ભુતિયા રેસ્ટોરન્ટ - 2
ભુતિયા રેસ્ટોરન્ટ
પ્રકરણ : 2
વહેલી સવારે વોક પર નીકળેલા મિસ્ટર ચેતનને ખુબ જ દુર્ગધ ભરી વાસ તેના નાક પર આવી. તે મોટેભાગે સ્મશાનના રસ્તે કયારેય જતા નહિ અને આ ચોમાસાના દિવસમાં તો તે બગીચામાં થોડા ચક્કર લગાવી ઘરે આવી જતા. પરંતુ આજે બગીચામાં યોગાનો પ્રોગામ હતો. આથી બગીચો ચિક્કાર હતો. આથી નાછુકટે તે બહાર વોક પર આવી ગયા અને વિચારમાં તે સ્મશાન બાજુ આવી ગયા.
તેના નાકમાં તીવ્ર દુર્ગધ આવી રહી હતી.
આથી તે પરત જવાના જ હતા. ત્યાં જ તેની નજર એક છોકરીની લાશ પર પડી. તે ખુબ જ ગભરાય
ગયો. તે વધારે વખત તે બિહામણી લાશ સામે જોઇ ન શક્યો અને દોડીને ઘર તરફ જતો રહ્યો.
એક 25 26 વર્ષની યુવતીની લાશ હતી. તેની
હાલત ખુબ જ ખરાબ હતી. તેનુ મોઢુ આખુ છુંદાયેલુ હતુ અને આખા શરીર પર ઉઝરડાના નિશાન
હતા અને માંસના લોચા આજુબાજુ ઉડી રહ્યા હતા અને લોહીની નદી વહી જઇ રહી હતી.
ચેતન તેનામાં હતી એટલી શક્તિથી દોડીને
ઘરે જતો રહ્યો. ઘરે પહોંચ્યો ત્યારે પરસેવે રેબઝેબ અને હાંફી રહ્યો હતો. તેની આવી
હાલત જોઇને તેની પત્ની દામિનીએ ગભરાઇને પુછ્યુ,
“શું થયુ તમને? તમારી તબિયત તો
બરાબર છે ને આમ કેમ હાંફી રહ્યા છો?”
“ભુત, લાશ ભુત” હાંફતા હાંફતા તે આટલુ
માંડ બોલી શક્યો.
“ભુત લાશ. કયાં છે?” દામિનીએ પતિના ચહેરા પર પરસેવો લુછતા કહ્યુ.
“સ્મશાન પાસે. પહેલા મારો ફોન લાવ.”
“આપુ પહેલા મને તો કહો શું થયુ?”
થોડીક શાંતિ વળતા ચેતને કહ્યુ, “પહેલા
પોલીસને ઇન્ફોર્મ કરી તને બધુ સમજાવુ.”
દામિનીએ ફોન આપ્યો એટલે ચેતને પોલીસને
ફોન જોડી બધુ કહી દીધુ. પછી દામિનીને બધુ સમજાવી તેઓ પણ સ્મશાન પાસે જવા નીકળ્યા.
તેઓ પહોચ્યા ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી ગઇ હતી. ઘણાં બધા લોકો ત્યાં એકઠા થઇ
ગયા હતા. તેમાં એક વિશાલ પણ હતો. તે બધી જ વસ્તુ જાણવા માંગતો હતો. પોલીસે પોતાની
રીતે બધી તપાસ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. વિશાલ પણ પોતાની ઝીણી
નજરે બધુ તપાસી રહ્યો હતો.
થોડી જ વારમાં પોલીસ આવી ગઇ અને ચેતન
અને દામિની પણ પહોંચી ગયા. લોકોનુ ટોળુ પણ એકઠુ થઇ ગયુ.
“આ વિસ્તાર જ ડેંજર લાગે છે. હજુ રઘુની
હત્યાને મહિનો પણ થયો નથી ને આ બીજી હત્યા.” નવી નિમુણક પામેલા ઇન્સપેકટર વ્યાસે
કહ્યુ.
“સાહેબ, રિસોર્ટની ચુડેલ હવે બહાર પણ
લોકોની હત્યા કરવા લાગી છે.” ચેતને કહ્યુ.
