આંચકા
આંચકા
આજે શ્રુતિની
સગાઇ હતી.આઠ વર્ષની શ્રુતિને તેના મિત્ર તથા ભાવિ પતિ ચંદ્રેશ સાથે રમવા જાવુ
હતુ.પણ મમ્મીએ નવા કપડાં પહેરાવીને બેસાડી રાખી હતી.
મોહનલાલને
રાપરમાં દુકાન હતી.શ્રુતિ તેમની એકની એક દીકરી હતી.તેના બાળપણના ખાસ મિત્ર અને
રાપરના હાલના સરપંચ રવજીભાઇના ખાસ આગ્રહથી તેમના એક ના એક દીકરા ચંદ્રેશ જે શ્રુતિ
સાથે જ ત્રીજા ધોરણમાં ભણતો હતો.તેની સાથે આજે સગાઇ ગોઠવી હતી.શ્રુતિ અને ચદ્રેશને
તો સગાઇ અને વિધિમાં કાંઇ ખબર ન હતી.બસ વડીલોના આગ્રહ પ્રમાણે બધુ કરતા હતા.
મોહનલાલને
રવજીભાઇ ખાસ મિત્રો હતા.નવરાશના સમયમાં તેઓ સાથે બેસીને વાતો કરતા.એમા એક દિવસ
રવજીભાઇએ કહ્યુ કે આપણે આપણી મિત્રતાને સંબંધમાં ફેરવી દઇએ તો કેવુ સારું
રહેશે.મોહનલાલને પણ રવજીની વાત ગમી ગઇ.
સગાઇ
પછી શ્રુતિ અને ચંદ્રેશ રમવા લાગ્યા.બિચારા નાસમજીની ઉમરમાં સંબંધમા બાંધી
દીધા.શાળાએ જઇને બન્ને ફરીથી બાળસહજ રમતમાં ગુથાઇ ગયા.થોડા દિવસ બાદ પ્રજાસત્તાક
દિન હતો.શ્રુતિ અને ચંદ્રેશ બન્ને શાળાએ ગયા ન હતા અને પોતપોતાના ઘરે હતા.ઓચિંતા
ધરતી ધ્રુજવા લાગી.મોહનલાલ હજી દુકાને જવા નીકળ્યા હતા.શ્રુતિની મમ્મી વાસંતીને
ખબર પડી ગઇ કે ભૂંકપ આવ્યો છે.વાસંતી શ્રુતિને તેડીને સોડમાં છુપાવીને બહાર નિકળવા
ગઇ ત્યાં મકાન દિવાલ પડતા દબાઇ ગઇ.ત્યાં જ પ્રાણપંખેરુ ઉડી ગયા.પણ સોડમાં રહેલી
શ્રુતિ હેમખેમ બચી ગઇ.રસ્તામાંથી જ બચતો બચતો મોહનલાલ ઘરે આવ્યો અને વાંસતીની હાલત
જોઇને મોહનલાલને ખબર પડી ગઇ કે હવે તેમાં જીવ નથી પણ શ્રુતિને ઝડપથી સોડમાંથી તેડી
લીધી.વાસંતીએ શ્રુતિને કંઇ ટોચો પણ પડવા નહતો દીધો.ચારેબાજુ મોતનુ માતમ હતુ બધા જ
ઘરો પડી ગયા હતા.મિત્રો પાડોસી બધાની લાશો પડેલી હતી અને દબાયેલાની ચીસોથી વાતાવરણ
ભયંકર હતુ.
મોહનલાલ
શ્રુતિને વળગીને આઘાતનો માર્યો પોક મુકીને રડવા લાગ્યો.થોડીવાર પછી તેને ભાન થયુ
કે દબાયેલાને કાઢવા લાગે તો કદાચ કોઇક નો જીવ બચી શકે આથી શ્રુતિને જ ગળે વળગાડીને
આમતેમ બધાને બચાવવા દોડવા લાગ્યો.
