લોચો , ભાગ-૧

 

લોચો , ભાગ-૧

 


              “સ્નેહા, આઇ. એમ. સોરી. બટ તારી હેલ્પની જરૂર હતી એટલે તને ઇન્ફોર્મ કર્યા વિના હું તારા ઘરે આવી ગયો.” સ્નેહાના રૂમમાં અચાનક આવીને રિતેશે કહ્યુ.

              “ઓહહ્હ, તુ અહીં.” મોઢુ ફેરવીને સ્નેહાએ કહ્યુ. તેણે પોતાના ચહેરા પર ફેસપેક લગાવ્યો હતો અને અચાનક રિતેશ આવી જતા તેને ખુબ જ શરમ આવી અને તેણે મોઢુ ફેરવી લીધુ.

              “ઓહ, સોરી  અગેઇન.” રિતેશને લાગ્યુ કે કાંઇક લોચો પડયો છે એટલે તેણે પણ મોઢુ ફેરવી લીધુ.

              “બી કોન્ફિડન્ટ યાર, યુ આર અ ગર્લ ઓફ ટવેન્ટી ફર્સ્ટ સેન્ચુરી.” મનમાં વિચારી તે ફેસ પેક વાળા ચહેરા સાથે જ રિતેશ સામે આવી ગઇ.

              “અત્યારે અચાનક કેમ અહીં?”

              “સ્નેહા, સોરી બટ.”

              “એક સોરી શબ્દ જ બોલતા આવડે છે કે સોરીથી આગળ પણ કાંઇ બોલીશ? મારુ શું કામ પડી આવ્યુ અચાનક્?”

              “ઓહ, સોરી.” બોલતા રિતેશ અને સ્નેહા બંન્ને ખડખડાટ હસી પડયા.

              “એકચ્યુલી, મારે તારી પ્રોજેક્ટ સંદર્ભે મદદની જરૂર હતી એટલે તને કહ્યા વિના અહી ઘરે આવી ગયો.

              “ઓ.કે. અત્યારે તો હું બીઝી છું, આપણે પછી વાત કરીએ તો. તારા નંબર મને આપી દે, આઇ વીલ કોલ યુ લેટર.” બન્નેએ નંબરની આપ-લે કરી લીધી અને રિતેશ ત્યાંથી નીકળી ગયો.

                    ***********

              “હાય રિતેશ, નાઉ આઇ એમ કમ્પ્લીટલી ફ્રી, બોલ શું મદદની જરૂર છે?”

              “સ્નેહા, તુ હવે અમારી કોલેજમાં તો અભ્યાસ કરતી નથી પણ બધા લેક્ચરર હજુ તને યાદ કરે છે, તારા જેવી હોનહાર સ્ટુડન્ટ કોલેજમાં ન રહે એ બહુ ખેદની વાત છે.”

              “નથીંગ લાઇક ધેટ, હું હાયર એજ્યુકેશન માટે અહી આવી છું, હંમેશાને માટે નહી.”

              “હા આજે જ શાહ સર સાથે હું પ્રોજેક્ટની પ્રોબ્લેમ પર ચર્ચા કરવા ગયો ત્યારે તેમણે તને યાદ કરી હતી અને મને સલાહ પણ આપી હતી કે આ પ્રોજેક્ટ પર સ્કોરીંગ માર્ક્સ મેળવવા હોય તો સ્નેહાની મદદ લેવાનુ ચુકતો નહી.”

              “એવુ કાંઇ નથી, હું તો સામાંન્ય વિદ્યાર્થીની છું, એ તો શાહ સરની મોટાઇ છે કે આજે પણ મારા જેવી ઓછાબોલી વિદ્યાર્થીનીનું નામ તેમને યાદ છે.”

              “સ્નેહા મારે ફિઝીક્સના પ્રોજેક્ટ પર તારી મદદની જરૂર હતી એટલે જ જસ્ટ મે તને કોલ કર્યો હતો, તારે પણ સ્ટડી ડિસ્ટર્બ થતુ હશે પણ બની શકે તો મને થોડી હેલ્પ કરીશ?” રિતેશે વિનંતી કરતા કહ્યુ.

