પ્રણય વૃષ્ટી – ૪

 

પ્રણય વૃષ્ટી

પ્રકરણ – ૪



              “વિપુલ , તારી આ ટેવ મને ખુબ જ ગમે છે? તને બહુ સ્વાદીષ્ત રસોઇ બનાવતા આવડે છે તેનો લાભ હું લગ્ન બાદ ઉઠાવીશ. એય’ને આરામથી હું ઓર્ડર આપીશ એ રસોઇ તારે રોજ બનાવી આપવાની.”

              “જો હું જ રસોઇ ને બધુ બનાવતો રહીશ તો તારુ શું કામ પડવાનું, મેના?”

              “હું તારી રસોઇને મન ભરીને માણીશ અને સારા નરસા પોઇન્ટ તને કહીશ જેથી તુ કુકીંગમાં માસ્ટર બની શકે.” વિચારોમાં મગ્ન વિપુલના કાને આટલા વર્ષો જુનુ મેનાનું ખડખડાટ હાસ્ય અથડાયુ અને તેણે બે હાથને કાન આડે દબાવી દીધા.

              “શું થયુ વિપુલ? કોઇ જુની યાદો પીછો કરે છે કે આમ તુ કાન આડે હાથ દઇ ઊભો છે, શાકનો વઘાર બળવાની વાસ બહાર સુધી આવી રહી છે.” દિવ્યાએ પાછળથી આવતા પુછ્યુ.

              “નહી દિવ્યા, એઉ તે કાંઇ નથી, મારુ જીવન એક ખુલ્લી કિતાબ જેવુ છે જેના દરેક પેઇજ વિષે દુનિયા સારી રીતે જાણે છે.” ગેસ સ્ટવ બંધ કરતા વિપુલ બોલ્યો.

              “તો પછી તારા જીવનના અમૂક અધ્યાયને કેમ તે ગુપ્ત રીતે ડાયરીમાં અંકાર્યા છે?” દિવ્યાએ પુછ્યુ અને વિપુલ એક જાટકે પાછળ વળી જોયુ તો દિવ્યાના હાથમાં તેણે પોતાની અંગત ડાયરી જોઇ.

              “અરે તને આ ડાયરી ક્યાંથી મળી? આ તો બસ નવરાશની પળોમાં જસ્ટ ટાઇમ પાસ માટે લખ્યુ હતુ બાકી કાંઇ ગંભીર રીતે નહી?” બોલતા વિપુલ દિવ્યાના હાથમાંથી ડાયરી લેવા ગયો પણ દિવ્યાએ ડાયરી આપી નહી.

              “આજે અમે બન્ને છેલ્લી વખત મળ્યા. મે તેને ઘણું સાંત્વના આપ્યુ પણ સાચી વાત તો મને જ ખબર છે કે મારા દિલ પર એ સમયે શું વીતી રહ્યુ હતુ. જેની સાથે જનો જન્મ સાથે રહેવાના વાયદા કરેલા હતા તેને હું આજે બીજા સાથે લગ્ન કરવા માટે સમજાવી રહ્યો હતો, મારા આ કાર્યને હું મારુ પરાક્રમ માનું કે પછી મારી મુર્ખાઇ?” દિવ્યાએ ડાયરીના પાના પરનું લખાણ વાંચ્યુ.

              “હવે અહી રહેવાય તેમ નથી, તેનો ચહેરો મને બહુ સતાવે છે. તેની સાથે રહી શકું તેમ તો નથી પણા દુઃખ સહન કરવાની તાકાત પણ મારામાં નથી. હું બહુ ડરપોક છું એટલે જ બસ આ ઘર, ગામ દેશ છોડીને જવાનો મે મક્કમ નિર્ધાર મે કરી લીધો છે, બાય બાય ઇન્ડિયા.” ફરી એક પાનું દિવ્યાએ વાંચ્યુ.

