ગુનેગાર કોણ ? - 10
ગુનેગાર કોણ ?
ભાગ : 10
તે મનમાં વિચારવા
લાગ્યો. સવારે આઠ વાગ્યે ક્લાસીસમાં જાય છે. દસ વાગ્યે કોલેજ પર આવે છે અને ચાર
વાગ્યે કોલેજથી સીધી ઐહત ફાયનાન્સમાં પાર્ટ ટાઈમ જોબમાં જાય. સાંજે સાત વાગ્યે છૂટીને પોતાના ઘરે જાય છે. પોતાની બે સખી સાથે તે રહે
છે. આ બધી માહિતી તેને યાત્રી વિષે એકઠી કરી લીધી હતી. હવે આ બધા વચ્ચે કોલેજથી
પાછળની ગલી પાસે સુમસાન વિસ્તાર આવે છે ત્યાં જ તેના પર હુમલો થઈ શકે એમ હતો.
સાંજે છ વાગ્યે તે કોલેજ પરથી પરત જાય તે સમય વધારે અનુકૂળ હતો. તેને મનોમન બધુ વિચારી લીધું.
હવે તેને હજુ થોડું પરફેકશન કરવાનું બાકી હતું આથી તે પોતાના મનમાં વિચારેલ લોકેશન
પર ગયો. આમ લગભગ સુમસાન જેવો વિસ્તાર હતો. એમાં પણ બપોરના સમયે સાવ શાંતિ જ રહેતી
અને છુપાવવા માટેની પણ જગ્યા મળી ગઈ. બધુ જોઈ તો લીધું અને વિચારી પણ લીધું પણ કોઈ
હત્યા વિષે વિચારતા તેનું હૈયું કાંપવા લાગ્યું. આ બદલાની ભાવના તેને કયા લઈ જશે?
આવા કાર્યો કરવા કરતાં મૃત્યુ વધારે બહેતર છે. તે ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો.
જીવન અને મૃત્યુ બધુ જ ઈશ્વરના હાથમાં છે પરંતુ આવી રીતે કોઈનું જીવન છીનવી લેવાનું કૃત્ય એ ખરેખર બહુ હિચકારી ઘટના છે.” મોહિતે મહેબૂબાને કહ્યું.
“વાત
તો તારી સાચી છે પરંતુ આપણે તો વારંવાર આવા કેસનો સામનો કરવો પડે છે ત્યારે એક વખત
હૈયું જરૂર ભરાય આવે છે પરંતુ હવે આદત પડી ગઈ છે.” મહેબૂબાએ કહ્યું.
“આદત
તો પડી ગઈ છે પરંતુ જયારે કોઈ પોતાનું મુસીબતમાં હોય છે ત્યારે પીડા બહુ વધી જાય
છે. આ બધા આપણાં કોલેજના મિત્રો છે જેની સાથે જીવનની કેટલીય ખાટી મીઠી યાદો
જોડાયેલ છે તેઓને આમ એક પછે એક મૃત્યુ તરફ જતાં જોઈને સહન નથી થતું.” મોહિતે
કહ્યું.
“હા,
પરંતુ હવે વધારે નહીં મને લાગે છે કે આપણે હવે અંત તરફ પહોંચવા આવ્યા છીએ.”
મહેબૂબાએ કહ્યું.
“અંત
નહીં ડાર્લીંગ, હજુ તો આ શરૂઆત છે.” મોહિતે પોતાના વાળની લટો પર આંગળી ફેરવીને
પોતાની આગવી અદાથી કહ્યું.
“મતલબ?”
મહેબૂબાને કઇ સમજાયું નહીં એટલે આશ્ચર્યથી પૂછ્યું.
“આના
મૂળ બહુ ઊંડા છે આ કોઈ સાદો નહીં પરંતુ ખાસ કેસ છે અને આની પાછળ સંડોવાયેલા લોકો બહુ
પહોંચેલા છે.” મોહિતે તેને સમજાવતા કહ્યું.
