અનોખી સફર-1
અનોખી સફર
Part 1
સમયનું
ચક્કર નિરંતર ફરતુ જ રહે છે. સમય સતત વહેતો જ રહે છે.તે કોઇના માટે રોકાયો નથી
અને ક્યારેય રોકાવાનો પણ નથી.આ સતત ભાગતી રહેતી જીંદગીમા વહેતો વહેતો સમય ક્યારે
પૂરો થઇ જશે તે આપણે ખબર પણ નહી રહે.
ઘર,પરિવાર,ધંધ,રોજગારની
જવાબદારીમાંથી આપણા માટે ક્યાંય સમય મળતો જ નથી.જીંદગીની અંતિમ પળોમાં એમ થાય છે
કે યાર,,,,,,,જીંદગી જીવી તો ગયા પણ બહુ મજા ન આવી.ઘણા બધા શોખ,અરમાનો દિલમાં ને
દિલમાં જ રહી ગયા અને સમય આપણા હાથમાંથી વહી ગયો.આવો અફસોસ ટાળવા માટે આપણે જરૂર
છે માત્ર આપણા માટે થોડો સમય કાઢવાની અને અનોખી સફરના આ ત્રીજા ચરણને માણવાની.તો
ચાલો મિત્રો,અનોખી સફરના આ ત્રીજા ચરણમા આપણે બ્રાઝિલના એમેઝોન જંગલ ની સફરે
નીકળીએ.
મિત્રો આજે આપણે બ્રાઝિલમાં આવેલા “વર્ષાવન”
તરીકે ઓળખાતા એમેઝોનના જંગલની સફરે નીકળવાનુ છે. આ સફર માટે સૌ પ્રથમ આપણે મુંબઇ
એરપોર્ટ પર એકઠા થવાનુ છે.ત્યાંથી બ્રાઝિલની ફ્લાઇટ પકડવાની છે.અને ત્યાંથી એક બસ
દ્વારા એમેઝોનના જંગલની સફરે નીકળવાનુ છે.કાલે આપણે નીકળી જવાનુ છે તો દોસ્તો,બી
રેડી..............
ફ્લાઇટમાં:-
આ ઇંટરનેશનલ ફ્લાઇટ આપણને બ્રાઝિલના
પ્રખ્યાત શહેર રીઓ-ડી-જાનેરો શહેરમાં લઇ જશે.તમે ઘણી બધી સફરો કરી હશે પરંતુ
જંગલના કુદરતે વાતાવરણની સફરનો રોમાંચ અને આનંદ કાંઇક અનેરો જ હશે તમારા માટે.આપણી
પૃથ્વી પર ૩૩% ભાગ જંગલ વિસ્તાર છે,પરંતુ તે ધીરે ધીરે પ્રમાણમાં ઘટવા લાગ્યા છે.આ
જંગલો જ આપણુ જીવન છે.આપણી આટલી બધી વિશાળ મનુષ્યજાતિ ના શ્વાચ્છોશ્વાસ અને
રોજીંદી જરૂરિયાત માટે પ્રાણવાયુ જંગલો જ પૂરો પાડે છે.સાથે સાથે વન્ય પ્રજાતિઓ
માટે પણ જંગલો ખુબ આર્શીવાદરૂપ છે.
રીઓ-ડી-જાનેરો:-
આ જંગલોની વાતો કરતા કરતા ક્યારે
આપણી સફર રીઓ-ડી-જાનેરો પહોંચી ગઇ તેનો ખ્યાલ જ ન રહ્યો.આ શહેર બ્રાઝિલનું પાટનગર
છે.આપણી બસ બહાર છે તેમાંથી સફર કરી આપણે એમેઝોનના જંગલ પર જવાનુ છે.ત્યાં એક
હોટેલ પર આપણે ઉતરવાનુ છે,એક ગાઇડ આપણી સાથે આવશે અને તે આપણને જંગલની સફરે લઇ
જશે.ગાઇડ કે જે જંગલના બધા વિસ્તારથી જાણીતા હશે તે આપણને જંગલની ખુબીઓ અને
ત્યાંના ખતરાઓથી માહિતગાર કરશે.
