અનોખી સફર - 2
અનોખી સફર
part 2
ચાલો સવાર પડી ગઇ ઉઠી ગયાને બધા? હા,
હજુ સવારના ચાર જ વાગ્યા છે પરંતુ આપણે વહેલા નીકળી જવાનુ છે.પછી અહી ખુબ જ ગરમી
વધી જશે તે પહેલા આપણે આપણી સફર શરૂ કરી લઇએ.બપોરે સખત ગરમીમાં આપણે કદાચ નહી ચાલી
શકીએ વળી વર્ષા પણ આપણો અવરોધ બની શકે છે એટલે વહેલા નીકળી જવુ સારૂ રહેશે.અજવાળુ
અત્યારમાં થઇ ગયુ છે જુઓ.અત્યારે આપણે ગરમ પાણી લઇ લઇશુ ત્યાર બાદ રસ્તામાં કાંઇક
ફળ નાસ્તામાં ખાઇ લઇશુ.અહીં પુષ્કળ ફળો મળે છે તેનો કુદરતી સ્વાદ માણીશુ.
આપણા તંબુ અને બધુ સંકેલી લઇએ.પછી
આપણી યાત્રા ફરીથી શરૂ કરીએ.
રસ્તા પર ચાલતા ચાલતા:
દોસ્તો જંગલમાં પહેલી રાત્રિ કેવી
રહી? ખુબ જ ડર લાગતો હતો ને.મને પણ ખુબ જ ડર લાગતો હતો.રાત્રે ભયાનક અવાજો આવી
રહ્યા હતા જંગલી પશુઓના.તેઓ બધા રાત્રે પણ શિકારની શોધમાં નીકળે છે અને પેલા
ખુંખાર મચ્છર આખી રાત ગુન ગુન કર્યા કરતા હતા.આ તો સારું હેરી એ પહેલો લેપ આપ્યો
નહિતર તેઓ આપણી હાલત ખુબ જ ખરાબ બનાવી દેત.તો પણ ઘણા જીવજંતુઓ તો કરડી જ ગયા.ઉંઘ જ
ન આવી.
લો, ફરી એકવાર ધોધમાર વરસાદ.ચાલો
જલ્દી આપણે ઝાડની સલામત ડાળી પર ચડી જાઇએ.વરસાદમાં કયારેય પાણી સાથે કોઇ ઝેરી જીવ
તણાય આવી શકે છે.પાણી પ્રવાહમાં આપણે તણાયને એમેઝોન નદીમાં જઇ શકીએ છીએ.સામાન્ય
જંગલ અને વર્ષાવન વચ્ચે આજ મુખ્ય તફાવત છે અહીં ગમે ત્યારે ધોધમાર વરસાદ પડી શકે
છે.અને પુષ્કળ ગરમી.
આ વર્ષાવન બ્રાઝિલનો 60% વિસ્તાર
આવરી લે છે જે 477698000 હેકટર સુધીનો છે.જે બ્રાઝિલને સુંદર બનાવે છે.અહીં 56000
જાતના વૃક્ષો, 1700 જાતના પક્ષીઓ, 695 ઉભયજીવીનો જાતનો, 578 સસ્તન જાતિનો અને 651
સરીસૃપ જાતનો સમાવેશ થાય છે.અહીં ખુબ જ અજાયબી જાતિઓ લંગુર, એનાકોંડા જેવા ઘણા
અજીબ જાતિઓના પ્રાણીઓ જોઇ શકાય છે.બટેટા, ચોખા, મરી, ચોકલેટ, લવિંગ, આદુ, શેરડી,
તજ, હળદર, કોફી, વેનિલા, કાજુ, નાળિયેરી,લીબુ, અંજીર, મકાઇ, જામફળ, કેળા, દ્રાક્ષ
અને કેરી જેવા અનેક ખોરાકી વૃક્ષો તથા છોડ થાય છે.
