ગુનેગાર કોણ? - 5

 

ગુનેગાર કોણ?

ભાગ : 5



            “જિંદગી જ નથી ત્યારે વિચાર શેના?” મોહિતે મહેબૂબાને કહ્યું.

            “જીવ ગયા પહેલા તો કઈક હશે ને?” મહેબૂબાએ મોહિત સામે નજર ઠેરવીને પૂછ્યું.

            “એ બધુ શોધ્યા બાદ જ ખૂની વિષે માહિતી મળી શકશે.” મોહિતે તેની સામે નજર મેળવીને કહ્યું.

            “તારી સ્ટાઈલ અદભૂત છે, મને ખબર છે કે ખૂની ક્યાંય છટકી નહીં શકે.” મોહિત વિષે બખૂબી ઓળખનાર તેની પત્ની મહેબૂબાએ કહ્યું.



            મોહિત અગ્નિહોત્રી સ્કૂલ થી જ માસ્ટર માઇન્ડ ધરાવતો હતો. પઝલ્સ અને માઇન્ડ ગેમ તે આસાનીથી પાર કરી શકતો હતો. જાસૂસી નવલકથા અને તેવા પિકચર્સ જોવા જ તેને ગમતા હતા. કોલેજ દરમિયાન જ તે મુંબઈના પ્રખ્યાત જાસૂસ મિસ્ટર ડેવિસ સાથે જોડાય ગયો હતો.  

થોડા જ સમયમાં તે બધા હુન્નરો શીખી ગયો હતો. આજે તે ગુનાને સૂંઘીને  આસાનીથી ગુનેગારને પકડી શકતો હતો. અનુભવો તેને ઘણું શીખવી ગયા હતા.

            તે ઘણું શીખી ગઈ હતી. દસ વર્ષ પહેલાંની માસૂમ કાવ્યા ન હતી તે હવે તો તે અંધારી આલમની કુખ્યાત ડોન કાવ્યા ધ કીલર હતી. તેની માસુમિયાત અને સુંદરતા બધાને ભ્રમમાં નાખવા માટે જ હતી. જેને સાચવી રાખવા પોતાનું અડધું બજેટ ફાળવતી હતી.


            “બિચારો રિતેશ બરોબરનો ફસાયો છે” મનમાં ખુશ થતાં આંગળીના એક ઝાટકે ફોન કટ કરી નાખ્યો અને

            “ધીસ ઈઝ નોટ ફેર ડાર્લિંગ” રીતેશના હાથ પકડીને નખરાં કરતાં કાવ્યાએ કહ્યું.

            “વેઇટ જાનુ, બસ થોડી જ મિનિટ બાકી છે” રીતેશે પણ પોતાની વાત પકડી રાખતા કહ્યુ.



            દૂરથી જોનાર માટે આદર્શ પ્રેમી કપલ હતું પરંતુ રીઅલમાં ખૂબ જ ઉડા રહસ્ય છૂપાયેલા હતા. કોણ જાણે કયારે અને કેવી રીતે તેના પરથી પરદો ઉઠશે?

            પરદો ખૂબ જ ઊડી રહ્યો હતો. રાત્રીની નીરવતા વધી રહી હતી. પરંતુ મુંબઈ શહેરની દોડધામ હજુ પૂરી થઈ ન હતી. હજુ શહેર ધબકી રહ્યું હતું. બારી બહારનો ઘોંઘાટ ભીતરની શૂન્યતાને પૂરી ન શકતો હતો.  

            “જીવન છે તો બધુ જ છે.” વિદિતના શબ્દો ચારે બાજુ ગુંજી રહ્યા હતા. હવે જોખમ ખૂબ જ વધી રહ્યું હતું. જેટલા વહેલા નીકળી શકાય એટલી જ સલામતી હતી.

            “કાલે સવારે જ બોસ ને ..

            વિચારતા જ તે કંપી રહ્યો હતો.

            તે ખૂબ જ કાંપી રહ્યો હતો. આ લંડનની ઠંડી હતી એ પણ મધ્યરાત્રીની ઠંડી શ્યામ માટે સહન કરવી અઘરી હતી. ડીટેકટીવ મેહુલે બધાને અલગ અલગ રૂમમાં મોકલ્યા હતા કોણ ખૂની હોય શકે ? તેના શું પ્લાન હોય તે જાણવું અઘરું હતું આથી સેફટી માટે પરિવારના સભ્ય  સિવાય અત્યારે કોઈને કોઇની સાથે રહેવાનુ ન હતું. એના ચૂપચાપ પલંગ  પર સંકોચાઈને બેઠેલી હતી. તે ડરી ગઈ હતી. તેની નજર સામેથી એરિકની લાશ ખસતી ન હતી. તેને જોઈ શ્યામને થોડો ગુસ્સો આવ્યો.