કાટમાળ
હટાવતા કોકની કપાયેલી લાશો હતી તો કોકના દબાયેલા શરીર.આડોશ પાડોશ મિત્રોની આવી
હાલત જોઇ મોહનલાલનું મગજ ફરવા લાગ્યુ.તે શ્રુતિને તેડીને રસ્તા વચ્ચે રડવા
લાગ્યો.શ્રુતિ પણ રડતી જ હતી.બચી ગયેલા લોકો પણ રડતા રડતા કાટમાળ વચ્ચે સ્વજનોને
શોધતા હતા.
રસ્તા
વચ્ચે મોહનલાલ ક્યાય સુધી બેસી રહ્યો.રાત પડી ગઇ છતાંય લોકોની ચીસોને રુદન સંભળાતા
હતા.નાનકડી શ્રુતિ પણ આ જોઇને અવાચક બની ગઇ હતી.ભુખ તરસનું કોઇને ભાન ન
હતુ.સ્વયંસેવકો આવી ગયા હતા.
બીજે
દિવસે ઘણા ડોકટરો અને સ્વયંસેવકોની ટીમ આવી ગઇ.તેમાંથી એક ટુકડીએ મોહનલાલને પુછયું
તમારે મદદની જરૂર છે.ત્યારે મોહનલાલે કહ્યુ કે મારે જુનાગઢ જાવુ છે.મારી પત્નિની
અંતિમક્રિયા કરીને મારે જુનાગઢ જાવુ છે.અત્યારે ગંભીર પરિસ્થિતિમાં સ્મશાનની હાલત
ખરાબ હતી.વળી મ્રુતદેહોની સંખ્યા અઢળક હતી કે ગામની બહાર સ્વયંસેવકોએ કામચલાઉ
સ્મશાનની વ્યવસ્થા કરી હતી.
વાસંતીની
અંતિમ ક્રિયા પુરી કરીને મોહનલાલને વાહનની મદદથી થોડા દિવસોમાં જુનાગઢ મોકલી
દેવામાં આવ્યો.જુનાગઢ તેનો મિત્ર રહેતો હતો.મોહનલાલ અનાથ હતો અને અનાથઆશ્રમમાં જ
મોટો થયો હતો.તેનો મિત્ર દિવાકર પણ તેની સાથે જ આશ્રમમાં હતો.દિવાકરને અત્યારે
જુનાગઢમાં પોતાનો ધંધો હતો.
મોહનલાલ
શ્રુતિને લઇને દિવાકરના ઘરે ગયો.દિવાકર ખુબ જ ધનવાન હતો.આથી તેની પાસે બે મકાન હતા
તેમાંથી એક આખે આખુ મોહનલાલ અને તેની દીકરી શ્રુતિને રહેવા આપી દીધુ. મોહનલાલને તે પોતાના ધંધામા પણ સાથે
લઇ જવા લાગ્યો.દિવાકરની પત્ની મેઘના પણ ખુબ ભલી સ્ત્રી હતી આથી તે પોતાના બાળકો
સાથે શ્રુતિનો ઉછેર પણ કરવા લાગી.
બીજી
બાજુ ભુંકપના કારણે રવજીનુ આખુ કુંટુબ દબાયને મરી ગયું.માત્ર એક ચંદ્રેશ જ શેરીમાં
રમતો હતો.અને બચી ગયો તેના કુંટુબ પરિવારના બધા સભ્યો મ્રુત્યુ પામ્યા હતા.બિચારો
એકલો સ્વયંસેવકોની છાવણીમાં રહેતો હતો તેના આઁસુ સુકાતા ન હતા.છાવણીમાં બધા તેના
જેવા જ હતા કોઇક મોતની પથારીએ હતા તો કોઇકનો આખો પરિવાર છીનવાઇ ગયો હતો.કોણ કોને
સહાનભુતિ આપે?
એક
વિદેશમાં રહેતુ ભારતીય દંપતિ સ્વયંસેવક તરીકે કામ કરવા રાપર આવ્યું હતું.નિશા અને
દેવેશ દસ વર્ષથી લંડન રહી નોકરી કરતા હતા.તેની પાસે અઢળક ધન હતુ પરંતુ કોઇ સંતાન ન
હતુ.આથી તેઓ સમાજસેવાના કાર્યમાં હમેંશા આગળ રહેતા હતા.ભૂકંપના સમાચાર સાંભળીને
તેઓ રજા મુકીને દોડતા મદદ કરવા આવી પહોંચ્યા.
