ધ્રુજવતો બંગલો
ધ્રુજવતો બંગલો (1) વિનય, દિવ્યા, સોનાક્ષી, મયુર અને વૃંદા તથા સમિર આજે વેકેશન પછી પ્રથમ વખત મળ્યા હતા. તેઓ આજે ખુબ જ ખુશ હતા. આજે કોલેજના લેક્ચર બંક કરીને તેઓ કેન્ટિનમાં બેઠા હતા. વેકેશન બાદ મળ્યા હતા તેથી તેઓની વાતો અને ગપશપ આજે ખુટવાની જ નહતી. ઘર, વેકેશનમાં કરેલી પ્રવૃતીઓ અને બીજા ઘણા ટોપિક પર બસ વાતો જ ચાલુ હતી. આમ તો તેઓ આખા વેકેશન દરમિયાન વૉટ્સ અપ અને ફોન કૉલ કરતા જ હતા પણ રૂબરૂ મળીને આજે તેઓને વધારે મજા આવતી હતી. વિનય અને મયુર હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતા હતા. સોનાક્ષી અને વૃંદા પણ ગર્લ્સ હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતા હતા. જ્યારે સમીર અને દિવ્યા તો શહેરમા જ રહેતા હતા, તેથી તેઓ તો ઘણીવાર મળતા હતા. વિનય, સોનાક્ષી, મયુર અને વૃંદા એ બધા નજીકના અલગ અલગ ગામડાઓમા રહેતા હતા તેથી તો તો વેકેશન દરમિયાન ક્યારેય મળી શકતા ન હતા. કોલેજમાં તેઓનુ ગ્રુપ બિન્દાસ અને નીડર ગ્રુપ તરીકે જાણીતુ હતુ તેઓનુ છ જણાની મિત્રતા ખુબ જ પાકી હતી. તેઓ મુશ્કેલીમાં મુકાયેલ વ્યકિતઓની મદદ કરતા અચકાતા નહી અને અન્યાય સામે કયારેય ઝુકતા નહી. આજે બધા વાતોના ગપાટા સાથે નાસ્તો લેતા હતા ત્યાં દુ