મંગળ યાત્રા

 

પ્રકરણ – ૨ , મંગળ યાત્રા



              મિત્રો સાહસ એ મનુષ્યનો સ્વભાવ છે.નવા નવા સાહસ આપણને ઘણા બધા અનુભવો આપે છે.સાહસ કરવાનો રોમાંચ કાંઇક અલગ જ હોય છે.જીવનમાં ઘણા બધા કૌશલ્યો અને આવડતો સાહસ ખેડવાથી આપણને મળે છે.

              ચંદ્રની સફરના આનંદ બાદ આપણે બીજા જ નવા અતિ રોમાંચક સફર પર નીકળવાનુ છે.જેનો અનુભવ તમને જીવનભર ભુલાશે નહી.હા , એક એવો અનુભવ લેવાનો છે જેનો અનુભવ આજ સુધી દુનિયાભરમાં કોઇએ પણ લીધો નથી.જે માત્ર આપણે જ લેવાનો છે અને દુનિયામાં નામ અમર કરવાનુ છે.

              અનોખી સફરના આ બીજા ચરણમાં આપણે લાલ ગ્રહ એવા મંગળ ગ્રહની સફર પર જવાનુ છે.હા, મિત્રો આજે હુ તમને આ લેખના માધ્યમથી મંગળની ધરતી પર લઇ જવાનો પ્રયત્ન કરીશ.જ્યા આજ સુધી કોઇ ગયુ નથી ત્યાં આપણે જવાનુ છે અને કાંઇક નવીન સાહસ કરી દુનિયામાં નામ રોશન કરવાનુ છે.

              અજાણી જગ્યાએ જતા પહેલા તે જગ્યા વિશે આપણે શક્ય તેટલી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણી સફરમાં વાંધો ન આવે.આપણામાંથી કોઇ આ પહેલા મંગળ ગ્રહ પર ગયુ નથી તેથી તેના વિશે આપણે માહિતી એકઠી કરીએ.મંગળ ગ્રહ એ લાલ રંગનો ગ્રહ છે. અને તે પૃથ્વીથી 55,757,930 કિ.મી. દૂર છે.તેની સપાટી પર લાલાશ આર્યન ઓક્સાઇડને કારણે છે.તે ખુબ જ ધુળીયો ગ્રહ છે.ઠંડી પ્રમાણમાં ખુબ જ વધારે છે એટલે કે -150 ડીગ્રી સેંન્ટીગ્રેટ જેટલી ઠંડી ત્યાં પડે છે.તેનુ એકમાત્ર મુખ્ય કારણ એ છે કે તે સૂર્યથી ઘણો દૂર આવેલો છે.કોઇ પણ મુશ્કેલી કે અડચણ આવે આપણે તો મંગળ ગ્રહની યાત્રાએ જવાનુ જ છે તો ચાલો મિત્રો છો ને તૈયાર ??????

              ચંદ્ર યાત્રાની જેમ જ બેંગ્લુરો પર આવેલા ઇસરો કેન્દ્ર પરથી જ આપણે “મંગળયાત્રા” પર નીકળવાનુ છે.તો સૌ મિત્રો કાલે અચુક સવારે 9;00 વાગ્યે ત્યાં પહોચી જવાનુ છે.ત્યા& હુ ભાવીષા તમારી રાહ જોઇશ.તો ચાલો, આપણે કાલે મળીએ.

 બીજા દિવસે :-

              વેલ કમ એવરીબડી ,થેન્ક્સ ફોર જોઇન મી.આપણુ મંગળયાત્રાનુ યાન તૈયાર જ છે.મંગળ ગ્રહ પર આપણે સૌ પ્રથમ વખત જઇ રહ્યા છીએ તેથી બે નિષ્ણાંત વૈજ્ઞાનિકો આપણી સાથે આવી રહ્યા છે.કે જેઓ સંપુર્ણપણે આપણા સહાયક બની આપણને મદદરૂપ થવાના છે.બે કલાકમાં આપણે યાત્રા પર નીકળી જવાનુ છે માટે ચાલો આપણે સૌ આપણા સાથીદાર વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી તેની સુચના મુજબ કામ ચાલુ કરીએ.

