Posts

સાર્થક પ્રેમ

Image
  સાર્થક પ્રેમ                     તે પથારીમાં તકિયામાં મોઢુ દબાવીને રડી રહી હતી. રડતા રડતા કયારે આંખ મળી ગઇ કાંઇ ખબર જ ન પડી. વહેલી સવારે એલાર્મ વાગતા તેની ઉંઘ ઉડી. તે ફટ કરતા પથારીમાં બેઠી થઇ ગઇ. મોડી રાત સુધી રડવાના કારણે તેની આંખો ખુબ જ બળી રહી હતી અને તેના શરીરમાં પણ કળતર થઇ રહી હતી. હવે બધુ ભુલીને ફટાફટ તૈયાર થવાનુ હતુ. કોલેજમાં આજે વહેલા જવાનુ હતુ.                     તડકો થતા પહેલા ટ્રેકિગ માટે પહોંચી જવાનુ હતુ. પેટમાં ખુબ જ ભુખ લાગી હતી. ઘરમાં રાતનુ ખાવાનુ બધુ પડ્યુ હતુ. કોઇએ ખાધુ ન હતુ. તે પોતાના રૂમમાંથી હોલમાં આવી. સોફા પર મમ્મી કુકડુ વળીને સુતી હતી. નૈનાએ મમ્મીને ચાદર લઇને ઓઢાળી દીધી. ઘરનુ બધુ કામ બાકી હતુ. તે ઝડપ ઝડપથી બધુ કામ કરવા લાગી તેની ફ્રેન્ડ સપના તેને બોલાવવા આવી ત્યારે હજુ તૈયાર થવાનુ પણ બાકી હતુ.              ...

જીવન સંધ્યા

Image
  જીવન સંધ્યા                    “શુ કરુ યાર કયારેક એમ થાય છે કે આ બધુ છોડીને જતો રહુ” એંસી વર્ષના મનોહરભાઇએ તેના મિત્ર જીવનભાઇને કહ્યુ.                     “માયા મુકીને કયાંય જવાતુ પણ નથી યાર. ગમે તેટલી મુશ્કેલી હોય જીવન બધાને ગમતુ જ હોય છે.”                     “જીવન, યાર તારુ નામ છે એટલે તને ગમે છે. કાલે તો દવા ખાઇ જ લીધી હતી પરંતુ આંખની ઝાંખપને કારણે ગ્લુકોઝ ખવાઇ ગયુ તે બચી ગયો. બાકી આજે તુ મારા ઘરે રડતો હોત.”                     “મનોહર આમ હિમ્મત ન હારી જવાઇ. તુ તો મોટો લડવૈયો હતો યાદ છે ને જીંદગીની ગમે તેવી તડકી છાંયીમાં કયારેય તું હાર્યો નથી. આ તારો સ્વભાવ નથી યાર.”         ...

આંચકા

Image
  આંચકા                          આજે શ્રુતિની સગાઇ હતી.આઠ વર્ષની શ્રુતિને તેના મિત્ર તથા ભાવિ પતિ ચંદ્રેશ સાથે રમવા જાવુ હતુ.પણ મમ્મીએ નવા કપડાં પહેરાવીને બેસાડી રાખી હતી.                     મોહનલાલને રાપરમાં દુકાન હતી.શ્રુતિ તેમની એકની એક દીકરી હતી.તેના બાળપણના ખાસ મિત્ર અને રાપરના હાલના સરપંચ રવજીભાઇના ખાસ આગ્રહથી તેમના એક ના એક દીકરા ચંદ્રેશ જે શ્રુતિ સાથે જ ત્રીજા ધોરણમાં ભણતો હતો.તેની સાથે આજે સગાઇ ગોઠવી હતી.શ્રુતિ અને ચદ્રેશને તો સગાઇ અને વિધિમાં કાંઇ ખબર ન હતી.બસ વડીલોના આગ્રહ પ્રમાણે બધુ કરતા હતા.                     મોહનલાલને રવજીભાઇ ખાસ મિત્રો હતા.નવરાશના સમયમાં તેઓ સાથે બેસીને વાતો કરતા.એમા એક દિવસ રવજીભાઇએ કહ્યુ કે આપણે આપણી મિત્રતાને સંબંધમાં ફેરવી દઇએ તો કેવુ સારું રહેશે.મોહનલ...