હોટેલ પર :-
મિત્રો તમે બધા ખુબ થાકી ગયા લાગો છો
અને સાથે હુ પણ થાકી ગઇ છું.તો બધા આપણે આરામ કરીએ.આવતી કાલે આપણે સફર પર નીકળવાનુ
છે.હમણા આપણું ડીનર આપણા સૌના રૂમમાં આવી જશે.તો મિત્રો આજે ડીનર કરી આરામ કરી
લો.કાલે સવારે આપણે વહેલા નીકળી જશું.
બીજે
દિવસે સવારે:-
આપણે આજે વિશ્વવિખ્યાત બ્રાઝિલ
શહેરના એમેઝોનના જંગલમાં પહોંચી ગયા છીએ.આ જંગલો 5,500,000 કિ.મી.ના ક્ષેત્રમાં
ફેલાયેલા છે.જેમાં 390 બિલિયન અલગ અલગ જાતિના વૃક્ષો આવેલા છે.આ વૃક્ષો આસમાન સુધી
પહોચતા હોય તેવુ લાગે છે એટલે કે તે ખુબ જ ઉંચા છે.જંગલ વચ્ચે એટલે પ્રકાશ ખુબ જ
ઓછો પહોચે છે.એમેઝોનના જંગલો “વર્ષાવન” તરીકે પણ ઓળખાય છે કારણ કે અહી ગમે ત્યારે
પુષ્કળ વર્ષા થઇ શકે છે.અરે વર્ષાનુ નામ લીધુ અને વર્ષા હાજર ચાલો ભાગો થોડીવાર
આપણે રૂમ પર જઇએ વરસાદ બંધ થઇએ ગાઇડ આવશે ત્યારે નીકળીશુ.
થોડીવાર પછી :-
જેટલી ઝડપથી અહી વરસાદ આવે છે એટલી
ઝડપથી રહી પણ જાય છે.વર્ષાવનની એ જ ખાસિયત છે થોડીવારમાં ધોધમાર વરસાદ પડી ગયો
આપણે ગુજરાતમાં પાણી માટે તરસ્યે છીએ અને અહીં રોજ પુષ્કળ પાણી વરસે છે આપણે જાગૃત
નહી થઇએ અને વૃક્ષોનુ સંવર્ધન નહી કરીએ તો પસ્તાવાનુ આવશે.તો આજે આ વર્ષાવન આગળ એક
પ્રણ તો લઇ જ લઇએ એક દર વર્ષે એક વૃક્ષ વાવીશુ અને તેનો ઉછેર કરીશુ.લો આપણા ગાઇડ
આવી ગયા.મિત્રો આનુ નામ હેરી છે.હેરી અહી જંગલ વિસ્તારમાં જ મોટો થયો છે તેથી તે
જંગલના તમામ ખતરાથી અને રસ્તાથી સારી રીતે જાણકાર છે તે આપણી સાથે રહેશે અને
જંગલની સફર કરાવશે તો હો જાઓ તૈયાર એક અદભુત સફર માટે................
આપણે આપણી સફર ચાલીને કરવાની છે અને
એમેઝોન નદીમાં બોટિંગ કરીને જેથી આપણે સફરનો સાચો આનંદ ઉઠાવી શકીએ.જંગલમાં અનેકવિધ
ખતરા આપણી રાહ જોતા જ હોય છે.આપણી સફર જેટલી કુદરતી અને આનંદદાયક છે તેટલી જ ભયાનક
અને મુશ્કેલીભરી છે પરંતુ ડોન્ટ વરી હેરી પોતાના થોડા સાથીઓને લઇને આવશે જે સતત
આપણી સાથે આપણને ગાઇડ કરતા કરતા આપણી રક્ષા પણ કરશે.
જુઓ આ હેરી પાસે ખાસ જંગલમાં
પહેરવાના પોશાક તથા બુટ છે જે આપણે પહેરીને નીકળવાનુ છે.થોડી જરૂરિયાતની વસ્તુઓ
અને હથિયાર સાથે રાખવાના છે તો જલ્દીથી તૈયાર થઇ જઇએ પછી આપણે નીકળીએ.....
થોડી વાર પછી :-
ચાલો આપણે આપણી સફરની શરૂઆત કરીએ
હેરી સૌથી આગળ રહેશે તેના બે સાથીઓ આપણી સાથે રહેશે અને એક સૌથી છેલ્લે રહેશે જેથી
આપણે પ્રથમવાર જઇએ છીએ તો મુશ્કેલી ન થાય.
