નકશો - 3
પ્રકરણ-૩
“નેન્સી
પ્લીઝ સ્ટોપ ઇટ યાર. તુ જા ઓસ્ટ્રેલિયા અને તારી લાઇફ એંજોઇ કર અને મને અહીં મારા
હાલ પર રહેવા દે.” નેન્સી નો હાથ છોડાવીને ગુસ્સા પુર્વક અક્ષયે કહ્યુ.
“સોરી
યાર પ્લીઝ મને માફ કરી દે. તારા ગયા બાદ મને મારી ભુલનો અહેસાસ થયો. હું તારા વિના
નહી જીવી શકુ મને માફ કરી દે.”
“માફી
માટે હવે કોઇ અવકાશ જ નથી. તું જા અહીંથી તારો મોહ થોડા ટાઇમમાં ઉડી જશે અને તને
મારા જેવા અનેક મળી રહેશે.”
આ
બધી ચર્ચાના અવાજથી નિશાંતની ઉંઘ ઉડી ગઇ,
“શુ
થયુ અક્ષય?” તેનો અવાજ સાંભળીને નેન્સી રૂમમાંથી જતી રહી. નિશાંત ઉઠીને અક્ષય પાસે
આવ્યો.
“કંઇ નહિ ભાઇ. હુ તો વરસાદની ધુનમાં કવિતા ગણગણતો હતો.”
“અક્ષુ,
હું તારી પર્સનલ મેટર પર સલાહના ઢગલા નહિ આપુ તુ મેચ્યોર છે અને તારી લાઇફના
નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે પરંતુ એક વાત યાદ રાખજે કે જે છોકરી તારા માટે
પોતાનો દેશ છોડી એટલા સુધી આવી છે તેની લાગણીને કોઇ ઠેસ ન પહોંચે.”
“તમે
ચિંતા જરાય ન કરજો. હુ કોઇને દુ:ખ ન પહોંચાડી શકુ.” આટલુ બોલીને તે નિશાંતને ભેટી
પડ્યો.
“ચાલ
હવે સુઇ જા. આ વરસાદ રોકાઇ એમ લાગતુ નથી. અત્યારે આરામ કરી લે કાલે રાત્રે કદાચ
જાગવુ પડે તો એનર્જી રહે આપણી પાસે.”
“હા,
ભાઇ ચાલો.”
****************************************
બીજો
દિવસ પણ આસપાસના નજારા જોવામાં જ ગયો. અક્ષયને તેમાં જરાય રસ ન હતો પરંતુ દિવસમાં
તો કયાંય જઇ શકાય તેમ ન હતુ. બપોર બાદ જ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો એટલે રિસોર્ટમાં
આવીને રોકાવુ પડયુ.
“મહેશ
અંકલ આવા વરસાદી માહોલમાં જંગલમાં અંદર જવુ શકય છે?”
“અઘરુ
તો ખુબ જ છે પરંતુ હવે આવ્યા છીએ તો વરસાદ બંધ થાય એટલે હિમ્મત કરી લઇએ રસ્તો
જાણીતો છે એટલે ફટાફટ પહોંચી જઇશુ.”
“અહીંથી
તમને રસ્તો મળી જઇશે?” નિશાંતે પુછ્યુ.
“પરફેકટ
તો યાદ નથી પરંતુ અહીંથી બહુ દુર નથી અને આપણી પાસે નકશો તો છે જ ને.”
“હા,
અંકલ હું નકશો મારી પાસે જ રાખુ છુ અને ફોનમાં પણ ફોટો પાડીને રાખ્યો છે. કયારે
અચાનક જવાનુ થાય.”
“વેરી ગુડ બેટા.”
****************************
મોડી
રાત થઇ તો પણ વરસાદ બંધ થવાને બદલે ખુબ જ વધી રહ્યો હતો. અક્ષય પણ આગલી રાતના
ઉજાગરાને કારણે સુઇ જ ગયો અને ધીરે ધીરે બધા સુઇ ગયા. રાત્રે અચાનક જ અક્ષયને કોઇ
ઉઠાડવા લાગ્યુ.
“ઉઠ
યાર વરસાદ બંધ થઇ ગયો છે.” આંખો ચોળીને જોયુ તો નેન્સી હતી.
“તુ
જા ને અહીંથી યાર.”
