એક અજનબી - 22

 એક અજનબી 

ભાગ :  22 



જાદવકાકાએ ક્ષમાને ગેસ્ટ રૂમ બતાવ્યો. ક્ષમાને એ.સી. રૂમમાં પણ ચહેરા પરથી પસીનો છુટી રહ્યો હતો. તે તેના માતા-પિતાની ચિંતા ખાઇ રહી હતી. પોતે ત્યાંથી ભાગી તો ગઇ પણ તે વખતે તેણે તેના માતા-પિતા વિષે ન વિચાર્યુ એ બાબતે હવે તેને પસ્તાવો થઇ રહ્યો હતો પણ બીચારી ક્ષમાને  ક્યાં ખબર જ હતી કે પોતે લંડનથી ભાગી એ પહેલા જ તેના માતા-પિતા શ્યામના જાળમાં ફસાઇ ગયા હતા.

            સાંજે રાજેશભાઇ ઓફીસેથી પાછા આવ્યા ત્યારે ક્ષમા ગાર્ડનમાં સુનમુન બેઠી હતી. તેની પાસે જઇ રાજેશભાઇએ કહ્યુ , “બેટા આમ ઉદાસ થવાનો આ સમય નથી. અત્યારે તારે હિમ્મતથી કામ લેવાની જરૂર છે અને એક વાત ખાસ યાદ રાખજે કે દિપકનુ ગૃપ ખુબ મોટુ છે, અમે કોઇ તેનો વાળ પણ વાંકો થવા નહી દઇએ. મે લંડનના મારા બે-ત્રણ અંગત માણસોને કહીને ધૃવનો પતો મેળવવાનુ કામ સોંપી જ દીધુ છે અને રોહનનો પણ ફોન પણ આવશે ત્યારે નવસારીની વિગત આપને મળી રહેશે.”

            “થેન્ક્સ અંકલ. તમે અને રોહન મારી હેલ્પ કરી નહી તો હું એકલી ક્યાં શોધવા જાત મારા મમ્મી પપ્પાને?”

            “અરે દીકરી, થેન્ક્સ કહીને કેમ મને પરાયો બનાવે છે? અમારુ સેવાભાવી ટ્રસ્ટ દુનિયાના ખુણેખુણામાં પથરાયેલુ છે. ગમે ત્યાં હશે દિપક તેનો પતો તો આમ ચપટી વગાડતા જ મળી જશે.” રાજેશભાઇ ગર્વથી બોલી ઉઠ્યા. તેના બુલંડ સ્વરોથી ક્ષમાના દિલને થોડી ટાઢક તો થઇ પણ હજુ સુધી રોહનનો કોલ આવ્યો ન હતો એટલે મનમાં મુંઝારો તો થોડો હતો જ.

            રાત્રે રાજેશભાઇએ ક્ષમાને  આગ્રહ કરી કરીને જમાડી. બહુ લાંબા સમયથી ક્ષમાએ ગુજરાતી ભોજન લીધુ ન હતુ તો તેણે પણ પેટ ભરીને જમ્યુ. જમ્યા બાદ રાજેશભાઇ તો ગાર્ડનમાં ટહેલવા જતા રહ્યા અને જાદવકાકા પણ ઘરના કામકાજમાં વ્યસ્ત બની ગયા.

            અચાનક ઘરના ફોનની રીંગ વાગી. ક્ષમાએ જોયુ કે કોઇ આજુબાજુ છે નહી તો તેણે જ પીકઅપ કર્યો. સામેથી રોહન “હેલ્લો” બોલ્યો ત્યાં ક્ષમાની ઉત્સુકતા વધી ગઇ.

            “હેલ્લો રોહન. શું થયુ? પહોંચી ગયો તું નવસારી? મમ્મી પપ્પાના કાંઇ ન્યુઝ મળ્યા? શું થયુ પ્લીઝ મને જલ્દી બતાવ પ્લીઝ.” ક્ષમાએ પ્રશ્નોનો મારો ચલાવે દીધો.

            “અરે પ્રશ્નાર્થ ચિન્હ, જરા શ્વાસ તો લે. આટલા પ્રશ્ન પુછી લીધા કે હવે શું કહેવા માટે કોલ કર્યો હતો એ હું ભૂલી જ ગયો.”

            “અરે રોહન તું કાંઇ નાનો છે તે આમ ભૂલી જાય? પ્લીઝ મજાક મસ્તી છોડી દે અને મને કહે કે શું થયુ ?” ક્ષમાએ જરા ઉદાસીનતાથી કહ્યુ.

            “હા, હા. કહું છું ક્ષમા. હું નવસારી આવી ગયો છું. અંકલ આન્ટીની તપાસ કરી પણ આજુબાજુવાળા પડોશીએ કહ્યુ કે અંકલ આન્ટી તો થોડા દિવસથી આઉટ ઓફ સ્ટેશન છે. આન્ટીએ પણ કોલેજમાં સીક લીવ લીધેલી છે. પડોશી લોકો પણ ચિંતામાં છે કે અંકલ આન્ટી કોઇને કહ્યા વિના ક્યાં જતા રહ્યા છે?” રોહને જવાબ આપ્યો.

            “ઓહ માય ગોડ. મમ્મી પપ્પા ઓચિંતા કોઇને કહ્યા વિના ક્યાં જતા રહ્યા? કેટલા દિવસથી આઉટ ઓફ સ્ટેશન છે એ કાંઇ ખબર પડી રોહન?”

