જીવ્યા - 1
જીવ્યા
પ્રકરણ : 1
“ગ્રેસ,
ઇટસ ઓલ રાઇટ નાઉ. હવે આપણે ઉતરણ કરવુ યોગ્ય રહેશે.” ઘણાં મહિનાઓ બાદ આજે પૃથ્વી પર
વરસાદ બંધ થયો હતો. ઉડતી રકાબીમાં રહેલા પરગ્રહવાસીઓને લાગ્યું કે ઉતરણ કરવું ઠીક
રહેશે. છેલ્લા કેટલાય સમયથી ત્રણ ઉડતી રકાબીઓ પૃથ્વી પર ચક્કર મારતી હતી. ચારે
બાજુ બસ વિનાશ જ દેખાતો હતો. કોઇ સજીવોના અવશેષો કયાંય પણ દેખાતા ન હતા. બસ વિનાશ
જ વિનાશ. પાણી જ પાણી અને તેમા મનુષ્યો, પ્રાણીઓના મૃતદેહો તરતા હતા. મોટા મોટા
વૃક્ષો પણ પાણીમાં તણાતા હતા. બિલ્ડીંગ, મકાન, થાંભલા જેવુ કંઇ પણ હતુ જ નહીં. એટલુ
બધુ પાણી હતુ કે જોઇને ડર લાગતો હતો. ત્રણ ચાર દિવસ થી પરગ્રહવાસી ચક્કર મારી
રહ્યા હતા તેને કયાંય જમીન દેખાયી ન હતી.
ઉડતી
રકાબી ચક્કર લગાવતી હતી અને તેમાં ગોઠવાયેલા ઓટોમેટિક કેમેરા આ વિનાશના ફોટા પાડતા
હતા. પરગ્રહવાસીઓને કોઇ પણ જીવતુ હોવાની જરાય આશા ન હતી. પરંતુ વિનાશનુ કારણ અને
તેમાં થયેલી હાનિ જાણવા તેઓ સતત પૃથ્વીને ફરતે ચક્કર લગાવી રહ્યા હતા. તેઓ એક ખાસ
મિશનથી આવ્યા હતા.
અચાનક
કયાંય સળવળાટ જણાતા તેઓએ પોતાનુ યાન જરાક નીચે લીધુ તો તેઓને એક ઉંચા પર્વત પર કોઇ
મનુષ્યોની ટોળી હોવાનો અહેસાસ થયો. દુરથી કંઇક નાનુ નાનુ દેખાતુ હતુ. ઓટોમેટિક
કેમેરાથી ઘણા ફોટા પાડયા અને ફોટા પર થોડી મનુષ્ય આકૃતિઓ હોય તેવુ લાગતુ હતુ.
“પાર્દ,
લાગે છે કોઇ જીવિત છે.” ગ્રેસ નામના પરગ્રહવાસીએ કહ્યુ.
“ઇમપોસીબલ,
આટલા ભયાનક વિનાશ બાદ કોઇ બચી જ ન શકે?” પાર્દને આટલા વિનાશ જોઇને વિશ્વાસ આવતો ન
હતો કે કોઇ જીવિત પણ હોય શકે છે. એટલે તેને ફોટો જોઇને પણ વિશ્વાસ ન આવતો હતો.
“ચાલો,
આપણે ત્યાં ચેક કરી લઇ?” ગ્રેસે ફરીથી કહ્યુ.
“હા,
ચાલો જોઇ આવીએ તે કોઇ પહાડ જેવુ લાગે છે જયાં જીવિત હોય તેવુ લાગે છે.”
પાર્દની
વાત સાંભળી ગ્રેસેએ યાનને ઉતરણ માટે નીચે લીધુ અને તેમનુ એક યાન નીચે ઉતર્યુ અને
બાકી બધા ફરતે ચક્કર લગાવી આગળ તપાસ કરવા ગયા.
