પ્રેમની અનેરી પરિભાષા
પ્રેમની અનેરી પરિભાષા
સવારના કિરણો બારીમાંથી દેખાવા લાગ્યા. મંદ મંદ કિરણો બારીમાંથી ઘરમાં ડોકીયુ કરતી હતી. તે પથારીમાંથી ઉભી થઇ ગઇ. બાજુમાં સુતેલા જીજ્ઞેશને તે એકીટશે જોવા લાગી. કેવો આરામથી સુતો હતો જિજ્ઞેશ જ્યારે પોતાનાથી તો છેલ્લા ત્રણ દિવસથી ઊંઘ રીસામણા લઇને જ જાણે બેસી ગઇ હોય તેમ આખી આખી રાત્રી પડખા ઘસીને જ જાતી હતી. પુરુષો ને શું હોય! તે તો લાગણીશુન્ય જ હોય છે. પત્નીની નાની મોટી તકલિફ તે વગર કહ્યે ક્યારેય સમજી શકતા જ નથી.
પથારીમાંથી
ઊભી તો થઇ પણ શરીર સાથ આપતુ ન હતુ. પરાણે પગ ઘસતા તે ઊભી તો થઇ પણ ઉઠતાવેંત જ તેને
ઉબકો આવી ગયો. તે દોડીને બાથરૂમમાં ગઇ. ઉજાગરા, ટેન્શનને કારણે તેના શરીર પર ગંભીર
અસર પડી રહી હતી. પોતાની પરિસ્થિતિ જ એવી હતી કે તે જીજ્ઞેશને કહી શકાય એમ ન હતુ.
જેમતેમ કરીને તેણે નાસ્તો બનાવ્યો અને નાસ્તા બાદ દવાઓ ગળી અને કામે લાગી ગઇ.
*************************
“ખ્યાતિ
મેમ, ખ્યાતિ મેમ” ઓફિસમાં પ્યુને જોરથી કહ્યુ ત્યારે ખ્યાતિને ખ્યાલ આવ્યો કે તે
અત્યારે ઘરે નહી પરતુ ઓફિસે છે.
“મેમ
તમને બોસ બોલાવે છે.”
“ઓ.કે.
હું હમણા જ આવુ છું.” કહીને તે ફ્રેશ થવા વોશરૂમ જઇ પોતાનો ચહેરો સ્વચ્છ પાણીથી
ધોઇ કાઢ્યો અને બોસની કેબીન તરફ ચાલી. તેને જોઇને સાફ સાફ ખ્યાલ આવી જાય કે ખ્યાતિ
બહુ બિમાર છે અથવા કોઇ બહુ મોટા ટેન્શનમાં ડુબી છે.
“મે
આઇ કમ ઇન સર?” બોસની કેબિન પાસે નોક કરીને ખ્યાતિએ પુછ્યુ.
“હા,
યસ કમ ઇન ખ્યાતિ, પ્લીઝ હેવ અ શીટ.” બોસના ઉષ્માભર્યા શબ્દોથી તેનામાં હિમ્મત આવી.
“ખ્યાતિ,
તુ અહી છેલ્લા પાંચ વર્ષથી જોબ કરે છે, ક્યારેય તને ટોકવી પડે એવુ તે કર્યુ નથી
અને સાથેસાથે તને એ પણ ખબર જ છે કે મે ક્યારેય હિટલરસાહી તમારા પર ચલાવી નથી.”
“હાસ્તો
સર. તમારી ઉદારતા છે એ અમારા બધા પર.”
“હું
જોઇ રહ્યો છું કે છેલ્લા પાંચેક દિવસથી તુ કોઇ ટેન્શનમાં છે. તારા ચહેરા પરથી
કોઇપણ કહી શકે કે તુ બિમાર છે અથવા કોઇ ભારે તણાવમાંથી પસાર થઇ રહી છે. હું જાણું
છું કે તારુ જીવન એ તારી પર્શનલ જીંદગી છે પરંતુ મે મારા એમ્પ્લોઇને ક્યારેય એક
પરિવારથી અલગ સમજ્યા નથી. પરંતુ જો તુ ચાહે તો થોડા દિવસ રજા લઇ, આરામ કરશે તો
સારુ મહેસુસ થશે તને.”
“હા
સર, જીવનમાં ટેન્શન તો ઠીક પણ હમણા તબિયત થોડી ખરાબ રહે છે. ઓફિસે આવુ છું તો થોડુ
ફ્ર્રેશ ફીલ કરુ છું, નહી તો ઘરે બેઠા તો મને લાગે છે, હું વધુ બિમાર થઇ જઇશ.”