              “આ બધુ તે ટાઇમ પાસ કરવા માટે લખ્યુ છે કે પછી આ કોઇ ધારાવાહીકની સ્ટોરી લખેલી છે? વિપુલ હજુ તુ તારા પાસ્ટને કેમ છુપાવે છે જ્યારે તને ખબર જ છે કે આ ડાયરીના એક એક પાને તારી દર્દભરી દાસ્તાન તે તારા અક્ષરે જ લખી છે.”

              “કોઇની પર્શનલ ડાયરી આમ છુપાઇને વાંચવી એ યોગ્ય નથી, પ્લીઝ દિવ્યા મને ડાયરી આપી દે પ્લીઝ.” વિપુલનો અવાજ ઊંચો થવા લાગ્યો.

              “હું તારી મિત્ર છું અને આ ડાયરી મે વાંચી અને એ પણ છુપાઇને તેનો મને રત્તીભાર રંજ નથી કારણ કે આજ દિવસ સુધી તું જે મનોમન દુઃખી થયો છે તેની સાક્ષી આ ડાયરી છે. પ્લીઝ યાર હવે તો કહે કે શા કારણે તુ અને મેના અલગ થયા?”

              “દિવ્યા, આ બધી વાતનો હવે કોઇ અર્થ નથી અકારણ યાદોના ઉઝરડા પડે હ્રદય પર, તેના કરતા તો સારૂ છે તે યાદોથી દૂર જ રહેવુ.”

              “ઓ.કે. તારે જો યાદોથી પીછો જ છોડાવવો છે તો આ ડાયરીનો શો અર્થ? મૂકી દે તેને ગેસ સ્ટવ પર તારા જ હાથે.” દિવ્યાએ ડાયરી વિપુલના હાથમાં આપી ગેસ સ્ટવ ઓન કરી દીધો.

              “એક દિવસ હતો જ્યારે હું તારા માટે દીવુ હતી અને આજે એ દિવસ છે જ્યારે તુ મને દિવ્યા કહીને સંબોધે છે. વિપુલ મે પણ આ દુનિયાદારી જીવી છે, સામેવાળા માણસના વર્તન પરથી સામેવાળાના મનના ભાવ સમજી જાઉ છું અને અહી જ્યારથી તને મળી છું ત્યારથી મને સમજાય છે કે મેનાથી દૂર થયો એટલે તને સ્ત્રી જાત પ્રત્યેથી જ નફરત થઇ ગઇ છે. મે પણ દગો સહન કર્યો છે તેનો મતલબ એ નથી કે મને પુરૂષ જાત પ્રત્યેથી જ નફરત થઇ ઉઠે. તારા અને મેના વચ્ચે શું થયુ અને તમે બન્ને શા માટે એકબીજાથી અલગ થયા તે બધુ તો આ ડાયરીમાં તે લખ્યુ નથી પણ દુઃખને મનમાં દબાવીને જીવવાથી જીવન બોજરૂપ લાગે. હું એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે બસ તારા મનને હલ્કુ કરવા ઇચ્છું છું, ઇફ પોશીબલ તુ મને તારા મનની વાતને જણાવી શકે છે. કદાચ એવુ પણ બને કે હું તને અને મેનાને મળાવવામાં કળીરૂપ બની જાઉ.”

              “એ હવે શક્ય નથી દિવ્યા. મેના અને હું હવે એકબીજાને મળી શકીએ તેમ નથી.”

              “કેમ શક્ય નથી વિપુલ? એ ક્યાં છે? તેનો કોઇ અત્તોપત્તો તો હશે ને? એ ક્યા હાલમાં છે, તેની કાંઇ તો ખબર હશે ને?”

              “એ મારા ભાઇની અર્ધાંગીની છે દિવ્યા. મારા સગા ભાઇની અર્ધાંગીની, મારી ભાભી છે મેના.” વિપુલે એકઝાટકે સત્ય કહી દીધુ.

              “વ્હોટ? તારા ભાઇની વાઇફ??? હાઉ ઇઝ ઇટ પોશીબલ?” દિવ્યા વિપુલનો જવાબ સાંભળી હતપ્રભ બની તેની સામે એક નજરે જોઇ રહી.

 

**************************************************

વધુ આવતા અંકે 

Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2