નકશો - 2
પ્રકરણ : ૨
સોનુ, ચાંદીથી ભરેલ પથ્થરના મોટા મોટા ખાના દુનિયાભરના કોઇ પણ ધનાઢય વ્યક્તિએ ન જોઇ હોય તેવા ખજાનાથી ભરપુર ગુફામાં અમે હતા. હાથવેંત રહેલ આવો નોધારો ખજાનો જોઇ અમેં તો ખુશીથી પાગલ થઇ ગયા. અમેં અમારા દુ:ખ તકલીફ બધુ જ ભુલી ગયા. ઇશ્વરે અમને તકલીફ આપીને અમને આટલી સર્વશ્રેષ્ઠ સંપત્તિ પાસે પહોંચાડ્યા હતા. અમે મનોમન ઇશ્વરનો ખુબ જ આભાર માનવા લાગ્યા. આટલી બધી સંપત્તિ વિશે મનમાં પણ કયારેય વિચાર્યુ ન હતુ. તેને જોઇ અમે ગાંડાની જેમ તેને અડવા માટે દોડી ગયા. ખરેખર આ સપનુ તો નથી ને? અમેં અમારા ભીના કપડાં, ઠંડી અને ભુખ બધુ ભુલીને આમતેમ દોડી રહ્યા હતા. થોડીવારમાં તો જાત જાતના સપના સજાવી લીધા.
“આટલી બધી સંપત્તિ આપણે કેવી રીતે લઇ
જઇશુ?” મેં અજીતને પુછ્યુ.
“આપણા મિત્રોને શોધીને અહીં લાવીએ અને
બધાના થેલા ભરીને લઇ જઇશુ.”
“બધા સાથે ભાગ પડાવીશુ તો આપણા માટે શુ વધશે?” અમે લોકો ચર્ચા જ કરી રહ્યા હતા ત્યાં તો કોઇનો અવાજ સંભળાયો. ઘણા બધા લોકો વિચિત્ર અવાજ કરીને નજીક આવી રહ્યા હતા. થોડી વાર તો અમને ડર લાગ્યો પછી અમને લાગ્યુ કે અમે ગુફામાં સેઇફ છીએ. થોડી વારમાં અવાજ સાવ બંધ થઇ ગયો અમને તો એમ લાગ્યુ કે તેઓ જતા રહ્યા. અમે ફરીથી ચર્ચા કરવા લાગ્યા ત્યાં તો એક ફંદો આવ્યો અમને બંન્ને દોરડાંથી બંધાઇ ગયા. આદિવાસી જંગલી લોકોએ અમને પાછળથી પકડી લીધા હતા.
ખજાનો લેવા જતા અમે મુસીબતમાં ફસાઇ ગયા
હતા. અમારા બંન્ને હાથને દોરડાથી બાંધીને અમને ઉંચે લટકાવી દીધા અને જંગલી લોકો
અમારી આસપાસ જંગલી નૃત્ય કરવા લાગ્યા. તેઓ કંઇક જંગલી ગીત પણ ગાઇ રહ્યા હતા. થોડી
વાર નૃત્ય થઇ ગયા બાદ તેઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા. તેની ચર્ચા પરથી અમે એટલુ
સમજ્યા હતા કે તેઓ માનવ ભક્ષી હતા અને અમને કાપીને ખાઇ જવા માંગતા હતા. મને ચાર
પાંચ લોકોએ તેડ્યો અને અજીતને પણ ચાર પાંચ લોકો તેડીને લઇ જવા માડ્યા. અમારા તો
મોતિયા જ મરી ગયા.
ગુફામાંથી બહાર થોડે દુર જ ગયા ત્યાં
તો ગોળીનો અવાજ સંભળાયો. થોડી વારમાં ત્રણ ચાર ગોળીનો અવાજ સંભળાતા તે લોકો અમને
છોડીને જતા રહ્યા. અમે ગુમ થયા જતા અમારા મિત્રોએ શિકારી ટોળીનો સહારો લઇને અમને
શોધી લીધા હતા. અમે લોકોએ ખજાના વિશે તેમને કાંઇ કહ્યુ નહિ પરંતુ તે જગ્યા યાદ
રાખીને અજીતે આ નકશો બનાવી લીધો.