અવકાશ યાનમાં:-

              અવકાશનો નજારો બારીમાંથી ખુબ જ સુન્દર લાગી રહ્યો છે.ખુબ જ વેગથી આપણું યાન મંગળ ગ્રહ તરફ કૂચ કરી રહ્યુ છે.ઓહ એક વાત તો ભુલી જ ગઇ કે ત્યાં ધ્યાન રાખજો કોઇ એલીયન સાથે આપણો ભેટો થઇ ન જાય,હા,ઘણા બધા વૈજ્ઞાનિકોનુ માનવુ એમ છે કે મંગળ ગ્રહ પર પહેલા જીવન હતુ.પરંતુ કોઇ ઉલ્કાના ટકરાવને કારણે જીવન નામશેષ થઇ ગયુ છે. તો પણ હજુ ત્યાં આપણને કોઇ જીવ મળી શકે તેનો અંદાજો કરી શકતા નથી.મંગળ અને ગુરૂ વચ્ચે ઘણી બધી ઉલ્કાશિલાઓ તરતી રહે છે અને મંગળના ગુરુત્વાકર્ષણબળના કારણે તે ઉલ્કાઓ તેની સાથે ટકરાય જાય છે.આથી ત્યા વારંવાર ઉલ્કાપાત થતો રહે છે.આપણે પૃથ્વી પર પણ ઘણા આવા ખરતા તારા જોયા છે અને જેમ એક મોટા ઉલ્કાપાતને કારણે જેમ ડાયનોસોરની પ્રજાતિને નામશેષ કરી નાખી એમ મંગળ પર પણ જીવન નષ્ટ થઇ ગયુ.છતાય કોઇ એલિયનનો ભેટો થઇ જાય તો આપણે તેના માટે તૈયાર રહેવાનુ છે.

              અરે, આ શુ થયુ ? ગભરાઓ નહિ મિત્રો આપણા ઝડપથી જતા યાન સાથે ઉલ્કાની નાનકડી એવી ટક્કર હતી જે આપણા યાનને હચમચાવી ગઇ.આપણુ યાન ખુબ જ મજબુત અને સુરક્ષિત છે છતાંય આ ક્રુર અવકાશનો કોઇ ભરોસો નથી કયારે યાન સાથે આપણે અવકાશમા જ ક્યાક દફન થઇ જાય કાંઇ નક્કી નહી.પરંતુ આપણુ સાહસ એ જ આપણી હિમ્મત છે અને જેના થકી જ આપણે સફળતા મેળવી લઇશુ.

              મંગળ ગ્રહને સુર્યની ફરતે એક ચક્કર લગાવતા 687 દિવસ જેટલો સમય લાગે છે કારણ કે તે સુર્યથી ઘણો દુર આવેલો છે અને સુર્યના કિરણો પણ ત્યાં આછા અને ઓછા જ પહોચે છે આથી ત્યાં પુષ્કળ ઠંડી પડે છે.એવી ઠંડી કે જે આપણુ લોહી આસાનીથી થિજાવી શકે છે પરંતુ આપણો સ્પેશયલ પોશાક આપણુ રક્ષણ કરશે.

              મંગળ ઉપર ઉંચા ઉંચા પહાડો આવેલા છે.સુર્ય મંડળના બીજા નંબરના ઉચા પહાડો મંગળ પર આવેલા છે જે જવાળામુખી લાવાના બનેલા છે અને ઘણા જવાળામુખીઓ હજુ એકટિવ રહેલા છે

       આખરે આપણે લાલ રંગના મંગળ ગ્રહ પર પહોચી જ ગયા.ઉતરવાની હજુ થોડી વાર છે.આપણુ યાન ફરતે થોડા ચક્કર લગાવી કોઇ સુરક્ષિત જગ્યા શોધી લે પછી આપણે ઉતરીશુ.