“હા, હવે રિસોર્ટ તો સીલ થઇ ચુક્યુ છે
એટલે બહાર આવીને લોકોને મારે છે.” ટોળમાં ચર્ચાઓ ચાલુ થઇ ગઇ.
યુવતીની લાશને એમ્બ્યુલશનમાં લઇ જવામાં
આવી અને ઇન્સપેકટર વ્યાસે આસપાસ ઝીણવટપુર્વક તપાસ કરી પરંતુ ન તો લાશને ઢસડીને લઇ
આવ્યાના નિશાન હતા અને ન તો ત્યાં જ તેની હત્યા થઇ હોય તેવા નિશાન મળ્યા.
**************************
“પરમાર, પેલી લાશ મળી હતી તે યુવતીની
કોઇ ઓળખ મળી?” ઇન્સપેકટર વ્યાસે બીજા દિવસે પોલીસ ચોકીમાં પોતાના સાથી ઇન્સ્પેકટર
રાજીવ પરમારને પુછ્યુ.
“ના, સર તેનુ મુખ આખુ છુંદાય ગયુ હતુ.
પરંતુ ડોકટરની મદદથી સ્કેચ બનાવ્યો અને લોકલ ન્યુઝ ચેનલ અને ન્યુઝ પેપર બધી જગ્યાએ
મુક્યો છે હજુ સુધી કોઇ તેને ઓળખતુ નથી. કોઇ ન્યુઝ મળે એટલે કહુ તમને.”
“હા ઝડપથી કહેજે અને પેલા રઘુ મર્ડર
કેસની ફાઇલ કયાં છે? તે પણ આપજે મને મારે કેસ સ્ટડી કરવો છે.”
“હમણાં આપુ.”
****************************
“તે લોકો આબાદ રીતે છટકી ગયા. ધારા,
આપણી બધી મહેનત પાણીમાં ગઇ.” રાજકોટ હાઇ વે પર ડ્રાઇવ કરતા વિશાલે કહ્યુ.
“હવે આપણે પોલીસની મદદ લેવી પડશે.”
“હા, મને પણ લાગે છે આપણે ડાઇરેકટ
પોલીસ ચોકીએ જ જઇએ.”
**********
“હેલો, સર માઇ સેલ્ફ વિશાલ પુંજારા એંડ
ધીસ ઇઝ માય ફિયાનસે ધારા.” પોલીસ ચોકીએ આવીને વિશાલે ઇન્સ્પેકટર વ્યાસને કહ્યુ.
“બોલો, હુ તમને શું મદદ કરી શકુ?”
“સર, અમે રઘુ અને પેલી લેડી રોઝી મર્ડર
વિશે વાત કરવા આવ્યા છીએ.”
“યસ, બોલો.”
“સર, રઘુના મર્ડર બાદ મેં અને ધારાએ પાર્થ
રિસોર્ટ અને તેની સાથે ફેંલાયેલી ચુડેલની અફવા પર ઉંડી તપાસ કરી છે. અમે ઘણાં
દિવસથી તેની તપાસમાં હતા. તેમાંથી અમને માહિતી મળી કે આ એક મોટુ ષડયંત્ર છે. ચરસ
અને ગાંજાની હેરાફેરી કરનાર ગ્રુપનુ. રઘુ પણ તેઓની સાથે સંકળાયેલો હતો. તેઓ વચ્ચે
તકરાર થતા રઘુનુ તેઓએ ખુન કરી નાખ્યુ. રોઝી પણ તેઓ સાથે સંકળાયેલી હતી અને તે
ચુડેલ બની લોકોને ડરાવતી હતી અને પાર્થ રિસોર્ટનો તેઓ ગેરકાયદેસર ઉપયોગ કરતા હતા.
અમારે હાથે રોઝી પકડાય જાય તેમ હતી આથી તેઓએ તેનુ પણ ખુન કરી નાખ્યુ અને તેઓ ફરાર
થઇ ગયા.”
