પ્રણય વૃષ્ટિ -1
પ્રણય વૃષ્ટિ
ભાગ : 1
તેને અહીં જરાય ગમતુ ન હતુ. ઘરના બધા કેટલા દુર હતા? બધાને વિદેશનો ખુબ જ મોહ હોય છે. અમેરિકા માટે બધા વલખા મારતા હોય છે. પરંતુ વિપુલને તો પહેલેથી ઘર પરિવારનો જ મોહ હતો. તેને પોતાનો દેશ અને પરિવારના સભ્યો જ વહાલા લાગતા હતા.
દસ
વર્ષ વિતી ગયા હતા. હવે તો બધુ સેટ થઇ ગયુ હશે. પરત જવામાં શુ વાંધો? વાંધો???
વાંધો, તો હવે તેની જીંદગી સાથે વણાય ગયો છે. હવે તો આ પરદેશ અને પોતાનાથી દુરી
અને પરાયા સાથે જ નસીબ વણાય ગયુ છે. તે ફરીથી પોતાના કામે વળગી ગયો. રેસ્ટોરન્ટના
માલિક તેને ખુબ જ માન આપતા હતા. વિપુલ હેડ શેફ હતો. આટલા વર્ષો બાદ તે ઇચ્છે તો પોતાનુ
રેસ્ટોરન્ટ ઉભુ કરી શકે એમ હતો. પરંતુ કમાવામાં તેને જરાય રસ ન હતો. કમાવુ પણ કોના
માટે? તેનો કોઇ પરિવાર જ કયાં હતો?
હેડ શેફ તરીકે પણ તેને ઘણા પૈસાની આવક થતી હતી. પરંતુ પોતાના ખર્ચા પુરતા રાખીને તે બાકીના પોતાના માતા પિતા અને ભાઇ ભાભીને મોકલાવી દેતો હતો. વિચાર ચાલુ હતા ત્યાં જ ઓર્ડર આવી ગયો. આલુ ટીક્કી, પરોઠા, સુપ તે ફટાફટ બનાવવા લાગ્યો.
અમેરિકામાં તેઓની
વેજ રેસ્ટોરન્ટની ખુબ જ બોલબાલા હતી. રાત્રે મોડી સુધી ઘરાકી રહેતી. થાકીને લોથ
પોથ થઇને વિપુલ ઘરે આવીને સુઇ જતો હતો.
વહેલી
સવારે જ ઉંઘ ઉડી જતી હતી. સોશિયલ વર્ક માટે આખો દિવસ ખર્ચીને રાત્રે ફરીથી એક જ
ચક્કર ચાલુ થઇ જતુ. તે હવે બસ આંખો મિચીને આ લાગણીવિહીન જીંદગીના ચક્કરમાં સેટ થઇ
ગયો હતો. અમેરિકામાં અનેક સુંદર છોકરીઓ તેના પર મરતી હતી. પરંતુ એક જ ચેહરો તેના
મનમાં વસી ગયો હતો. હવે બીજા કોઇ સામે આંખ ઉઠતી ન હતી. તેના જેવુ કોઇ જ ના હોય.
પરી છે એ પરી. પરંતુ તેના નસીબમાં કયા હતી એ પરી?
સમય
સરતો રહ્યો. બીજા પાંચ વર્ષ વિતી ગયા. હવે જીવવુ જરાય ગમતુ ન હતુ. તે પોતાની ઉંમર
કરતા વધારે વુદ્ધ લાગતો હતો. એક દિવસ અચાનક જ એક બ્યુટિફુલ સુંદરી તેને બસમાં મળી,
“વિપુલ
તારા હાલ કેવા થઇ ગયા છે? કેટલા વર્ષોથી તને શોધી રહી છુ?” વિપુલે તેને ધારી
ધારીને જોઇ પરંતુ કોઇ જાતની ઓળખાણ પડી નહિ.
“મેમ,
આપ કોણ? હું ઓળખ્યો નહિ? તમને મારા નામની કેમ ખબર પડી?” વિપુલે એક સાથે ઘણા
પ્રશ્નો પુછી લીધા.
“વિપુલ,
મને ન ઓળખી? હુ દિવ્યા, દિવ્યા મોદી.”
“દિવ્યા?”
વિપુલે યાદ કરવાનો ખુબ જ પ્રયાસ કર્યો પરંતુ કોઇ દિવ્યા યાદ ન આવી.
“મેમ,
હું કોઇ દિવ્યાને ઓળખતો નથી. કોણ દિવ્યા?”
“વિપુલ
તુ મને ભુલી ગયો? તારી ખાસ ફ્રેન્ડ દિવ્યા મોદી. આપણે સાથે મોટા થયા એક જ સ્કુલમાં
સાથે ભણતા હતા.”
વિપુલે
યાદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના મગજમાં ચમકારો થયો. વર્ષો જુની યાદ સામે તરવા
લાગી. પહેલા ધોરણમાં એક સુંદર પરી જેવી છોકરી જેના ગોળ ગોળ ગાલ ટીચર રોજ ખેચતા અને
તેને જ એકડા બોલાવવા ઉભી કરતા જેટલી સુંદર એટલી જ હોશિયાર અને બોલકી થોડા જ સમયમાં
આખા કલાસની મિત્ર બની ગઇ. દિવ્યા મોદી. વિપુલને યાદ આવ્યુ કે તે તેના ફઇબાના ઘરની
બાજુમાં જ રહેતી હતી. ગામમાં જ રહેતા ફઇબાના ઘરે તે અવારનવાર રોકાવા જતો અને
ત્યારે તે દિવ્યા સાથે શેરીમાં રમતો. બાળપણની યાદ તાજી થતા મોઢુ મીઠુ થઇ ગયુ.
