ગુનેગાર કોણ ? ભાગ : 9

 ગુનેગાર કોણ ?

ભાગ : 9 




 નીકળી જવું પરંતુ કયા? કઇ જ નક્કી ન હતું. તે સવારે ઓફિસે ગયો. મન ખૂબ જ બેચેન હતું. બોસે તેને કેબિનમાં બોલાવ્યો. આજે કોઈ ગુસ્સો કે ચીડ કોઈ ભાવ તેના મનમાં ન હતા.

            “યસ, પ્રથમેશ સીટ હીઅર” બોસે તેને પોતાની પાસે રહેલી ચેર  તરફ  ઈશારો કરીને કહ્યું. પ્રથમેશ કોઈ વધારે વિચારવા સક્ષમ ન હતો. તે ચૂપચાપ બોસ પાસે બેસી ગયો.

            “આજે એક ખાસ વાત માટે તને બોલાવ્યો છે. હું કોઈ બીજી લાંબી વાત નહીં કરું સીધા પોઈન્ટ પર આપણે ચર્ચા કરી લઈએ” બોસ પાસે સમય ખૂબ જ ઓછો હતો આથી તેને ડાયરેકટ વાત શરૂ કરી દીધી.

            “જી, સર” પ્રથમેશે ટુંકમાં જવાબ આપ્યો. તેના મનમાં ખૂબ જ દુવિધા ચાલી રહી હતી. બોસની વાત પૂરી થાય બાદ તે જોબ છોડવાની વાત કરે તેવું વિચારીને તે શાંતિથી વાત સાંભળવા લાગ્યો.

            “મારી ભત્રીજી અલ્પા આર્કિયોલોજીસ્ટ છે. તે બે વર્ષ પહેલા ઈજિપ્ત રિસર્ચ માટે ગઈ હતી ત્યાં તેને થોડા વખત બાદ એક ષડયંત્ર  વિષે ગંધ આવી. તે તેના વિષે વધારે તપાસ કરવા માંગે છે. પરંતુ તે એકલા કઇ કરી શકે તેમ નથી. તેને મદદની જરૂર છે. તો તારે ત્યાં જવાનું છે. આપણી કંપની તેની તપાસ કરીને વિશેષ અહેવાલ તૈયાર કરશે તારે તે કાર્ય કરવાનું છે.”

            બોસની વાત સાંભળીને પ્રથમેશ અતિશય ખુશ થઈ ગયો. ભાવતુ હતું અને વૈધએ બતાવ્યું જેવો ઘાટ બની ગયો તેની નોકરી જવાનો ડર પણ નહીં અને શહેરથી દૂર પણ જવા મળશે. તેના મનમાં ખુશીના લાડુ ફૂટવા લાગ્યા.  


            થોડી વાત કરવી જરૂરી હતી ક્યારેક ખુશીના અતિરેકમાં મોટી મુશ્કેલીમાં ફસાય જઈએ એનો ખ્યાલ પણ રહેતો નથી આથી તેને બોસને પૂછ્યું,

            “ષડયંત્ર કેવું ષડયંત્ર?”

            “એ બધુ તને અલ્પા જણાવશે તારી ટિકિટ આવતીકાલની બુક કરાવી છે તુ આજે તૈયારી કરી લેજે.” બોસે કહ્યું.

            “પરંતુ સર ત્યાં કોઈ ખતરો?” હજુ ચોખવટ કરવા માટે પ્રથમેશે ડરતા ડરતા પૂછ્યું.

            “ના પ્રથમેશ તને એવો કાઇ ખતરો નથી તું કોઈ જાત ના વિચાર કર્યા વિના જવાની તૈયારી કરવા લાગ” બોસે તેના ખભા પર હાથ મૂકીને કહ્યું.

            “ઑ.કે સર” પ્રથમેશને હજુ સંશય લાગી રહ્યો હતો. પરંતુ તેને વિચાર્યું કે આમ પણ અહી જીવનું જોખમ છે. કદાચ મૃત્યુ ઈજીપ્તમાં જઈને લખ્યું હશે તો ત્યાં જઈએ. હવે જે થાય તે. તે ખુશ પણ હતો અને અસમજ્મા પણ.  તે વિચારતો વિચારતો પોતાના ટેબલ પર આવ્યો. ક્યારેક ઉતાવળે લીધેલો નિર્ણય વધારે જોખમી સાબિત થઈ શકે છે. લાંબો સામે સુધી તે પોતાના ટેબલ પર વિચારતો રહ્યો. અચાનક જ તેને પોતાના પિતાજીનો ચહેરો નજર આવ્યો જેમને તેને હમેશા બહાદુરીપૂર્વક લડતા જ શીખવ્યું હતું. તેના ચહેરા પર સ્માઇલ આવી ગયું અને ઈજિપ્ત જવા માટે મન મજબૂત કરી લીધું.

