમાં બધાને માથામાં વાળની સમસ્યા સતાવતી રહે છે. વાળ ખરવા, અકાળે સફેદ થવા, માથામાં ખોડાની સમસ્યા જેવી તકલીફોને કારણે વારંવાર હેરાન પરેશાન થવુ પડે છે. પરંતુ હવે તેના માટેના સરળ ઉપાયો જાણીને તેમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે.

1. વાળ અકાળે સફેદ બની જતા હોય કે વાળ ખુબ જ ખરતા હોય તો આમળાનો ખોરાક તરીકે અને તેલમાં ઉપયોગ કરવાથી સમસ્યા નિવારી શકાય છે.

2. વાળમા કેમિક્લ્સ વાળી મહેંદી અને રંગોનો ઉપયોગ કરવાથી વાળની સમસ્યા વધે છે માટે તેનાથી દુર જ રહેવુ જોઇએ.

3. નાળિયેર વાળ માટે ખુબ જ પોષક દ્રવ્ય છે. નાળિયેરનો ખોરાક તરીકે ઉપયોગ કરવાથી. નાળિયેરનુ દુધ કે તેલને માથામાં નાખવાથી વાળની સમસ્યાઓ ઓછી બને છે.

4. બહુ ગરમ ખોરાકનો ઉપયોગ ટાળવો જોઇએ અને ઠંડા ખોરાકનો ઉપયોગ વધારે કરવો જોઇએ.

5. બહાર નીકળતી વખતે તડકા અને ધુળથી વાળનુ રક્ષણ કરવા માથુ બાંધી રાખવુ જોઇએ.

6. ટેન્શન, તણાવ, હતાશા કે નિરાશા જેવા નકારાત્મક વિચારોથી દુર રહી જીવનમાં હમેંશા સકારાત્મક વિચારો કરવા જોઇએ.

સ્કીન પ્રોબ્લેમ:



            ચામડીના રોગો મોટે ભાગે ખોરાકની કુટેવ અને એલર્જીના હિસાબે થતા હોય છે. તેને દુર કરવા માટે એલર્જી વર્ધક ખોરાકથી દુર રહેવુ જોઇએ. તળેલા અને વિરોધાભાસી ખોરાકનો ઉપયોગ ન કરવો જોઇએ. સ્વચ્છતાના અભાવે કયારેક ચામડીના રોગ સતાવતા હોય છે માટે હમેંશા સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઇએ તેના માટે આળસ કરવી જોઇએ નહિ. દરેક રોગના મુળમા ગુસ્સો, હતાશા, ટેંશન જેવા માનસિક કારણો તો હોય જ છે માટે જયાં સુધી જીવનમાં સકારાત્મકતાનો વધારો નહિ કરીશુ ત્યાં સુધી આવા રોગો હેરાન કરશે જ.

     

શરદી, ખાંસી અને તાવ:

            શરદી ખાંસી અને તાવ આમ તો શિયાળાના રોગ છે પરંતુ દરેક ઋતુમાં તે આપણને સતાવે જ છે. ખાસ કરીને નાના બાળકો માટે તો આ કાયમી રોગ જ છે. થોડા દિવસો થાય અને રોગ હાજર. તેના માટે થોડા નાના નાના ઉપાયો જાણીએ.

1. કફ પ્રકૃતિ ધરાવતા લોકોને આ રોગ ખુબ જ હેરાન કરે છે માટે કફજન્ય પદાર્થોના સેવનથી દુર રહેવુ જોઇએ.

2. તુલસી, ફુદીનો, આદુ, કાળા મરી, હળદર જેવા ગરમ ખોરાક તાસીર મુજબ લેવા જોઇએ. શરદી તાવ વખતે તેનો ઉકાળો બનાવી દિવસમાં ત્રણ વખત તેનો ઉપયોગ કરવો જોઇએ.

 3. આમળાના સેવનથી પણ શરદી દુર થઇ જાય છે.

            ઉપરોકત નાના નાના ઉપાયો દ્રારા કયારેક ચમત્કારિક પરિણામો જોવા મળે અને કયારેક રોગ હઠીલા બની આપણને હેરાન પરેશાન કરી મુકે છે. રોગ જેમ લાંબો સમય સુધી ટકી રહે છે તેમ જીવન દુષ્કર બનતુ લાગે છે તેની અસર સ્વભાવ પર પડવા લાગે છે માટે પાણી પહેલા પાળ એ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. રોગ આવે ત્યારબાદ તેનુ નિવારણ કરીએ તેના કરતા રોગને આવવા જ ન દઇએ તેવી જીવન શૈલી અપનાવવાથી જીવન સરળ બની જાય છે.

            રોગ મુકત જીવન માટે શુ કરવુ જોઇએ? તેના માટે આપણે આગળ ચર્ચા કરીશુ. આજ માટે આટલુ જ.



           

            બેસ્ટ ઓફ લક ફોર યોર હેલ્થી લાઇફ

             આ હેલ્થ વિષયક સુંદર આર્ટીકલ તમને ગમ્યુ હોય તો શેર જરુરથી કરજો અને કોઇ રોગ તમને લાંબા સમયથી સતાવતો હોય અને જેની પાછળ દવા અને દુવા લઇને થાકી ગયા હોય તેના વિષે મને મેસેજમાં જણાવજો તો તેના આગામી આર્ટીકલ તેના ઉપાયો વિષયક શેર કરીશ.

ધન્યવાદ.

લેખકનું નામ : ભાવિષા ગોકાણી

 

 

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4