ભુલ

ભુલ

              સુંદરતા શબ્દ પણ ટુંકો પડે તેવી રૂપ રૂપના અંબાર સમાન, પચીસ વર્ષની ઉંમર, યુવાની સોળે કળાએ ખીલી ઉઠેલી ચંદ્ર સમાન,અભ્યાસ ક્ષેત્રે પણ અગ્રેસર, એમ.બી.એ. ની ડીગ્રી ધરાવનાર અને ચાલીસેક હજાર જેટલો તગડો પગાર મેળવનાર, સુંદરતાની સાથે સાથે ગુણનો પણ ભંડાર, કોઇ પણ નવયુવાનનું મન આવી સુંદર અને સુશીલ સુકન્યાને પામવા માટે ઉત્સુક રહે એવી દેવયાની આજે પોતાના ધવલ ચહેરાને દર્પણમાં નિહાળી રહી હતી અને ઊંડા વિચારોમાં મગ્ન હતી.

              આજે પણ એવુ જ બન્યુ જે દરેક વખતે બનતુ. જુનાગઢથી આવનાર શ્રીમાન શાહના પુત્ર ઋતુએ પણ દેવયાની સાથે સબંધ કરવાની ના કહી દીધી અને તેઓ જતા રહ્યા બાદ પોતાના રૂમનો દરવાજો બંધ કરી દેવયાની હતાશ બની દર્પણ સામે એવી તે તાકી રહી હતી જાણે તેના મનના પ્રશ્નોને લીધે નિર્જીવ દર્પણ પણ ચકનાચુર થઇ ઉઠે.

              “દેવયાની બેટા, નિરાશ થવાની કોઇ જરૂર નથી, આવુ તો ચાલ્યા કરે બેટા. સબંધ થવા એ તો લેખની વાત છે બેટા, તેમા ચિંતા ન કરાય.” બેડરૂમનુ બારણુ ખખડાવતા દેવ્યાનીના પિતાજી સુરેશભાઇએ કહ્યુ.

              “દિકરી, તુ ચિંતા ન કર, તારા પપ્પા અને ભાઇ બન્ને તારા માટે યોગ્ય અને સર્વશ્રેષ્ઠ પાત્ર શોધશે અને તારો હાથ તેના હાથમાં આપશે. તુ પ્લીઝ દરવાજો ખોલ.” માતા રોહીણીબેને આજીજીના સ્વરે દેવ્યાનીને પોકારતા કહ્યુ. આ સાંભળી દેવયાનીએ  સ્વસ્થ થઈને  રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે રોહીણીબેન અને સુરેશભાઇના જીવમાં જીવ આવ્યો.

              “બેટા, આમ હતાશ થવાની કે મુંઝાવાની કોઇ જરૂર નથી. કદાચ ઋતુ કરતા પણ વધુ સારૂ પાત્ર તારા માટે હશે. કોઇ વાતને નકારાત્મક દ્રષ્ટીથી જોવા કરતા તેના પ્રત્યે હકારાત્મક વલણ અપનાવીએ એમા જ આપણા ધૈર્યની સાચી સફળતા છે.” રોહીણીબેને વહાલથી દેવ્યાનીના માથે હાથ પસવારતા કહ્યુ,

              “હા મમ્મી, તમે ચિંતા ન કરો. આઇ એમ ઓ.કે.” બોલતા દેવ્યાનીએ પોતાના દુઃખને નકલી સ્મિત પાછળ છુપાવી દીધુ.

              “પપ્પા, હું મારી ફ્રેન્ડ રીધ્ધી સાથે બહાર જવા ઇચ્છું છું. બહાર જઇશ તો મુડ સારો થઇ જશે.”  દેવયાનીએ રજા માંગતા કહ્યુ.

              “હા બેટા, તુ તારે જઇ આવ. વહેલાસર આવતી રહેજે.” સુરેશભાઇએ રજા આપતા સુચન કર્યુ.

              “થેન્ક્સ પપ્પા.” કહેતા દેવયાની પોતાના રૂમમાં તૈયાર થવા જતી રહી. થોડી જ વારમાં એકટિવા લઇને તે પોતાની ખાસ ફ્રેન્ડ ઘરે ગઇ અને બંન્ને સખીઓ બહાર પાર્કમાં ગઇ.