“ઓહ, તમને આ બધી જાણ કેવી રીતે થઇ? એ
લોકો કોણ છે?” ઇન્સ્પેકટર વ્યાસે વિશાલને પુછ્યુ.
“અમે
લોકો થોડા દિવસ તે રિસોર્ટની તપાસ કરતા હતા. રાત્રે ત્યાં કેટલાક લોકો ત્યાં આવતા
હતા અને અમે તેના પર નજર રાખી હતી તે લોકો ગેરકાયદેસર વ્યવસાય કરતા હોય તેવુ અમને
લાગતુ હતુ. અમે તેના પર ચાંપતી નજર રાખી અને આ ઓડિયો ક્લીપ બનાવી છે તેના પરથી
અમને ખબર પડી કે તેઓ ચરસ ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી કરે છે.” ઇન્સપેકટરને ઓડિયો
ક્લીપ આપતા વિશાલે કહ્યુ.
ઇન્સપેકટર વ્યાસે ઓડિયો ક્લીપ શરૂ કરી.
“રાઘવ માલનો સ્ટોક કેટલો છે?” કોઇ
ઘોઘરા અવાજવાળી વ્યક્તિએ પુછ્યુ.
“બોસ, માલ હવે ડેડલાઇન પર છે અને
ગાંજાનો હજાર પેકેટસના ઓર્ડર પણ આવી ગયો છે.”
“બેવકુફો તો ખબર નથી પડતી. સ્ટોક
મંગાવી લો.” બુમ પાડતા ઘોંઘરા અવાજ વાળી વ્યક્તિએ કહ્યુ.
“પકડો એને ભાગી જ જવા પામે”.........
પછી ઘર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર અવાજ આવીને ક્લિપ બંધ થઇ ગઇ.
“આ શુ છે બધુ?” ઇન્સપેકટર વ્યાસે
પુછ્યુ.
“બસ આટલી જ ક્લિપ બનાવી ત્યાં તેઓ લોકો
અમને જોઇ ગયા અને અમને પકડવા આવ્યા અમે માંડ માંડ તેમનાથી બચીને આવ્યા છીએ.”
“બ્રેવો તમે પોલીસને ખુબ જ હેલ્પ કરી
છે. તમારો ખુબ ખુબ આભાર.”
“વેલકમ સર, પરંતુ અત્યારે તેઓ અમારી
પાછળ પડ્યા છે અમને પ્રોટેકશન જોઇ છીએ.”
“ઓ.કે. તમે પોલીસની આટલી મદદ કરી માટે ગુનેગારો
ન પકડાય ત્યાં સુધી તમને પુરતુ પ્રોટકશન આપવામાં આવશે અને અમારી પુરતી તાકાત
ગુનેગારને પકડવામાં લગાવી દઇશુ.”
“થેન્ક્યુ સર.”
************************
“સર પ્લીઝ હેલ્પ મી.”
“કોણ?” વિશાલને એક અજાણ્યા કોલ પર જવાબ
આપતા કહ્યુ.
“સર તમારી એક હેલ્પની જરૂર છે. તમે મને
તમારી ઓફિસની પાછળ આવેલા પાર્કમાં મળવા આવી શકો?”
“ભાઇ તમે કોણ છો? હુ તમારી શુ મદદ કરી
શકુ?”
“હુ એક મજબુર વ્યક્તિ છું. મારી ઓળખને
બધુ તમને રૂબરુ જણાવીશ પ્લીઝ એકવાર તમે મને મળવા આવી શકો.”
“ના ભાઇ એમ કોઇ અજાણ્યા લોકોને કારણ
વગર મળી ન શકુ.” વિશાલને ડર લાગ્યો કે ગુનેગારો કયાંક તેને છટકામાં ફસાવી ન દે.
“સર થોડુ જ કામ છે તમારુ.”
ના ભાઇ કહી વિશાલે ફોન મુકી દીધો.
*******************************
ફરીથી અજાણ્યા નંબરથી ફોન આવતા વિશાલને
ગુસ્સો આવી ગયો. આથી ફોન આવતા જ વિશાલે પીક અપ કરીને ગુસ્સેથી કહ્યુ,
“ભાઇ એકવાર ના પાડી તો કેમ ખબર પડતી
નથી?”
