અનોખુ રહસ્ય પ્રકરણ : 1
અનોખુ રહસ્ય
પ્રકરણ : 1
“હેલો
સર ગુડ મોર્નિગ” સવાર સવારમાં મોર્નિગ વિશ કરતા યુવાન સામે અનાયાસે ઇન્સ્પેકટર
અક્ષિતથી સ્માઇલ અપાઇ ગયુ. પોલીસ ચોકીમાં વ્યવસ્થિત અને વેલસેટ લોકો બહુ ઓછા આવે
છે. સ્ટાફને પણ કડકાઇની આદત પડી ગઇ હોય છે.
“ગુડ મોર્નિગ. મે આઇ હેલ્પ યુ.”
અક્ષિતની નાઇટ ડ્યુટી પુરી થતી હતી. તેને ખુબ જ ઉંઘ આવી રહી હતી. તેને જવાની ઉતાવળ
હતી પરંતુ આગંતુકની પર્સનાલીટિ જોઇને તેની સાથે વાત કરવાની લાલચ ન રોકી શક્યો.
“હુ બહુ મોટી મુસીબતમાં ફસાય ચુક્યો
છુ. તમે મને મદદ કરી શકશો?”
“હા, બોલોને પોલીસ તમારી મદદ માટે જ છે.”
“મે બે વર્ષ પહેલા એક ખુન કર્યુ હતુ.
મારા પરિવારના આગ્રહને વશ થઇ હું પોલીસ સમક્ષ કબુલ ન કરી શક્યો અને તે ખુન આત્મહત્યા
તરીકે સાબિત થયુ અને હુ બચી ગયો. પરંતુ ગુનાના ડંખે મારો પીછો ન છોડયો અને હુ
પરેશાન થઇ ચુક્યો છુ. પ્લીઝ મને ગિરફતાર કરી લો અને મને સજા આપો.” પોતાના બે હાથ
આગળ કરીને આંગતુક યુવાન બોલ્યો.
“ભાઇ એમ સજાનો નિર્ણય ન થાય તમે પુરી
ડિટેઇલમાં વાત કરો. તમારુ નામ શુ છે? કોનુ ખુન તમે કર્યુ હતુ ? તેની વિગતે વાત કરો
તો કાંઇક સમજાય” અક્ષિતને રસ પડવા લાગ્યો હતો.
“સર મારું નામ વિવેક વ્યાસ છે. હુ
પ્રાઇવેટ કંપનીમાં જોબ કરુ છુ. પાંચ વર્ષ પહેલા આ શહેરમાં મારી બદલી થઇ હતી. થોડા
જ સમયમાં મને બઢતી મળી ગઇ અને શહેરના નામાંક્તિ વેપારી ગોરધનદાસની પુત્રી અનસુયા
સાથે મારા લગ્ન થયા. અનસુયા સ્વભાવની ખુબ જ રમુજી અને હસમુખી હતી. લગ્નનુ વર્ષ
વિતી ગયુ છતાંય મારા ઘરે પારણુ ન બંધાયુ. મારી માતા જુનવાણી સ્વભાવના છે. તે
અનસુયાને ભુવા અને તાંત્રીક પાસે લઇ જવા લાગ્યા. અનસુયાને આ બધુ ગમતુ ન હતુ. ઘરમાં
સાસુ વહુ વચ્ચે ઝઘડો થવા લાગ્યો અને ધીરે ધીરે ઝઘડા સ્વરૂપ રૌદ્ર બનવા લાગ્યુ.
મારા પિતાની તબિયત ખુબ જ ખરાબ રહેતી હતી આથી હું તેઓને એકલા પણ મુકી શકુ એમ નહોતો.
હુ પરેશાન થઇને ડ્રિક કરવા લાગ્યો અને એક દિવસમાં નશામાં ગુસ્સે થઇને મેં અનસુયા
મારી પત્નીનુ ગળુ દબાવી દીધુ તે તરત જ મૃત્યુ પામી મારા માતા પિતાએ મને બચાવવા
તેને ફાંસો ખાઇ આત્મહત્યા કરી એમ સાબિત કરી દીધુ. એક વર્ષથી હું હત્યાની પીડામાં
પીડાઇ રહ્યો છુ. હવે સહન નથી થતુ મને સજા અપાવો સાહેબ.” પોતાના બે હાથ આગળ કરીને
વિવેક બોલ્યો.
અક્ષિતને વિશ્વાસ નહોતો આવતો કે વિવેક
સત્ય બોલી રહ્યો છે. તેને શુ નિર્ણય લેવો તે સુઝતુ ન હતુ.
“વિવેક, માની લઇએ કે તુ સાચુ બોલી
રહ્યો છે. પરંતુ કાયદાની દ્રષ્ટિએ પહેલા પુરતા પુરાવા મળી જાય પછી જ કોઇ કેસ બનાવી
શકાય.”
“હુ પોતે મારો ગુનો કબુલી રહ્યો છુ
ત્યારે તમારે બીજા પુરાવાની શી જરૂર છે?”