ચંદ્રેશની
હાલત જોઇ તેમને ખુબ દુ:ખ થયુ.તેને આશરો આપવા તેઓએ ચંદ્રેશને ગોદ લેવા નક્કી
કર્યુ.નિશા ચંદ્રેશને દીકરો ગણીને સાચવવા લાગી.એક મહિનો કામગીરી કરીંને ચંદ્રેશને
ગોદ લેવાની બધી કાનુની વિધિ પતાવી.તેઓ ચંદ્રેશને લઇને લંડન જતા રહ્યા.તેણે
ચંદ્રેશનુ નવુ નામ પણ પાડયું.સારામાં સારી સ્કુલમાં દાખલ કરાવ્યો અને તે બધુ દુ:ખ
ભુલી જાય માટે રમકડા તથા ગેમ્સના ઢગલા લાવી દીધા અને ફરવા લઇ જવા લાગ્યા.
થોડા
સમય બાદ મોહનલાલની હાલતમાં સુધારો આવવા લાગ્યો.આથી દિવાકર અને તેની પત્નીએ
મોહનલાલને બીજા લગ્ન કરવા કહ્યુ.થોડીવાર તેણે આનાકાની કરી પછી શ્રુતિ ખાતર હા પાડી
દીધી.બાજુના ગામમાંથી સખીઓ દ્વારા મેઘનાએ એક છોકરી શોધી દીધી,જેનુ નામ ભુપતિ હતુ
અને તેના પહેલા પતિનુ અવસાન થઇ ગયુ હતુ.શ્રુતિ ખાતર દિવાકરે ભુપતિ સાથે બીજા લગ્ન
કરી લીધા.
દિવાકરે
તેને પોતાનુ મકાન કાયમી રહેવા માટે મોહનલાલને આપી દીધુ અને ગામમાં અલગ એક દુકાન પણ
કરી આપી.મિત્રની ભાવના જોઇ મોહનલાલની આખઁમાં આંસુ આવી ગયા.ભુપતિ શરૂઆતમાં શ્રુતિને
તથા ઘરને સારી રીતે સાચવતી હતી.પછી ધીરે ધીરે પોતાનો રંગ દેખાડવા લાગી.મોહનલાલ તો
આખો દિવસ દુકાને જ રહેતો હતો.સાંજે થાકેલો આવીને સુઇ જતો હતો.આખો દિવસ ભુપતિ ઘરમાં
એકલી હોય.તે ધીરે ધીરે શ્રુતિ પાસે ઘરનુ બધુ કામ કરાવવા લાગી.તેને માર મારવા
લાગી.મોહનલાલ આવે તે પહેલા શ્રુતિને સુવડાવી દેતી અને મોહનલાલ સવારે સુતો હોઇ
ત્યારે શ્રુતિ શાળાએ જતી રહેતી.બાપ દીકરી કયારેય ભેગા ન થતા.શ્રુતિ બિચારી એકલી
રડીને દુ:ખ સહન કરતી રહેતી.હવે જેમ જેમ શ્રુતિ સહન કરતી ગઇ તેમ ભુપતિ નો ત્રાસ
વધવા લાગ્યો.તે શ્રુતિને લેશન પણ ન કરવા દેતી.
એક
દિવસ શ્રુતિને ઘરનુ કામ સોંપીને ભુપતિ પોતાના માતા-પિતાના ઘરે ગઇ હતી.પાછળથી
શ્રુતિ દોડીને મોહનલાલની દુકાને જઇ બધી વાત કરી.મોહનલાલ ખુબ રડવા લાગ્યો જે
દીકરીના સહારા માટે બીજા લગ્ન કર્યા તે દીકરીને જ નવી માં દુ:ખ આપવા લાગી.મોહનલાલ
દુરદર્શી માણસ હતો.તેને ઘરે જઇને ભુપતિને સમજાવી પણ તે તો ઉલટાની ફરી ગઇ અને
શ્રુતિ ખોટી ચુગલી કરે છે.એવો આરોપ મુકીને શ્રુતિને બે તમાચા ચોડી દીધા.મોહનલાલે
પણ ભુપતિ સાથે ઝઘડો કર્યો.
