તારા વિના 😌

તારા વિના 😌 

 


પોતે શરમાઇને નીચે જોઇને હા પાડી હતી ત્યારે,

         “તમારે જોબ કરવી હોય કે તમારી મનપસંદ  પોશાક પહેરવા હોય. કોઇ જાતનુ બંધન નથી તમને. મારા પરિવારમાં કોઇ બંધન નથી.”

         પોતે મનોમન કેવી ખુશ થઇ ગઇ હતી. કેવો સુંદર અને સમજુ પરિવાર મળ્યો છે અને ઝડપથી એક મહિનામાં લગ્ન લેવાઇ ગયા પરંતુ એક મહિનામાં તો રોજ બે બે કલાક વાતો કરીને એકબીજાના ગાઢ પ્રેમમાં પડી ગયા. સરળ અને નિખાલસ ક્રિષ્ન ગમે તેના દિલમાં વસી જાય તેવો હતો. વળી આ ઉંમરે પણ તે એકદમ મેચ્યોર બની ગયો હતો. લગ્ન કરીને સાસરે આવીને ક્રિષ્ના ખુબ જ ખુશ હતી. ક્રિષ્ન સાથે જન્મોજન્મની કસમ ખાઇ લીધી હતી. આજે તેને છોડીને બીજા સાથે સંબંધ બાંધવા જઇ રહી હતી. શુ એકવાર તે તેને મનાવવા ના આવી શકે? તેને મનમાં ઇચ્છા થઇ આવી.

         “ના બિલકુલ નહિ. હવે કયારેય તે એવા ઘરમાં પગ પણ નહિ મુકુ જયાં ઘરની લક્ષ્મીને તરછોડવામાં આવી હોય. ક્રિષ્નને આટલો બધો પ્રેમ કર્યો હોવા છતા તે તેના માતા પિતાના આંધળા પ્રેમમાં નિર્દોષ પત્નીને છોડી દીધી હતી. તેનો શુ વાંક હતો? માત્ર તે કામ કરવામાં થોડી ધીરી હતી અને થોડી તેને હસવા બોલવાની ટેવ હતી. તે પણ ફકત પરિવારના સભ્યો સાથે જ. તે તેની પ્રકૃતિ હતી અને તેમાં તે બદલાવ લાવવાની હતી. છતાંય આખો દિવસ સાસુની કચ કચ ક્રિષ્ન ના પ્રેમ માટે જ તે સહન કરતી હતી.

         આખરે હદ આવી જયારે  તેના સાસુ કલ્પનાબહેને તેના માતા પિતા વિરુધ્ધ બોલવાનુ ચાલુ કર્યુ અને જેને તે હદથી વધારે પ્રેમ કરતી હતી તે ક્રિષ્ન એ પણ તેના માતા પિતાનો સાથ આપ્યો. હવે એકવાર છોડેલુ ઘર તે કયારેય નહિ વસાવે. ક્રિષ્ન માટે પ્રેમ એ ખાલી શબ્દ છે તો પોતે શું કામ આટલો બોજ રાખીને ફરે છે.

         બસ હવે દુ:ખી નથી થવુ. હવે નવુ ઘર વસાવી લેવુ છે. નવો પતિ, પરિવાર અને બાળક આવશે ત્યારે બધુ ભુલાય જ જશે. બાળક વિશે વિચારતા જ તેની આઁખો ભરાઇ આવી. ઘરની માથાકુટ પાછળ તેને પોતાનુ ત્રણ માસનુ પિંડ પણ ગુમાવ્યુ હતુ. તેનુ બાળક તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સારું તેના ઘરમાં કોઇ હતુ નહી. નહિ તો તેના માતા પિતા તેને આ રીતે રડતી જોઇ ન શકત. તેઓને ક્રિષ્નાની માનસિક સ્થિતિની ખબર હતી આથી તેને થોડીવાર એકલી રહેવા દઇને બહાર જતા રહ્યા હતા.