              **************************

              તે ખુબ જ દોડી રહી હતી અને લોકોનુ ટોળુ બુમો પાડતુ તેની પાછળ ભાગી રહ્યુ હતુ. તેની ઓઢણી પણ ઉડી ગઇ હતી અને અચાનક પગમાં ઠેંસ લાગતા તે નીચે પડી ગઇ. બધા લોકો તેને ઢસડી લઇ જવા લાગ્યા.

              “મારી નાખો કુલટાને, સમાજના નામે કલંક એવી આ અભાગણીને મારી નાખો.” આવી મોટી ચીસો પાડી લોકો તેને ઢસડી રહ્યા હતા.

              “બચાવો કોઇ મને બચાવો” ની ચીસ પાડી દેવયાની સફાળી જાગી ગઇ અને ચોતરફ નજર ફેરવવા લાગી. ચહેરો પરસેવાથી તરબતોળ થઇ ગયો હતો. હાંથ કાંપવા લાગ્યા હતા. તે હજુ સમજી શકી ન હતી કે આ માત્ર સ્વપ્ન હતુ, તેના મનના ગતિમાન વિચારોના કારણે મનમાં ઉઠેલી કલ્પના માત્ર હતી.

 ફરી વાર ભયાનક સપનાઓ ચાલુ થઇ ગયા. ડોકટર સાહેબે કહ્યુ હતુ તે દવા ફરીથી લેવી પડશે. એવુ વિચારીને પલંગ પરથી ઉભી થઇ લાઇટ ચાલુ કરવા ગઇ ત્યાં તેને કોઇના ડુસકા સંભળાયા. લાઇટ ચાલુ કરવાથી બહાર ખબર પડી જશે એવુ વિચારી તેણે લાઇટ ચાલુ ન કરી અને બારણા પર કાન દઇ સાંભળવા લાગી. ડુસકા તેના રૂમની બાજુમાં આવેલા ભગવાનના રૂમમાંથી આવી રહ્યા હતા. થોડી વાર રડવાનો અવાજ આવ્યો. તે ઓળખી ગઇ તેના મમ્મીનો અવાજ હતો.

              “હે ભગવાન અમને કયા જન્મની તુ સજા આપી રહ્યો છે? હવે અમને બંન્ને ને ઉઠાવી લે તો સારું.” તેના મમ્મી રડતા રડતા ભગવાન પાસે બોલી રહ્યા હતા. તે રાતની નીરવતામાં સ્પષ્ટ સંભળાઇ રહ્યુ હતુ.

              “મારાથી હવે દેવયાનીનુ દુ:ખ જોવાતુ નથી. તે કેમ સમજતી નથી કે સંસારનુ સુખ તેના નસીબમાં જ નથી. હું મા થઇને યુવાન દીકરીને કેમ સમજાવુ કે સંસારના સપના છોડીને ભક્તિ અને સેવા કાર્યમાં મન લગાવી દે.” આટલુ સાંભળીને દેવયાનીને ઝાળ લાગી ગઇ તે પલંગ પર બેસી રડવા લાગી. વહેલી સવારે છેક રડતા રડતા આંખ મિચાઇ ગઇ.

              ભક્તિ તેને ઉઠાડવા આવી.

              “ગુડ મોર્નીંગ દીદી. આજે તો તમે આરામથી ઊંઘ્યા. ચલો તમે તૈયાર થઇ જાવ તમારા માટે ગરમાગરમ ચા અને નાસ્તો તૈયાર જ છે અને તમારું ટિફિન પણ મે ભરીને તૈયાર રાખ્યુ છે.”

              “અરે........ નવ વાગી ગયા ભાભી??? મને ઉઠાડી પણ નહી? તમે એકલા જ બધુ કામ કરી લીધુ?”

              “એમા શું છે દીદી, તમે આખો દિવસ જોબ કરો એટલે થાકી જાઓ અને હું ઘરે જ હોઉ તો બપોરે મસ્ત આરામ કરી લઇશ. થોડું કામ કરી લીધુ એમા શું? જલ્દી તૈયાર થઇ જાઓ. પછી તમારે જ મોડુ થઇ જશે.”

              “ભાભી, તમે કેટલા સારા છો.” દેવયાનીએ તેના ભાભીને વળગી પડતા કહ્યુ.

              “હા, હવે બહુ થયુ. સાંજે જલ્દી આવી જજો. રક્ષાબંધન આવે છે તો થોડી ખરીદી અને ભાઇઓ માટે રાખડી લઇ આવીએ. એ બહાને હું અને તમે મસ્ત ફ્રેશ થઇ જશું અને સાંજે નાસ્તો બહાર કરીશું.”