ચાલો હવે આપણે નીકળીએ આપણા
અભુતપુર્વક સફરની રાહ પર જંગલમાં હજુ હમણા જ વરસાદ પડયો છે એટલે માટી ખુબ જ ચીકણી
છે એટલે ચાલવામાં થોડુ ધ્યાન રાખજો.ગરમી પણ ખુબ જ પડી રહી છે.આટલા વૃક્ષો હોવાથી
તડકો પહોચી શકતો નથી પરંતુ ગરમી પુષ્કળ પડે છે અને જીવાત પણ ખુબ જ હેરાન કરે
છે.ઘટાદાર વૃક્ષો ચારે તરફ ફેલાયેલા છે આની વચ્ચે હિંસક પ્રાણીઓ અને ઝેરી જીવો ગમે
ત્યાં છુપાયેલા હોય શકે છે સો બી કેરફુલ.
હેરી, પેલુ શું છે? ચુપ રહેવાનો
ઇશારો કરે છે.કોઇ ભયાનક જાનવર લાગે છે.શી......શી.....શાંતિ (ધીરેથી) થોડી વાર અહી
જ ઉભા રહેજો.....
થોડીક વાર પછી:
પહેલુ જાનવર જતુ રહ્યુ લાગે છે.હેરી
શુ હતુ તે?
હેરી :- “દીપડો” ખુંખાર દીપડો
“દીપડો”!
“હા
તે ખોરાકની શોધમાં નીકળ્યો હતો તેની લાલ ચટ્ટાક આઁખો ખોરાકને શોધતી હતી.સારું આપણા
પર નજર ન પડી નહિતર આપણનો હમણાં કોળિયો કરી જાત.”
હેરી સાચુ કહે છે જંગલમાં પળે પળે
મૃત્યુનો ખતરો આપણી સાથે રહે છે.પરંતુ આપણે કાંઇ એમ મૃત્યુથી ઘભરાય જાય એવા નથી હે
ના દોસ્તો.સાહસ એ જ જીવન છે સાહસ દ્વારા નવુ નવુ શીખવા મળે છે.
હવે ચાલો ચાલતા રહો નીચે જુઓ આ
કીડીઓની હારમાળા જઇ રહી છે.એમેઝોનના આ જંગલની કીડીઓ ખુબ જ તીવ્ર ચટકા ભરે છે.જે
ખુબ જ દર્દ કરે છે તેથી ધ્યાન રાખીને ચાલજો.જુઓ આ ઉંચુ ઉંચુ વાંસનુ ઝાડ છે.
જંગલમાં આપણને પ્રાણીઓ, પક્ષીઓ અને
વૃક્ષોની અનેક પ્રજાતિઓ વિશે આપણને જાણવા અને જોવા મળશે.જુઓ ચારે તરફ કેવી હરિયાળી
ફેલાયેલી છે.ઓહ મિત્ર ધ્યાન રાખો પડી ન જતા જમીન ખુબ ચીકણી છે.
અહી થોડે દુર એક સપાટ જમીન જેવુ આવશે
ત્યાં આપણે તંબુ બાંધી રાતવાસો કરવાનો છે.હા જંગલમાં વહેલુ અંધારુ થઇ જાય છે.આથી
વહેલા જ ખોરાક અને સુવા માટેની વ્યવસ્થા કરી લેવી જોઇશે.હેરી અને તેના સાથીદારો
આપણને બધી વ્યવસ્થા કરી આપશે.મિત્રો આ મલમ બધા ચોપડી લેજો.અહીના મચ્છર ખુબ જ
ખતરનાક છે.આપણને હેરાન કરી મુકશે.
આપણે હવે થોડી રસોઇ બનાવીને કુદરતી
રીતે જમી લઇએ.હેરી અને તેના મિત્રો ખાવાલાયક વનસ્પતિ અને ફળ-ફુલો લાવ્યા છે.તેમાંથી
સુંદર રસોઇ બનાવી જમી લઇએ.અંધારુ વધી રહ્યુ છે આપણે તંબુ બાંધી લઇએ.સૌ પોત પોતાના
તંબુમાં આરામ કરી લો વહેલી સવારે આપણે ફરીથી નીકળ્વાનુ છે.

👍 nice
ReplyDelete