ઢળતી સંધ્યાએ ભાગ : 4
વાર્તાનુ નામ : ઢળતી સંધ્યાએ ભાગ : 4 “ઓહ હો, સુભાષકુમાર, આવી ગયા તમે?” ઘરેથી ગુસ્સે થતો સુભાષ જેવો પોતાના મિત્રોને મળવા ગયો ત્યારે તેમાંથી એક મિત્ર રાજને મજાક કરતા પુછ્યુ. “રાજન હું જરાય મજાકના મુડમાં નથી અને એ પણ લગ્ન બાબતની મજાક તો જરાય સહન નહી થાય મારાથી તો પ્લીઝ તારો બકવાસ બંધ જ રાખ એ સારૂ છે.” સુભાષે સિગારેટ હાથમાં લેતા કહી જ દીધુ. “અરે યાર, કાલ્મ ડાઉન. લગ્ન બાદ આવી મજાક તો થાય જ હો. એમા ગુસ્સો ન ચાલે.” બીજા મિત્ર મહેશે કહ્યુ. “શું મજાક યાર???? લગ્ન..... લગ્ન...... લગ્ન...... અણગમતા બંધનમાં મને મમ્મી પપ્પાએ બાંધી દીધો અને એ પણ અણગમતા પાત્ર સાથે.” સિગારેટનો ઊંડો કસ ખેંચતા સુભાષે નિઃશાસો નાખતા કહ્યુ. “કેમ શું થયુ યાર? લગ્નના બીજા જ દિવસે આમ કેમ બોલે છે? સુહાગરાતમાં મજા ન આવી કે પછી.....???” રાજન બોલ્યો ત્યાંમહેશ અને નિલય બધા ખડખડાટ હસી પડ્યા. “રાજ્યા, મજાક નહી, તને કહ્યુ ને? નહી તો બે ચાર અવળા હાથની પડી જશે તને.” ગુસ્સાથી લાલચોળ થતો સુભાષ બોલી ઉઠ્યો.