25% જેટલી આધુનિક દવાઓના વૃક્ષોને પણ
અહી ઉછેરવામાં આવે છે જેમાં કેન્સર, એઇડસ અને વાઇરસ ઇન્ફેકસનનો સમાવેશ થાય
છે.એમેઝોનના જંગલોએ કુદરતી સંપતિનો ખજાનાથી ભરપુર છે.અને આપણી વિશાળ માનવ
પ્રજાતિનો મોટાભાગનો ઓક્સિજન આ જંગલો પુરા પાડે છે આથી એમેઝોનના જંગલોને “પૃથ્વીના
ફેફસા” કહેવાય છે.છતા પણ બ્રાઝિલ સરકાર આ જંગલોને કાપી રહી છે જેના ઘણા કારણો છે
જેમ કે ખેતી માટે જમીન ઉપબ્લ થઇ શકે, રોડ રસ્તા બનાવી શકાય, લોકોને રહેવા માટે
જમીન મળી રહે વિવિધ કારણોસર બ્રાઝિલ સરકારે જંગલોનો અમુક ભાગ કાપવાનો નિર્ણય લીધો
છે.
ચાલો હવે વરસાદ ધીમો પડી ગયો છે
પાણીનો પ્રવાહ પણ ઓછો પડવા લાગ્યો છે આપણે નીચે ઉતરીએ.એ બધા અહી જુઓ પહેલા ઝાડ ઉપર
“એનાકોંડા” અમેઝિંગ.સાયલન્ટ થોડીવાર કોઇ અવાજ ના કરતા પ્લીઝ.
થોડીવાર પછી:
જતો રહ્યો.આજ સુધી ટી.વી.માં જોયેલો
એનાકોન્ડા સાપને રીઅલમાં જોયો.ખુબ જ ડરામણો અનુભવ.આવા સાપની અનેક પ્રજાતિઓ આપણે
અહી જોવા મળી શકે છે જેના એક માત્ર ડંશથી આપણે હરિ શરણે થઇ શકીએ છીએ.સાપ સિવાય અહી
ઘણા ઝેરી જીવજેતુંઓ પણ આવેલા છે સો બી કેરફુલ.ચાલો હેરી આપણને તેની વસ્તીની
મુલાકાતે લઇ જવા માંગે છે.હેરીનો પરિવાર અને તેનો કબીલો અહી જંગલ વચ્ચે જ રહે છે
તો આપણે તેની સાથે જઇએ.અને તેમની વસાહત જોઇ લઇએ.
ખુબ જ થાક લાગી રહ્યો છે હેરી હજુ
કેટલી દુર છે તમારી વસાહત?
“બસ સામે પહેલી દેખાય તે વસ્તી”
હેરીએ કહ્યુ.
“જંગલમાં ચાલવુ ખુબ જ મુશ્કેલ છે. પણ
હવે આપણે પહોચવા જ આવ્યા છીએ.”
આ હેરીનુ ગામ છે તેઓ જંગલની અંદર જ
રહે છે.જંગલ જ તેમનો જીવનનો આધાર છે.જુઓ તેમના ઘર પણ લાકડાના બનાવેલા છે અને
જમીનથી ઉંચા છે જેથી ભારી વર્ષામાં તેઓ રક્ષણ મેળવી શકે.ચારે બાજુ હરિયાળી અને
કુદરતી વાતાવરણ વચ્ચે અહીં રહેવાની ખુબ જ મજા છે પરંતુ આ લોકો ચોવીસ કલાક ખતરા
વચ્ચે જીવે છે.રોજેરોજ પડતો વરસાદ, ઝેરી જંવજેતુઓ અને ખતરનાક પ્રાણીઓ વચ્ચે તેઓ
પોતાનુ જીવન ગુજારે છે છતાય આપણી જેમ તેઓને પણ પોતાનુ ગામ ખુબ જ ગમે છે.
