પળમાં ટેન્શનમુક્ત બનો.
પળમાં ટેન્શનમુક્ત બનો.
ચિંતા ચિતા
સમાન છે. આજે કોઇ એવી વ્યક્તિ નથી જેને કોઇ ટેન્શન ન હોય. કોઇ એવી ઉંમર નથી જેમાં
ટેન્શન ઓછુ હોય. બાળપણમાં ભણવાનુ ટેન્શન, યુવાનીમાં નોકરીનુ, બાળકોના ભણતરનુ અને
વૃધ્ધાઅવસ્થામાં તબિયતનું ટેન્શન. જીવન આખુ ટેન્શનથી ભરેલુ છે. એક પુરુ થાય અને
બીજુ ટેન્શન આવીને ઉભુ રહે છે. ચક્કર આમ જ ચાલ્યા કરે છે.
ટેન્શનથી થતા નુકશાન:
1. યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી.
વધારે પડતા તણાવભરી સ્થિતિમાં
નિર્ણયશક્તિ કુંઠિત થઇ જાય છે. ચિંતામાં અને ચિંતામાં જીવનની બીજી પરિસ્થિતિમાં પણ
યોગ્ય નિર્ણય લઇ શકાતો નથી. જરૂરી સ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઇ શકાતો નથી. યોગ્ય
નિર્ણય ન લેવાને કારણે ટેન્શનમાં વધારો થતો રહે છે.
2. વજનમાં વધારો કે ઘટાડો.
ટેન્શનના કારણે શરીરની શારિરીક
પરિસ્થિતિ પર પણ અસર પડે છે. કોઇનુ વજન ધીરે ધીરે ઘટવા લાગે છે તો ટેન્શનના લીધે
કોઇનુ શરીર ફુલી જાય છે. આમ ટેન્શનના કારણે શરીર બેડોળ બનવા લાગે છે. ટેન્શન કારણે
ભુખમાં અતિશય વધારો કે ઘટાડો થાય છે. તેના કારણે વજન પર અસર પડે છે. વજનમાં આવી
રીતે વધારો કે ઘટાડો શારીરિક ક્ષમતા પર પણ અસર કરે છે.
3. જીવનમાં ઘટાડો:
હ્રદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર
જેવા રોગો માનસિક પરિસ્થિતિના કારણે ઉભા થાય છે. આવા રોગ ટેન્શનના કારણે જ ઉત્પન્ન
થાય છે. ટેન્શનના કારણે આવા અનેક રોગ ઉભા થાય છે. આમ, વધુ પડતુ ટેન્શન લેવાથી
આયુષ્યમાં ઘટાડો થઇ જાય છે.
4. પારિવારિક કે સામાજીક સંબંધો પર અસર:
ટેન્શન કે માનસિક તણાવને કારણે
સંબંધ સાચવવા મુશ્કેલ પડે છે. ટેન્શનને કારણે ગુસ્સામાં પણ વધારો થાય તેની આસપાસના
લોકો પર પડે છે. આપણા એવા સ્વભાવને કારણે લોકો કંટાળી જાય છે. ધીરે ધીરે બધા
સંબંધો તુટવા કે બગડવા લાગે છે.
5. ઉંઘ ઘટી જવી:
ટેન્શનના કારણે મનમાં સતત વિચારો
ચાલતા રહે છે જેના કારણે રાત્રે ઉંઘ આવતી નથી. મોડી રાત સુધી તો કયારેક આખી રાત
ઉંઘ આવતી નથી. ટેન્શનમાં રાત્રે અશાંતિ રહે છે અને અપુરતી ઉંઘને કારણે આરોગ્ય પર
પણ અસર પડે છે.
6. બિમારીને આમંત્રણ:
ચિંતા ઘણા બધા રોગોને આમંત્રણ આપે
છે. વધુ પડતા ટેન્શનના કારણે અંત:સ્ત્રાવોમાં વધ ઘટ થાય છે. આ વધારા ઘટાડાને કારણે
અનેક રોગો શરીરમાં ઘુસી આવે છે.
આમ ટેન્શન મન સાથે શરીરને પણ
નુકસાન કરે છે અને સામાજીક સંબંધો પર અસર કરે છે. આ ટેન્શન થવાના કારણો આપણે જોઇએ.