            ઓફિસ પૂર્ણ થતાં પહેલા બોસે તેને વિઝા અને ટિકિટ આપી દીધી. તે ઘરે જઈને તૈયારી કરવા લાગ્યો.

તે પૂરી તૈયારી કરીને આવ્યો હતો છતાંય તે ખૂબ જ ગભરાય ગયો. તેને પાછળ ફરીને જોયું. એક સુકલકડી કાળો અને ચહેરો જોવો ન ગમે તેવો કદરૂપો યુવાન હતો.

            “યાત્રી, યાત્રી ઘોષ તેને જોઈ છે ને ?” તે યુવાન બોલ્યો. ચહેરા જેવી જ તેની વાણી હતી. તોછડી અને ગમે નહીં તેવી.

            “ના, ના હું મારા મિત્રની રાહ જોઇ રહ્યો છું” અવધેશે બહાનું બતાવ્યું.

            “તારી આંખોમાં બધુ વંચાય છે દોસ્ત. આખી કોલેજ દિવાની છે આ ખડૂસ છોકરીની અને તે.. ” થુ કરીને એક ગળફો બહાર કાઢ્યો. અવધેશ ને સૂગ ચડી પરંતુ અત્યારે કઇ રીએકટ કરવાનો સમય ન હતો. જરા પણ આમથી પણ ભૂલ બાજી બગાડી શકે એમ હતી આથી તે શાંત બની સાંભળવા લાગ્યો. મોકો મળે છટકી જવાનું તેને વિચારી લીધું

            “એ એકડું કોઈને દાણા આપે એમ નથી. એક મસ્ત બીજી આઈટમ છે ચલ બતાવું.” તે કદરૂપો આગળ જવા લાગ્યો તેને ટાળવા માટે અવધેશે કહ્યું,

            “દોસ્ત, તું હજુ ખોટું સમજે છે હું મારા મિત્રની વાટ જોઉ છું. અમારે અહીથી સાથે કોમ્પ્યુટર કલાસમાં જવાનું છે તેથી રાહ જોઈ રહ્યો છું”

            “અરે તો ઠીક છે. હું ય મારા દોસ્ત માટે વેઇટ કરું છું. ચાલ સામે ચા ની કેબિન પર જઈને વાતો કરીએ” તેને અવધેશના ખભા પર હાથ મૂકીને તેને કહ્યું. આ ચીગમ ચોંટી ગઈ હતી તેને ઉખેડવાના કોઈ ચાન્સ દેખાતા ન હતા. હવે આનો જ ફાયદો ઉઠાવવો રહ્યો તે એની પાછળ જવા લાગ્યો થોડી જ ક્ષણમાં પાછળ ફરીને તેને યાત્રીનો એક ફોટો ક્લિક કરી લીધો અને તે ફરીથી કદરૂપા માણસ સાથે જવા લાગ્યો.

            “દોસ્ત તે મારુ નામ ન પૂછ્યું? મારુ નામ અવિનાશ.  અવિનાશ યાદવ. હું આ કોલેજમાં જ પહેલા હતો. મને ન ફાવ્યું એટલે નીકળી ગયો. બકવાસ છે બધુ” તેને પોતાની વાત ચાલુ રાખીને કહ્યું.

            “દોસ્ત તું બહુ મજાનો માણસ છે. તારી સાથે વાત કરવાની મજા આવે છે.” અવધેશે થોડા મસ્કા મારવાનું ચાલુ કર્યું. તેની ધારી અસર થઈ હોય તેવું લાગ્યું. 

            “હા, દોસ્ત મજા એટલે મજા. આપણે મોજીલા માણસો જિંદગી હોય કે કોલેજ મોજ કરવાની બાપુ. ચાર ગર્લ ફ્રેન્ડ છે મારી.” તેની વાત સાંભળીને અવધેશ તેના ચહેરા સામે જોઈ રહ્યો. છોકરીઓની ચોઈસ કેમ બગડવા લાગી છે. અવધેશ મનમાં વિચારવા લાગ્યો ત્યાં તો ચા ની કેબિન આવી ગઈ.

