ચન્દ્રની સફરે

 

પ્રકરણ – ૧ ચન્દ્રની સફરે

 


              મિત્રો, તમે સૌ એ ઘણા પ્રવાસ કર્યા હશે.જીવનની દોડધામ પછી આખો દિવસ નોકરી અને ધંધાના થાક પછી વર્ષે એકવાર કયાંય પ્રવાસ કરવા મળે તો મન ફ્રેશ બની જાય.મન પરથી બધો જ થાક દુર થઇ જાય છે.પ્રવાસનો આનંદ કાંઇક અનેરો જ હોય છે.પ્રવાસએ માનસિક થાક ઉતારવાનુ એક માત્ર સાધન છે.

              દેશ પ્રદેશના ઘણા સ્થળો પર આપણે પ્રવાસ કરી શકીએ છીએ.આપણા જીવનમાં આપણે ઘણા પ્રવાસ કરી પણ લીધા હશે.આજે આપણે એક નવી જગ્યા પર પ્રવાસે જવાનુ છે જયાં જવાનુ આપણુ સ્વપ્ન તો હોય પણ કયારેય પુરુ ના થઇ શકે.હા, ઘણા પૈસા હોવા છતાંય પુરુ ન થાય એવા સ્થળોની સફરે આપણે જવાનુ છે.હા આપણે સૌએ સાથે મળીને એ પ્રવાસનો આનંદ લેવાનો છે.એક એવા પ્રવાસ પર જવાનુ છે જયાં જઇને તમારા રૂવાડાં ઉભા થઇ જાશે અને પ્રવાસનારોમાંચનો આનંદ જીવનભર યાદ રહેશે.તો થઇ જાવ તૈયાર એક અનોખા અને રોમાંચક પ્રવાસ માટે.

              આ શ્રેણીમાં આપણી પ્રથમ યાત્રા પૃથ્વીના ઉપગ્રહ એવા ચંદ્રની યાત્રા પર ઉપડવાનું છે.તો છોને બધા પૃથ્વીથી 384400 કી.મી.દુર આવેલા પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ એવા ચંદ્રની મુસાફરી માટે તૈયાર.આપણે આપણી આ યાત્રા બેગ્લુરુમાં આવેલા ઇસરો સ્પેશ સ્ટેશનથી કરવાની છે.

              ચંદ્ર પર જવા માટે આપણા માટે એક સ્પેશયલ એર ક્રાફટ તૈયાર છે.આ અનોખુ રોકેટયાન આપણને ચંદ્રની અનેરી ધરતી પર લઇ જશે.મને ખાતરી છે કે આ અનોખી રોમાંચક મુસાફરી તમારી જીંદગી સૌથી યાદગાર મુસાફરી બની રહેશે.હુ તમારી ગાઇડ બનીને તમારી સાથે આવી રહી છુ.તમને ખબર જ છે કે આપણે એવી જગ્યાની મુસાફરી કરવા જઇ રહ્યા છીએ જયાં તો કોઇ ગાઇડ કે સહાયક મળી શકવાની આશા જ નથી.એટલે હુ તમને ગાઇડ કરવા સાથે જ આવીશ.

              આપણુ આ યાન સંપુર્ણપણે સુરક્ષિત અને અવકાશ યાત્રા માટે તૈયાર જ છે.આપણા આ રોકેટયાનનુ વજન લગભગ 138 ટન જેટલુ છે.જેની અંદરનુ વાતાવરણ અને ગુરુત્વાકર્ષણ બળ આપણી પૃથ્વીની જેમ રાખવામાં આવ્યા છે.જેથી કરીને આપણે સફરમાં મુશ્કેલી ન પડે.આપણે એકાદ કલાકમાં સફર માટે નીકળી જવાનુ છે ત્યાં સુધીમાં આપણે ચંદ્રની સફર માટેના જરૂરી વસ્તુઓની તૈયારી કરી લેવાની છે.તો સૌ કોઇએ સ્પેશસ્ટેશનેથી જરૂરી સામગ્રી લઇ એક કલાકમાં અહી આવી જાજો.આવી ગયા દોસ્તો...