“તને
બધી ખબર જ છે તો કેસ સોલ્વ કરી દે” મહેબૂબાએ કહ્યું.
“હું
તને શું કહું છું કે આ કોઈ સામાન્ય કેસ નથી અને એવી રીતે સોલ્વ કરી શકાય એમ નથી.”
મોહિતે કહ્યું.
“ખાસ
એટલે તું શું કહેવા માંગે છે મને તો કાઇ સમજાતું નથી. હજુ કેટલા વધારે મૃત્યુની રાહ જોવાની છે?”
મહેબૂબાને એક તો કાઇ સમજાતું ન હતું વળી મોહિતની પહેલીમાં વાત કરવાના અંદાજથી તે
વધારે મૂંઝવણમાં મુકાય રહી હતી.
“હું
કોઈનું મૃત્યુ ઈચ્છતો નથી પરંતુ ગુનેગાર એમ અહી પકડી શકાય એમ નથી”મોહિતે કહ્યું.
“
યાર, તું મને તો સમજાવ કે કોણ ગુનેગાર છે? શા માટે તે આ બધુ કરી રહ્યો છે? અને
એવું તે શું છે કે તેને અત્યારે પકડી શકાય એમ નથી ? એના માટે તારો પ્લાન આગળનો શું
છે?” મહેબૂબાએ પોતાના મનના પ્રશ્નો રજૂ કર્યા.
“સમય
થશે ત્યારે તને બધુ સમજાય જશે. હજુ મારે મારા મત પર મારે બધી પૂરતી તપાસ કરવાની છે
તેના માટે પુરાવા એકઠા કરવાના છે. અત્યારથી વધારે ચર્ચા કરવાથી વાત બગડી જઇ શકે છે
તું આ વસ્તુની ગંભીરતાને સમજી શકે છે આપણે જે નક્કી કર્યું છે તે મુજબ તુ તારા
ભાગની તપાસ કર હું મારા પુરાવા એકઠા કરું છું. તું અત્યારે બધાના વર્તણૂક પર નજર
રાખ કઈક શંકાજનક લાગે તો મને કહેજે.”
“ઑ.
કે. એ મારુ કાર્ય તો ચાલુ જ છે.”
“આગળની
સ્ટ્રેટર્જી જાણવા માટે આજે સાંજે હોલમાં બધા એકઠા થશે ત્યારે જણાવીશ” મોહિતે
પોતાની વાળની લટોને હટાવાતા કહ્યું.
“પ્લીઝ
યાર મને તો કહે” મહેબૂબાએ પોતાના બે હાથ મોહિતના ખભા પર રાખીને કહ્યું.
“મહેબુ
ડાર્લીંગ, થોડા શબ્ર રખો જામ કો ધીરે ધીરે પીને મે હી મઝા આતા હૈ” મોહિતે તેના બે હાથ પકડી આગળ લઈ
આવતા કહ્યું.
હોટેલની
બારી પાસે બેઠા બેઠા કાવ્યા નીચે રમતી ક્યૂટ નાનકડી છોકરી સામે તેની રમત જોઈ રહી
હતી. તેને જોતાં જોતાં પોતાનું બાળપણ યાદ આવી ગયું.
પિતાના
અવસાન બાદ તેની માતા છાયા બહેને નાનકડા ગામડે કાવ્યાના ઉછેરની જવાબદારી પોતાની
માથે લઈ લીધી હતી. પિયરમાં ભાભીના ત્રાસના કારણે છાયાબહેને સાસરીમાં જ રહેવાનું
નક્કી કર્યું હતું. જે નિર્ણય કાવ્યાની આખી જિંદગી બદલનારો બની ગયો. તે એક નિર્દોષ
કાવ્યા થી સાતીર ડોન કાવ્યા બની ગઈ.