“હા
જતી રહીશ પહેલા ચાલો આપણે નીકળી જઇએ વરસાદ બંધ થઇ ગયો છે.”
“કયાં
જવુ છે?” અક્ષયે આશ્ચર્યથી પુછ્યુ.
“ખજાનાની
શોધ કરવા માટે”
“તને કેમ ખબર પડી? અને તારે ક્યા આવવાનુ છે?”
“એ
બધુ છોડ ચાલ સવાર થાય ત્યાં સુધી નીકળી જઇએ.” બંન્નેનો અવાજ સાંભળી નિશાંત અને
મહેશ કાકા પણ ઉઠી ગયા. બધા ઉઠીને ફટાફટ તૈયાર થઇ ગયા. જંગલમાં જવા માટે બેગ અને
બધુ તૈયાર જ હતુ. તે લઇને બધા છાનામુના ચોરીછુપે નીકળવા લાગ્યા. નેન્સીને ના પાડી
છતાંય તે બધા સાથે નીકળી ગઇ. રાત્રિનુ ઘોર અંધારુ હતુ અને જંગલના ઉચા ઉચા ઝાડ
વચ્ચે રસ્તો પણ દેખાતો ન હતો અને તેમાંય વરસાદી ચીકણી જમીન. બધા લસરતા પડતા અજવાળુ
થયુ ત્યાં સુધીમાં થોડે જ દુર સુધી પહોંચી શક્યા હતા છતાંય થાકીને લોટ પોટ થઇ ગયા.
“થોડી
વાર અહીં બેસી જઇએ.” ખુલ્લી જમીન પર બેસતા નેન્સીએ કહ્યુ.
“તારે
બેસવુ હોય તો બેસ અમે તો આ ચાલ્યા” હાથમાં લાકડીનો ટેકો લઇને ચાલતા ચાલતા અક્ષયે
કહ્યુ.
“અક્ષય,
બેસ થોડીવાર નાસ્તો કરી લઇએ ખુબ જ થાક લાગ્યો છે.” મહેશ અંકલ પણ નેન્સી પાસે બેસી
જ ગયા.
“હા અક્ષય થોડી વાર ફ્રેશ થઇને નીકળી અજવાળામાં વાર નહિ લાગે.” બધાની જીદ સામે અક્ષયે પણ બેસી જવુ પડ્યુ. બધાએ થોડી વાર સાથે લઇ આવેલ નાસ્તો કર્યો. મહેશ અંકલે નેન્સીને પણ નાસ્તો આપ્યો અને થોડી વાર ફ્રેશ થઇને નીકળી ગયા. જંગલી જનાવરોની બીક વચ્ચે તેઓ ધીરે ધીરે સાવચેતીથી ચાલી રહ્યા હતા. જંગલની નીરવ શાંતિ વચ્ચે સંભળાતી પ્રાણીઓની ત્રાડ વાતાવરણને ખુબ જ બિહામણુ બનાવી રહી હતી. થોડી વાર થઇ એટલે સુરજદાદાએ પ્રકોપ વરસાવવાનો શરૂ કરી દીધો. સાગ અને શાલના ઉંચા ઝાડ વચ્ચે તડકો તો ખુબ જ ઓછો આવતો હતો પરંતુ ગરમીનો પારો વધવા લાગ્યો હતો. રસ્તામાં ઝરણુ આવ્યુ એટલે નેન્સી તેમાં પગ દઇને ચાલવા લાગી. મસ્તીથી ગીત ગણગણતા બધા જતા હતા પરંતુ તેઓને કયાં ખબર હતી કે જંગલની મુસાફરી ધારણા જેવી સહેલી હોતી નથી.
હાથમાં
લાકડી, ગળામાં દુરબીન પહેરીને મહેશ અંકલ સૌથી આગળ ચાલી રહ્યા હતા અને તેની થોડે જ
પાછળ અક્ષય ચાલી રહ્યો હતો. જે થોડી થોડી વાતે નકશામાં જોઇને સાચો રસ્તો છે તે
તપાસ કરતો જતો હતો. નેન્સી છેલ્લે ઝરણામાં પગ મુકીને પાણીમાં ધીરે ધીરે ચાલી રહી
હતી અને તેને કંપની આપવા નિશાંત પણ ધીરે ધીરે તેનાથી થોડે જ આગળ ચાલી રહ્યો હતો.