              “ઓ.કે શ્યોર.”

              ***********************

              “દિપેન, હું અને દેવયાની સાંજે મોલ જઈશું. તે બહુ અપસેટ લાગે છે અને તેની આંખો જોઇને લાગે છે તે આખી રાત રડ્યા જ છે. જરા બહાર જઇ આવીએ તો તેનુ મન ફ્રેશ થઇ જાય.” ભક્તિ તેના પતિ સાથે વાત કરી રહી હતી ત્યારે સાસુ રોહિણીબહેન ત્યાંથી નીકળ્યા અને તેમના રૂમમાં આવ્યા.

              “ભક્તિ તુ કેટલી સારી છે. તારી નણંદ માટે કેટલુ વિચારે છે. અમે બધા કેટલા નસીબદાર છીએ કે તારા જેવી વહુ અમને મળી. ભગવાને બધુ સુખ અમારા નસીબમાં લખ્યુ છે. બસ એક જ..................” અધુરુ વાક્ય રોહિણીબહેનના આંસુમાં વહી ગયુ.

              ********************************

              “રોહિણી, હવે મને દેવયાનીની બહુ ચિંતા થાય છે. આંખ મિચાઇ જાય એ પહેલા તેનુ કયાંક ગોઠવાય જાય તો સારું.”

              “તમને કહુ છુ સાંભળો. આપણા જીગજીવન ભાઇ. જુના મકાનમાં પડોશી હતા. તેનો પુત્ર નીતેશ સમાજ સેવી છે. અને સમાજમાં ઘણા સારા કાર્યો કરે છે. તેની સાથે વાત ચલાવીએ તો? તેનો આખો પરિવાર કેવો સંસ્કારી છે. આપણે તેની સાથે પંદર વર્ષનો સંબંધ છે. તેઓ ના નહિ પાડે. એક વાર વાત કરી જુઓ ને.”

              “હા, રોહિણી તારી વાત સાચી છે. હમણાં જ ફોન કરી લઉ.” સુરેશભાઇએ ફોન હાથમાં લઇને નીતેશના પિતા જગજીવનભાઇને ફોન લગાડ્યો.

              “કેમ છો જગજીવનભાઇ? શું કહે તબિયત પાણી તમારા?”

              “બસ સારૂ છે મને તો. તમે કહો આજે કેમ મને યાદ કર્યો?” જગજીવનભાઇએ વળતો પ્રશ્ન કર્યો.

              “તમારી દીકરા સાથે મારી દીકરીની....”

              “જય શ્રીકૃષ્ણ સુરેશભાઇ, આપણે પછી વાત કરીએ, અંગત મહેમાન આવી ગયા છે.” આટલુ કહી જગજીવનભાઇએ તુરંત જ ફોન કાપી નાખ્યો.

              “શુ કહ્યુ જગજીવનભાઇએ? કયારે આવશે?”

              “રોહિણી બહારથી માણસ ગમે તેવો દેખાય અંદરથી બધાના વિચારો એક સરખા હોય છે.” નિરાશ થઇને પથારી પર બેસી જતા સુરેશભાઈએ કહ્યુ.

              મમ્મી પપ્પાના રૂમ પાસેથી પસાર થતા દેવયાનીએ આ બધી વાતો સાંભળી લીધી. તે હતાશ થઇને પોતાનો રૂમ બંધ કરીને અંદર રૂમમાં ગઇ. તેનુ મન વિચારે ચડી ગયુ. મોડી રાત્રી થઇ ગઇ છતાંય તેને ઊંઘ ન આવી. ધીરે ધીરે બધા રૂમની લાઇટ બંધ થઇ ગઇ. તમરાઓનો અવાજ આવવા લાગ્યો અને અંધકારની ચુંદડી ઓઢી રાત આગળ વધવા લાગી. દેવયાની તેના રૂમમાંથી બહાર નીકળીને ભગવાનના રૂમમાં ગઇ.

              “હે કાળિયા ઠાકર, તમે તો બધુ જાણો જ છે ને કે જે થયુ એમા મારી શું ભૂલ હતી???” બોલતા બોલતા દેવયાની ડુસકા ભરવા લાગી હતી.

              “મારી જનેતા કે જેણે મારા જન્મ વખતે અસહ્ય પ્રસવપીડા સહન કરી હતી, તેને જ્યારે મારી જરૂર હતી અને હું તેના માટે મદદ માટે તૈયાર થઇ, શું એ મારી ભૂલ હતી???

