મા
મા
વાદળાનો
ગગડાટ સાંભળીને પ્રતીક બહાર આવ્યો. મૌસમ પુરજોશથી ખીલ્યુ હતુ. મોરલા થનગનાટ નાચી
રહ્યા હતા. માટીની સુવાસ ચારેકોર ગહેકી ઉઠી હતી. ખુબ રાહ જોવડાવીને ઓગ્સ્ટ મહિનાના
અંતમાં મેહુલો મન મુકીને વરસી રહ્યો હતો. પ્રતીકનુ મન પણ નાચી ઉઠ્યુ. મંથલી
ટેસ્ટનુ ટેંશન ભુલીને તે બહાર મેહુલાને મન ભરી માણવા દોડી ગયો. બફારો, ગરમી ધીરે
ધીરે પાણીની બુંદોમાં ઓગળી રહ્યા હતા. વર્ષોનો સંતાપ પાણીના વહેણ સાથે વહેવા
લાગ્યો. બધુ ભુલીને ગૌંરાગ પ્રકૃતિ સાથે એકરૂપ બની ગયો અને પોતાની મસ્તીમાં તે
વર્ષાનો મન ભરીને આનંદ લેવા લાગ્યો.
“પ્રતીક,
બેટા પ્રતીક. અંદર આવ. બિમાર પડી જઇશ. બેટા તારે ટેસ્ટ છે. અંદર આવતો રહે” તેના
પિતાજીએ બારીમાંથી ઝાંકતા કહ્યુ. પ્રતીક તેના પિતાનુ ટેંશન સમજતો હતો. પરિસ્થિતિએ ચૌદ
વર્ષની નાની વયે તેને ખુબ જ પરિપકવ બનાવી દીધો હતો. ઉંમર કરતા તેની બુધ્ધીવધુ
પરિપક્વ હતી. પિતાજીની વાત માની તે પોતાની મસ્તી છોડીને ઘરમાં આવી ગયો.
“બેટા,
પહેલી વર્ષા છે એ સાચુ પણ વરસાદમાં વધુ પડતુ ભીંજાવવુ એ સેહત માટે સારૂ નથી, લે
બેટા આ ટોવેલથી તારુ શરીર લુછી કપડાં બદલાવી લે ત્યાં સુધીમાં હુ મસાલેદાર ચા
બનાવી આપુ છું. પછી થોડો સમય અભ્યાસ કરજે, આમ પણ લાગે છે કે આ વરસાદ બંધ રહેવાનો
નથી એટલે તારાથી કોચીંગ ક્લાસ જઇ શકાશે નહી.”
“લે
બેટા, મસ્ત તારી મનપસંદ મસાલાવાળી ચા પી લે.” બન્ને વાતો કરી રહ્યા હતા અને ચા
પીવા લાગ્યા.
“પપ્પા,
તમને યાદ છે ને મારો બર્થ ડે આવી રહ્યો છે તો મારા આ બર્થ ડે પર શુ ગિફ્ટ આપશો?”
ચા પીતા પીતા ગૌરાંગે કહ્યુ,
“બેટા,
તારો જન્મદિવસ ક્યારેય હું ભૂલ્યો છું તે આ વખતે ભૂલુ? તને શું ગિફ્ટ આપવી તે પણ
મે નક્કી કરી રાખ્યુ છે પરંતુ એ સરપ્રાઇઝ છે, હમણા તને નહી કહું, બર્થ ડે નાઇટના
તને એ ગિફ્ટ ”
“પપ્પા,
પ્લીઝ શું છે કહો ને?”
“બેટા, કહી દેવાથી સરપ્રાઇઝનો આનંદ
જતો રહેશે. સાચી મજા તો સરપ્રાઇઝમાં જ આવશે તને અને મને બન્નેને.તારા ચહેરા પર તે
ગિફ્ટ જોઇને જે મને આનંદ મળશે તે આનંદ આજે કહી દેવાથી મને નહી મળે. તુ હવે અભ્યાસ
કરવા માંડ. આ સ્પેશ્યલ દિવાળી હશે તારા માટે.” પ્રતીક નો બર્થ ડે દિવાળીના દિવસે જ
આવતો હતો. તે સરપ્રાઇઝના નામથી ખુશ થતો થતો પોતાના સ્ટડી રૂમમાં જતો રહ્યો.
“કેવો
સમજુ દિકરો મળ્યો છે મને? ભગવાન કરે મારા પુત્રને કોઇની નજર ન લાગે.” બોલતા બોલતા
તેની આંખ ભીની થવા લાગી અને તે ભૂતકાળમાં સરી ગયા.