અચાનક જ તેના પગમાં કાંટો વાગતા તે નીચે ઝુકીને પગમાંથી કાંટો કાઢવા લાગ્યો અને
તેના કાન પર નેન્સીની ચીસ સંભળાયી અને તેને ગળામાં પહેરેલી સીટી જોરથી વગાડી. કોઇ આગળ પાછળ થઇ જાય અને કોઇને કાંઇ
મુશ્કેલી પડે તો બધાએ ગળામાં સીટી પહેરી હતી. જેને વગાડવાથી બધાએ એક જગ્યા એકઠુ થઇ
જવાનુ નક્કી કર્યુ હતુ. નિશાંતે સીટી વગાડી એટલે અક્ષય અને મહેશ અંકલ દોડતા પાછા
આવ્યા. એક વિરાટકાય મગરે નેન્સીના પગને પકડી લીધો હતો અને નિશાંત તેને બચાવવાની
કોશિષ કરી રહ્યો હતો. અક્ષયે આવીને ત્વરિતતાથી મગર પર ચાકુથી હુમલો કર્યો. ઉંડો ઘા
લાગતા તેને નેન્સીનો પગ છોડી દીધો અને જીવ બચાવવા તે પાણીમાં જતો રહ્યો. નેન્સી
અને મગરના લોહીથી કિનારાનુ પાણી આખુ લાલ રંગનુ બની ગયુ હતુ. નેન્સી નીચે બેસી ગઇ
અને દર્દના કારણે કણસવા લાગી.
“ભાઇ
આને મુકી આવો. આના કારણે આપણે બધા નકામા મુશીબતમાં ફસાઇ જઇશુ.”
“અક્ષય,
આની હાલત તો જો પહેલા તેનો ઇલાજ કરવો જરુરી છે.”
“ના
પાડી હતી છતાંય આવી જંગલની સફર આવા પોકટ લોકોની કામની વાત નથી.”
“બસ
અક્ષય બસ” તેઓ ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ મહેશ અંકલ થોડા પાંદડા લઇ આવ્યા અને
તેને વાટીને નેન્સીના ઘાવ પર ભરી દીધા અને સાથે લાવેલી દર્દશામક ઔષધિ પણ પીવડાવી
દીધી એટલે નેન્સીને સારુ લાગ્યુ.
“જયા
સુધી તુ મારી લાગણીને સમજી નહીશ ત્યાં સુધી હુ તારો પીછો છોડીશ નહિ.”નેન્સીએ ઉભા
થતા કહ્યુ.
“તારે
જે કરવુ હોય તે કર હુ તો આ ચાલ્યો.” અક્ષય ચાલવા લાગ્યો એટલે બધા તેની પાછળ ચાલવા
લાગ્યુ.
“નેન્સી,
મે આઇ હેલ્પ યુ?” નિશાંતે નેન્સીને હાથ આપતા પુછ્યુ.
“નો
નો ઇટસ ઓ.કે એન્ડ થેન્ક્યુ સો મચ.”
“વેલકમ
અને તુ ચિંતા ન કર અક્ષય રુડ હોવાનુ ભલે ગમે તેટલી કોશિષ કરે તે તને કયારેય દુ:ખી
નહિ કરી શકે.”
“તેનો
વાંક નથી ભુલ મારી જ છે. તેનુ પરિણામ મારે ભોગવવુ જ રહ્યુ.” પાછળ ધીરે ધીરે નેન્સી
અને નિશાંત વાતો કરતા કરતા આવી રહ્યા હતા ત્યાં જ અક્ષયે બુમ પાડી આવી રીતે ધીરે
ધીરે આવશો તો આવતા જન્મે પહોંચીશુ. હમણાં અંધારુ થઇ જશે અને કોઇ સુરક્ષિત જગ્યા
નહિ મળે તો જંગલી જનાવર ફાડી ખાશે.” અક્ષયની બુમ સાંભળીને નેન્સી અને નિશાંત ઝડપથી
ચાલવા લાગ્યા. મહેશ અંકલે લગાવેલ લેપથી નેન્સી નો દુ:ખાવો સાવ ગાયબ જ થઇ ગયો હતો.
તેને યાદ પણ ન રહ્યુ કે તેને ઉંડો ઘાવ લાગ્યો છે.