મોહનલાલ
હવે સમજી ગયો કે ભુપતિ સમજે એમ નથી આથી તેણે શ્રુતિને ભણવા માટે હોસ્ટેલમાં મુકી
દીધી.વેકેશનમાં પણ તે કલાસ કરવા હોસ્ટેલમાં જ રોકાતી.મોહનલાલ પંદર દિવસે તેને મળી
આવતો.દિવાકરને ખબર પડતા,દિવાકર અને તેની પત્ની મેઘના પણ ભુપતિને સમજાવવા
આવ્યા.પરંતુ,તમે એક બાળકની વાતો માનીને મને સમજાવો છો એમ કહી દિવાકર અને મેઘના
સાથે પણ ભુપતિએ ઝઘડો કર્યો.
મોહનલાલે
તો નસીબ પર બધુ છોડી દીધુ.શ્રુતિ ભણવામાં ખુબ જ હોશિયાર હતી.તેને બારમા ધોરણ પછી
મેડીકલ લાઇન લીધી અને અમદાવાદ ભણવા જતી રહી.ત્યાં તેની મુલાકાત રોકી સાથે થઇ.રોકી
ભણવામાં ખુબ જ તેજસ્વી હતો અને વળી પાછો મિલનસાર અને સંસ્કારી પણ.કોઇ પણ
વિદ્યાર્થીઓને ભણવામાં કોઇ પણ મુશ્કેલી હોય તે રોકી પાસે જતા.
આવી
રીતે એકવાર શ્રુતિ પણ રોકી પાસે એક પ્રશ્ન શિખવા ગઇ અને તેમાંથી બંન્નેની મિત્રતા
થઇ.મિત્રતાએ કયારે પ્રેમનું સ્વરૂપ લઇ લીધુ બંન્ને ખબર પણ ના પડી.અભ્યાસપુર્ણ થતા
બંને એ લગ્ન કરવાનુ નક્કી કરી લીધુ.
ભૂપતિને
ખબર પડી ગઇ કે શ્રુતિ ને પ્રેમ લગ્ન કરવા છે.તેને થયુ કે વર્ષો પહેલા કરેલી
ફરિયાદનો હવે બદલો વાળવાનો સમય આવી ચુક્યો છે. શ્રુતિનો
અભ્યાસપૂર્ણ થતા ભૂપતિ ને પ્રેમથી સમજાવી ઘરે લઇ આવી. શ્રુતિએમ કે ભૂપતિનુ હ્રદય
પરિવર્તન થઇ ગયુ છે.તેથી તે ભોળાભાવે ઘરમાં આવી ગઇ.
મોહનલાલ
થોડા દિવસ બહારગામ ગયો હતો.ભૂપતિએ શ્રુતિને ઘરમાં પુરી દીધી અને રોકીને મારવા માટે
માણસો મોકલ્યા.રોકીને ભૂપતિએ મોકલેલા માણસોએ ખુબ જ માર્યો.પોલીસ આવી જતા તેઓ
ભાગીને જતા રહ્યા.આ બાજુ મોહનલાલ ઘરે આવી જતા શ્રુતિને છોડાવીને ભૂપતિને ઘરમાંથી
કાઢી મુકી.
રોકી
પોતાનો ઇલાજ કરાવી શ્રુતિને મળવા આવ્યો.મોહનલાલ પણ તેને મળીને ખુબ જ ખુશ થયા.તેની
સાથે શ્રુતિનો સંબધ નક્કી કરી દીધો.વાતચીતમાં મોહનલાલને ખબર પડી કે રોકી જ ચંદ્રેશ
છે જેની સાથે વર્ષો પહેલા શ્રુતિની સગાઇ કરવામા આવી હતી.
લેખકનુ
નામ: ભાવિષા ગોકાણી

Comments
Post a Comment