આપણા માટે તેઓએ ખાસ શાકાહારી કુદરતી
ભોજન તૈયાર કર્યુ છે તે લઇને આપણે આપણી સફર આગળ વધારીએ.ભોજન ખુબ જ સ્વાદિષ્ટ અને
પૌષ્ટિક છે કારણ કે ઝેરી દવાઓ અને ખતરનાક ખાતરના ઉપયોગ વિના ઉગેલી વનસ્પતિમાંથી
બનાવેલ છે.હવે આપણે આપણી સફર આગળ વધારીએ.
થોડીવાર પછી:
ચાલવુ ખુબ જ મુશ્કેલ છે થાકી ગયાને
બધા.પશુઓના અવાજો પણ ખુબ જ ડરાવી રહ્યા છે.મને લાગે છે આપણે આપણી સફર અહીં પુરી
કરી દેવી જોઇએ.આપણામાંથી કોઇની હિમ્મત નથી હવે જંગલની વિકટ પરિસ્થિતિમાં આગળ
ચાલીને મુસાફરી કરવાની.વળી જેમ આગળ વધતા જઇશુ તેમ ફરી પરત આવવાનો રસ્તો પણ વધી
જઇશે આથી આપણે પરત હોટેલ પર જઇએ અને રાત્રે આરામ કરીને કાલે સવારે એમેઝોન નદીના
સફર પર જઇશુ.
બીજે દિવસે:
આરામ પછી ઘણી સ્ફુર્તિ જણાય રહી છે
અહીં જંગલોમાં ઓક્સિજન અને ઓઝોન વાયુનુ પ્રમાણ ખુબ જ વધારે હોય છે આથી શરીરમાં
સ્ફુર્તિ અને તાજગી તરત જ મળી રહે છે.આપણ્રે પણ આપણા ઘરની આસપાસ એક બગીચો બનાવી
લઇએ તો આપણી કાર્યક્ષમતા પણ વધી શકશે અને તાજગી પણ મળી રહેશે અને વરસાદનુ પ્રમાણ
પણ વધી જશે અને પર્યાવરણમાં સુધારો થઇ શકશે.આથી એક બીજુ પ્રણ લઇલે કે આપણા ઘરની
આસપાસ એક બગીચો જરૂરથી બનાવીશુ.
ચાલો બધા તૈયાર થઇ જાવ વિશ્વની
મોટામાં મોટી નદીની સફર માટે.
એમેઝોન
નદી પાસે:
કેટલુ પાણી છે આ નદી પર? રોજબરોજ
પડતા વરસાદથી અહી પાણીનુ પ્રમાણ કયારેય ઘટતુ જ નથી.ચાલો હેરી આપેલા લાઇફ જેકેટ
આપણે પહેરી લઇએ અને એક રોમાંચક સફરનો આનંદ લઇએ હેરી અને તેના સાથીઓ આપણી સાથે જ
રહેશે.
નદીમાં સફર પછી:
ખુબ જ ભય લાગ્યોને!!!!!!!!!!!!!!!!!
આ કાંઇ સામાન્ય નદી થોડી છે આ તો એમેઝોન નદી છે વિશ્વની મોટામાં મોટી નદી.થેન્ક
ગોડ કે આપણે જીવતા છીએ.નદીમાં તો પળે પળે એવુ લાગતુ હતુ કે ગયા પાણીની અંદર.પાણીનો
પ્રવાહ ખુબ જ તેજ રહે છે બારેમાસ.પણ સાહસનો પણ એક અનેરો આનંદ માણ્યો.
ઓ.કે. દોસ્તો ચાલો હવે આપણે સૌ આપણા ઘરે
જઇશુ.એમેઝોનના જંગલની સફરની ખુબ જ મજા પડી.તમને પણ આ માનસિક પ્રવાસની મજા પડી હોય
તો તમારા વ્યસ્ત શિડયુલમાંથી થોડો સમય કાઢીને વર્ષમાં એકાદવાર આવી સફરનો આનંદ
રિયલમાં માણજો.


Superb , while reading time it seems to be real journy pass through AMEZON jungle and river with our friends gaining splendid nature pleasure
ReplyDelete