“ઓહ્હ, વાહ તમારી સ્ટોરી તો પિકચરની
સ્ટોરી જેવી રોમાંચક છે.” નિશાંતે કહ્યુ.
“પછી તમે લોકો કયારે જંગલમાં ફરીથી
ખજાનો લેવા ન ગયા?” અક્ષયે પુછ્યુ.
“ગયા હતા બીજી વખત પણ આદિવાસીના
ચુંગાલમાં ફસાઇ ગયા હતા અને તેમાં ખરાબ રીતે ઘાયલ થઇને માંડ બચ્યા હતા. તેમાં
અજીતના હાડકાંઓમાં ગંભીર ઇજા પહોંચી હતી તેથી ત્યારબાદ અમે કયારેય જઇ શક્યા ન
હતા.”
“ઓહ, જંગલમાં તમે ઘાયલ થઇને આવ્યા
ત્યારે ખજાના માટે ગયા હતા પરંતુ તમારા ભાઇએ મને કયારેય આ વાત કેમ ન કહી?”
જયાબહેને કહ્યુ.
“તેઓ ઇચ્છતા હતા કે જયાં સુધી ખજાનો હાથમાં ન આવે ત્યાં સુધી કોઇને કાંઇ કહેવુ પરિવારને પણ નહિ એકચ્યુલી મારા પરિવારને પણ હજુ કાંઇ ખબર નથી. આજે અજીત આ દુનિયામાં નથી ત્યારે હવે હું તેનુ આપેલુ વચન તોડીને આ બધુ કહ્યુ કેમ કે હવે મને ખજાનાનો કોઇ લોભ નથી.”
“બટ મને છે. આઇ મીન હું તે જગ્યા પર
જવા માંગુ છુ.” અક્ષયે કહ્યુ.
“તે જંગલમાં ખુબ ઉંડાણમાં છે અને જંગલી
આદિવાસીઓનો વિસ્તાર છે તે ખુબ જ ડેન્જરસ છે બેટા.” મહેશભાઇએ કહ્યુ.
“આઇ થીંક આજના યુગમાં પણ તેઓ જુનવાણી
વેપન યુઝ કરે છે અને આપણે લેટેસ્ટ સાધનો લઇને જઇશુ તેઓ આપણુ કાંઇ નહિ બગાડી શકે.
અને કદાચ હવે કોઇ આદિવાસી લોકો ત્યાં ન પણ હોય. હવે કોઇ કયાં જંગલમા રહે છે.”
અક્ષયે કહ્યુ.
“અક્ષય, આપણી પાસે કયાં ખજાનાની કમી
છે. એવી મુસીબત લેવાની શી જરૂર છે?”
“ભાઇ, પૈસા માટે નહિ આઇ લવ એડવેન્ચર.
પપ્પાનુ સપનુ તે લાવવાનુ હતુ તો તેની એક ઇચ્છા પણ પુરી થશે અને મારે તે બધુ જોવુ
છે. બાકી એ ખજાનો હું મારા માટે ઉપયોગ નહિ કરું. સમાજમાં જરૂરિયાતમંદ લોકોને આપી
દઇશ.”
“હા, અક્ષુ તારી વાત સાચી છે હુ પણ
તારી સાથે આવીશ.”
“નિશાંતભાઇ તમારે અહીં બિઝનેશમાં કામ
હોય તો નો પ્રોબ્લેમ મહેશ અંકલ મને બધુ સમજાવી દેશે એમ હુ જતો રહીશ. અને મારી પાસે
નક્શો તો છે જ ને.”
“અરે ના અક્ષય બેટા એમ તને એકલો નહિ
જવા દઉ. હું તો તારી સાથે આવીશ.”