“આખો
દિવસ છાયા બહેન પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા. ઘર ગુજરાન ચલાવવું ,વ્યવહાર
સાચવવા બધી જ જવાબદારી તેમના માથે જ હતી આથી તેમણે બહુ ઓછો સમય મળતો હતો. પરંતુ,
કાવ્યા ખૂબ જ ઉત્સાહી છોકરી હતી. તેને આખો દિવસ સતત કઈક ને કઇક કરતાં રહેવું અને
શીખતા રહેવું તેને ગમતું હતું. તેના કાકાનો દીકરો મનદીપ તેના મિત્ર જતીન સાથે રમવા
જતો ત્યારે કાવ્યા તેની સાથે જતી કાવ્યાનો સ્વભાવ પ્રથમથી ખૂબ જ ગુસ્સાવાળો આથી
વારંવાર જતીન સાથે ઝઘડો થઈ જતો એક દિવસ જતીનના મામા મુંબઈથી આવ્યા.
કેવલમામા
વર્ષોથી મુંબઈ રહેતા હતા. અંધારી આલમ, કાળા બઝાર, રેડ લાઇટ એરિયા જેવા વિસ્તાર
સાથે બહુ ગહેરો નાતો હતો. તેના ઘણા મિત્રો તેવા ધંધા સાથે સંકળાયેલા હતા. વળી તેઓ
પણ તેમાં નાના નાના બિઝનેશ સાથે સંકળાયેલા
હતા. જતીન મામાનો ખૂબ જ લાડકો હતો. તેને કોઈ કઇ પણ કહે તો મામા સહન કરી શકે તેમ ન
હતા.
એક
દિવસ મામાની હાજરીમાં કાવ્યા અને જતીન વચ્ચે ખૂબ જ જોરદાર ઝઘડો થયો. કાવ્યા પોતાનો
મત મૂકવા માટે જરાય તૈયાર ન હતી અને જતીન તો ખૂબ જ જિદ્દી જ હતો. ઝઘડાએ ખૂબ જ
મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને મામાથી આ બધુ જરાય સહન ન થયું તેને કાવ્યાને બે
થપ્પડ લગાવી દીધી.
“મામા, તમે વિના કારણે મને મારી ન શકો વાંક તો
જતીન નો જ છે.” કાવ્યા એ મામાને ગુસ્સામાં કહ્યું.
“ચૂપ રહે છોકરી વાંક તારો જ છે મારા જતીનનો
ક્યારેય વાંક ન હોય શકે” મામાએ આકરા સ્વરે કાવ્યા સામે જોઈને કહ્યું.
“મામા તેને જ ચીટિંગ કરી હતી તેનો દાવ આવે જ
નહીં” કાવ્યા એ બાળસહજ વાત ચાલુ રાખી.
“છોકરી
તારી લપ છોડ અને નીકળી જા અહી થી” મામાએ ખૂબ જ ગુસ્સાપૂર્વક આંખો લાલ કરીને
કાવ્યાને કહ્યું.
“હું
શા માટે જતી રહું મારે રમવું છે. જતીને ચીટિંગ કરી હતી મારો દાવ છોડીને નહીં જાઉ”
કાવ્યા પોતાની જીદ છોડવા તૈયાર ન હતી.
આથી મામા એ બે થપ્પડ ફરી કાવ્યાને ચોડી
દીધી. આ વખતે કાવ્યા એ પણ મામાના હાથ પર બચકું ભરી લીધું અને ખૂબ ઝડપથી દોડીને જતી
રહી. મામાનો ગુસ્સો સાતવા આસમાન પર પહોંચી ગયો. તે ઝડપથી કાવ્યાને પકડવા દોડ્યા
પરંતુ કાવ્યા ખૂબ જ દૂર નીકળી ગઈ. મામા ગુસ્સાથી લાલ ઘૂમ થઈ તેને જોઈ રહ્યાં.
ભાગ 11 વાંચવા અહી ક્લિક કરો. 👉Part 11
Comments
Post a Comment