પ્રણય વૃષ્ટિ - 3

પ્રણય વૃષ્ટિ  

ભાગ – ૩




 

            “વિપુલ, મે નક્કી કરી લીધુ છે માસ્ટર ડીગ્રી બાદ તને અને મને સારી જોબ મળી જ જશે. જોબ મળ્યા બાદ હું મમ્મી-પપ્પાને આપણા વિષે વાત કરીશ અને તુ પણ અંકલ આન્ટીને આપણી વાત કરજે જેથી આ દરરોજની જેમ છુપાઇને મળવામાંથી છુટકારો મળી શકે,”

            “યાર, આમ છુપાઇને મળવામાં જે મજા છે તે મજા લગ્ન બાદ થોડી છે? હાલ તો ક્યારે મળશું? ક્યાં મળશું? કોઇ જોઇ જશે તો? પરિવારમાંથી કોઇ જોઇ જશે તો શું બહાનુ કરશું? આ બધાથી બચી બચીને મળવાની જે મજા છે તે લગ્ન બાદ થોડી રહેવાની?” વિપુલે મેનાને કહ્યુ.

            “તો તેનો મતલબ આપણે આજીવન આ રીતે જ મળશું?” મેના નારાજ થતા બોલી.

            “અરે મજાક પણ નહી સમજતી તુ? હજુ મોટાભાઇના લગ્ન બાકી છે, હા તેના લગ્ન બાદ તો હું તારા ઘરે માંગુ લઇને આવીશ બાકી ત્યાં સુધી તો આપણે આ રીતે છુપાઇ છુપાઇને જ મળવુ પડશે.”

            “મરી ગયા વિપુલ, પપ્પા આવી ગયા.” મેનાએ કહ્યુ અને વિપુલ સફાળો ઊભો થઇ પાછળ ફરી ગયો અને આ બાજુ મેના ખડખડાટ હસી પડી.

            “શું યાર તને પણ આવા મજાક સુઝે છે? હાર્ટ ફેઇલ કરાવી નાખે એમ છો તુ?” વિપુલ મેના સાથે વિતાવેલી પળો વાગોળવામાં મશગુલ હતો ત્યાં પાછળથી દિવ્યાએ તેના ખભા પર હાથ મૂકતા જ તે સફાળો ઊભો થઇ ગયો.

            “અરે..... સોરી વિપુલ, કેમ ચમકી ગયો તુ? એની પ્રોબ્લેમ?” દિવ્યાએ પુછ્યુ.

            “નહી દિવ્યા, જસ્ટ વિચારોમાં હતો અને તુ ક્યારે આવી તેની ખબર જ ન રહી મને.”

            “તુ એટલો તે ગહન વિચારોમાં હતો કે તારા ફ્લેટનો મેઇન ડોર ખુલ્લો છે અને ત્યાંથી ઊભા ઊભા કોઇ તારા નામની બૂમ પાડી તને બોલાવે છતા પણ તુ સાંભળ્યો નહી.”

            “ઓહ, રીઅલી, આઇ ડોન્ટ નૉ ધેટ.”

            “શું આટલા વિચારોમાં મગ્ન હતો તુ?”

            “નથીંગ, મારા ચેરેટી ના કામ બાબતે વિચારમાં હતો બસ, બીજુ કાંઇ નહી.”

            “ઓ.કે. હું તો તને થેન્ક્સ કહેવા આવી હતી, તારા કારણે મને સારી જોબ મળી ગઇ. આજે તો તારે મારી સાથે ડિનર માટે આવવુ જ રહ્યુ, તારા કોઇ બહાના ચલાવી નહી લઉ વિપુલ.” દિવ્યાએ આદેશ આપતા કહ્યુ.

            “ઓ.કે. દિવ્યા, પાર્ટી તારી હું લઇશ પણ મારા અંદાજ પ્રમાણે, મને બહુ બહારનું જમવુ ગમતુ નથી તો તેના કરતા તુ અહી જ ગુજરાતી ભોજન બનાવે અને આપણે બન્ને સાથે અહી જ જમીએ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ?”

            “યા શ્યોર, આજે ઘણા સમય બાદ હું કોઇ સાથે ડિનર લઇશ. હું તને લીસ્ટ આપી ફઉ એ તુ લઇ આવ એટલે હું મસ્ત ડિનર બનાવી તને જમાડુ. મને પણ ખબર પડે કે માસ્ટર શેફને મારા હાથની બનાવેલી ડીશીસ પસંદ આવે છે કે નહી?”

            “ઓ.કે. હું પણ તને મદદ કરીશ ડિનર માટે, તારે એકલા હેરાન થવાની જરૂર નથી. ફર્સ્ટ તુ મને ફટાફટ લીસ્ટ આપી દે હું બધી વસ્તુઓ લેતો આવુ.” કહેતા વિપુલે દિવ્યાને પેન અને પેડ આપ્યા. દિવ્યાએ લીસ્ટ લખી દીધુ અને વિપુલ તે બધુ ખરીદવા માટે બહાર જતો રહ્યો.

            “કેટલી વસ્તુઓ વેર વીખેર પડી છે વિપુલની? આ રીતે રહેવુ થોડુ ગમે?” કહેતી દિવ્યા હોલમાં વીખરાયેલી બધી વસ્તુઓ પહેલા તો વ્યવસ્થિત મૂકવા લાગી ત્યાં એક ડાયરી તેના હાથે ચડી જેમાં લખ્યુ હતુ “મનની સંવેદના” . શિર્ષક પરથી દિવ્યાને એ ડાયરી વાંચવાની ઇચ્છા થઇ આવી અને પોતે ત્યાં જ હોલમાં બેસી તે ડાયરીના એક એક પાનાની સંવેદનાઓને સમજવા લાગી. આખી ડાયરી વાંચી ત્યાં તો દિવ્યા પોતાની જાતને રડતા રોકી ન શકી. તેની આંખો આંસુઓથી છલકવા લાગી. ત્યાં તેણે વિપુલને આવતો જોયો. જેમ તેમ કરી તેણે આંસુઓને છીપાવ્યા અને પેલી ડાયરી પણ. અને પોતે હોલમાં બેઠી મેગેઝીનમાં પોતાની નજર છુપાવવા લાગી.

            “દિવ્યા, ઓલ ધ આઇટમ્સ આર વીથ મી. તે શું તૈયારી કરી છે અહી કુકીંગની?” વિપુલે આવતા જ દિવ્યાને પુછ્યુ.

            “કાંઇ નહી, બસ આ હોલમાં વેર વીખેર પડેલી તારી તમામ યાદોને ગોઠવી રહી હતી.”

            “વ્હોટ? મતલબ??”

            “આઇ મીન, આખા હોલમાં કેટલી વસ્તુઓ ઉડતી હતી તે બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવવામાં જ મારો તો સમય જતો રહ્યો એટલે કુકીંગની તો કશી જ તૈયારી થઇ ન શકી. સોરી ફોર ધેટ.”

            “ઇટ’સ ઓ.કે. ચલ તુ હવે અહી બેસીને મેગેઝીન વાંચ, હું હમણા જ ડિનર બનાવી દઉ પછી સાથે બેસી પાર્ટી માણશું.”

            “દર્દને છુપાવવું એ પણ એક કળા છે વિપુલ. તારો આવો શુષ્ક સ્વભાવનું કારણ આજ મને સમજાયુ. હવે આ બધી યાદોમાંથી બહાર આવવા માટે હું તને પ્રેરીત કરીશ.”

To be continued………………

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2