થોડે દુર ગયા ત્યાં મહેશ અંકલ એક
ખુલ્લી જમીન પર બેઠા હતા અને અક્ષય ત્યાં પાસે ઉભો હતો
“ચાલવાનુ
હતુ એટલે આપણે બપોરે જમ્યા ન હતા. પરંતુ અત્યારે અંધારુ થાય તે પહેલા જમી લઇએ અને
રાત્રે સુવા માટેની સુરક્ષિત વ્યવસ્થા કરી લઇએ. તમે લોકો ફાયરની વ્યવસ્થા કરો હુ
થોડા ખાવા લાયક ફળો લઇને આવુ” મહેશ અંકલે બોલીને નીકળી ગયા.
“અક્ષય
તુ અહિ નેન્સી સાથે અહી રોકાય જા હુ આસપાસથી સુકા લાકડા શોધી લાવીશ.”
“ભાઇ
હુ પણ આવુ જ છુ.” થોડી વારમાં નિશાંત અને અક્ષય સુકા લાકડા શોધી લાવ્યા અને મહેશ
અંકલ પણ ફળો શોધી લાવ્યા. આગ પેટાવીને તેઓ સાથે લાવેલો સુકો નાસ્તો અને ફળો ખાવા
લાગ્યા. જમી લીધા બાદ તંબુ બાંધી લીધુ. મહેશ અંકલે આસપાસ થોડો સ્પ્રે કરી દીધો.
“આ
દવાથી ઘણા જનાવરો દુર રહેશે અને હું થોડીવાર બહાર આગની રખેવાળી અને જનાવરનુ ધ્યાન
રાખુ છુ. તમે લોકો થોડી વાર આરામ કરી લો. પછી હુ જરાક આરામ કરી લઉ વહેલી સવારે મને
ઉઠાડી દેજો વહેલા નીકળી જઇશુ.”
“અંકલ
હુ પણ તમારી સાથે જાગુ છુ.” અક્ષયે કહ્યુ.
“બેટા
તુ આરામ કરી લે મારી હવે ઉમર થઇ છે. મારે ઓછી ઉંઘ ચાલે તમે લોકો આરામ કરી લો.”
“અક્ષુ,
નેન્સીની પીડાને કારણે તે ભલે આરામ કરી લે. થોડી વાર બાદ આપણે બંન્ને જાગીશુ.”
અક્ષય
પણ નિશાંત સાથે સુઇ ગયો અને નેન્સી એક ખુણામાં સુઇ ગઇ. પરોઢના પંખીઓનો અવાજ આવ્યો
ત્યારે મહેશ અંકલે બધાને ઉઠાડ્યા.
“અંકલ સવાર પડી ગઇ? તમે અમને ઉઠાડ્યા પણ નહિ?” અક્ષયે ફટાફટ ઉઠીને પુછ્યુ.
“મને
રાત્રે જરાય ઉંઘ આવતી ન હતી એટલે મેં તમને લોકોને આરામ કરવા દીધા.”
“અંકલ આવુ ન કરાય તમારે થોડો આરામ તો
કરી લેવાય ને” નિશાંતે પણ કહ્યુ.
“બેટા મારી ચિંતા ન કરો. મને આવા ઘણા
ઉજાગરાની આદત છે. ચાલો તમે ફટાફટ ફ્રેશ થઇ જાઓ. હુ અહીંથી બધુ એકઠુ કરુ છુ. જલ્દી
નીકળી જઇએ.” મહેશ અંકલે કહ્યુ.
***********************
“તમને વિશ્વાસ છે આ જ ગુફા છે?”
ગુફાના મુખ પાસે પહોંચીને અક્ષયે કહ્યુ.
“હા, બેટા આ જ ગુફા છે.” મહેશ અંકલે
કહ્યુ. સાંજ ઢળવા લાગી હતી.
“અત્યારે રાત પડવા લાગી અંદર આરામ
કરીને સવારે નીકળીશુ ને?” નિશાંતે પુછ્યુ.
“હા, બેટા ખજાનો થોડો અંદર છે સવારે
અજવાળામાં જઇશુ અત્યારે અહી ભોજન લઇને આરામ કરી લઇએ. વહેલી સવારે હું તમને અંદર લઇ
જઇશ.” બધાએ ખુશીથી નાસ્તો કર્યો અને રાત્રે આરામથી સુઇ ગયા. તેઓને કયાં ખબર હતી કે
સવારે તેની સાથે શુ થવાનુ છે?