“પપ્પા
પેરેન્ટ્સ મીટીંગમાં મારા બધાના મિત્રોના મમ્મી આવે છે તો મારા મમ્મી કેમ આવતા
નથી? મારી મા ક્યાં છે પાપા?” પહેલા ધોરણમાં હતો ત્યારે તેણે પુછેલા બહુ અઘરા અને
જટિલ પ્રશ્નનો અશ્વિનભાઇ પાસે જવાબ ન હતો. ત્યારે તો તેમણે જેમ તેમ બહાના કરી દીધા
હતા પણ ત્યારથી અશ્વિનભાઇને ચિંતા થઇ આવી હતી કે જ્યારે પ્રતીક મોટો થશે ત્યારે આ પ્રશ્નનો શું જવાબ આપશે પણ તે
એટલો સમજુ નિવડ્યો કે તેણે મનોમન સ્વિકારી જ લીધુ
કે તેની મમ્મી ક્યારેય તેની પાસે આવવાની જ નથી અને એ બાબતે તેણે ક્યારેય
તેના પિતાજીને કાંઇ પુછ્યુ જ નહી. તે હંમેશા તેના પિતાજીમાં જ પોતાની માતાની છબી
જોતો હતો.
“કેમ
જતી રહી તુ પ્રતીક્ષા? તને મારા પર દયા ન આવી પણ એકવાર આ ફુલ જેવા પ્રતીક કે જેની તુ જન્મદાત્રી છે તે તારા અંશનો પણ તને
જરા વિચાર સુધ્ધા ન આવ્યો?”
વીસ
વર્ષ પહેલા અશ્વિનભાઇ જીદ કરીને લંડન ગયા હતા.. સિંગર તરીકેની તેની કારર્કિદી પુરજોશમાં
ખીલી રહી હતી. વિદેશમાં વધારે પૈસાની લાલચે તેઓ ગયા હતા, ત્યાં પણ તેની ચડતીનો
સિતારો પુરજોશમાં ચમકવા લાગ્યો. વિદેશમાં
તેની મુલાકાત પ્રતીક્ષા સાથે થઇ. પ્રતીક્ષા
તેના પરિવાર સાથે વર્ષોથી લંડન રહેતી હતી.
પ્રતીક્ષા
એક પ્રખ્યાત ડાન્સર હતી અને એક શોમાં તેની મુલાકાત અશ્વીન સાથે થઇ હતી. પ્રથમ
મુલાકાતમાં બન્નેની આંખ મળી અને દોસ્તી પણ બંધાઇ ગઇ. અવારનવાર બન્ને સાથે શો કરવા
લાગ્યા અને મિત્રો બની ગયા હતા. બંન્ને એકબીજા માટે જાણે ખુબ નસીબવાન હોય તેમ તેની
નામના ચારે દિશામાં સુગંધની માફક ફેલાવા લાગી. ધીમે ધીમે બન્ને એકબીજાની નજીક આવી
ગયા અને બંન્ને એ લગ્ન કરી લીધા. લગ્ન બાદ પણ બન્નેએ સાથે કામ કરવાનુ ચાલુ રાખ્યુ.
એકબીજાના પુરક હતા અશ્વિન અને પ્રતીક્ષા .
બે
વર્ષ બાદ બન્નેના પ્રેમની નિશાની રૂપે પ્રતીકનો જન્મ થયો. જાણે ભગવાનની મહેર તેમના
પર ઉતરી આવી ન હોય!!! બન્ને
ખુબ ખુશ હતા. નામનાની સાથે સાથે અઢળક સંપતિના પણ તેઓ આસામી હતા. હવે બન્ને સાથે
મળીને અન્ય દેશોમાં તેમના ડાન્સ શૉ આયોજીત કરવા લાગ્યા હતા. તે બન્નેની પૈસો કમાઇ
લેવાની મહેચ્છાની વચ્ચે અથડાતો લથડાતો પ્રતીક મોટો થવા લાગ્યો. નાનપણથી જ તેને
સમજાઇ ગયુ હતુ કે તેના મમ્મી અને પપ્પા પાસે તેની પાછળ વ્યતિત કરવાનો સમય નથી જ
અને જાણે ભગવાને જ તેને એ વિકટ પરિસ્થિતિમાં રહેતા શીખવીને જ મોકલ્યો હતો.
પ્રતીકના
ભવિષ્યને ધ્યાને રાખીને અશ્વીને પ્રતીક્ષાને કામ છોડીને પ્રતીકનો ખ્યાલ રાખવા માટે
કહ્યુ, પરંતુ પ્રતીક્ષા આ વાત માનવા બિલકુલ રાજી ન થઇ. બન્ને વચ્ચે આ બાબતે ખટરાગ
પણ થવા લાગ્યો પરંતુ પ્રતીક્ષા તેની વાત પર અટલ જ રહી અને તેણે પોતાની પ્રવૃતિ છોડવાની
સાફ મનાઇ કરી દીધી. છેવટે અશ્વિને પ્રતીક ના ભવિષ્યને ધ્યાને રાખી કડવો નિર્ણય
લેવો જ પડ્યો. તેણે પ્રતીક્ષાને હંમેશાને માટે છોડવાનો નિર્ણય લઇ લીધો. તે આખરે પ્રતીકને
લઇને ભારત આવી સ્થાઇ થઇ ગયો. પ્રતીક્ષા ને છોડવાનુ તેને દુઃખ તો હતુ પરંતુ પોતાના
પુત્ર પ્રત્યે પણ તે પોતાની ફરજ અદ્દા કરવાનુ મુકી શકે તેમ ન હતો આથી તેણે આ પગલુ
ભરવુ પડ્યુ.