ટેન્શન થવાના કારણો:
ટેન્શન થવાનુ મુખ્ય કારણ
આત્મવિશ્વાસનો અભાવ. પૈસાનુ ટેન્શન હોય કે અભ્યાસનુ આપણે જાત પર વિશ્વાસ ન હોય તો
ટેન્શનમાં વધારો થઇ શકે છે. જાતને ઓળખ્યા વિના ઝાંઝુ વિચાર્યા વિના આપણે ચિંતાની
ખાઇમાં ડુબી જઇએ છીએ.
ટેન્શન માટે બીજા કારણો જોઇએ તો
વધુ પડતી ભાગ દોડ, બિન જરૂરી આંકાક્ષાઓનો ડોઝ, ખોટો ડર. આ બધા કારણો સર ટેન્શન
ઉત્પન્ન થાય છે અને સતત વધતુ રહે છે. એક ટેન્શન બીજા હજારો ટેન્શનનુ કારણ બને છે.
આ વધારો ચાલુ જ રહે છે. એક ચકર્વ્યુહમાં ફસાતા જઇએ છીએ.
ટેન્શન દુર કરવા ઉપાયો:
1. મેડિટેશન:
દરરોજ માત્ર એક મિનિટનુ ધ્યાન
માનસિક શાંતિ બક્ષે છે. જીવનની ભાગદોડમાંથી માત્ર 60 સેકન્ડ કાઢવાથી ઘણા ટેન્શન
દુર થઇ જાઇ છે. મેડિટેશનની નિયમિતની આદત પ્રફુલ્લતા બક્ષે છે. નિયમિત ધ્યાન કરવાથી
મન શાંત બને છે. શાંત મનથી યોગ્ય નિર્ણય લઇ શકાય છે અને સમસ્યાઓ હળવી બને છે.
જીવનમાં સમસ્યાઓ ન રહે તો ટેન્શન ઉત્પન્ન થવાનુ કારણ પણ રહેતુ નથી.
2. ભોજનમાં બદલાવ:
સાત્વિક અને પૌષ્ટિક ખોરાક શરીરમાં
અનેરી તાજગી બક્ષે છે. આ તાજગીથી ટેન્શનમાં હળવાશ રહે છે આપણે મન થાય ત્યારે ગમે
તેવો ખોરાક લઇને શરીર સાથે મનની બિમારીઓ પણ સર્જીએ છીએ. ભોજન સમયસર ભુખ લાગે
ત્યારે અને પૌષ્ટિક લેવાથી શરીર અને વિચારોમાં બદલાવ આવી શકે છે. શરીર તંદુરસ્ત
બનતા કાર્યદક્ષતામાં વધારો થાય છે. માનસિક ક્ષમતામાં પણ વધારો થાય છે. જેને કારણે
ટેન્શન આપણાથી દુર જ રહે છે.
3. મનગમતી પ્રવૃત્તિઓ કરવી:
દરેક વ્યક્તિને અનેક શોખ હોય છે. આ
શોખ પ્રફુલ્લિતા બક્ષે છે. જીંદગીની દોડધામ તો સદાય ચાલતી રહે છે. પરંતુ તેમાંથી
મનગમતી પ્રવૃત્તિ માટે સમય કાઢવો ખુબ જ જરૂરી છે. મનગમતી પ્રવૃત્તિ કરવાથી મન ખુશ
રહે છે અને તેનાથી ટેન્શન હળવુ રહે છે.
4. યોગ:
યોગ શરીરમાંથી નકારાત્મક ઉર્જા ફેકીને હકારાત્મકતા
અર્પે છે. શરીર ફ્લેકસિબલ રહે છે અને તેના કારણે ટેન્શન હળવુ બને છે. નિયમિત યોગા
કરતા રહેવાથી ઘણો ફાયદો થાય છે. યોગા કરવાથી મન શાંત રહે છે. શાંત મન ટેન્શનથી દુર
રહે છે.
5. હળવુ સંગીત:
વૈજ્ઞાનિકોએ પણ સિધ્ધ કર્યુ છે કે
સંગીતથી ચિંતામુક્ત બની શકાય છે. કામ કરતા કરતા મ્યુઝિક સંભાળતા રહેવાથી અથવા તો
નવરાશની પળોમાં સંગીત સાંભળવાથી મન તણાવ મુક્ત અને શાંત રહે છે. ટેન્શન હોય કે ન
હોય તો પણ સંગીત શરીર અને મન માટે ઘણુ ફાયદાકારક છે. સંગીત સાંભળવાથી, વગાડવાથી કે
તેના તાલે નૃત્ય કરવાથી ઘણો ફાયદો થાય છે.