મંગળ ગ્રહ પર ઉતરીને:

       યેય........... આખરે આપણે પહોચી જ ગયા આ સુંદર ગ્રહ પર જુઓ કેટલો સુંદર નજારો છે અહીં લાલ રંગની ચાદર ચારે તરફ ફેલાયેલી છે.શ્વાસ લેવામાં થોડી તકલીફ થશે એટલે માસ્ક કોઇએ ઉતારવાના નથી કારણ કે આ નાનકડો ગ્રહનુ ગુરુત્વાકર્ષણ બળ ખુબ જ ઓછુ છે તેથી અહીનુ વાતાવરણ ખુબ જ પાતળુ છે અને વાતાવરણ કાર્બન ડાયોકસાઇડનુ બનેલુ છે.

              મંગળ પૃથ્વી કરતા ઘણો નાનકડો ગ્રહ છે અને પૃથ્વી કરતા 37% જેટલુ જ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે આથી આપણે અહી કરતા ત્રણ ગણો વધારે ઉંચો કુદકો લગાવી શકીએ છે.એક થોડાક કુદકા પણ લગાવી લઇએ.વાઉ મજા પડી રહી છે જાણે હવામાં ઉડી રહ્યા છે આટલી મજા પૃથ્વી પર કયારેય નહી આવે.

 અરે આ શુ થઇ રહ્યુ છે એ ભાગો જવાળામુખી ! જલ્દી યાન તરફ ભાગો બધા જલ્દી ભાગો નહી તો મંગળ પ્રથમ અને આખરી પગ બની જશે.ચલો બધા ફટાફટ યાનમાં આવી જાઓ.

યાનમાં:-

              હાશ.............આપણે જ્વાળામુખીથી બચી ગયા.અજાણી જગ્યા પર વધુ સમય ક્યારેક ખુબ ખતરનાક સાબિત થાય છે.જ્વાળામુખીને કારણે આપણે આપનો ઝ્ંડો પણ લહેરાવી ન શક્યા,ખેર નો પ્રોબ્લેમ,,,,,બીજી વાર વાત હવે.........

              અરે , આ યાનને શું થયુ?ટેક્નિકલ એંજીનિયરને આપણા યાન્માં થોડી ટેક્નિકલ ખામી હોય તેમ માલૂમ પડે છે પરંતુ યુ ઓલ ડોન્ટ વરી એટ ઓલ.આપણે સ્પેશ સ્ટેશન જે અવકાશમાં રહેલુ છે ત્યાં જઇ વધુ ઠીક કરી લઇશુ.કોઇને ડર તો લાગતો નહી ને?

તરતા સ્પેશ સ્ટેશન પર:-

              જો,આ સ્પેશ સ્ટેશન છે.આપણે મંગળ યાત્રા સાથે સાથે આ તરતા સ્પેશ સ્ટેશનની મુલાકાત લેવા મળી એટલે ભાગ્યશાળી છીએ.સારુ,આપણી પાસે જરૂરિયાત કરતા વધુ ઓક્સિજન માસ્ક છે નહી તો પરત ન પહોચી સકત.થોડી જ વારમાં આપણે અહીથી નીકળી જવાનુ છે.

 યાનમાં:-

              હવે આપણું યાન સંપુર્ણ પણે ઠીક થઇ ચુક્યુ છે.હવે થોડા સમયમાં આપણે આપણા ઘર પ્રુથ્વી પર પહોચી જશું.મને આશા છે કે તમને આ યાત્રામાં અનેરો આનંદ આવ્યો હશે.

              તમારા પ્રતિભાવો જરૂરથી આપજો અને આવી જ રોમાંચ અને સાહસથી ભરપુર યાત્રા માટે ફરી તૈયાર રહેજો.

             

ભાવીષા ગોકાણી.....

       (brgokani@gmail.com)

Comments

Post a Comment

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?