યાન
ધીરે ધીરે ઉતર્યુ. પહાડ પર રહેલા લોકો કુતુહલવશ એકઠા થયા અને થરથર ધ્રુજવા લાગ્યા
કે વિનાશ બાદ આ કઇ આપત્તિ આવી પડી? તે વિચારે જ તેમને ભયભીત કરી મુક્યા ત્યાં તો
યાનનો દરવાજો ખુલ્યો. તેમાંથી વિચિત્ર યાંત્રિક મનુષ્યો નીચે ઉતર્યા. અત્યંત
આધુનિક મનુષ્ય આકૃતિ જેવા રોબોટો ધીરે ધીરે નીચે ઉતરી એકઠા થયેલા મનુષ્યો પાસે
આવ્યા.
“કેમ છો?” ગ્રેસે નીચે ઉતરીને બધા પાસે
આવીને કહ્યુ. એક રોબોટ જેવી વ્યક્તિએ મનુષ્ય જેવા અને ગુજરાતી ભાષા બોલતા જોઇ બધા
આશ્ચર્યમાં મુકાય ગયા. અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા.
થોડીવાર
થઇ એટલે નીરંજનાથી રહેવાયુ નહિ અને તેને “તમે કોણ છો? કયાંથી આવ્યા છો? શુ કરવા
આવ્યા છો? તમને ગુજરાતી કેમ આવડે છે? તમને કેમ ખબર પડી કે અમે ગુજરાતી છીએ?” જેવા
એકસામટા પ્રશ્નોનો મારો ચલાવ્યો. બધા હજુ તેઓને જોઇ ખુબ જ ડરી રહ્યા હતા અને તેમનાથી
દુર દુર જઇ રહ્યા હતા.
એક
યાંત્રિક મનુષ્યે પાર્દે, “શાંત થા બેટા” એવા ઉષ્માભર્યુ સંબોધન કર્યુ ત્યારે
ટોળાનો ભય થોડોક ઓછો થયો.
બીજા
યાંત્રિક મનુષ્યે ગ્રેસે નીરંજનાના પ્રશ્નનના જવાબમાં જણાવ્યુ કે, “તમારી
આકાશગંગાથી હજારો પ્રકાશ વર્ષ દુર આવેલા યેલ નામના ગ્રહ પરથી અમે આવ્યા છીએ. અમને પૃથ્વી
પર થયેલા ભયાનક વિનાશની ખબર પડી આથી તેની તપાસ માટે આવ્યા છીએ. અમારા ગ્રહ પર
રહેલા વૈજ્ઞાનીઓએ અમને બનાવ્યા છે અને અહીં મોકલ્યા છે. અમારી રચના એવી રીતે
કરવામાં આવી છે કે બ્રહ્માંડમાં વસતા કોઇ પણ સજીવના દેખાવ અને વર્તણુક પરથી તેની
ભાષા કઇ છે તે જાણી શકીએ છીએ અને તે બોલી પણ શકીએ છીએ.”
એકદમ શાંતિપુર્ણ અને ઉષ્માપુર્ણની તેમની
વાતચીત પરથી ટોળાનો ભય સદતર દુર થઇ ગયો. તેઓ થોડીકવાર માટે વિનાશને પણ ભુલી ગયા
અને એકદમ શાંત થઇ તેઓની વાત સાંભળવા લાગ્યા.
યાંત્રિક
મનુષ્ય ગ્રેસે પોતાની વાત આગળ ચલાવતા જણાવ્યુ કે અમે ઘણા મહિનાથી પૃથ્વીથી દુર
ચક્કર લગાવી રહ્યા છીએ. ભયંકર વરસાદ અને તોફાન લગભગ ઘણા મહિનાથી પડી રહ્યા છે.