            મુંબઈની સેંટ આન્સ કોલેજ જેમાં તે અને એના દસ વર્ષ પહેલા અભ્યાસ કરતાં હતા. તે કોલેજે જૂના વિદ્યાર્થી માટે એક પાર્ટી ઓર્ગેનાઇઝડ કરી હતી અને કોલેજના જ એક સ્ટુડન્ટ અભીજીત માલ્યા જે વિખ્યાત બિઝનેશમેન બની ગયો હતો તેને આ આખી પાર્ટી સ્પોન્સર કરી હતી અને લંડનમાં ગોઠવી હતી. જે સ્ટુડન્ટ આવવા માંગતા હોય તેમણે આવવું જવુ પાર્ટી હોટેલ સ્ટે સઘળું ફ્રી હતું. તે આવવાનો ન હતો છતાંય !!

            “ઓહ” અચાનક જ શ્યામના મનમાં ચમકારો થયો.



            “એના, બહુ મોટી સાજીસ રચવામાં આવી છે. કદાચ આપણે બધા નેક્સ્ટ શિકાર છીએ.”

            “પ્લીઝ, શ્યામ સ્ટોપ ઈટ” શ્યામની વાતથી એના ખૂબ વધારે ડરી ગઈને બોલી ઉઠી

            “એના લૉજિક સમજવાનો પ્રયાસ કર હું તને ડરાવવા માગતો નથી.”

            “અરે યાર તું અને તારું લૉજિક” એના આગળ કઇ ન બોલી.

            “એના ડોન્ટ અન્ડર એસિટીમેન્ટ મી. ઠાકુર વીરેન્દ્ર પ્રતાપનો ભત્રીજો છું. કોઈ જેવો તેવો માણસ નથી.”

            “કોલેજના સમયથી મને ખબર છે યાર તુ કઇ જેવો તેવો માણસ નથી પરંતુ તારું લૉજિક..” એનાને હવે ગુસ્સો આવી રહ્યો હતો.

            “એના, પહેલા મારી વાત સાંભળ પછી કોઈ અંદાજો લગાવ” શ્યામે પોતાની વાત સમજાવવા ફરી પ્રયાસ કર્યો.

            “હા બોલો” કઈક અણગમાં સાથે એનાએ કહ્યું.

            એનાના હાવભાવની પરવા કર્યા વિના જ શ્યામે કહ્યું,

            “અભિજીત માલ્યા, એક વિખ્યાત બિઝનેશમેંન એક આવડી મોટી પાર્ટી સ્પોન્સર કરે છે, ખૂબ મોટો ખર્ચ કરે છે અને છતાંય પોતે ત્યાં હાજર પણ રહેતો નથી અને ત્યાં થઈ જાય છે એક ખૂન. સમજ એના સમજ. આ એક મોટી ચાલ છે. આપણે પણ તેના નેક્સ્ટ શિકાર છીએ.”

            “પ્લીઝ, શ્યામ થીંક પોઝીટીવ તું એક આર્કિયોલોજીસ્ટ છે અને તે બનીને રહે. લૉજિક લગાવવાનું કાર્ય ડિટેકટીવ પર છોડી છે.” એનાના શબ્દોની કોઈ અસર ન થઈ હોય તેમ બહારની ચહલ પહલ સાંભળવા માટે તે દરવાજે કાન લગાવી ઊભો રહ્યો.

            “મને લાગે છે કે જશપાલ જ ખૂની છે” બહાર કોઈનો અવાજ સંભળાતા શ્યામનો વહેમ બદલાયો.

 પારૂલનો અવાજ સાંભળીને એનાના કાન પણ ચમક્યા

            “એરિકની લાશ મળ્યા બાદ જશપાલનો કોઈ પત્તો નથી. મારા માટે તે જ ખૂની છે.” પારૂલ બોલી રહી હતી.

            “તું એટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકે છે કદાચ કોઈએ જશપાલનું ખૂન પણ કરી દીધું હોય અને તેની લાશ હજુ ન મળી હોય.” કોઈ લેડીનો સામે અવાજ સંભળાતો હતો પરંતુ ઓળખાતો ન હતો.

            “પાર્ટી શરૂ થઈ ત્યારની તે બંનેની બોડી લેગ્વેજ નહોતી જોઈ? મને તો ક્યારનું દાળમાં કાળું લાગતું હતું.” પારૂલ પોતાનો મત કહ્યો.

            “આ પારૂલ પણ તમારા જેવી છે.” શ્યામ સામે છણકો કરીને એના ફરીથી બેડ પર જઇ બેઠી. તેના પર કડવી નજર નાખીને મો બગાડીને શ્યામ ફરી સાંભળવા લાગ્યો. 

Part 6

Comments

Post a Comment

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?