            “બેસ દોસ્ત અહી” બહાર એક બેન્ચ પાસે લઈ જઈને અવિનાશે  અવધેશને કહ્યું. સમય બહુ ઓછો હતો. યાત્રી વિષે સામાન્ય માહિતી મેળવવી ખૂબ જ જરૂરી હતી આથી અવધેશે બેસતા જ વાત ચાલુ કરી

            “યાત્રી વિષે શું કહેતો હતો તું યાર?”

            “ભાઈ ભાઈ નજરમાં આવી ગઈને? માલ છે માલ બાપુ, પણ કોઈને ભાવ નહીં આપતી એ. છોટુ બે કડક મસાલા ચા લઈ આવ” વાત કરતાં કરતાં તેને ચા નો ઓર્ડર પણ આપી દીધો.

            અવધેશને દર લાગ્યો વાત આડે પાટે ચડી જશે તો બહુ અઘરું પડશે તે વિચારી રહ્યો હતો. પરંતુ કિસ્મત તેની સાથે હતી આથી અવિનાશે જ વાત શરૂ કરી.

            “યાત્રી ઘોષ આ શહેરમાં એકલી રહે છે. બધા એવી અફવા ફેલાવે છે કે પોતાના સપના સાકાર કરવા માટે માટે ઘર છોડીને માયા નગરી મુંબઈ આવી ગઈ છે. પાર્ટ ટાઈમમાં કોઈ જોબ કરે છે પણ સાવ અકડુ છે તેને બોલાવવી નકામી છે.” કદરૂપો પણ કામનો વ્યક્તિ નીકળો.

            “તે કયા રહે છે? આઈ મીન એડ્રેસ?” અવધેશે પૂછ્યું.

            “અરે, તેના ઘરની છોડ બહુ નજીક જવાનું વિચારીશ તો તને જાહેરમાં પીટશે.” વધારે પૂછતાછ કરીશ તો પકડાઈ જઈશ એવું લાગતાં આનાથી દૂર જવાનું વિચારતો હતો ત્યાં જ તેનો ફોન વાગ્યો “એક્સક્યુઝ મી “ કહી ને તે દૂર વાત કરવા જતો રહ્યો. અશોક ગામીતનો ફોન હતો તેને કડકાઈપૂર્વક બોલવાનું ચાલુ કર્યું,

            “સાંભળ કાલે કામ તમામ થઈ જવું જોઈએ. બોસને નઠારા લોકો જરાય પસંદ નથી. આજે જે તપાસ કરવી હોય તે કરી લે આખી રાત જાગવું પડે તો જાગી લે અને પ્લાન વિચારી લે સવારે પ્લાન એકશનમાં આવી જવો જોઈએ અને સાંજ પહેલા ખુશખબર મળી જવા જોઈએ સમજ્યો?”

            “હા, હા કાલે થઈ જશે બધુ” અવધેશે અચકાતા અચકાતા કહ્યું.

            “ખુશખબરના ફોનની રાહ જોઉ છું” કહીને તેને ફોન મૂકી દીધો. કહી તો દીધું કાલે કામ થઈ જશે પરંતુ હજુ તો તપાસ પણ ન થઈ હતી કોણ યાત્રી? શા માટે તેનું ખુન કરવાનું છે ? કાઇ ખબર ન હતી અને લાઈફમાં પહેલી વખત કોઈનું ખૂન કરવાનું હતું. તે ખૂબ જ નર્વસ હતો અને એમાં પણ સમય ખૂબ જ ઓછો. આથી તેને ભારે ટેન્શન થવા લાગ્યું. ચા વાળો હાથમાં ક્યારે ચા આપી ગયો તે ખબર જ ન પડી ટેન્શનમાં જ મોંમાં ચાનો મોટો ઘૂટડો ભરાય જતાં જીભ દાઝી ગઈ ત્યારે તેને પોતાની આસપાસની પરિસ્થિતિનો અહેસાસ થયો. તેને પાછળ ફરીને જોયું તો અવિનાશ ગાયબ હતો. સારું થયું તે જતો રહ્યો અત્યારે કોઈ વધારે ચર્ચા કરવાનો તેને મૂડ ન હતો.

           વધુ આવતા અંકે .. 

part 10

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?