વહેલી સવારે નેન્સીને પગમાં કાંઇ
સરકતુ હોય તેવુ લાગ્યુ તે ડરીને ઉઠી ગઇ. તેને ચીસાચીસ કરી મુકી એટલે બધા જાગી ગયા.
ખુબ જ અંધારુ લાગી રહ્યુ એટલે અક્ષયે બેટરીના પ્રકાશ વડે જોયુ તો જે દરવાજાથી તેઓ
અંદર આવ્યા હતા તે બંધ હતો. સરકતી હતી તે વસ્તુ આસપાસ કયાંય દેખાઇ નહિ. ખુબ જ
અંધારુ હતુ. મહેશ અંકલ પણ તેની સાથે ન હતા.
“ભાઇ,
હુ પહેલા દરવાજો ખોલી આવુ પછી અંકલને શોધીએ.”
“હા,
કાંઇ દેખાતુ જ નથી.”
અક્ષયે
બેટરીના પ્રકાશ વડે માંડ માંડ દરવાજા પાસે પહોંચ્યો અને ધીરે ધીરે દરવાજો ખોલવાનો
પ્રયાસ કર્યો પરંતુ પથ્થરનો બનેલો તે મજબુત દરવાજો ખુલવાનુ નામ જ લેતો ન હતો.
નિશાંત અને નેન્સી પણ મદદ કરવા માટે આવ્યા પરંતુ દરવાજો ખુલતો જ ન હતો.
“મહેશ
અંકલ મહેશ અંકલ” તેઓ મોટે મોટે બુમો પાડવા લાગ્યા પરંતુ કોઇ રિપ્લાઇ જ આવ્યો નહિ.
બુમો પાડતા પાડતા તેઓ ચારે બાજુ તપાસ કરવા લાગ્યા કોઇનો જવાબ જ આવતો ન હતો અને
ચારે બાજુ બંધ જ હતુ પથ્થરની મજબુત બનેલી આ ગુફામાંથી બહાર જવાનો કોઇ રસ્તો ન
દેખાતો હતો. તેઓ ત્રણેય ચારે બાજુ ફરી રહ્યા હતા પરંતુ મહેશ અંકલે કહ્યુ તેવો કોઇ
ખજાનો પણ દેખાતો ન હતો. અલગ અલગ દિશામાં બધા ફરી રહ્યા હતા.
અચાનક
જ ધડાકો થયો અને નેન્સી ઉડીને દુર પડી. તે થોડાથી રહી ગઇ નહિ તો બ્લાસ્ટમાં
ભસ્મીભુત થઇ જાત. નીચે અથડાવવાથી નેન્સીને ખુબ જ વાગ્યુ હતુ. અક્ષય અને નિશાંત
દોડીને તેની પાસે ગયા. અક્ષયે નેન્સીનુ માથુ પોતાના ખોળામાં લઇ લીધુ અને પોતાની
બોટલ વડે તેને નેન્સીના મોં પર થોડુ પાણી છાંટયુ અને થોડુ પાણી પીવડાવ્યુ,
“આર
યુ ઓ.કે?” અક્ષયે પુછ્યુ. નિશાંત તેના ઘાવ પર સાથે લાવેલ પટ્ટી લગાવવા લાગ્યો.
“હા,
યાર મારી ચિંતા ન કર હવે તુ મને નહિ અપનાવતો તો મારે જીવવાની જરુર નથી. તમે લોકો
જાવ.”
“આવુ
ન બોલ યાર આઇ કાન્ટ લીવ વિધાઉટ યુ.” નેન્સી ચહેરાને પોતાની છાતી પર વળગાડીને
અક્ષયે કહ્યુ.
“થેન્ક્યુ
એન્ડ લવ યુ સો મચ યાર.” બંન્નેનુ આ સુખદ મિલન જોઇને નિશાંત પણ ખુશ થયો. થોડી
વારમાં બીજો ધમાકો થયો અને પથ્થરની કચ્ચરો ઉડી અને અચાનક જ કોઇનો અવાજ સંભળાયો.
“અક્ષય,
નિશાંત મારા મુર્ખ દીકરાઓ જંગલમાં સમાધિ લેવા માટે તૈયાર જાઓ.”
“અરે
આ તો મહેશ અંકલનો અવાજ છે.” નેન્સીએ કહ્યુ.