“કાયદો આંધળો છે તે એમને એમ નથી કહેવાયુ. તમે સત્ય જ બોલો છો ત્યારે એકાદ બે દિવસ વધારે રાહ જોઇ લો. ગુનેગાર સાબિત થશો એટલે સજા જરૂરથી મળશે. બાય ધ વે. મેં મારી જીંદગીમાં આવો કેસ પહેલી વાર જોયો છે. લોકો સજાથી ભાગતા હોય છે અને તમે સામેથી સજા માંગવા આવ્યા છો.” અક્ષિતે હસતા હસતા કહ્યુ.
“કરેલા ગુનાની અહીં જ સજા ભોગવી લેવી
સારી બાકી ઉપર જઇને હિસાબ ચુકતે કરવો ખુબ જ અઘરો છે.”
“જ્ઞાનની વાતો સારી કરી લો તો આ નશાની
લતમાં કેમ ફસાયા?”
“ઘરનો કંકાસ અને સંગત દોષ માણસને નીચલી
પાયરી સુધી લઇ જાય છે.”
“તમે ખુબ જ સમજુ અને વિચારશીલ માણસ છો.
હું તમારી સજા ઓછી કરવાનો પ્રયાસ કરીશ.”
“ના ના સાહેબ જે મારા ગુના માટે હોય તે
સજા મને અપાવજો હું કંઇ બાકી રાખવા માંગતો નથી.”
“ઓ.કે. જેવી તમારી મરજી. તમારી બધી
વિગત લખાવી દો. અમે તપાસ ચાલુ કરીએ છીએ.” અક્ષિત આટલુ બોલીને પોતાના ઘરે જવા
લાગ્યો. વિવેકે પોતાની બધી વિગત અને કેસમાં જરૂરી બધી માહિતી લખાવી દીધી.
***********************
ઘરે આવ્યા બાદ પણ અક્ષિતને ચેન નહોતુ.
તેને હજુ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આજના જમાનામાં કોઇ ખુન કરીને બચી ગયા બાદ
એક વર્ષ પછી આ રીતે પોતાનો ગુનો કબુલે. તેને જરાય ઉંઘ આવી નહિ. તે ફ્રેશ થઇને
ફરીથી પોલીસ ચોકીએ આવ્યો. તેના બાદની ડયુટીમાં રહેલ ઇન્સપેકટર રોહિત અગ્રવાલ એક
કેસની તપાસ માટે બહાર ગયા હતા. અક્ષિતે વિવેકે લખાવેલી બધી વિગતો નોધી લીધી અને તે
પહેલા વિવેકના ઘરે ગયો. ડોરબેલ વગાડી એટલે એક વુધ્ધાએ દરવાજો ખોલ્યો,
“કોણ છો તમે?” અક્ષિત સિવિલ ડ્રેસમાં
હતો એટલે તે વુધ્ધા તેને ઓળખી નહિ.
“જી, હુ ઇન્સપેકટર અક્ષિત.”
“પોલીસ અમારા ઘરે?” વુધ્ધાએ આશ્ચર્યથી
પુછ્યુ.
“હા, હુ તમારી વહુ અનસુયાની હત્યાના
કેસની તપાસ માટે આવ્યો છું.” અક્ષિતે સોફા પર બેસતા કહ્યુ.
“સાહેબ તમારી ભુલ થાય છે મારી વહુ
અનસુયાએ આત્મહત્યા કરી હતી. તેને છોકરા થતા ન હતા એટલે કંટાળીને બિચારીએ ફાંસો ખાઇ
લીધો.” વુધ્ધાએ રડતા રડતા કહ્યુ.
“તમારા દીકરા વિવેકે જ ખુદ ગુનો કબુલી
લીધો છે. હવે મારાથી કાંઇ છુપાવાવાથી કંઇ વળશે નહિ.”
“સાહેબ, મારા દીકરાને બચાવી લો. તે
પાગલ થઇ ગયો છે. તે અનસુયાની પાછળ મરવા તૈયાર થયો છે.” વુધ્ધા જોર જોરથી રડવા
લાગી.
“માજી તમે રડો નહિ. અમે હવે કાંઇ ન કરી
શકીએ. તમારા દીકરાને સામેથી સજા જોઇએ જ છે તો કાયદો કાંઇ ન કરી શકે.”
“સાહેબ તમારે જોઇએ એટલે પૈસા લઇ લો. પણ
મારા દીકરાને બચાવી લો.”
“માજી, પૈસા ખાવાવાળાની ન્યાતમાં મને ન
ગણશો. હું મારો વ્યવસાય પુરી ઇમાનદારીથી નિભાવુ છુ. બસ મારે થોડા સબુત જોઇએ છે.”
વિવેકના વુધ્ધ માતા રડતા રહ્યા.
અક્ષિતને ખબર પડી કે વિવેકના પિતા થોડા સમય પહેલા જ મૃત્યુ પામ્યા છે. અક્ષિતે
પોતાની રીતે બધી તપાસ કરી તો વિવેકના કહ્યા મુજબ જ તેને ખુન કર્યુ છે તે સાબિત થઇ
ગયુ. પરંતુ હજુ તેને એ વાત સમજ ન આવતી હતી કે વિવેક તેના વુધ્ધ માતાને એકલા મુકીને
શા માટે સજા ભોગવવા માંગે છે? તે પણ સામે ચાલીને? તેના સવાલના જવાબની કડી માટે
તેના ફોનમાં એક રીંગ વાગી................................
Comments
Post a Comment