         બે દિવસમાં જ પ્રકાશભાઇનો જવાબ આવી ગયો તેની તરફથી હા છે. બસ ક્રિષ્નાની ઇચ્છા હોય તો વાત આગળ વધારીએ. ક્રિષ્ના એ પણ મન મક્કમ કરીને હા જ પાડી દીધી. બસ હવે પંદર દિવસમાં બધી વિધિ પુરી કરીને ક્રિષ્ના એ પોતાના નવા સાસરે જવાનુ હતુ.

         ક્રિષ્ના હવે કઠણ બની ગઇ હતી તે પણ હવે પ્રેકટિકલ બનવા માંગતી હતી. બસ જીંદગી ખાલી જીવવી જ હતી. ત્યાં એક દિવસ ઓંચિતા તેને ફોન આવ્યો,

         “ક્રિષ્ના મારે તને મળવુ છે?” આટલા સાથે ક્રિષ્ન નુ ડુસકુ સંભળાયુ.

         “હવે શુ છે બાકી પ્લીઝ લીવ મી અલોન” ક્રિષ્ના  ફોન મુકવા જતી જ હતી ત્યાં

         “ક્રિષ્ના પ્લીઝ એક જ વાર. હુ તને હાથ જોડુ છુ. તુ રિલાયંસ મોલ આવશે?”

         ક્રિષ્ના ના ન પાડી શકી. આખરે તે હજુ ક્યાં ક્રિષ્ન ને ભુલી શકી હતી. તે પણ એકવાર તેને મળવા માંગતી હતી. તેના દિલમાં હજુ ઉંડે ઉંડે આશા હતી. તે સાંજે ક્રિષ્ન ને મળવા પહોંચી ગઇ.

         “ક્રિષ્ના થેન્ક્યુ વેરી મચ. મને એક મોકો આપવા બદલ.” ક્રિષ્ના આવી એટલે ઉભા થઇને ક્રિષ્નએ કહ્યુ.

         “હુ તને મોકો આપવા માટે નહિ પરંતુ ખુશખબર આપવા આવી છુ. મારા લગ્ન છે પંદર દિવસમાં જ. લે મીઠુ મોઢુ કર.”

         “ક્રિષ્ના ...”

         “હા ક્રિષ્ન તારા વિના મારી દુનિયા અટકી પડતી નથી.”

         “કોંગ્રેર્ટસ ક્રિષ્ના. તુ હમેશા ખુશ રહેજે. હુ ઇશ્વરને સદાય પ્રાર્થના કરીશ. બસ એકવાર મારી વાત સાંભળી લે પ્લીઝ.”

         “વાત કરવા માટે ઘણો સમય હતો. આજે તને મારી યાદ આવી.”

         “ક્રિષ્ના હુ તને કયારેય ભુલ્યો જ ન હતો. પરંતુ તારા જવા પછી પપ્પાની તબિયત ખુબ જ બગડી ગઇ હતી. તે હોસ્પિટલમાં દાખલ હતા. કોઇ રીતે સારુ થતુ જ ન હતુ. તેની પાછળ જ હતા. બસ થોડા દિવસથી મને ખુબ જ બેચેની થતી હતી જાણે મારા પ્રાણ મને છોડી જવાના હોય. રાત દિવસથી ચેન નથી એટલે પપ્પાને આવી હાલતમાં છોડીને તને મળવા આવી ગયો છુ. તુ ખુશ છે તો મને શાંતિ થશે.” બોલતા બોલતા ક્રિષ્નને ડુમો ભરાઇ આવ્યો.

         “ક્રિષ્ના તુ હમેંશા ખુશ રહેજે.”

         “ક્રિષ્ન પ્લીઝ આજે આવી લાગણી બતાવે છે તો ત્યારે કેમ મારો સાથ ન આપ્યો? મારો શુ વાંક હતો? મને શા માટે છોડી દીધી? મારું દિલ કેમ તોડી નાખ્યુ?”

