ગુનેગાર કોણ ? - 8
ગુનેગાર કોણ ?
ભાગ : 8
“મોહિત” મહેબૂબાએ પાછળથી આવીને કહેતા તેની
તંદ્રા તૂટી.
“યસ” મોહિતે જવાબ આપ્યો.
“આટલી જ વારમાં બીજું ખૂન મામલો પેચીદો
બની રહ્યો છે”
“મામલો પહેલેથી જ પેચીદો છે”
“મીન્સ?” આશ્ચર્ય સાથે મહબૂબાએ પૂછ્યું
“જે શાખાઓ દેખાય રહી છે તેના બીજ ખૂબ
પહેલા જ રોપી દેવામાં આવ્યા છે.”
“મોહિત હું કાઇ સમજી શકતી નથી.”
“મહેબૂબા ડાર્લિંગ અત્યારે સમજાવવાની
નહીં પરતું આ બધુ રોકવાનો સામે છે. તું જલ્દી સામાન પેક કરી તૈયાર રાખજે આપણે ગમે
તે પળે અહીથી નીકળવાનું રહેશે” આટલી વાત કરીને મોહિત પોતાના કામ પર વળગી ગયો.
અટપટી વાતો કરવાની મોહિતની આદત હતી
પરતું અત્યારે તે ખૂબ જ વધારે ગુંચવણ ભરી વાતો કરી રહ્યો હતો.
*******
અવધેશને હવે મોત સામે દેખાય રહ્યું
હતું. બચવા માટે કોઈ રસ્તો તેને દેખાતો ન હતો. તેને લાગ્યું કે બચવું હશે તો કઈક
અલગ જ કરવું પડશે. પરંતુ શું અલગ? તેના કાનમાં કાવ્યાની ચીસો ગુંજી રહી હતી. તે
બેભાન થઈ જશે તેવું લાગી રહ્યું હતું. આંખ સામે અંધારું છવાય રહ્યું હતું. ધીરે
ધીરે ધીરે ..
******
“ઓહ માય ગોડ બચાવો, ફરીથી ખૂન” જશપાલની
લાશ જોઈ ગભરાય ને સુરેશ દોડી રહ્યો હતો. તેને ગભરાહટમાં કઇ ભાન ન હતું અચાનક જ તે
કોઈ સાથે અથડાયો અને બેભાન બની ગયો. કોઈ નકાબધારી તેના પગથી ઘસડીને તેને અંદર લઈ
ગયો.
દૂરથી પ્રેરણાએ આછુ આછુ જોયું અને તેના
ધબકારા વધી ગયા. તે કઇ બોલી ન શકી. આ ખરેખર ખૂબ ભયાનક ખેલ બનવાનો છે તેને અંદાજો
આવી ગયો. તે દોડીને શિલ્પા પાસે જવા લાગી
*********
અહીથી નીકળી જવું જ બહેતર રહેશે ભાનમાં
આવતા જ અવધેશ વિચારવા લાગ્યો. કાવ્યાના શબ્દો તેને યાદ આવી ગયા.
“યાત્રી ઘોષ, કેસ ખતમ થઈ જવો જોઈએ બે
દિવસમાં.”
“પરંતુ એ તો કોઈ ગુનેગાર નથી તો સજા”
અવધેશે દલીલ કરી.
“મિસ્ટર અશોક કાવ્યાની પધ્ધતિ આને
સમજાવી દેજે નહિતર આ વહેલો ખપી જશે” કતારાતી નજરે તે જતી રહી તેના ગયા બાદ અશોક
ગામીત જે તેની ટુકડીમાં ખૂબ જ સિનિયર હતા તેમણે અવધેશને માથામાં એક ફડાકો લગાવીને
કહ્યું,
“તું તો મરીશ કુત્તારીયા મને મારીશ કોક
દિવસનો. અહી સામે સવાલ ન હોય. કોણ ગુનેગાર
છે? કોણ નહીં? કોનો ફેસલો કરવાનો છે? કોણે પ્રોટેકશન આપવાનું છે? તે બધુ બોસ નક્કી
કરે. આપણે માત્ર બે કાન જ આપ્યા છે. જે બોલાય તે સાંભળી લેવાનું બાકી જીભ બહાર
જઈને ખોલવાની. બીજી વાર ભૂલ થઈ તો બોસ તારો ફેસલો કરે તે પહેલા હું જ ધરબી દઇશ યાદ
રાખજે.”
અશોક ગામીતના શબ્દો સાંભળી અવધેશ કંપી
ગયો. તેને બહાર નીકળતા જ પોતાનું કામ શરૂ કરી દીધું. સીધો જ યાત્રીની કોલેજ તરફ
ગયો.
યાત્રી
ઘોષ તેના વિષે હજુ ખાસ માહિતી ન હતી. તેને તો કઇ વધારે માહિતીની જરૂર ન હતી. તેને
તો બસ ખતમ કરી દેવાની સૂચના હતી. પરંતુ સુંદર નિખાલસ યાત્રીને જોયા બાદ તેના વિષે
વધારે જાણવાની ઈચ્છા થઈ આવી. કિસ્મત પણ તેની સાથે હોય એમ કોલેજના ગેઇટ પાસે ઊભો
ઊભો જયારે તે યાત્રીને નિહાળી રહ્યો હતો ત્યારે અચાનક જ કોઈએ તેના ખભા પર હાથ
મૂકીને કહ્યું ..
ખભા પર હાથ પડતાં જ તે એકદમ ગભરાય ગઈ.
તેના હ્રદયના ધબકારા એકદમથી વધી ગયા તેને ધ્રૂજતા ધ્રૂજતા પાછળ ફરીને જોયું તો શિલ્પા
હતી. શિલ્પાને જોઈ પ્રેરણાના શ્વાસ માંડ હેઠા બેઠા
‘યાર, આવી રીતે ડરાવવાની થોડી હોય?”
પ્રેરણાએ કહ્યું.
“અરે યાર, મે કયા તને ડરાવી હું તો ક્યારની તને
શોધતી હતી તું કયા હતી?” શિલ્પાએ પૂછ્યું.
“હું
હું” તેના મો માંથી શબ્દો નીકળતા ન હતા.
“પ્રેરણા શું થયું યાર ? તું કયા હતી
?” તેની હાલત સમજી જઈને શિલ્પાએ તેને પૂછ્યું.
“શિલ્પા, પેલો નકાબધારી અહી જ છે અને
તેને જ ખુન કર્યું છે.” પ્રેરણાએ કહ્યું.
“અને તે આદિત્ય છે. એમ જ ને?”શિલ્પાએ
તેની સામે તીરછી નજરે જોઈને પૂછ્યું.
“હા, શિલ્પા મને પૂરો વિશ્વાસ છે કે તે
આદિત્ય જ છે.” પ્રેરણા ભાવાવેશમાં બોલી ઉઠી.
“પરંતુ, આદિત્ય અત્યારે અહી કેવી રીતે
હોય શકે?” શિલ્પાએ આશ્ચર્યસહ પૂછ્યું.
“કઇ પણ બની શકે યાર? આ દુનિયામાં બધુ જ
શક્ય છે. જો મોહિત અને મહેબૂબા લગ્ન કરી શક્યતા હોય તો બધુ જ શક્ય છે.” પ્રેરણાએ
પોતાનો મત સમજાવતા કહ્યું.
“વાત તારી સાચી છે. શક્ય બધુ જ છે
પરંતુ જો તે આદિત્ય જ હોય તો ..” આગળનું તે બોલી ન શકી.
ભાગ ૯ વાંચવા અહી ક્લિક કરો. 👉Part 9
Comments
Post a Comment