“ચોંકી
ગયા ને! હમણાં થોડી જ સેકન્ડમાં તમારુ મૃત્યુ નિશ્ચિંત છે ત્યારે તમને સત્યની જાણ
થઇ જાય તો તમારી આત્મા ન ભટકે. તમે લોકો દુનિયામાં મુરખશિરોમણી છો. તમે લોકોએ
સરળતાથી માની લીધુ કે આજના જમાનામાં જંગલમાં ગુફામાં આવો કોઇ ખજાનો હોય અને કાંઇ
પણ વિચાર્યા વિના મારી સાથે નીકળી પડ્યા જયા મેં તમારી કબર ખોદી રાખી હતી.
તમને
એવુ થતુ હશે કે તમારા પિતાના બેસ્ટ ફ્રેન્ડ તમારી સાથે આવુ કેમ કરે છે? અજીતે
વર્ષો પહેલા મારી સાથે ધંધામાં દગો કર્યો હતો અને તે બિઝનેશમાં કરોડો કમાઇ ગયો
તેની સાથે બદલો લેવા મે તેને આવો નકશો આપ્યો હતો તે તો ન ફસાયો તમે લોકો ફસાઇ ગયા.
તો મરવા માટે તૈયાર થઇ જાઓ. દસ, નવ, આઠ, સાત,......................
અચાનક
કોઇનો અવાજ સંભળાયો જલ્દી અહીથી નીકળી જાઓ. તેઓને સામે તિરાડમાંથી કોઇ છોકરી દેખાઇ
જે તેઓને બોલાવી રહી હતી. ત્રણેય ત્યાં પહોંચ્યા ત્યારે તે છોકરીએ તિરાડમાંથી થોડો
પથ્થર ખસેડી લીધો હતો તેમાંથી ત્રણેય વારાફરતી ત્રાંસા થઇને નીકળી ગયા અને બહાર
નીકળ્યા ત્યાં જ જોરદારનો બ્લાસ્ટ થયો અને તેઓ દોડીને દુર જતા રહ્યા અને બચી ગયા.
હવે ત્રણેયના શ્વાસ નીચે બેઠા ત્યારે તે છોકરીને સામે જોયુ તો અક્ષય બોલી ઉઠ્યો,
“પ્રિયાંશી
તુ અહીં ?”
“હા,
હું તમારી પાછળ જ હતી.”
“કેમ?”
“અરે
યાર આપણે બાળપણના મિત્રો છીએ. તુ મને ભુલી ગયો પરંતુ હુ તને કયારેય ભુલી ન શકી. હુ
તને ઘણીવાર મળવા માંગતી હતી. પરંતુ તને આપણી મિત્રતા યાદ હશે કે વિદેશ જઇને તુ
બદલાઇ ગયો હશે? એ વિચારીને તારી સામે આવવાની હિમ્મત થતી ન હતી પરંતુ તારા પર મારી
નજર રહેતી હતી. મેઘના ભાભી મારા કહેવાથી પકોડા આપવા આવ્યા હતા અને તમારી નક્શા
વિશેની વાત સાંભળી હતી અને બીજે દિવસે મહેશ અંકલ સાથેની તમારી વાત સાંભળી હતી મને
ખજાના વિશે થોડી શંકા ઉપજી એટલે હું તમારી પાછળ આવી ગઇ. તે રાત્રે તમે બધા તંબુમાં
સુઇ ગયા હતા ત્યારે મહેશ અંકલે કેટલાક લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા. તે પરથી મને
લાગ્યુ કે દાળમાં કાંઇક કાળુ છે. એટલે મે પોલીસને ફોન કરી દીધો અત્યારે સુધી તો
પોલીસ તેને પકડી પણ ગઇ હશે.”
“થેન્ક્યુ
સો મચ પ્રિયાંશી.” નેન્સીએ કહ્યુ.
****************************************
પ્રિયાંશીના
કહેવા મુજબ પોલીસ મહેશ અંકલને પકડી ગઇ. બધા સેઇફ રીતે ઘરે પહોંચી ગયા. જયા બહેનના
આશીર્વાદ લઇને નેન્સી અને અક્ષયે લગ્ન કરી લીધા. પ્રિયાંશી આજીવન તેઓની મિત્ર
બનીને રહી.
સમાપ્ત
Comments
Post a Comment