            “લગભગ એકાદ વીકથી તે લોકો અહી નથી તેવુ આન્ટીના જોબ સ્થળેથી જાણવા મળ્યુ લોપા.”

            ક્ષમાએ મનોમન વિચાર્યુ કે એક વીક પહેલા તો તે ભાગી પણ નથી તો મમ્મી પપ્પા ક્યાં ગયા હશે અને એ પણ કોઇને પણ જાણ કર્યા વિના.

            “ઓ મેડમ ક્યાં ખોવાઇ ગયા તમે?” સામા છેડેથી રોહનનો અવાજ સંભળાતા ક્ષમા તેની વિચારયાત્રામાંથી બહાર નીકળી.

            “રોહન તું ત્યાં જ છે ત ઓ એક કામ કર. પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ પ્રતાપ અંકલ પાસે જઇ જાણકારી મેળવવાની ટ્રાય કર.”

            “ઓ.કે. તુ મને પ્રતાપ અંકલના નંબર વ્હોટ્સ એપમાં મોકલી આપ, હું તેમને કોલ કરીને મળી લઉ છું.”

            “ઓ.કે .હું હમણા જ આપુ છું તને.” કહેતા ક્ષમાએ ફોન કટ કરી ગાર્ડનમાં જઇ તેણે રાજેશભાઇ પાસેથી પ્રતાપ અંકલના નંબર મેળવી રોહનને આપી દીધા.

            રોહને પણ જરા પણ સમય બગાડ્યા વિના પ્રતાપ અંકલને ફોન કરી એડ્રેસ મેળવી તેમની ઓફીસ જવા નીકળી ગયો.

            “આવ આવ બેટા. રાજેશનો પુત્ર છે ને તું?”

            “હા અંકલ હું રાજેશભાઇનો પુત્ર છું. મારે તમારી પાસેથી દિપક અંકલ વિષે માહિતી મેળવવી હતી.”

            “દિપક રહેજા વિષે?”

            “હા અંકલ દિપક રહેજા વિષે.”

            “શું કહું બેટા? દિપક હમણા થોડા દિવસોથી બહુ ટેન્શનમાં છે. તેણે પોતાનુ ઘરબાર અને ઘણીખરી સંપતિ વેચી દીધી છે અને મારી પાસેથી પણ મોટી રકમનો ઉપાડ કર્યો છે.”

            “બધુ વેચી નાખ્યુ છે સર??? સ્ટ્રેન્જ....... પણ અંકલ એવું ક્યા કારણથી કર્યુ એ બાબતે તમને કાંઇ માહિતી છે?”

            “ના એ બાબતે તો મને કાઇ ખાસ ખ્યાલ નથી પણ હા, તેણે મને એમ કહ્યુ હતુ કે તે અને ભાભી મલેશિયા જાય છે. હવે કોઇ માણસ  આમ રજા લઇને ઓચિંતા ફરવા માટે મલેશિયા ન જાય. મને શક છે કે નક્કી કાંઇ બહુ મોટી પ્રોબ્લેમમાં છે દિપક.”

            “પણ બેટા તારે કેમ માહિતી જોઇએ છે દિપકની?”

            રોહને ક્ષમા વિષે બધી વાત કરી અને ક્ષમા સાથે બનેલી અઘટિત ઘટના વિષે વિસ્તારથી વાત કરી.

            પ્રાતાપભાઇને પણ આ બધુ જાણી ખુબ આંચકો લાગ્યો. તે પણ ટેન્શનમાં આવી ગયા.

            “અંકલ મારા પપ્પા પણ દિપક અંકલ વિષે જાણવા માટે પ્રયત્ન ચાલુ કરી દીધા છે, તમને કાંઇ ખબર પડે તો પ્લીઝ પપ્પાને કોલ કરજો.”

            “હા બેટા ચોક્કસ. પપ્પાને કહેજે કે મારા લગત કોઇ પણ કામ હોય તો મને કહી દે.”

            “ઠીક છે અંકલ. ચલો હવે હું નીકળું.”

            રોહન બીજે દિવસે સવારે મુંબઇ આવ્યો ત્યારે ક્ષમા સુતી હતી. તે પણ ફ્રેશ થઇ આરામ કરવા જતો રહ્યો.

            ક્ષમા ઉઠી કે તેણે તરત જ રોહનને કોલ કર્યો પણ તેનો ફોન આઉટ ઓફ કવરેજ આવી રહ્યો હતો. તે ફ્રેશ થઇ નીચે આવી અને જાદવકાકાને રોહન વિષે પુછ્યુ તો કાકાએ કહ્યુ કે રોહનબાબા આવી ગયા છે અને તેના રૂમમાં છે.

            ક્ષમાને તેના મમ્મી પપ્પા વિષે જાણવાની ખુબ ઉત્સુકતા હતી એટલે કાંઇ પણ વિચાર્યા વિના તે સીધી દોડીને રોહનના રૂમમાં તેને મળવા દોડી ગઇ.

           

 ક્રમશઃ

          

         ક્ષમા તેના માતા પિતા વિશે જાણશે તો શુ થશે? શુ રોહન અને રાજેશભાઇની મદદથી ક્ષમા તેના માતા પિતાને કિડનેપર્સ પાસેથી છોડાવી શકશે? શુ થશે આગળ જાણવા માટે વાંચો નેક્સ્ટ પાર્ટ..................

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4