              “મદદ?????” હું મદદ કરું?” પોતાના ચહેરાને અરિસામાં જોતી તે આશ્ચર્યચકિત થતા બોલી ઉઠી.

              “ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ, ધેન ઇટ્સ ઓ.કે. ,આઇ વીલ મેનેજ માયસેલ્ફ.” રિતેશનો અવાજ ઉતરી ગયો આટલુ બોલતા જ.

              “ના ના, હું મારી બનતી હેલ્પ કરીશ તને રિતેશ, તારે જે મદદની જરૂર હોય તે ડિફીકલ્ટીઝ મને મેસેજ કરી દે એટલે હું જોઇ લઉ પછી સ્ટડી કરી સાંજે તને કોલ કરું.”

              “ઓ.કે. , થેન્કસ અ લોટ, થેન્ક યુ સો મચ.” ખુશીના લીધે રિતેશ ઉછળી પડ્યો. આખી કોલેજની છોકરીઓ રિતેશના એક શબ્દ માટે તલસતી એવો તે હેન્ડસમ અને બ્રીલીયન્ટ હતો અને આજે એ જ રિતેશ સ્નેહાની મદદની હા આવતા જ ઉછળવા લાગ્યો હતો.

              આ બાજુ સ્નેહા એકદમ ઓછુ બોલનારી, ભણેશ્રી અને અંતર્મુખી સ્વભાવની હતી. કોલેજમાં તેના મિત્ર સર્કલમાં કોઇ હતુ જ નહી. તે પોતે જ પોતાની મિત્ર હતી. છોકરાઓ તો બહુ દૂરની વાત, કોઇ છોકરીઓ સાથે પણ તે બોલતા અચકાતી એવી સ્નેહાએ પોતાને ફોન નંબર આપ્યા અને વાત પણ કરી અને પ્રોજેક્ટ માટે મદદ ની હા પાડી તેથી રિતેશ ખુબ ખુશ હતો.

 **********

              “એ બબુચક આ શું ચાલે છે? છેલ્લી એકાદ કલાકથી તે ફોનમાંથી માથુ ઉંચક્યુ નથી, એવુ તે શું ચાલે છે ફોનમાં જોવા દે તો મને...... કાંઇ છુપાવતે તો નથી ને?” બોલતા જ સાધનાએ નેહાના હાથમાંથી ફોન આંચકી લીધો.

              “અરે યાર, એમ શું કરે છે? હું કોઇ છોકરા સાથે ચેટ નહી કરતી, જોઇ લે જસ્ટ જનરલ નોલેજ બાબતે સર્ચ કરતી હતી.” નેહાએ ફોન ધીમેકથી સાધના પાસેથી સરકાવતા કહ્યુ.

              “જો નેહા, તારી જોડીયા બહેન સ્નેહા આ રીતે ચુપચાપ બેઠી કામ કરતી હોય તો એ સર્વગ્રાહ્ય છે, બાકી તુ જો બે મિનિટથી વધુ ચુપ રહે તો અમને તો એમ જ લાગે કે કાંઇક બહુ મોટો શૈતાની આઇડિયા તારા મનમાં ચકરાવા લઇ રહ્યો છે.” સાધનાએ હસતા હસતા કહ્યુ.

              “હમ્મ્મ્મ, એ જ તો મને મારી જોડીયા બહેન સ્નેહાથી અલગ પાડે છે, અમે બન્ને દેખાવમાં એક જ સરખી છીએ પણ ભગવાને તેને બહુ ઓછુ બોલવાની શક્તિ આપી અને મને ઓછુ ચુપ રહેવાની.” નેહા અને સાધના બન્ને હસી પડી.

              “એય ચાલ, જલ્દી ચાલ, નીરા મેડમનો એકાઉન્ટનો તાસ શરૂ થઇ ગયો હશે.” કહેતી સાધના નેહાને ક્લાસ તરફ ખેંચી ગઇ.

