અનોખુ રહસ્ય -2

 

અનોખુ રહસ્ય

પ્રકરણ : 2



            દુનિયામાં એટલુ બધુ અજબ બનતુ હોય છે કે તેની કલ્પના કયારેય કરી શકાતી નથી. અક્ષિતે પોતાની પુરી તૈયારી સાથે પોલીસની નોકરી સ્વીકારી હતી. તેની દસ વર્ષની નોકરીમાં અનેક અલગ અલગ અનુભવ થયા હતા પરંતુ હવે તેની જીંદગીમાં એક સાવ વિચિત્ર અનુભવ થવા જઇ રહ્યો હતો.

            અક્ષિત બધી તપાસ કરીને સાંજે પોતાની ઘરે જઇ રહ્યો હતો ત્યાં રસ્તામાં તેના ફોનમાં એક રીંગ વાગી લો બેટરીને કારણે તે ફોન ઉંચકવા ગયો ત્યાં જ ફોન સ્વીચ્ડ ઓફ થઇ ગયો. ઘરે આવીને ફોન ચાર્જ કરીને તેને જોયુ તો અજાણ્યા નંબરથી ફોન હતો. પોલીસને તો મોટેભાગે અજાણ્યા નંબર પરથી જ ફોન આવતા હોય છે. અક્ષિતે તે નંબર પર રી ડાઇલ કર્યો. સામે છેડેથી એક સુંદર લેડીનો મીઠો અવાજ આવ્યો,


            “ઇન્સ્પેકટર અક્ષિત હીઅર?”

            “હા, મેડમ બોલો.”

            “હું ક્રાઇમ બ્રાંચમાંથી જુલી વાત કરી રહી છુ. મને ખબર મળી છે કે  તમારા થાણામાંથી ડ્ર્ગ્સ લીડરને છોડાવવા માટેથી તૈયારીઓ ચાલી રહી છે.”

            “વ્હોટ”

            “હા, અમારી ખબર ચોક્કસ છે. તમે સાવધાન રહેજો.”

            “ઓહ માય ગોડ, કોણ છે તેઓ?”

            “તે હજુ કાંઇ માહિતી મળી નથી. અમે અમારા ચક્રો ગતિમાન રાખ્યા છે. જેવી કોઇ ખબર મળશે તમને ઇન્ફોર્મ કરીશુ.” આટલુ બોલીને સામેથી ફોન મુકાય ગયો. અક્ષિતનુ મગજ બીજી દિશા તરફ વળી ગયુ.

                  *************************

            ચોકીએ આવીને અક્ષિતે બધાને સાવધાન રહેવાની સુચના આપી દીધી. તે પોતે પણ એલર્ટ બની ગયો. ડ્રગ્સના કેસમાં જેટલા તાજેતરમાં પકડાયા હતા. તેની આસપાસ પહેરો વધારી દીધો અને પોતાના કમ્પ્યુટર પર તે બધુ સર્ચ કરવા લાગ્યો. રાત્રે બાર વાગ્યે તેનુ મગજ ભમવા લાગ્યુ. કોમ્પ્યુટર ઓફ કરીને તેને ચા મંગાવી ત્યાં ફરીથી વિવેક આવ્યો.

            “સર, હવે તો તમને બધા પુરાવા મળી ગયા. મને સજા આપો સર.”

            “અરે યાર શુ મગજ ખાવા આવી ગયો. હવાલદાર આને પકડીને નાખો જેલમાં બે દિવસ જેલના મચ્છરો ખાશે એટલે ખબર પડશે બધી.” ગુસ્સામાં બબડતા બબડતા અક્ષિતે કહ્યુ. વિવેકના ચહેરા પર સ્માઇલ આવી ગયુ.

            હવાલદારે વિવેકને જેલમાં પુરી દીધો. હજુ અક્ષિતે ચા પુરી કરી ન હતી ત્યા જ હીટ એંડ રનનો કેસ આવ્યો અને અક્ષિતે જવુ પડયુ. કેસમાં પુરા બે કલાકમાં ચોકી પર આવ્યો અને જુએ તો શું?

            પોલીસ ચોકીમાં રહેલો બધો સ્ટાફ બેભાન પડ્યો હતો અને જેલમાંથી બધા કેદીઓ ગાયબ હતા. અક્ષિતને બધુ જોઇને છક્ક થઇ ગયો. તેને બધાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ બધા ગાઢ નિદ્રામાં હતા. તેને ફટાફટ જીપ લીધી અને સવારના સ્ટાફમાંથી બધાને બોલાવી લીધા. આસપાસની બધી ચોકીઓમાં જાણ કરી દીધી અને થોડી જ વારમાં ચેક પોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ ગયો.

            અક્ષિતના નસીબ જોગ બધા ગુનેગારો પકડાય ગયા. ચેકનાકા પર જ તેઓને પકડી પાડવામાં આવ્યા. તેના બધા સવાલના વિચિત્ર રીતે જવાબ મળી ગયા. વિવેક વ્યાસ એ ખરેખર ડ્રગ્સ ડીલરનો સાથીદાર હતો તેને બધી વાર્તા ઘડીને નકલી માતાને લાવીને ખોટેખોટા જેલમાં જવાનુ કાવતરુ ઘડ્યુ. જેવો તે જેલમાં ગયો તેવા તેના સાથીદારોએ હીટ એન્ડ રન કર્યુ અને અક્ષિતને ત્યાં બોલાવી લીધો. પાછળથી પ્લાન મુજબ વિવેકે સ્પ્રે છાંટીને બધાને ચોકીમાં બેહોશ કરી દીધા અને પોતાના સાથીદારો સાથે બીજા ગુનેગારોને છોડાવીને છટકવા જતો હતો ત્યાં જ તેઓ પકડાય ગયા.

 

 

     

             

           

 

Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2