ગુનેગાર કોણ ? - 11

 

ગુનેગાર કોણ ?

ભાગ : 11



            આખો પ્લાન નક્કી કરી લીધો હતો. તે મુજબ તૈયારીઓ પણ કરી લીધી હતી છતાંય તેના હાથ હજુ ધ્રૂજતા હતા કોઇની હત્યા, આવું કૃત્ય શા માટે કરવું જોઈએ? આટલી સુંદર સરળ અને સીધી છોકરીની હત્યા. 



તે કોઈની દુશ્મન પણ ન હતી. તેની હત્યા માટે કોઈ કારણની જાણ પણ ન હતી. છતાંય તેને યાત્રીની હત્યા કરવાની હતી. તે ખૂબ જ નર્વસ હતો. યાત્રીને નીકળવાના રસ્તા પર ગલીની સાઇડમાં રહેલા ઝાડના ઓથે તે છુપાઈ ગયો. યાત્રી નીકળી એટલે સીધી પેટમાં છરી ઘૂસાડીને બાજુમાં ગલીમાંથી થઈ ભાગી જવું એવું નક્કી કર્યું હતું. ગલી પૂરી થતાં એક માણસ વેન લઈને ઊભો હતો તેમાંથી સીધો પૂના કોટેજ પર જઇ. ગાડીની નંબર  પ્લેટ બદલાવીને બે દિવસ બાદ કાવ્યા પાસે પરત જવાનું  હતું.



            આખો પ્લાન ફરીથી મનમાં વિઝ્યુલઆઇઝ કરી લીધો. પરસેવાનું એક બિંદુ ચહેરા પર ઉતરી આવ્યું તેને ફરીથી પોતાની ઘડિયાળમાં જોઈ લીધું દસ મિનિટની વાર હતી. આસપાસ પણ નજર કરી લીધી દૂર સુધી કોઈ દેખાતું ન હતું. તેને ખિસ્સામાં માસ્ક પણ ચેક કરી લીધું. અત્યારથી પહેરવાથી કોઈ નીકળે તો શંકા પડી શકે છે. આથી દૂરથી યાત્રી દેખાય ત્યારે માસ્ક પહેરવાનું નક્કી કર્યું. એક એક પળ ભારી પડી રહી હતી. નર્વસનેશ વધી રહી હતી. તે નીચે જોઈ બે ચક્કર લગાવ્યા અને યાત્રીને આવવાના રસ્તા પર દૂર નજર કરી દૂરથી યાત્રી આવી રહી હોય તેવું દેખાયું. તે રોજ કરતાં ખૂબ વહેલા હતી. તેના ગાત્રો થીજી ગયા શરીરમાં કંપારી આવવા લાગી ખિસ્સામાંથી માસ્ક લેવા ગયો તો માસ્ક નીચે પડી ગયું. નીચેથી માસ્ક લેવા ગયો ત્યાં ચાકુ પડી ગયું તે હજુ કઇ લેવાનું વિચારે ત્યાં એક કાકા સામેની ગલીમાંથી દેખાયા. તે ડરીને સાઇડમાં છુપાઇ ગયો ઝડપથી ચાકુ નીચેથી લઈને પોતાની પાછળ છુપાવી લીધું .



            હવે યાત્રી નજીક આવવા લાગી હતી. તેને હ્રદયના ધબકારા વધવા લાગ્યા. પરસેવો વધવા લાગ્યા. શરીરમા કંપારી છૂટવા લાગી. કાકા તો થોડી વારમાં સાઇડની ગલીમાં જતા રહ્યા પરંતુ યાત્રી ખૂબ જ નજીક આવી ચૂકી હતી. માસ્ક પહેરવાનો હવે સમય ન હતો. હવે તો બસ કાર્યને અંજામ દેવાનો સમય આવી ચૂક્યો હતો. તે પોતાની આંખો બંધ કરીને ગલીની બહાર નીકળ્યો. યાત્રી હવે બસ થોડા જ ડગલાં દૂર હતી તેને પોતાની બધી હિંમત એકઠી કરી લીધી. યાત્રી સામે આવતા જ તેને ચાકુ લઈને તેના પેટમાં ઊડો ઘા કરવા માટે ચાકુ ઉગામ્યુ. તેને આઇડિયા જ ન હતો કે યાત્રીની સમયસૂચકતા ખૂબ જ તેજ હશે અને તેને શીખેલા સેલ્ફ ડિફેશનના ક્લાસની પ્રેકટિસ જોરદાર હશે. યાત્રીના કરાટેને એક ચોપથી અવધેશના હાથમાંથી ચપ્પુ નીચે પડી ગયું. અવધેશ આ ઓચિતા હુમલાથી ઘભરાય ગયો. યાત્રીએ અવધેશના હાથને ઊલટો વાળી તેના હાથનું હાડકું ભાંગી નાખ્યું. તેને ખૂબ જ પીડા થઈ રહી હતી. આંખમાં ચક્કર પણ આવી રહ્યા હતા છતાંય તેને હિંમત હાર્યા વિના તેને સામે હુમલો કર્યો યાત્રીને બે હાથથી નીચે પછાડી દીધી. ઝડપથી ચાકુ લઈને પેટમાં ઘૂસાડી દીધું.   તેને આઇડીયા આવ્યો કે ઘા બરોબર લાગ્યો નથી. તે બીજો ઘા કરવા જાય તે પહેલા પોલીસની સાઇરન ક્યાંકથી સંભળાઈ. તે ત્યાંથી ભાગ્યો. યાત્રી કણસતી ત્યાં પડી રહી. ઘણીવાર બાદ કોઈ વટેમાર્ગુ તેને દવાખાને લઈ ગયો. ત્યાં સુધી તેનું ઘણું લોહી વહી ચૂક્યું હતું.