“અક્ષય, દેવાંગભાઇ આપણા વર્ષો જુના
મેનેજર અને નિશા છે અહીં. તેઓ શોપ સંભાળી લેશે
હુ તો આવીશ તારી સાથે.”
“પપ્પા અમે ય જંગલમાં તમારી સાથે આવીશુ. બહુ મજા પડશે.” પ્રેય અને દિવ્યએ કહ્યુ.
“ના બેટા તમે હજુ તમે નાનકડા છો અને
તમારુ ભણવાનુ પણ બગડે” જયાબહેને કહ્યુ એટલે મોં બગાડીને બંન્ને તેના રૂમમાં જતા
રહ્યા.
હજુ કોઇ હતુ જે સાથે આવવા માંગતુ હતુ
પણ કોણ? શુ તે આવી શકશે?
**************************************
નક્કી કર્યા મુજબ નિશાંત, અક્ષય અને મહેશ અંકલ જરૂર મુજબનો સામાન લઇને કાર લઇને વલસાડથી મધ્ય પ્રદેશ જવા માટે નીકળી ગયા. મોજ કરતા વાતો કરતા તેઓ બે દિવસમાં પહોંચી ગયા. પહોંચીને તેઓ હોટેલમાં રોકાયા અને બીજા દિવસે ફ્રેશ થઇને સવારે કાન્હા નેશનલ પાર્ક માટે નીકળી ગયા. હજુ તો ગેઇટ પાસે પહોંચ્યા જ હતા ત્યાં તો એક સુંદર નમણી મોટી મોટી આઇબ્રો વાળી ટી શર્ટ અને શોર્ટસ પહેરેલ છોકરી આવી અને દોડીને અક્ષયને વળગી પડી. તેને જોઇને મહેશ અંકલ અને નિશાંત તો દુર જતા રહ્યા.
“અક્ષય આઇ એમ સોરી યાર. આઇ કાન્ટ લીવ
વિધાઉટ યુ.”
“નેન્સી, તુ અહી યાર અચાનક તને કેમ ખબર
પડી અમે અહીં છીએ?”
“અરે યાર ઘણા દિવસથી તારા વિરહના દુ:ખે
મને અહીં પહોંચાડી છે. મારી ભુલ છે યાર. તુ ચાલ મારી સાથે.”
“નેન્સી, બસ હવે બધુ પુરુ થઇ ગયુ છે.
તે તારી ચોઇસ આપી દીધી છે મને મારી રીતે જીવવા દે યાર.”
“ચાલો ભાઇ” નિશાંત તરફ ફરીને અક્ષયે
કહ્યુ.
“અક્ષય પ્લીઝ એકવાર મારી વાત સાંભળી
લે.” નેન્સી બોલતી રહી પરંતુ અક્ષય તેના ભાઇ નિશાંત અને મહેશ અંકલ સાથે ટિકિટ બારી
પાસે પહોંચી ગયો.
******************************
નેન્સી પણ પાછળ પાછળ આવી ગઇ. એક ગાઇડ અને જીપ ભાડે કરીને બધા નીકળી ગયા. નેન્સી સાથે આવવા માંગતી હતી અક્ષયે તેને આવવા જ ન દીધી. આથી તે બીજી જીપમાં પાછળ નીકળી ગઇ. કાન્હા નેશનલ પાર્કમાં જવા માટે અમુક એરિયા સુધીની છુટ છે ત્યાર બાદ અંદર જવાની મનાઇ છે. જીપ અને ગાઇડ સાથે હોય એટલે પ્રોટેકશન રહે. આ પાર્ક અત્યારે વાઘ માટેનુ અભ્યારણ્ય છે. શિકાર માટે હવે સંપુર્ણ મનાઇ છે. તેઓ બધા અત્યારે તો જંગલ જોવા અને આનંદ માણવા માટે નીકળી ગયા અનેક લોકો ખુલ્લી જીપમાં જંગલનો આનંદ લેવા માટે આવી ગયા હતા.