“ઓ.કે.
જેવી તારી મરજી, બાકી કાંઇ વધુ તકલિફ જણાય તો તુ ઘરે જઇ શકે છે.”
“ઓ.કે.
સર, થેન્ક્સ ફોર યોર કન્સર્ન.” વાતને આટોપતી તે પોતાની કેબીન તરફ નીકળી ગઇ.
*****************************
ઘરમાં
આજે કોઇ ન હતુ. જીજ્ઞેશ બે દિવસની બિઝનેશ ટ્રીપ પર ગયો હતો. ઓફીસેથી ઘરે આવી
ખ્યાતિ સીધી સોફા પર ફસડાઇ પડી. મનોમન તે ભાંગી પડી હતી. સતત ટેન્શનના કારણે અને
કોઇ સાથે પેટછુટી વાત કરી ન શકવાને કારણે તે આજે જોર જોરથી ધૃસકે ધૃસકે રડી પડી.
અચાનક ફરીથી તેને ઉબકા આવવા લાગ્યા તો તે બાથરૂમ બાજુ દોડી ગઇ. બાથરૂમમાંથી પરત
ફરતી વખતે તેને ચક્કર આવી રહ્યા હતા. જેમ તેમ કરીને તે બેડ સુધી પહોંચી અને
પથારીમાં ઢગલો થઇ પડી. શરીર અને મન બન્નેથી તે ભાંગી ગઇ હતી.
પથારીમાં
વેરણછેરણ પડેલી ખ્યાતિ સામે તેનુ જીવન તેની આંખો સામે તરવા લાગ્યુ.
મમ્મીના
મૃત્યુ બાદ તે પોતાના નાના નાની સાથે રહીને અભ્યાસ કરતી હતી. તેના પપ્પાનો બિઝનેશ
જ એવો હતો કે તે તેના ઉછેરમાં ધ્યાન આપી શકે એમ ન હતા. અને તે બીજા લગ્ન કરવા પણ
માંગતા ન હતા. આથી તે નાના નાની સાથે ધોરણ 10 થી જ રહેતી હતી. તેને કોઇ મામા મામી
ન હતા આથી નાના નાનીને તેના આવવાથી ઘર ભર્યુ ભર્યુ બની ગયુ.
ખુબ
જ લાડકોડથી અને સમજદારીથી તેનો ઉછેર કરતા હતા. કોલેજમાં આવી ત્યારે જ જીજ્ઞેશ
મનમાં વસી ગયો. પપ્પાના વિરોધ છતાંય નાનીના સહયોગથી તેના સાચા પ્રેમની જીત થઇ અને
જીજ્ઞેશ સાથે લગ્ન થઇ ગયા. પપ્પા જીવ્યા ત્યાં સુધી તેને બોલવાનો પણ વ્યવહાર
રાખ્યો ન હતો. પરંતુ જીજ્ઞેશને તેને કયારેય પરિવારની કમી વર્તાવા દીધી ન હતી.
“ખ્યાતિ,
મારા માતા પિતાના મૃત્યુ બાદ કયારેય પરિવારનુ સુખ મળ્યુ નથી. કાકા કાકીએ ઉછેર
કર્યો પરંતુ તેમાં પ્રેમથી વધારે ભેદભાવની લાગણી મળી. વર્ષોથી એક સપનુ હતુ કે મારો
એક પરિવાર હોય. ત્રણ ચાર નાના ટપુડા હોય. સાંજે કામ કરીને આવુ ત્યારે બધાના તોફાન
મસ્તીમાં અને ફરિયાદો સાંભળીને આખા દિવસનો થાક ઉતરી જાય.”
“ત્રણ
ચાર?” ખ્યાતિએ તો ખુબ જ આશ્ચર્યમાં મુકાય ગઇ.
“હા,
જે પ્રેમથી સદાય તરસતો રહ્યો હતો. તે પ્રેમ હવે હું ભરપુર મેળવવા માંગુ છુ.
તેને
પરિવારનો ખુબ જ હોશ હતો. આવા હોંશ ધરાવતા જીજ્ઞેશને સત્યની ખબર પડશે ત્યારે શું
થશે?
જીજ્ઞેશને
હવે આ બાબતે જાણ કરવી કે નહી તે બાબતે ખ્યાતી વધુ ને વધુને ભંવરમાં ફસાતી જતી હતી
ત્યાં અચાનક ડોરબેલ વાગી અને તેના વિચારોનો અંત આવ્યો અને તે ચહેરા પર વીખરાયેલા
આંસુઓને પોતાની આંખમાં સમાવી દરવાજો ખોલવા આગળ ચાલી.