              આપણા આ રોકેટના ઉપરના ભાગ પર આપણે બેસવાનુ છે,કારણ કે નીચેના ભાગે ઇંધણની ટાંકીઓ આવેલી છે.ઉપરના ભાગે બેસવાથી આપણે ઇંધણથી ભય ન રહે, તો ચાલો આપણે સૌ રોકેટમાં બેસી વાતો કરીએ.લગભગ એકાદ કલાકમાં આપણે ચંદ્રની સફર પર નીકળી જવાનુ છે.તો ચાલો પહેલા આપણે યાનમાં બેસી જઇએ.આ યાન સંપુર્ણૅપણે કમ્પ્યુટર સંચાલિત છે અને એરોનોટિકલની ટીમ તેનુ પુરેપુરુ સંચાલન કરી રહી છે.સ્પેશસ્ટેશનનો એક ઇજનેર આપણી સાથે આવે છે.આથી આપણી સ્પેશની પ્રથમ મુસાફરીમાં કોઇ ભય નથી.તો નિશ્ચિત થઇ જાઓ અને બી રેડી.માત્ર ચાર દિવસમાં આપણે ચંદ્ર પર પહોચી જશું.મજા પડશે ને???  

                        આપણુ યાન હવે ઉંચે ઉડી રહ્યુ છે.નીચેથી શક્તિશાળી ગેસ તેને ઉપરની તરફ ધકેલી રહ્યો છે.થોડી જ કલાકોમા આપણુ આ યાન પૃથ્વીનુ વાતાવરણ છોડી ચંદ્ર તરફ પ્રયાણ કરવા લાગશે.હવે આપને સ્પેશ શટૅલના દરવાજા લોક થઇ ગયા છે.રેડી ? આપણુ યાન હવે જઇ રહ્યુ છે.જુઓ બારીની બહાર પ્રુથ્વી પરથી ખુબ જ નાના દેખાતા ગ્રહ કેટલા વિશાળ હોય છે.આપણુ બ્ર્મ્હાડ કેટલુ વિશાળ અને સુંદર છે.અને ભયંકર પણ, આ ઝડપથી ફરતા ગ્રહો અને તારાઓની એક માત્ર નાનકડી ટક્કર આપણ ને સદાય માટે અવકાશના રહેવાસી બનાવી શકે છે

              આપણુ સ્પેશ શટલ ખુબ જ ઝડપથી જઇ રહ્યુ છે.એ વાતની કાળજી પણ લેવામા આવી છે કે આસપાસ ફરતા અવકાશી પદાર્થો સાથે ટકરાવ ન થાય.જુઓ આપણા ઇંધણનુ એક ટાકી છુટી પડી ગઇ છે.એ બધા ક્યાં ખોવાઇ ગયા? બારીમાથી અવકાશી નજારો ખુબજ સુંદર પણ છે.

              ચંદ્ર પર મે તમને જેમ પહેલા કહ્યુ તેમ વાતાવરણ નથી.આથી દિવસે ત્યાં તાપમાન ૧૦૦ ક જેટલો ગરમ થઇ જાય છે અને રાત્રે ૧૫ં ક જેટલો ઠંડો પડી જાય છે.આવી રીતે વાતાવરણની અનિયમિતતાને કારણે ચંદ્ર પર હજુ જીવન શકય નથી.પહાડ અને ખાઇ વચ્ચે રહેલા પ્રદેશમાં સપાટ જમીન શોધવી મુશ્કેલ છે.પરંતુ આપણું આ યાન જ્યાં સુધી સપાટ જમીન નહી મળે ત્યાં સુધી ચંદ્ર પર ઉતરણ નહી કરે.

                            આપણે ચંદ્ર નજ્દીક પહોચી ગયા છીએ.જુઓ,આ ચંદ્ર છે.કેટલા ઉંચા ઉંચા પહાડો અને પર્વતો છે.જુઓ ખુબ જ ઉંડી નદીઓ અને ખાઇ પણ આવેલી છે.જુઓ આપણે ચંદ્રની ફરતે ચક્કર લગાવીએ છે.કોઇ સપાટ જમીન મળે તો ઉતરણ થઇ શકે.દુરથી આપણે પ્રકાશિત લાગતો ધોળો દુધ જેવો દેખાતો આપણો આ ઉપગ્રહ જુઓ આપણા જેવો જ છે.