થોડા દિવસો પહેલા જ આ બધુ શાંત થયુ. આથી અમે પૃથ્વીની નજીક આવ્યા અને અમે જોયુ કે
બધે વિનાશ જ છે. વિકસિતમાં વિકસિત રાષ્ટ્રો નાશ પામ્યા છે. વિશાળ અને મજબુત જહાજો,
વિમાનો, વહાણો, બિલ્ડીંગ બધુ જ નાશ પામ્યુ. તમે થોડાક ગુજરાતી કેવી રીતે બચી ગયા
તે વાત અમને આશ્ચર્યમાં મુકી રહી છે. કૃપા કરીને અમને તમારા બચી જવા પાછળનુ રહસ્ય
જણાવશો?”
નીરંજનાએ
ઓચિંતા વચ્ચેથી પુછ્યુ, “અમે તમને જણાવીશુ પહેલા અમને કહેશો કે આજે તારીખ કઇ છે?
વિનાશની ત્રાસદીમાં અમે સમય, સ્થળ, તારીખનુ ભાન ભુલી ગયા છીએ.”
“તમારા
કેલેન્ડર મુજબ આજે 10મી એપ્રિલ 2058ની સાલ છે.” યાંત્રિક મનુષ્ય ગ્રેસે કહ્યુ.
નીરંજના
તારીખ સાંભળી એકદમ અચંબિત બની ગઇ અને બોલવા લાગી કે, “દસ મહિના વિતી
ગયા!!!!!!!!!!!! બાપ રે ! ખરેખર અમને પણ આશ્ચર્ય થાય કે અમે જીવિત છીએ. દસ મહિના
સુધી સતત વરસતા વરસાદ અને પાણીના વિરાટ પુર વચ્ચે અમે જીવિત છીએ.”
“હા,
એ ખુબ જ આશ્ચર્યની વાત છે. તમે લોકો આવી ત્રાસદી બાદ પણ જીવિત છો.” પાર્દ નામના
યાંત્રિક માનવે કહ્યુ.
“કોઇ
પણ બચી શક્યુ નથી ત્યારે તમારા જીવિત હોવાનુ કારણ અમને જણાવશો?” ગ્રેસે પણ પુછ્યુ.
“ઓહ,
પણ તમે શા માટે બધુ જાણવા માંગો છો? પૃથ્વી પર શા માટે આવ્યા છો?” ચંદને પુછ્યુ.
“અમે
પૃથ્વી પર થયેલી વિનાશ અને તેના કારણો અને તેના બચવાના ઉપાયો જાણવા માટે આવ્યા
છીએ. તમારી પાસે હોય તેવી માહિતી અમને આપશો?”
યાંત્રિક
મનુષ્યો ખુબ જ ઉષ્માપુર્ણ રીતે વાત કરી રહ્યા હતા અને આજે તેઓને તેમની મદદની જરુર
હતી. હવે તે જ તેમની આશા હતી. આથી તેમને બધુ કહેવાથી ફાયદો હતો. જેથી તેઓ તેમને
કોઇ મદદ કરી શકે. બધા આ વસ્તુ સમજી શકતા હતા. તેઓ માત્ર દસ લોકો હતા. દુનિયામાં બીજુ
કોઇ હોય તેવુ લાગતુ ન હતુ.
“હા,
ઘણો લાંબા સમય બાદ પણ અમે જીવિત છીએ. આનો બધો શ્રેય એક નિર્મળ, સુંદર, બુધ્ધિશાળી,
ચકોર અને બહાદુર એવી જીવ્યાને જાય છે.
જીવ્યા
જેનુ નામ લેતા જ રોમાંચ અને અહોભાવ પ્રગટી ઉઠે છે.” ચંદન એકદમ બોલી ઉઠયો.
“જીવ્યા!!
કોણ જીવ્યા? અને તેણી એકલીએ કંઇ રીતે તમને બધાને બચાવી લીધા અમને વિસ્તાર પુર્વક
જણાવશો. ખુબ જ આશ્ચર્યજનક છે કે કોઇ એક વ્યક્તિના હિસાબે તમે બચી ગયા. અમને બધુ
જાણવુ છે.” ગ્રેસે આશ્ચર્યચકિત થઇને પુછ્યુ.