અહીંથી ઉંડા જંગલમાં જવુ ખુબ જ મુશ્કેલ
હતુ. તેઓએ રાત્રે બધાનુ ધ્યાન ચુકાવી અંદર જવાનુ નક્કી કર્યુ હતુ.
ભારત
અને ઓસ્ટ્રેલિયાનો મેચ મેલબોર્નની ધરતી પર રમાય રહ્યો હોય ત્યારે પ્રેક્ષકોમાં
અનેરો ઉત્સાહ હતો. નેન્સીને તો મેચ જોવા
કરતા મસ્તી કરવામાં વધારે હતો. તે આસપાસના લોકોને સળી કરીને આનંદ લઇ રહી હતી
ત્યારે કેટલાય લોકો ઘુરકિયા કરીને જગ્યા બદલાવી ચુક્યા હતા અને અમુક તો તેના
માથાના હતા. તેનાથી દુર ભાગતા તે હાથમાં પોપકોર્ન અને કોલ્ડિંકસ લઇને ભાગતી ઓંચિતા
અક્ષય સાથે અથડાઇ અને પોપકોર્ન બધા અક્ષય ઉપર ઢોળાઇ ગયા.
“સોરી સોરી.”
“વોટ સોરી. આંખો વગરની ચુડેલ.”
ઓસ્ટ્રેલિયન ગર્લ સામે ગુજરાતી ગાળ બોલી તો નાખી પરંતુ.......
“વોટ મને ચુડેલ કહે છે. હાથમાં રહેલી
કોલ્ડ્રિકસ પણ અક્ષયના માથા પર ઢોળી નાખતા ગુસ્સાથી નેન્સી બોલીને આગળ જતી
રહી.
અક્ષય તો આઘાત અને આશ્ચર્યથી દિગ્મુઢ થઇ ગયો અને
તેના મિત્રો તેના પર મોટે મોટેથી હસી રહ્યા હતા.
“આ
ચુડેલ સાથે તો બદલો લઇને જ રહીશ.”
*******************************************
“વાહ,
મિત્ર સાથે લોન્ગ ડ્રાઇવ પર કારમાં ફાસ્ટ મ્યુઝિક સાંભળતા અક્ષય ખુબ જ ખુશ હતો.
અચાનક જ તેની કાર કોઇ સાથે અથડાઇ ગઇને બેલેન્સ ગયુ અને કારની દિશા બદલાઇ ગઇ અને
પલટી ખાતા જરાક જ રહી ગઇ. કોણ અથડાયુ શુ થયુ કાંઇ ખબર જ ન પડી અને અક્ષય તો કારનો
દરવાજો ખુલી જતા તે નીચે પછડાઇ ગયો.
“આઇ
એમ સોરી. હું ડ્રાઇવિંગ શીખી રહી હતી એટલે એક્સિડન્ટ થઇ ગયુ.” કોઇ લેડીએ હાથ આપતા
કહ્યુ. અક્ષયે ઉભા થતા જોયુ તો તે જ ચુડેલ એટલે નેન્સી જ હતી. અક્ષયને તો ખુબ જ
ગુસ્સો આવી ગયો અને તેનો હાથ તો ઉપડી જ ગયો પરંતુ લેડીસને તમાચો મારવાની હિંમ્મત ન
થતા તે ગુસ્સાથી હાથ નીચે ઝાટકીને મો ફેરવી ગયો ત્યાં તો તેનો મિત્ર અભિષેક પણ
કારમાંથી તેની પાસે આવી ગયો.
“ઓહ
માય ગોડ તમને ખુબ જ વાગ્યુ છે. લેટસ ગો ટુ ધ હોસ્પિટલ.”
“મારે
તમારી કોઇ હેલ્પની જરુર નથી.” અક્ષયે ગુસ્સાથી કહ્યુ.
“અરે
યાર તેની હેલ્પ ના લેવી હોય તો કાંઇ નહિ. મારી હેલ્પ લઇ લે યાર. ચાલ હોસ્પિટલે.”