6. સારી યાદો વાગોળવી:
જીવનમાં હમેંશા બધુ જ ખરાબ બનતુ
નથી. ઘણા એવા યાદગાર અને સારા પ્રસંગો હોય છે જેને યાદ કરતા જ મન પ્રફુલ્લિત બની
જાય છે. ટેન્શનની પળોમાં સારી યાદો વાગોળવાથી ટેન્શન તો દુર થઇ જાય છે. પરંતુ
તેમાંથી નીકળવાનો રસ્તો પણ સુઝવા લાગે છે. સારી યાદો વાગોળવાથી એક હકારાત્મકતાનુ
વાતાવરણ સર્જાય છે. જેના કારણે આવનારી પરિસ્થિતિ પણ સારી બનવા લાગે છે. ટેન્શન
થવાના કારણો પણ દુર થવા લાગે છે.
7. સારા પુસ્તકોનુ વાંચન:
આપણે પસંદ હોય અને જે હકારાત્મકતા
ભરેલ હોય તેવા પુસ્તકો વાંચવાથી ટેન્શન હળવુ બને છે. વાંચનથી મન શાંત બને છે. મન
હળવુ બને છે અને ટેન્શન દુર થઇ શકે છે. વાંચનથી જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલ મળી જાય
છે. વળી, વાંચનના કારણે ઘણી વખત સમસ્યા ઉત્પન્ન જ થતી નથી. આમ, વાંચન આપણને ટેન્શન
અને મુશ્કેલીથી દુર રાખે છે.
8. સદાય હસતા રહેવુ:
હાસ્ય એ બધા જ દર્દની દવા છે.
જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ અને ચિંતાઓ આવે તેમાં હસતા રહેવાથી અને જીવનમાં આગળ
વધતા રહેવાથી ટેન્શન આપણાથી સેંકડો જોજન દુર રહે છે. હાસ્યથી હકારાત્મકતાનુ
વાતાવરણ ઉભુ થાય છે. હકારાત્મકતાની ઉર્જાથી ટેન્શન દુર રહે છે અને જીવનની સઘળી
સમસ્યાઓનો હલ મળી રહે છે.
9. વિચારોમાં બદલાવ:
સતત ટેન્શન જનક પરિસ્થિતિના વિચારો
કરવાથી સમસ્યાનો અંત આવતો નથી બસ ચિંતાઓ વધતી રહે છે. સારા વિચારો કરવાથી સમસ્યાનો
ઉકેલ મળે છે. હમેંશા સમસ્યા નહિ તેના ઉકેલ તરફ દ્રષ્ટિ રાખવી જોઇએ જેથી સમસ્યાનો
ઉકેલ ઝડપથી અને સચોટ મળે છે. ઉકેલ તરફ જ નજર રાખવાથી ઉકેલ શક્ય બને છે.
10. જાત સાથે સંવાદ:
ટેન્શનનુ મુખ્ય કારણ આત્મવિશ્વાસનો
અભાવ છે. જયારે એકદમથી આત્મવિશ્વાસનો વધારો થાય છે ત્યારે પળમાં બધી જ મુશ્કેલીઓ
દુર થઇ જાય છે. આથી ઘણી વખત આખી દુનિયામાં શોધવા છતાંય મળતા નથી તે જવાબો આપણી
અંદર જ છુપાયેલા હોય છે. ફક્ત અંદર ડોકિયુ કરવાની જરૂર હોય છે એટલે જીંદગીની
દોડધામમાંથી થોડો સમય પોતાના માટે કાઢીને જાત સાથે સંવાદ કરવો જોઇએ. આપણી જાતને
ઓળખવાનો પ્રયાસ કરવો જોઇએ તો જ આપણે તેની સાચી શક્તિ ઓળખી શકીએ અને તેનો ઉપયોગ કરી
શકીએ. બધા જ સવાલોના જવાબ આત્માની અવાજ પરથી મળી જશે.
ટેન્શન દુર કરવાનો નિર્ણય લીધો છે
તો તે જરૂરથી દુર થઇને જ રહેશે. આપણા પ્રયાસો ચાલુ રાખી અને એક ચિંતામુક્ત જીવન
જીવીએ.
:અસ્તુ:
લેખકનું નામ: ભાવિષા ગોકાણી
ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com

Comments
Post a Comment