પ્રતીકના
ભવિષ્ય અને વ્યવસ્થિત ઉછેર માટે તેણે સંગીત હમેંશ માટે છોડી દીધુ અને એક નોકરી
કરવા લાગ્યો અને પોતાનુ પુરુ ધ્યાન પ્રતીક પર આપવા લાગ્યો. તે માતા અને પિતા
બંન્નેનો પ્રેમ પ્રતીક ને આપવા લાગ્યો. એમ ને એમ કરતા તે આજે ચૌદ વર્ષનો બની ગયો
હતો. આ દિવાળીના દિવસે તેને ચૌદ પુરા થઇને પંદરમુ વર્ષ બેસવાનુ હતુ.
દર
વર્ષે અશ્વીન પોતાના દીકરાનો જન્મ દિવસ ખુબ જ ધામધુમથી ઉજવતો હતો. તેને પોતાની
માતાની કમી ન વર્તાય તે માટે તે હમેંશા પ્રયત્નશીલ રહેતો હતો. જન્મદિવસના દિવસે
આખો દિવસ તે પ્રતીક માટે ફાળવતો અને તેના મિત્રોની હાજરીમાં ભવ્ય પાર્ટીનુ આયોજન
કરતો.
સાત
વર્ષ બાદ પ્રતીક્ષાને પોતાની કમી વર્તાયી હતી. તેને પોતાના દીકરા પ્રતીકની યાદ આવી
હતી. તે હમેંશા માટે ભારત આવી વસવા માંગતી હતી. અશ્વીને તેને દીવાળી પર આવવા માટે
કહ્યુ હતુ જેથી તેનો જન્મદિવસ યાદગાર બની જાય. આ દીવાળી પર પ્રતીક ને તેની માતા
મળવાની હતી. અશ્વીન ખુબ જ ખુશ હતો. તે દિલથી કયારેય પ્રતીક્ષાને માફ કરી શકે તેમ ન
હતો. પરંતુ પ્રતીક ના ભવિષ્ય અને તેની ખુશી માટે તે પ્રતીક્ષા ને માફ કરવા તૈયાર
હતો. એક સંતાન ગમે તેવડુ હોય તેને હમેંશા માતાની જરૂર રહે જ છે. એક માતાનો પ્રેમ
અને લાગણી મળી રહે માટે તે પ્રતીક્ષાને માફ કરવા તૈયાર હતો.
સમય
કોઇ દિવસ રોકાતો નથી તે હમેંશા સરતો જ રહે છે. એમ ને એમ કરતા વીસ વર્ષ વિતી ગયા. પ્રતીકનો
આ ચૌદમો જન્મ દિવસ હતો. તેની પરીક્ષાના પેપર ખુબ જ સારા ગયા અને વેકેશન પડતા જ તે
જન્મ દિવસની તૈયારી કરવા લાગ્યો. આખરે દિવાળીનો દિવસ આવી ગયો.
સવારથી
પ્રતીક આજે ખુબ જ ખુશ હતો. તેના પિતાજી તેને અનોખી ગિફટ આપવાના હતા. તે સવારે
વહેલો છ વાગ્યામાં ઉઠી ગયો. તેના પિતાજી ઘરે ન હતા તેથી તેને લાગ્યુ કે કદાચ તે
વોક પર ગયા હશે. તે નાહી ધોઇ પુજા પાઠ કરીને છાપા અને મેગેઝિનો વાંચવા લાગ્યો.
તેનો સમય પસાર થતો ન હતો. શુ હશે તેની સરપ્રાઇઝ ગિફટ? પપ્પા કેમ આવતા નથી? વગેરે
વિચારે તેને ઘેરી લીધો. થોડીવારમાં ડોર બેલ વાગી તે દોડીને ખોલવા ગયો.
તેણે
જોયુ તો તે દંગ રહી ગયો.તેની ગિફટ તેની સામે હતી જે વ્યકિતને પ્રતીકે
આજ
સુધી માત્ર ફોટામાં જ જોઇ હતી તે તેની જન્મદાત્રી માતા પ્રતીક્ષા અને તેના પપ્પા
બન્ને તેની સામે ઉભા હતા. તે તેની માતાને વળગી પડયો. તે વ્યક્ત કરી શકતો ન હતો કે
આજે તે કેટલો ખુશ હતો. આજે તેનો પરિવાર પુરો થઇ ગયો હતો. આજે તે પણ દુનિયાને કહી
શકે તેમ હતો કે તેની પાસે પણ એક હસતી રમતી હેપ્પી ફેમિલી છે.

Comments
Post a Comment