“અરે
જીજ્ઞેશ, આજે વહેલા???” રૂક્ષ અવાજે ખ્યાતીએ પુછ્યુ.
“હાસ્તો
જાનુ, આજે તારા માટે સરપ્રાઇઝ છે?”
અનેકવાર
જ્યારે જીજ્ઞેશ નાની નાની સરપ્રાઇઝ આપતો ત્યારે ખ્યાતીના ચહેરા પર બહુ મોટી ખુશી
છવાઇ જતી પરંતુ આજે ખ્યાતીના ચહેરા પર ખુશીના ભાવ ન ઝલક્યા, ઉલ્ટાનું ક્યાંય બહાર
જવાનો મુડ ન હોય તેણે સરપ્રાઇઝને ટાળવાની કોશીષ કરી પરંતુ જીજ્ઞેશ આજે તેની વાત
માનવાના મુડમાં ન હતો. તેણે જીદ્દ કરીને ખ્યાતીને પોતાનો મનપસંદ રંગની લીલી ભાંતનો
ડ્રેસ પહેરવા કહ્યુ.
ખ્યાતીએ
પણ કોઇપણ ભોગે પોતાના મનનું દુઃખ જીજ્ઞેશની સામે લાવવા ઇચ્છતી ન હતી એટલે મને કમને
તેણે પણ તૈયાર થવુ પડ્યુ.
જીજ્ઞેશ
પ્લીઝ આજે માથુ બહુ દુખે છે તો પ્લીઝ જલ્દી ઘરે આવી જઇશું, પ્લીઝ ના કહેવાની નથી
તમારે.” બાઇક પર બેસતાવેંત જ ખ્યાતીએ કહ્યુ.
“અરે
યાર, પહેલા આપણે જ્યાં જવુ છે ત્યાં પહોંચીએ તો ખરા, ઘરે પાછા આવવાની વાત પછી
કરજે.” જીજ્ઞેશે વાતને હળવાશથી લેતા કહ્યુ અને બન્ને બાઇકમાં બહાર જવા નીકળી ગયા.
“આજે
જીજ્ઞેશનો મુડ બહુ સારો લાગે છે, શું કરું?? મનની વાત કહું કે નહી? આજે તો કહી જ
દઇશ મનમાં જે છે તે બધુ..... ના ના હું એવુ કરીશ તો સાયદ જીજ્ઞેશ બહુ ઉદાસ થઇ જશે
અને અકારણ તેનો મુડ મારા લીધે બગડી જશે.” મનની વ્યથા જીજ્ઞેશને કહેવી કે ન કહેવી
તે ગડમથલમાં બન્ને ક્યાં જઇ રહ્યા હતા તેની પણ ભાન સુધ્ધા ખ્યાતીને ન હતી ત્યાં
અચાનક ગાડીની બ્રેક લાગતા ખ્યાતીએ પણ પોતાના વિચારોના વેગને કાબુમાં કર્યો અને
આંખો ખોલી.
“આવી
ગયા આપણે ડીઅર.” જીજ્ઞેશે કહ્યુ.
બન્ને
જ્યાં આવ્યા હતા એ સ્થળ અને જગ્યા જોતા જ ખ્યાતી અવાચક થઇ ગઇ.
“આર
યુ ઓ.કે.? આપણે અહી??? શા માટે???”
“યા
આઇ એમ ઓ.કે. બટ યુ આર નોટ અને તે મને એટલો પરાયો બનાવી દીધો કે તે મારી સાથે તારા
મનની વાત પણ ના કહી? શું આપણા વચ્ચે બસ આટલા જ સબંધ બાકી રહ્યા છે?” જીજ્ઞેશે
ખ્યાતીને ટોંકતા કહ્યુ.
ખ્યાતીની
આંખમાંથી દડ દડ કરતા આંસુ સરી પડ્યા. તેના શબ્દ પણ આજે તેને છેહ દઇ બેઠા હતા. મુક
બની, નીચુ માથુ કરી તે આંસુ સારી રહી હતી.
“આજે
લાગે છે હું તો પરાયો જ તારા માટે. તે મને કયારેય દિલથી અપનાવ્યો જ નથી. એવી તે
શું બંદીશ તને નડી કે તે મને કાંઇ જ ન કહ્યુ? હજુ પણ તુ કાંઇ બોલતી નથી?”