              જ્યારે પપ્પા અહી હતા નહીં અને ભાઇ અભ્યાસ માટે હોસ્ટેલમાં હતો એ સમયે પુરૂષ સમોવડી બની રાત્રે દસ વાગ્યે મારી મા માટે દવા લેવા ઘરની બહાર નીકળવુ એ શું મારો ગુનો હતો?”  પૂજાના રૂમમાં દેવયાનીના ધારદાર પ્રશ્નોના પડઘા પડવા લાગ્યા અને અશ્રુધારા દેવયાનીની આંખોમાંથી અવિરત વહેવા લાગી હતી.

              “આટલા વર્ષોથી હું ચુપ હતી. મારી સાથે જે બન્યુ એ વાતને મે સ્વપ્ને સુધ્ધા યાદ કરી નથી. એ રાતને હું એક ભયંકર સ્વપ્ન સમજી ભૂલી જવા ઇચ્છતી હતી અને ભૂલવા માટે સમર્થ પણ હતી પરંતુ લગ્નની વાત આવે અને એ ભયાવહ દ્રશ્ય મારી આંખ સામે સાક્ષાત આવીને ઊભુ રહી જ જાય છે. શા માટે? પ્રભુ શા માટે?”

              “દરેક યુવતીનું સ્વપ્ન હોય છે કે તેનો પણ એક ખુશહાલ સંસાર હોય, હસતો રમતો તેનો પણ પરિવાર હોય. એ કોડ મારા પણ છે, ભલે મારા સફેદ દામન પર દાગ લાગ્યો છે તો શું આ અરમાન મારે ભૂલી જવાના? મારો શું વાંક હતો કે મારે મારા અરમાનોની બલી ચડાવી દેવાની?

              મારા માટે જે કોઇ પાત્ર પપ્પા કે મમ્મી શોધે છે, કાં તો તે ઘર સુધી પહોંચતા જ નથી અથવા ભૂલેચુકે ઘરે આવી જાય છે અને આ વાત જાણે છે ત્યારે વગર બોલે તેમની હિનતાભરી નજરો મને ઘેરી વળે છે, પણ જે બન્યુ એમાં મારો કાંઇ ગુનો ન હતો.

              તમને તો ખબર જ છે પ્રભુ કે એ કાળી રાત્રીએ શું બન્યુ હતુ. મમ્મી કેન્સરના દર્દી અને ભાઇ તો એ વખતે હોસ્ટેલમાં અભ્યાસ કરતો અને પપ્પા ધંધાર્થે બહારગામ ગયા હતા. અચાનક રાત્રે મમ્મીને લોહીની ઉલ્ટી શરૂ થઇ ગઇ. સંજોગ પણ એવા કે ડોક્ટરને ફોન લાગ્યો નહી અને નાછુટકે મારે મમ્મીને ઘરે એકલા રાખી ડોક્ટરને બોલાવવા નીકળવુ પડ્યુ. અંધારી રાત્રે એકલા જવુ એ કાંઇ મારા માટે બહુ મોટુ કામ ન હતુ પણ મારા કમનસીબ કે એ ચાર નરાધમોએ મારા પર પીશાચી કૃત્ય કર્યુ અને મને પીંખી નાખી, મારી સાથે એ બધુ બન્યુ જે વિચારે પણ મારી રૂહ કંપી ઉઠે છે. એ ચાર રાક્ષસોએ મારુ શિયળ લુટ્યુ.”

       પરિવારના સાથ અને હિમ્મતથી જેમતેમ કરીને મે મારી જાતને સંભાળી, પણ હવે બસ પ્રભુ, હવે મને સમજાઇ ગયુ કે મારા કોડ અને મારી આકાંક્ષાઓ પુરા કરનાર કે સમજનાર કોઇ છે જ નહી. બોલતા તેણે હાથમાં રહેલા તીક્ષણ ચપ્પુથી હાથની નસ કાપી નાખી. લોહી વહેવા લાગ્યુ અને દેવયાનીના ઉંહકારા પૂજા રૂમમાં ઘુમરાવા લાગ્યા.

              રડતી ઉંહકારા ભરતી દેવયાની પોતે મનમાં સજાવેલા અરમાનોને સાથે લઇને જ આ સ્વાર્થી દુનિયા છોડી ચુકી હતી.

 લેખકનું નામ : ભાવિષા ગોકાણી 

Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2