સ્ટેશન આવ્યુ એટલે તે ઉતર્યો સાથે દિવ્યા પણ ઉતરી. બંન્ને રસ્તા પર બાંકડે બેઠા.
સુંદર
સોહામણુ મોસમ હતુ. આછો તડકો વાતાવરણમાં નવી તાજગી જગાવતો હતો.
“યાદ
આવ્યુ વિપુલ?”
“હા,
દિવુ આજ નામથી તને બોલાવતો હતો ને?”
“હા,”
બોલીને તે હસી પડી તો વર્ષો પહેલા જોયેલા ગાલના ખંજન ફરીથી જોઇ વિપુલ પણ સ્માઇલ
રોકી ન શક્યો.
“આઇ
કાન્ટ બિલીવ ઇટ કે આપણે અહીં આવી રીતે ભેગા થઇ ગયા.” વિપુલે આશ્ચર્યથી કહ્યુ.
“એમ
અચાનક ભેગા થયા નથી. હું તને શોધીને તારો પીછો કરીને અહીં આવી છુ.”
“વ્હોટ?
આટલે દુર ઇન્ડિયાથી?”
“ના,
ઇન્ડિયાથી તો નહિ યાર.” હસતા હસતા દિવ્યાએ કહ્યુ.
“તો?”
વિપુલનુ આશ્ચર્ય સમાતુ ન હતુ.
“વોશિંગ્ટનથી.
તારા ફેસબુક પ્રોફાઇલ પરથી એડ્રેસ લઇને શોધી લીધો અને તને મળવા આવી ગઇ.”
“ઓહ્હ,
દુનિયા કેવી નાનકડી છે યાર. તારી પાસે સમય હોય તો મને ડિટેઇલમાં બધુ જણાવીશ. તુ
અહીં અમેરિકા કેવી રીતે આવી? તારી લાઇફ વિશે એઝ અ ફ્રેન્ડ જે યોગ્ય લાગે તે
કહેજે.”
“એમ
તો હું તને શોધીને અહીં આવી હતી અને રાત્રે તારા રેસ્ટોરન્ટ પર મળવા આવવાની હતી.
બસમાં મળી ગયા તે એક સંયોગ માત્ર છે. અત્યારે હું એક ઇન્ટરર્વ્યુ આપવા જઇ રહી છુ.
સાંજે છ વાગ્યે ફ્રી હોઇશ તો મળીએ.”
“સાંજે
મારે ખુબ જ કામ રહે છે. કાલે સવારે તને અનુકુળ આવે તો મારા ઘરે આવી શકે છે.”
વિપુલે તેનુ કાર્ડ આપતા કહ્યુ. સોશિયલ વર્ક માટે તેને પોતાના ઘરના એડ્ર્રેસ અને
ફોન નંબર વાળુ કાર્ડ જ છપાવી રાખ્યુ હતુ.
તે બધાને કાર્ડ આપી દેતો. કોઇને મદદની જરૂર હોય તો ઘરે પણ આવી શકે.
“શ્યોર.
હું કાલે સવારે જરૂરથી આવીશ. બાય એન્ડ ટેક કેર.” બોલીને દિવ્યા જતી રહી અને આ બાજુ
વિપુલ બાંકડા પર બેસીને તેને જતા જોઇ રહ્યો. ફઇબાનુ અવસાન થયુ ત્યાં સુધી તે
હમેંશા રજાઓમાં તેના ઘરે જતો અને દિવ્યા અને પાડોશના બીજા છોકરાઓ સાથે રમતા અને
ખુબ જ મજા માણતા. બાળપણની એ નિર્દોષ મિત્રતામાં ખુબ જ મજા હતી. દિવ્યા તેને
અભ્યાસમાં પણ ખુબ જ મદદ કરતી. હવે બધુ સ્પષ્ટ યાદ આવી ગયુ.
તે
નવમાં ધોરણમાં હતો ત્યારે જ ફઇનુ અવસાન થઇ ગયુ હતુ. બે વર્ષમાં ફુવાએ બીજા લગ્ન
કરી લીધા બાદ તેના ઘર સાથેનો સંપર્ક સાથે દિવ્યા સાથેની મિત્રતા પણ છુટી ગઇ. શાળામાં
પણ દસમાં ધોરણથી બંન્ને અલગ કલાસમાં થઇ ગયા હતા. ત્યારથી તેની સાથે કોઇ સંપર્ક જ
રહ્યા ન હતા. તે અમેરિકા આવ્યો તેના બે વર્ષ અગાઉ સમાચાર મળ્યા હતા કે દિવ્યાના
લગ્ન થઇ ગયા છે. અને આજે અચાનક તેને સામે જોઇ ખુબ જ ખુશી થઇ આવી. ઉદાસ જીંદગીમાં
થોડી સી લહેરખી આવી અને તેને અનુભવતો વિપુલ પોતાના રસ્તે ચાલી નીકળ્યો.
Excited to what next to happen
ReplyDelete