              જુઓ ત્યાં દૂરથી સપાટ જમીન જેવુ દેખાય છે.ચાર દિવસની સતત મુસાફરી બાદ આપણે ચંદ્રની જમીન પર પહોચી ગયા છીએ.હા આ સપાટ જમીન જ છે.આપણુ યાન અહી ઉભુ રહ્યુ છે.નીચે ઉતરવાની વ્યવસ્થિત તૈયારી થઇ જશે પછી આપણા ઇજનેર સાહેબ બધુ ચેક કરી લે પછી જ આપણે બધાએ ઉતરવાનુ છે.

              ચાલો બધુ સેફ છે ધીરે ધીરે નીચે ઉતરીને આપણે ચંદ્રની જમીન પર પગલા પાડવાના છે જે વર્ષો સુધી અહીં જ રહેશે.હા અહી વાતાવરણ કે હવા નથી એટલે આપણા પગલા વર્ષો સુધી અહીં જ રહેશે. અરે,અહી તો ઉભુ રહેવુ પણ ખુબ જ મુશ્કેલ બની ગયુ છે.ખુબ જ હળવાફુલ બની ગયા છીએ આપણે,સાચુ ને??? ચંદ્ર આપણાથી છઠ્ઠા ભાગનો છે એટલે અહીં છઠ્ઠા ભાગનુ જ ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યુ છે.પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ટેવાયેલુ આપણુ શરીરને અહીં ટકી રહેવુ મુશ્કેલ બની રહ્યુ છે.પરંતુ મજા પડી રહી છે.

              આખરે આપણે રોજ ધરતીથી જોતા એવા ચાંદામામા પર આવી ગયા છીએ.ચાલો થોડા ફોટા પાડી લીધા હવે આપણે પરત જવાનુ છે.હા પૃથ્વીથી હજારો કિ.મી.ની મુસાફરી પછી આપણે માત્ર થોડીક પળો જ ગુજારી શકીએ છીએ.તેના ઘણા કારણો માંથી એક એ છે કે અજાણ્યી જગ્યાએ અજાણ્યા ખતરાથી અજાણ છીએ આથી વધારે સમય રોકાવુ એ જીવને જોખમમાં મુકવા જેવુ છે.વળી આપણા ઓક્સિજનના બાટલા અને સુરક્ષાના સાધનો પુરા થઇ જશે તો આપણે મુશ્કેલીમાં મુકાય જઇશુ માટે ચાલો પરત આપણા ઘરે.યાનમાં બેસી જઇએ.

              ચંદ્ર આપણી ધરતીથી સૌથી નજીકનો પાડોશી છે.તેથી આપણા દુનિયાભરના વૈજ્ઞાનિકોએ આજ સુધી અનેકવિધ સંશોધનો કરેલા છે કે આપણે ત્યાં વસવાટ કરી શકીએ કે નહિ?? અનેક સ્વયંસંચાલિત યાનો અહીં આવી ગયેલા અને તેઓના જાતજાતના સંશોધનમાં એકાદ ખાડામાંથી બરફના ટુકડા મળેલા છે તેનો મતલબ એમ છે કે ચંદ્ર પર પાણીનુ અસ્તિત્વ છે અને પાણી હોય ત્યાં જીવન શકય છે.કદાચ આગામી વર્ષોમાં એવુ બની શકશે કે આપણા ગુજરાતીઓ અહી પ્લોટના વેચાણ માટે પહોચી જશે.

              મને આશા છે કે ચંદ્ર પરના મારા આ માનસિક પ્રવાસમાં તમને જરૂર આનંદ આવ્યો હશે.તમારા સારા નરસા પ્રતિભાવો જરૂર આપજો.

લેખકનું નામ : ભાવિષા ગોકાણી 

 

 

 

Comments

  1. બહુ જ બહુ જ આનંદ આવ્યો.... ખરેખર યાનમાં સફર કરી... ચંદ્ર ની ધરતી ને સ્પર્શ કર્યો.... બહુ મજ્જાની મજ્જા આવી.... ખૂબ ખૂબ ધન્યવાદ...

    ReplyDelete
  2. ખૂબ મજા આવી. તમારી કસાયેલી કલમે રોમાંચક સફર કરાવી, ભાવિષાબેન. અભિનંદન.

    ReplyDelete
  3. અદભુત ચંદ્ર ઉપર ની સફર ના તાદસ દ્ર્શ્ય નો અનુભવ કરાવતી સફર ખૂબ ખૂબ અભિનંદન

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?