            અવધેશ પોતાના પ્લાન  પ્રમાણે ભાગી નીકળ્યો હતો. પરંતુ તેને ખ્યાલ આવી ચૂક્યો હતો કે તેને ભૂલ કરી લીધી હતી. યાત્રીના ઘા થી તે ચાર પાંચ દિવસે માંડ બેઠો થઈ ચૂક્યો હતો ત્યાં સુધીમાં કાવ્યા સિગાપોર જઇ  ચૂકી હતી. હવે તેને ફરીથી હુકમ મળ્યો હતો કે યાત્રીને હોસ્પિટલમાં ભાન આવે તે પહેલા મોતને ઘાટ ઉતારી દેવી અવધેશએ  ફરીથી પ્લાન બનાવ્યો કે આગળ શું કરવું? તે પોતાના પ્લાન પર વિચાર કરવા લાગ્યો.

            કાવ્યા ઘરે પહોંચી ગઈ પરંતુ મામાનો ગુસ્સો સાતવા આસમાને પહોંચી ગયો. નાનકડી કાવ્યાને અંદાજો જ નહતો કે તેની આ બાળસહજ ભૂલનું તેને કેટલું મોટું પરિણામ ભોગવવું પડશે. તે તો ઘરે આવીને થોડીવારમાં બધુ ભૂલી ગઈને પરિવાર સાથે મોજમસ્તીમાં ડૂબી ગઈ. રાત્રે જમ્યા બાદ તે પોતાના કાકાના દીકરા સાથે થોડીવાર બહાર ગાયને એઠવાડ આપવા માટે આવી. ગાય ખાય લે તેટલી વાર ભાઈ બહેન વાતો કરતાં હતા ત્યાં અચાનક કૉઇએ જોરથી કાવ્યાને ગાડીમાં ખેચી લીધી અને ગાડી હંકારી મૂકી તેનો ભાઈ તેની પાછળ દૂર સુધી દોડી ગયો પરંતુ કઇ ન થયું

            નશાકારક દ્રવ્યથી કાવ્યાને તુરંત ઊંઘ આવી ગઈ વેનમાં તે પાછળની સીટમાં નીચે પડી રહીને ક્યારે મુંબઈ પહોંચી ગઈ તેને ખબર જ ન રહી જેમ જેમ ગાડી આગળ ધપી રહી હતી તેમ તેમ તેનું બાળપણ અને જિંદગી બધુ અંધારાના ગર્તામાં ધકેલાય રહી હતી. તેનો પરિવાર એક કાળા છાતીફાટ આંસુ સારતો રહી ગયો અને કાવ્યાની જિંદગી સદાય માટે ..

                 

તેને ધીરે ધીરે ભાન આવવા લાગ્યું તેને પોતાની સામે જોયું તો તેનો પોતાનો જ રૂમ હતો પરંતુ મેઘના ન હતી. માથું ઘણું ભારી લાગી રહ્યું હતું. તે માથા પર હાથ દબાવીને તકિયાના ટેકે બેઠો થયો. મેઘનાને બૂમ પાડી પણ ત્યાં ન હતી. તેને પોતાનો ફોન લીધો અને મેઘનાને ફોન લગાવ્યો

            “હેલો, સુરેશ જલ્દીથી ફ્રેશ થઈને નીચે હોલમાં આવી જાય.” સામે છેડેથી અવાજ આવ્યો

            “તું ઉપર આવી જા ને તારું કામ છે.”સુરેશે કહ્યું. તેને પોતાની વાત કરવાની ખૂબ  જ ઉતાવળ હતી.

            “મોહિત હેગડીએ  એક સિક્રેટ વાત માટે બધાને એકઠા કર્યા છે. આપણે બાદમાં વાત કરીશું તું જલ્દી અહી આવી જા. લગભગ બધા જ આવી ગયા છે. કદાચ વાત શરૂ થઈ ગયા બાદ મોડું આવવાથી ખરાબ લાગશે.” મેઘનાએ ત્યાંની પરિસ્થિતિ જણાવતા કહ્યું.

            “ઑ. કે. હું આવુ છું.” સિક્રેટ વાત વિશે ઉત્સુકતા જાગતા તે ઊભો થઈને તૈયાર થવા લાગ્યો. માથું ભારી હતું પરંતુ જવાની ઉતાવળ પણ હતી આથી તે તૈયાર થઈને નીચે જવા લાગ્યો.


શું હશે તે સિક્રેટ ? શું ખૂની વિષે કોઈ તાગ મળી ગયો છે? શું વાર્તા હવે અંત તરફ જઇ રહી છે? કે હજુ કોઈ નિશાના પર છે? જાણવા માટે હજુ રાહ જોવી જ રહી. 


વધુ આવતા અંકે .. 

લેખકનું નામ : ભાવિષા ગોકાણી 

ભાગ 12 વાંચવા અહીં ક્લિક 👉Part 12

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?