પ્રણય વૃષ્ટિ - 2
પ્રણય વૃષ્ટિ
ભાગ –
૨
“હાય વિપુલ, ગુડ મોર્નીંગ.” સવારે દસેક
વાગ્યે દિવ્યા વિપુલના ઘરે આવી.
“હેલ્લો દિવ્યા, ગુડ મોર્નીંગ. વેલકમ
ટુ માય હોમ. પ્લીઝ કમ ઇનસાઇડ.”
“તને અહી અમેરીકામાં અચાનક જોઇ મને
સુખદ આશ્ચર્ય થયુ. તુ અહી અમેરીકામાં? આઇ મીન અહી કોઇ રીલેટીવ રહે છે તારુ કે?”
વિપુલે આ પ્રશ્ન પુછતા જ જાણે દિવ્યાની દુખતી રગ દબાવી દીધી હોય તેવી અનુભુતિ
દિવ્યાના ચહેરા પર ઉપસી આવી, તેના ચહેરા પર વિપુલને મળ્યાનો જે આનંદ હતો તે બધો
રફ્ફુ ચક્કર થઇ ગયો અને થોડી ક્ષણ સુધી નિરવ શાંતિ છવાઇ ગઇ.
“આઇ એમ સોરી. મે તને દુઃખ પહોચાડ્યુ.”
“નહી નહી, ઇટ’સ ઓ.કે. વિપુલ. સાચુ કહુ
તો મને ખુબ ગમ્યુ કે તે મને આ પ્રશ્નો પુછ્યા બાકી અહી અમેરીકામાં કોઇને ક્યાં
કોઇની પડી છે, બધા પોતપોતાની બનાવેલી સ્વાર્થની દુનિયામાં રચ્યા-પચ્યા છે. હું અહી
અમેરીકામાં આવી તેનુ કારણ તારે જાણવુ છે ને, તો સાંભળ, ડેનીશ નામના એન.આર.આઇ. યુવક
સાથે મારા લગ્ન થયા અને લગ્ન બાદ પંદર દિવસમાં જ હું ડેનીશ સાથે અહી આવી ગઇ, થોડા
દિવસ તો બધુ બહુ સારૂ ચાલ્યુ પણ પછી બધી સાચી વાતની ખબર પડી કે હું તો ડેનીશ માટે
મજાક માત્ર હતી, તેણે તો અહી પોતાની અલગ દુનિયા પહેલેથી વસાવી હતી, આઇ મીન મારા
માટે તો માત્ર તેના મમ્મી-પપ્પાના દબાણવશ તેણે લગ્ન કર્યા હતા બાકી અહી તેના
પરિવારની જાણ બહાર લગ્ન કરી લીધા હતા, ધીમે ધીમે મને બધી વાતની ખબર પડતા મે તેના
મમ્મી-પપ્પાને બધી વાતની જાણ કરી પણ તેઓ કાંઇ કરી શક્યા નહી અને આખરે મે તેની સાથે
ડાઇવૉર્સ લઇ લીધા. ડાઇવૉર્સ બાદ ભારત જવાનુ મુનાસીબ ન માન્યુ કારણ કે ત્યાં મારા
મમ્મી-પપ્પાની પરિસ્થિતિ બહુ સારી નથી અને ઉપરથી હું તેના પર બોજરૂપ બનુ તે
વ્યાજબી ન કહેવાય, એમ વિચારી મે અહી જ સેટલ્ડ થવાનુ વિચારી લીધુ પણ અહી ન્યુયોર્ક
સીટીમાં પૈસા વગર રહેવુ એ અતિ કઠીન છે એટલે હમણા તો એક ફ્રેન્ડ સાથે રહુ છું અને
જોબ માટે ઇન્ટરવ્યુ આપુ છું પણ ક્યાંય મેળ પડતો નથી.” દિવ્યાએ પોતાની દુઃખદ આપવીતી
વિપુલને કહી દીધી.
“ઓહ, આઇ એમ સોરી દિવ્યા. જો તને યોગ્ય
લાગે તો મારી નજરમાં એક જોબ છે. હું જે હોટેલમાં હેડ શેફ છું ત્યાં કાઉન્ટર
સંભાળવા માટે એક લેડીની જરૂરિયાત છે, જો તુ કહે તો હું હોટેલ મેનેજમેન્ટ સાથે વાત
કરુ, આઇ થીન્ક તે મારી વાત જરૂર માની જશે.”
“યા શ્યોર વિપુલ, આઇ વીલ બી ગ્રેટફુલ
ટુ યુ.”
“ઇટ’સ ઓ.કે. દિવ્યા.”