**********

              “હાય રિતેશ, મે તને બધી ડીફીકલ્ટીઝની ટિપ્સ વોટ્સ એપ કરી હતી એ તને મળી ગઇ કે?”

              “હા સ્નેહા, આઇ હેવ ચેક્ડ ઓલ ધીસ. થેન્ક્સ ફોર ધીસ હેલ્પ. કઇ ભાષામાં તને થેન્કસ કહું એ સમજાતુ નહી મને. મારી પાસે શબ્દો ખુટે છે તારા માટે. તારા અભ્યાસની સાથે સાથે તે મારા પ્રોજેક્ટ માટે પણ સમય કાઢી લીધો. થેંક યુ સો મચ.”

              “આપણા શહેરમાં પેલા નથુ નાસ્તવાળા પાસે શબ્દો મળે છે ઉછીના, લઇ લેજે થોડા ઘણા એટલે તારી પાસે શબ્દો ખુટે નહી.” સામે છેડેથી હસવાનો અવાજ આવતા રિતેશ સમજી ગયો કે પોતાની પટ્ટી ઊતરી ગઇ છે એટલે તે પણ ખડખડાટ હસી પડ્યો.

              “અહી કોલેજમાં તારા વિષે જે સાંભળ્યુ, જે વિચાર્યુ, ખરેખર તેનાથી તુ તદ્દન વિપરીત છે. અહી હતી ત્યારે એમ જ થતુ કે તારામાં કોઇ સાથે વાત કરવાની આવડત જ નથી પણ રીઅલી યુ આર સચ અ બ્રીલીયન્ટ માઇન્ડેડ ગર્લ. રીઅલી લાઇક ટુ ટોલ્ક વીથ યુ.”

              “થેન્ક્સ અ લોટ, બીજુ કહે કેવુ ચાલે છે સ્ટડી? હજુ સાઇન્સ-કોમર્સ વાળાનુ યુધ્ધ એમ જ ચાલે છે કે કાંઇ ફેર પડ્યો?”

              “અરે યાર, શું કહું તને? એ બધુ તો એમ નુ એમ જ ચાલે છે એ શીત યુધ્ધ તો. એક જ કેમ્પસની બે ફેકલ્ટીઝ, એક જ શહેરના વિદ્યાર્થીઓ છતા બન્ને ફેકલ્ટીઝ વચ્ચે આટલી દુશમનાવટ એ સમજાતુ જ નહી મને તો”

              “મને પણ સમજાયુ ન હતુ એ બધુય ક્યારેય અને સાચુ કહુ તો મે એ બધુ સમજવાની ક્યારેય કોશિષ પણ કરી ન હતી આપણે તો બસ કોલેજથી ઘરે અને ઘરથી કોલેજ. હું અને મારી બુક્સ સિવાય ત્રીજી કોઇ જગ્યાએ મે ધ્યાન આપ્યુ નથી. ”

              “હાસ્તો, મને પણ તારી પ્રકૃતિની ખબર છે કે તુ બહુ ઓછુ બોલનારી છોકરી હતી આપણી કોલેજમાં પણ સાચુ કહુ તો ફોન પર થતી વાતચીત પરથી એકવાર પણ મને એમ ન લાગ્યુ કે તુ એ જ સ્નેહા જ છે જેને કોલેજમાં કોઇએ બોલતી જોયેલી જ ન હતી. મને એમ જ થાય છે કે હું કોઇ બીજી ગર્લ સાથે જ વાત કરી રહ્યો છું.”

              “અરે......સાવ એવુ વિચારે છે તુ મારા પ્રત્યે? બોલતા તો ત્યારે પણ આવડતુ હતુ જેવુ અત્યારે બોલુ છું તારી સાથે.”

              “નહી નહી, આઇ એમ જસ્ટ જોકીંગ યાર. રિઅલી આઇ લાઇક ધ વે યુ ટોકીંગ વીથ મી.”

              “થેન્ક્સ અ લોટ.”

લેખકનું નામ : રૂપેશ ગોકાણી 

 

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2