ગુનેગાર કોણ? - 4
ગુનેગાર કોણ? ભાગ : 4 બોસની વાઈફનો ફોન આવતા તે બોરિયતથી બચી બહાર નીકળી આવ્યો. કેબિનમાંથી બહાર આવતા ઘડિયાળમાં જોયું તો પાંચ વાગી ગયા હતા. તે ફટાફટ ઘરે જવા નીકળ્યો. મુંબઈની ટ્રાફિકમાંથી નીકળવું તેના કરતાં સ્વર્ગ પાર કરી લેવું સહેલું પડે માંડ બેકરીમાંથી સાંજ માટે ટોસ લીધા ઘરે પહોંચતા સાડા છ વાગી ગયા. દરવાજો ખોલતાની સાથે ફરી ફોન ચેક કર્યો ફરી તેનો મિસ્ડ કોલ ન હતો. બેગ સોફા પર ઘા કરી તે બાથરૂમમાં ઘૂસી ગયો. પહેરેલા કપડે શાવર ચાલુ કરી દીધો. અચાનક ફોન યાદ આવતા તેને ખિસ્સામાંથી શાવર બંધ કરી ખિસ્સામાંથી ફોન ઊંચો મૂકી દીધો. ફરી શાવર ચાલુ કરી તે વિચારવા લાગ્યો. વિચારોની કેસેટ આગળ ચાલે ત્યાં જ ફોન વાગ્યો રીગ વાગતા જ હૈયું ધબકારો ચૂકી ગયું. શાવર બંધ કરી કાંપતા હાથે ફોન લીધો. તેના ખાસ મિત્ર વિદિતનું નામ ફ્લેશ જોઈને હાશકારો થયો રીગ પૂરી થાય તે પહેલા તેને ફોન ઉપાડી લીધો, “પ્રાથુ, આટલી વાર?” વિદિતએ સામેથી કહ્યું. ...