         “ક્રિષ્ના બની શકે તો મને માફ કરી દેજે અને હુ તો માફીને જરાય લાયક નથી. મને તુ આકરામાં આકરી સજા આપજે. મે બહુ મોટી ભુલ કરી છે. મારા માતા પિતાના પ્રેમને કારણે હુ તને બહુ મોટો અન્યાય કરી બેઠો. ઇશ્વરે મને તેની સજા આપી દીધી છે મારા શ્વાસ સદાય માટે મારા સાથ છોડીને જતા રહેવાના છે. હવે હુ બસ જીવતી લાશ બનીને જીવીશ.”

         “બસ ક્રિષ્ન સમય બધુ ભુલાવી દેશે. તુ તારા પરિવાર સાથે ખુશ રહેજે. હુ મારી જીંદગી સાથે. બસ કાનુની વિધિ પુરી કરી લઇએ એટલે સદાય માટે એક ફેસલો આવી જાય.”

         “ક્રિષ્ના, મારી જીંદગી. મારા પ્રાણ તુ જ છો યાર. બાકી બધો મારો ભ્રમ છે. હુ ગમે ત્યાં ખુશી શોધુ. મારી ખુશી તુ એક જ છો. જો હવે તુ જ નહી રહી તો બાકી મારી જીંદગીમાં કાંઇ જ નથી રહ્યુ. તારી ઇચ્છા જે કાંઇ હોય તે બધુ હુ કરવા તૈયાર છુ. બસ તુ જે કાંઇ નિર્ણય લે તેમાં હમેંશા ખુશ રહેજે. બીજુ કાંઇ પણ મારે જોઇતુ નથી.”

             *******************

         “બેટા કેમ આજે જમવુ નથી? તારી તબિયત તો બરાબર છે ને?” ભારતીબહેને ક્રિષ્ના ને પુછ્યુ.

         “મમા, જીંદગી કેવા કેવા રંગ બતાવે છે.”

         “શુ થયુ બેટા? ક્રિષ્નને મળી હતી? તેણે કાંઇ કહ્યુ?”

         “હા, મમા તે તડપે છે મારા વિના. શુ મારે તેને માફ કરી દેવો જોઇએ.”

         “બેટા તારી જીંદગીના નિર્ણયો તારે લેવાના છે. બસ હુ તને એક વાત જ કહેવા માંગુ છુ. આ દુનિયામાં દરેક વ્યકિત અલગ અલગ સ્વભાવ, ઇચ્છા ધરાવે છે અને એકથી વધુ વસ્તુને ચાહે છે. માતા પિતા, ભાઇ બહેન, મિત્રતા અને પતિ પત્નીનો પ્રેમ બધા પોતપોતાની જગ્યાએ અલગ અલગ સ્થાન ધરાવે છે. બધા સંબંધ સાથે જ જીંદગી નીકળે છે. ક્રિષ્ન એ જે કર્યુ તે એકને માન આપતા બીજાને અન્યાય થયો છે અને તે પોતાના કૃત્ય પર પછતાઇ પણ છે તો એક મોકો તારુ દિલ કહે તો તેને જરૂર આપવો જોઇએ.”

         “મમા થેન્ક્યુ વેરી મચ”

         ****************************

         “ક્રિષ્ના મને માફ કરવા બદલ અને મારી સાથે આવવા બદલ તારો ખુબ ખુબ આભાર. હુ હવે તને કયારેય અન્યાય નહિ થવા દઉ. હુ હમેંશા તારો સાથ નિભાવીશ.” ક્રિષ્ના ને તેડવા આવેલ ક્રિષ્ન એ કહ્યુ.

         “પપ્પા મમ્મી મારી મોટામાં મોટી ભુલ થઇ ગઇ. હવે હુ કયારેય ક્રિષ્નાનો સાથ નહિ છોડુ.”   

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4