વડીલ
એવા કૃપ્તાબહેન બોલ્યા કે, “જીવ્યા વિશે હું તમને સંપુર્ણ હકીકત જણાવીશ. તે મારી
ખાસ સખી હતી અને તેમની જીવનકથની વિશે મેં પુસ્તક પણ લખ્યુ હતુ. આથી હું તમને
જણાવીશ કે ખરેખર શુ બન્યુ હતુ.”
“વાહ,
તમે આખી વાત જાણાવો.” પાર્દે કહ્યુ.
“ઇ.સ. 2016માં એક પંજાબી યુવાનને ગુજરાતના
રાજકોટ શહેરમાં બેંક ઓફ બરોડા માં બેન્ક મેનેજર તરીકે નોકરી મળી. તે પોતાનુ વતન
અને ઘર છોડીને રાજકોટમાં એક પરિવારમાં ઘરે ભાડે રહેવા આવ્યો. તે યુવાનનુ નામ મિત
કૌર હતુ. જે પરિવારમાં તે ભાડે રહેતો હતો. તેમાં પતિ- પત્ની અને બે બાળકો હતા.
પતિને પોતાની ઘરની દુકાન હતી. પત્ની હાઉસવાઇફ અને તેનો દીકરો એમ.બી.એ ભણે અને
દીકરી રચના સાયન્સ કોલેજ પુર્ણ કરી પી. એચ.ડીનુ ભણતી હતી.
ભાડે
રહેતી મિત કૌર સાથે રચનાની આંખ મળી ગઇ અને લગ્ન કરવાનુ નક્કી કર્યું. સમજુ માતા
પિતાએ બંન્નેના ફૈસલા પર સંમતિ આપી દીધી અને 18મી સપ્ટેમ્બર 2018ના રોજ બંન્નેના
લગ્ન થયા. લગ્ન બાદ બે મહિના પછી રચનાને સુરતની વી.બી.શાહ સાયન્સ કોલેજમાં નોકરી
મળી. આથી રચના ત્યાં રહેવા ગઇ અને છ મહિના બાદ મિત કૌરને પણ બઢતી મળતા તે સૂરત
રહેવા ગયો. આમ બંન્ને પતિ પત્ની સુરત સ્થાયી થઇ ગયા.
બંન્ને
પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા. આ સુખી પરિવારમાં 28મી માર્ચ 2020ના રોજ જીવ્યાનો
જન્મ થયો. પ્રતિભાવાન માતા અને બુધ્ધિશાળી પિતાએ જીવ્યાના જન્મ પછી બીજુ બાળક ન
કરવાનો નિર્ણય લીધો અને જીવ્યા એક માત્ર સંતાન બની રહી અને લાડકોડ અને સમજદારી
સાથે જીવ્યા મોટી થવા લાગી. નાની ઉંમરમાં જ તેનામાં જીજ્ઞાસા અને ધગશના ગુણ દેખાવા
લાગ્યા. નાનપણમાં જ તેની પ્રતિભા દેખાવા લાગી. શિક્ષકને અટપટા પ્રશ્નો પુછી તે
મુઝંવી દેતી. અભ્યાસ ઉપરાંત નેટ પરથી પણ તે વિવિધ જ્ઞાન મેળવતી અને તે પોતાની વય
કરતા કયાંય આગળ પ્રતિભા ધરાવતી હતી. જીવ્યા નાનપણથી ખુબ જ બુધ્ધીશાળી હતી.
હજારોમાં એક હતી. લોકો તેને ગિફટેડ ચાઇલ્ડ કહેતા હતા. આમને આમ તે ધીરે ધીરે તે મોટી
થવા લાગી.
***************************
વધુ આવતા
અંકે................................................
written by: રૂપેશ ગોકાણી
Contact no. – 80000 21640

Comments
Post a Comment