બન્ને એ તે દિવસે ઘણો સમય સાથે
વિતાવ્યો પણ દિવ્યાને વિપુલના વર્તન પરથી સાફ સાફ દેખાઇ આવ્યુ હતુ કે તેનુ વર્તન
તેના બાળપણના સ્વભાવથી તદ્દન વિપરીત હતુ. દિવ્યાએ ઘણો પ્રયત્ન કર્યો વિપુલના
જીવનમાં ડોકીયુ કરવાનો પણ વિપુલે બહુ આસાનીથી તે ટાળ્યુ હતુ. લગભગ બારેક વાગ્યે
દિવ્યા બીજા દિવસે હોટેલ પર મળવાનુ કહી વિપુલના ઘરેથી નીકળી ગઇ.
***********
“વિપુલ, તને કેટલી વાર કહ્યુ કે મારા
જેટલુ ધ્યાન સ્ટડીમાં આપે તો યુનિવર્સિટિ ફર્સ્ટ આવશે.”
“મારે અભ્યાસમાં યુનિવર્સિટિ ફર્સ્ટ
આવવુ નથી પણ તારા દિલની યુનિવર્સિટિમાં અવ્વલ આવવુ છે ડિઅર.”
“તુ પણ પાગલ છે, નહી તુ અભ્યાસ કરે કે
નહી મને અભ્યાસ કરવા દે.”
“મે તને ક્યાં ના પાડી છે અભ્યાસની, તુ
ફ્રી છે સ્ટડી કરવા માટે." વિપુલ નારાજ થવાનો ઢોંગ કરતા મેનાના ખોળામાંથી ઊભો
થઇ પાર્કમાં બેન્ચ પર બેસી ગયો.
“સોરી વિપુલ, મારો ઇરાદો તને હર્ટ
કરવાનો ન હતો.” બોલતી મેના પણ તેની બાજુમાં બેસી તેને મનાવવા લાગી.
“આજે એમ આસાનીથી મારી નારાજગી દૂર
થવાની નથી.” બોલતા વિપુલ મેનાની વિરૂધ્ધ સાઇડ મોં ફેરવી ગયો.
“તુ જીદ્દી છે તો તારાથી વધુ જીદ
મારામાં સમાયેલી છે બચ્ચુ.” બોલતા મેના વિપુલ જે બાજુ મોં ફેરવી બેઠો હતો તે બાજુ
જઇ બેસી ગઇ અને આ વખતે જેવો વિપુલ પીઠ ફેરવવા ગયો કે મેનાએ તેના ગાલ પર હળવુ ચુંબન
કરી દીધુ અને વિપુલ ત્યાં જ સ્થિર થઇ ગયો.
“હવે નારાજગી દૂર થઇ કે નહી?” મેનાએ
હસતા હસતા પુછ્યુ.
“હવે તો નારાજગી વધી ગઇ છે.” કહેતા
વિપુલે તેનો બીજો ગાલ મેના તરફ કર્યો.
“હવે રહેવા દે નહી તો એ ગાલ પર મને
થપ્પડ લગાવતા પણ આવડે છે.” બોલતા મેના હસી પડી.
***********
“હેય વિપુલ, ક્યાં ખોવાયો છે, તારો
સેલફોન ક્યારનો વાગી રહ્યો છે. પ્લીઝ પીકઅપ ધ ફોન.” તેના સહાયક શેફ હરીપ્રસાદે
કહ્યુ ત્યાં તેને ભાન થયુ કે જે બધુ તે યાદ કરી રહ્યો છે તેને તે બહુ પાછળ છોડીને
આવી ગયો છે.
“હાય દિવ્યા, સોરી હું થોડો વ્યસ્ત
હતો.”
“ઇટ’સ ઓ.કે. હું અહી રેસ્ટોરાં માં આવી
છું. ઇફ યુ આર ફ્રી, કેન વી ટોલ્ક જસ્ટ ફોર ફાઇવ મીનીટ્સ પ્લીઝ.”
“યા કમીંગ.” કહેતા વિપુલ બહાર આવ્યો
ત્યાં સામે જ દિવ્યા ઊભી હતી, તેને જોઇને વિપુલ સ્તબ્ધ રહી ગયો, સેઇમ કલર, સેઇમ
ડિઝાઇનનો ડ્રેસ કે જે તેની યાદોમાં મેનાએ પહેર્યો હતો તેવો જ ડ્રેસ દિવ્યા પહેરીને
આવી હતી. માંડ માંડ યાદોથી પીછો છુટે ત્યાં કોઇ ના કોઇ રીતે મેના તેની યાદો પર
કબ્જો કરી જ બેસતી હતી.
