ગુનેગાર કોણ? - 5
ગુનેગાર કોણ? ભાગ : 5 “જિંદગી જ નથી ત્યારે વિચાર શેના?” મોહિતે મહેબૂબાને કહ્યું. “જીવ ગયા પહેલા તો કઈક હશે ને?” મહેબૂબાએ મોહિત સામે નજર ઠેરવીને પૂછ્યું. “એ બધુ શોધ્યા બાદ જ ખૂની વિષે માહિતી મળી શકશે.” મોહિતે તેની સામે નજર મેળવીને કહ્યું. “તારી સ્ટાઈલ અદભૂત છે, મને ખબર છે કે ખૂની ક્યાંય છટકી નહીં શકે.” મોહિત વિષે બખૂબી ઓળખનાર તેની પત્ની મહેબૂબાએ કહ્યું. મોહિત અગ્નિહોત્રી સ્કૂલ થી જ માસ્ટર માઇન્ડ ધરાવતો હતો. પઝલ્સ અને માઇન્ડ ગેમ તે આસાનીથી પાર કરી શકતો હતો. જાસૂસી નવલકથા અને તેવા પિકચર્સ જોવા જ તેને ગમતા હતા. કોલેજ દરમિયાન જ તે મુંબઈના પ્રખ્યાત જાસૂસ મિસ્ટર ડેવિસ સાથે જોડાય ગયો હતો. થોડા જ સમયમાં તે બધા હુન્નરો શીખી ગયો હતો. આજે તે ગુનાને સૂંઘીને આસાનીથી ગુનેગારને પકડી શકતો હતો. અનુભવો તેને ઘણું શીખવી ગયા હતા. તે ઘણું શીખી ગઈ હતી. દસ વર્ષ પહેલાંની માસૂમ કાવ્યા ન હતી તે હવે તો તે અંધારી આલમની કુખ્યાત ડોન કાવ્યા ધ કીલર હતી. તેની માસુમિયાત અને સુંદરતા બધાને ભ્રમમાં નાખવા માટે જ હતી. જેને