“કોને ના પાડી શુ થયુ?” સામે છેડેથી
ઇન્સ્પેકટર વ્યાસે કહ્યુ.
“સોરી વ્યાસ સર એક માણસ પરેશાન કરતો
હતો એટલે મને લાગ્યુ કે તેનો જ ફોન હશે એટલે તમને કહેવાય ગયુ. સોરી અગેઇન.” તે
ઇન્સ્પેકટર વ્યાસનો અવાજ ઓળખી જતા કહ્યુ.
“તમને ફરીથી અભિનંદન આપવા ફોન કર્યો.
તમારી હિમ્મત બહાદુરીને કારણે ગુનેગારો પકડાઇ ગયા છે અને તેઓએ પોતાનો ગુનો કબુલી
લીધો છે. તેઓ પોતાના ગેરકાયદેસર વ્યવસાય ચલાવવા માટે જ લોકોને ડરાવતા હતા અને તેઓએ
જ રઘુ અને રોઝીની હત્યા કરી છે.”
“અરે વાહ સર ધેટસ ગ્રેટ ન્યુઝ. પણ તો
તે ફોન કોનો હતો?”
“ફોન? કેવો ફોન?” ઇન્સપેકટર વ્યાસે
પુછ્યુ એટલે વિશાલે બધી વાત કરી.
“તે નંબર મને આપો હુ ટ્રેસ કરીને કહુ
છે તે કોણ છે અને કયાંથી તમને ફોન કર્યો છે.” વિશાલે નંબર આપ્યો.
***************************
“હેલો સર, તમે મને બોલાવ્યો?”
ઇન્સપેકટર વ્યાસે વિશાલને બોલાવ્યો એટલે પોલીસ ઓફિસે આવીને વિશાલે પુછ્યુ.
“બેસો મિસ્ટર વિશાલ. તમે જે નંબર આપ્યો
તે ટ્રેસ થઇ ગયો છે. અને કોથળામાંથી બિલાડુ નીકળ્યુ છે.”
“વોટ? એવુ શુ બન્યુ?”
“તે કપિલ જાનીનો કોલ હતી. પોલીસે પછી
તેની તપાસ કરી અને મુલાકાત લીધી. તેનુ કહેવુ એવુ છે કે......”
“શુ કહેવુ છે? કેમ અધુરી વાત મુકી?”
“તે વાત તેના મુખેથી જ સાંભળો.”
“હેલો, વિશાલ મે જ તમને કોલ કર્યો હતો.
હુ કોઇ ગુનેગાર નથી. ચરસ ગાંજાની હેરાફેરી કરનારા આ લોકો ગુંડાઓ છે અને તેઓએ મારી જમીન
કબજે કરી લીધી હતી અને તેઓએ જ પોતાના સાથીઓ પાસે રેસ્ટોરંટ બનાવડાવી હતી. અને
ત્યાં ખોટે ખોટા ભુતની અફવા ફેલાવી હતી. બહુ વધારે થયુ એટલે વેચવાનુ નાટક કર્યુ
વર્ષોથી તેઓ આ ધંધો ચલાવી રહ્યા હતા.”
“તમે પોલીસની મદદ ન લીધી?” ઇન્સપેકટરે
પુછ્યુ.
“મને તેઓએ કેદમાં રાખ્યો હતો. હુ માંડ
છટકીને આવ્યો છુ.”
“તમે અદાલતમાં જુબાની આપજો. અમે તમારી
જમીન છોડાવી આપીશુ.”
“થેન્ક્યુ સો મચ સર.”
“હવે તે લોકોને કોઇ બચાવી નહિ શકે આપણી
પાસે સબુત અને ગવાહ બન્ને છે.” ઇન્સપેકટરે કહ્યુ.
“હા, સર.”
વિશાલની બહાદુરી અને કપિલ જાનીની
ગવાહીને કારણે ગુનેગારો પકડાય ગયા અને તેમને આકરી સજા થઇ. કપિલ જાનીને તેની જમીન
પણ મળી ગઇ.
Comments
Post a Comment