“ક્યાં ખોવાઇ ગયો વિપુલ?” દિવ્યાએ તેના
ચહેરા સામે ચપટી વગાડતા તેને પુછ્યુ.
“નથીંગ, ટેલ મી, વ્હોટ હેપ્પન્ડ? કાંઇ
જરૂરી કામ હતુ?”
“ભૂલી ગયો? તે જ મને આજે અહી મળવા આવવા
કહ્યુ હતુ કાલે, જોબની બાબતમાં.”
“ઓહ યા, સોરી ફોર ધેટ. મે ઓથોરીટી સાથે
વાત કરી લીધી છે, આપણે તેમને મળી લઇએ, એ તને રૂલ્સ રેગ્યુલેશન્સ કહેશે, જો તને
અનુકુળ આવે તો તુ અહી જોબ કરી શકે છે.” બન્ને હોટેલ મેનેજમેન્ટને મળવા જાય છે અને
દિવ્યા સાથે દસેક મિનિટની વાતચીત બાદ દિવ્યાને ત્યાં હોટેલમાં કામ મળી જાય છે.
**********
“થેંક્સ અ લોટ વિપુલ, મને જોબની કેટલી
જરૂર હતી તેનો તને ખ્યાલ નથી અને એ કામ તે કરી આપ્યુ એ બદલ તારો જેટલો આભાર માન્યુ
તે ઓછો રહેશે. લેટ’સ સેલીબ્રેટ ધીસ મોમેન્ટ્સ ટુગેધર. આજે રાત્રે આપણે ડિનર માટે
ક્યાંક જઇએ.”
“દિવ્યા, આ પ્રકારની ફોર્માલીટીની જરૂર
નથી, આપણે પછી ક્યારેક સેલીબ્રેશન રાખીશું. આમ પણ મીડનાઇટ બાદ અહીથી ફ્રી થઇશ એટલે
આટલુ મોડુ તને અનુકૂળ નહી રહે.”
“ઇટ’સ ઓ.કે. તુ ફ્રી થશે ત્યાર બાદ
આપણે ડિનર કરશું, મારે થોડુ રોજે રોજ રાહ જોવાની છે તારી.”
“નહી દિવ્યા, પ્લીઝ ડોન્ટ ઇન્સીસ્ટ મી.
વી વીલ સેલીબ્રેટ લેટર. એક્સક્યુઝ મી.” કહેતો વિપુલ ત્યાંથી જતો રહ્યો. વિપુલનો આ
પ્રકારનો સ્વભાવ જોઇ દિવ્યા દંગ રહી ગઇ.
************
“લેટ’સ સેલીબ્રેટ ટુડે મેના. આજે તારે
મારી જોડે ડિનર માટે આવવાનુ છે.” વિપુલ ફરી જુની યાદોમાં હિલોળે ચડ્યો.
“અરે, આજે શું છે તે આપણે સેલીબ્રેટ
કરીએ? અને જનાબ તારા ઘરે પૈસાનું ઝાડ તો નથી ને?”
“અરે આજે તે મને પહેલી વખત ચુંબન કર્યુ
અને તે દિવસ હું સિલીબ્રેટ ન કરુ એમ ક્યાંથી ચાલે? સેલીબ્રેશન તો જરૂરી છે આજે.”
વિપુલે મેનાને કહ્યુ ત્યાં મેના શરમાઇ ગઇ.
“વિપુલ આપણી પાસે આખી જીંદગી પડી છે
સેલીબ્રેશન માટે, તુ ખોટુ ન માનજે પણ આ રીતે નાની નાની વાતમાં સેલીબ્રેટ કરવુ એ
મારા મતે તો પૈસાની બરબાદી છે. આપણે આપણા પગભર થઇએ, ખુદ પૈસા કમાઇશું ત્યારે આપણે
પૈસાનું મૂલ્ય સમજાશે એટલે મારુ માને તો પ્લીઝ નો સેલીબ્રેશન.”
“ઓ.કે. મેના મેડમ. તને દલીલમાં કોઇ ન
પહોંચી શકે.” વિપુલે બે હાથ જોડતા કહ્યુ.
નાની નાની વાતમાં મેના સાથે કોઇ ના કોઇ
બહાને ઉજવણી કરવાની પ્રકૃતિ ધરાવતો વિપુલ આજે સેલીબ્રેશનથી ખાસ્સો દૂર નીકળી ગયો
હતો, દિવ્યાની આજની વાત અને તેના પહેરવેશને કારણે વિપુલના મનમાં રહેલી મેનાની યાદો
વાવાઝોડુ બની તેની ફરતે વિંટળાઇ રહી હતી.
To be continued……………..
Comments
Post a Comment