હાથ પકડીને અભિષેકે તેને કારમાં બેસાડયો. મનાઇ કરી હોવા છતાય નેન્સી કારની પાછળની
સીટ પર બેસી ગઇ. બે કલાકમાં તો હોસ્પિટલમાંથી રજા મળી ગઇ. તે બે કલાકમાં અક્ષયનો
ગુસ્સો ઓગળી ગયો. અભિષેક, નેન્સી અને અક્ષય ફ્રેન્ડ બની ગયા.
થોડા
જ દિવસની ફ્રેન્ડશીપમાં અક્ષયને ખબર પડી કે તેના ગુજરાતી બોય ફ્રેન્ડના કારણે તે
આટલુ સરસ ગુજરાતી બોલી શકતી હતી. ધીરે ધીરે તેઓ કયારે નજીક આવી ગયા કાંઇ ખબર જ ન
પડી. અક્ષય દિલથી નેન્સીને ચાહવા લાગ્યો હતો પરંતુ તેને એ ખબર ન હતી કે અક્ષય તો
નેન્સી માટે તેના અગાઉના અનેક બોય ફ્રેન્ડની જેમ ટાઇમ પાસ જ હતો. અક્ષય તેના
પરિવારને નેન્સી સાથે લગ્નનો પસ્તાવ મુકવાનો જ હતો ત્યાં જ ખબર પડી કે પિતાજીની
તબિયત ખુબ જ ખરાબ છે.
નેન્સીના
પરિવારમાં તેની વુધ્ધ માતા સિવાય કોઇ ન હતુ. તે પણ તેના જેવી બે સખીઓ સાથે રહેતી
હતી. નેન્સી પોતે એકલી જ સ્ટડી અને જોબ કરતી હતી. અચાનક જ ઇન્ડિયાથી કોલ આવતા
અક્ષયે કહ્યુ,
“નેન્સી
ચાલ આપણે ઇન્ડિયા જઇને પરિવારના આર્શીવાદ લઇને લગ્ન કરી લઇશુ. તારી માતાએ તો તને
આઝાદી આપી છે. એકવાર તેના આર્શીવાદ લઇને નીકળી જઇએ.”
“ઓહ
કમ ઓન યાર. ઇન્ડિયા આઇ ડોન્ટ લાઇક.”
“નેન્સી
તને ઇન્ડિયા પસંદ ન હોય તો થોડા ટાઇમ બાદ તને ફાવે ત્યાં સેટલ થઇ જઇશુ. અત્યારે
પિતાજી તબિયત ખુબ જ ખરાબ છે. ત્યાં જવુ ખુબ જ જરુરી છે. તેઓના આર્શીવાદ લઇને ત્યાં
લગ્ન પણ કરી લઇશુ.”
“અરે
યાર યુ સીલી આઇ ડોન્ટ વોન્ટ ટુ મેરેજ”
“લાઇફ
ટાઇમ તો આપણે આમ ન રહી શકીએ ને આપણો પણ કોઇ પરિવાર હોય ત્રણ ચાર નાના નાના ટપુડા
હોય.”
“વોટ
અ ડ્રીમ યાર. બટ ફરગેઇટ ઇટ.”
“નેન્સી
વોટ આર યુ ટોકિગ? યુ આર માય લાઇફ.”
“ઓહ
કમ ઓન યાર આ જમાનામાં તુ લાઇફ અને પ્રેમની વાતો કરે છે? બહુ વધારે સમય આપણે સાથે
પસાર કરી લીધો. તારા કારણે હુ પ્યોર ગુજરાતી બનવા લાગી છુ. હવે તું તારો રસ્તો પકડ
અને મને મારી લાઇફ જીવવા દે.”
“વોટ?”
“યા,
યુ આર જસ્ટ અ ટાઇમ પાસ ફોર મી.” આટલુ જ કહીને નેન્સી ત્યાંથી નીકળી ગઇ, અક્ષયે
સ્વપ્ને પણ વિચાર્યુ ન હતુ કે તે નેન્સી માટે એક ચાવીવાળુ રમકડાથી વધારે કાંઇ ન
હતો, મજા પડી ત્યાં સુધી નેન્સીએ ચાવી ફેરવે રાખી અને મજા પૂરી થતા ફેકી દીધો.