“શું
કહું તને જીજ્ઞેશ, એ જ કે તને જેની દિલોજાનથી ઇચ્છા છે એ પિતૃત્વનું સુખ તને
ક્યારેય આપી શકું તેમ નથી? ક્યા મોઢે તને હું એ વાત કહું? તારા મુખેથી રોજેરોજ
પિતા બન્યા પછીના સોનેરી સ્વપ્નો હું સાંભળતી તો શું એક જ ઝાંટકામાં એ સ્વપ્નને
હું તોડી નાખું?” આંસુઓ ટપ ટપ કરતા ખ્યાતીના ગાલ પરથી ટપકી જીજ્ઞેશના પગને પખાળવા
લાગ્યા.
“હા
એ સાચુ કે મારી ઇચ્છા બે ત્રણ સંતાનના પિતા બનવાની છે પણ એ તારા જીવના જોખમે નહી. નાનપણથી
હું પરિવાર માટે તરસ્યો છું, મારા જીવનમાં તારા પ્રવેશ બાદ મને થયુ કે મારી ઇચ્છા
ફળીભૂત થવા જઇ રહી છે, હા એ સાચુ કે મને પિતા બનવાની તિવ્ર ઇચ્છા હતી પરંતુ એ
ઇચ્છા તારા જીવ કરતા વધુ વહાલી નથી.” જીજ્ઞેશે ખ્યાતીને પોતાની બાંહમા સમાવી લેતા
કહ્યુ.
“તારો
ફોન લાગતો ન હતો એટલે ડો. બત્રાએ મને ફોન જોડ્યો અને તારા રોગ વિષે મને બધી હકિકત
જણાવી દીધી. એ બધુ સાંભળી હું તૂટી ગયો હતો પરંતુ ત્યારે મને તારો વિચાર આવ્યો કે
તારી આટલી ગંભીર હાલત વિષે સાંભળી હું આટલો તૂટી ગયો છું તો તારી પરિસ્થિતિ શું
હશે?
“મારા
જીવનમાં તારી પ્રાથમિકતા અને તારી હાજરી જ મહત્વની છે. તુ સહીસલામત રહે એ જ મારા
માટે મહત્વનું છે. એવુ જરૂરી નથી કે તારા કુખેથી જન્મેલા સંતાનોથી હું પિતૃત્વનું
સુખ મેળવું. આપણે ધારીએ તો અનાથશ્રમમાંથી પણ બાળકોને ગોદ લઇ તેઓ જે સુખથી વંચીત છે
તેવુ માતાપિતાનુ સુખ આપી આપણે અને તેઓ બધા ખુશહાલ જીવન વીતાવીએ.”
“હું
ખુબ ખુશ છું જીજ્ઞેશ કે તારા જેવો જીવનસાથી મને મળ્યો છે. મારા ગર્ભાશયના કેન્સરની
વાત સાંભળી હું મનોમન ભાંગી પડી હતી પરંતુ આજે તારા આ હુંફાળા શબ્દોથી મારા જીવને
ઘણી ટાઢક પહોંચી છે. હું ક્યા શબ્દોમાં તારો આભાર માનુ એ મને ખબર નથી પડતી. થેન્કસ
અ લોટ જીજ્ઞેશ, થેન્ક્સ અ લોટ.” ખ્યાતી ગદ્દગદ્દીત થઇ ઉઠી.
“ખ્યાતી
પતિ પત્નીએ એકબીજાના પુરક બની જીવનમાં આવતા સુખ અને દુઃખનો સામનો કરવાનો હોય છે.
મારા જીવનના સૌથી અગત્યના સ્વપ્ન માટે તુ તારા જીવનું જોખમ ખેડવા તૈયાર થઇ ગઇ
ત્યારે હું આટલો સ્વાર્થી કેમ બની શકું? ડો. બત્રાની મે ફોન પર જ અપોઇન્ટમેન્ટ
મેળવી લીધી હતી. આજે મતલબ અત્યારે જ તારે એડમીટ થવાનુ છે. અમૂક રિપોર્ટ બાદ તારુ
ગર્ભાશયનું ઓપરેશન થઇ જશે અને તુ હંમેશાને માટે આ રોગથી છુટકારો મેળવી શકશે. ચાલ
હવે મોડુ થાય છે.” કહેતો જીજ્ઞેશ ખ્યાતીનો હાથ પકડી હોસ્પિટલમાં અંદર લઇ ગયો.
લેખકનું નામ :- ગોકાણી રૂપેશ જયસુખલાલ
Nice
ReplyDeletewah saras varta.
ReplyDelete