નેન્સીનું
દુઃખ જીરવવુ તેના માટે બહુ ભારે હતુ પણ પોતાના પિતાજીનો વિચાર આવતા તે બધુ ભૂલી
દુ:ખી થઇને અક્ષય ઇન્ડિયા માટે નીકળી ગયો.
*****************************************
કુદરતી
નજારો જોવાને બદલે નેન્સીએ આખો ભુતકાળ જોઇ લીધો. અક્ષયના ગયા બાદ તેને વિરહ અને
તડપનો અહેસાસ થયો. સાચા પ્રેમનો મતલબ જીંદગીમાં પહેલી વાર સમજી હતી. તેને પોતાના
મનને ખુબ જ સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ તે ન માન્યુ અને તેને અહીં ખેંચી જ
લાવ્યુ. હવે તો નેન્સી માટે અક્ષય વિના જીવવુ મુશ્કેલ જ હતુ. તેને જી.પી.એસ.
સિસ્ટમથી અક્ષયનુ લોકેશન શોધ્યુ હતુ અને હવે જીવન ભર માટે એ લોકેશન તેને સેવ કરી
લીધુ.
“મેડમ,
ત્યાં દુર જુઓ વાઘ બેઠો છે. તમે ખુબ જ નસીબદાર છો. નસીબવાળાને આટલી સરળતાથી નજીકથી
વાઘ જોવા મળે છે.” ગાઇડ પોતાની રીતે બડ બડ કરી રહ્યો હતો પરંતુ નેન્સીનુ ધ્યાન તો
વાઘ જોવાને બદલે અક્ષય તરફ જ હતુ. તેની જીપ પણ વાઘને નિહાળવા માટે ઉભી હતી. તે મોં
ફેરવીને ઉભો હતો. નેન્સી તેના તરફ જોવામાં ખોવાય ગઇ હતી.
“બેટા
આપણે આ બધા કુદરતી નજારા જોવા કરતા રાત પહેલા જંગલમાં આવેલા રિસોર્ટ પર પહોંચી જઇએ
તો સારુ રહેશે.” મહેશ અંકલે અક્ષય પાસે આવીને ધીમેથી કહ્યુ.
“હા,
અંકલ પણ આપણા પર કોઇને શંકા ન જાય તે રીતે વર્તવુ સારુ હમણા થોડી વારમાં જ આપણે
નીકળી જઇશુ.” દબાતા અવાજે અંકલ સામે જોયા વિના અક્ષયે કહ્યુ.
કાન્હા
નેશનલ પાર્ક એટલે કુદરતી સંપત્તિનો ખજાનો. માંડ માંડ ગાઇડને સમજાવીને સાંજે બુક
કરાવેલ રિસોર્ટ પર પહોંચી ગયા. નેન્સી પણ તેઓ સાથે રિસોર્ટ પર પહોંચી ગઇ અને
સદનસીબે દિવસ આખો તો વરસાદ ન પડ્યો. પરંતુ રાત ઢળતા જ વરસાદે માઝા મુકી દીધી. સતત
વરસતા વરસાદે રાતે ચુપચાપ જંગલમાં જવાના પ્લાન પર પાણી ફેરવી દીધુ. ગમે ત્યારે
વરસાદ બંધ થાય તો જંગલમાં નીકળી જવાઇ એ આશાએ અક્ષય રૂમની બારી પાસે બેસીને રાતના
જાગતો રહ્યો. બધા આરામથી સુઇ રહ્યા હતા. અક્ષયને વરસાદની મધુર ધ્વનિ રોમાંચિત કરી
રહી હતી. અચાનક જ પાછળથી તેના હાથને કોઇએ પકડ્યો અને તે ગભરાય ગયો.
TO BE
CONTINUED………
ભાગ ત્રણ વાંચવા માટે અહી ક્લિક કરો. part 3
Comments
Post a Comment