જીવનમાં મેળવો સુખનો ભંડાર
આજે દરેક વ્યક્તિના જીવનમાં હજારો
દુ:ખો છે. યુવાનોને નોકરી કે છોકરી મળતી નથી. પરણિત વ્યક્તિને પતિ કે પત્નીની
ઉપાધી અને સંતાનોનુ ટેંશન. 20% લોકોને બાળકો નથી થતા તેનુ દુ:ખ. બાકીના 80% લોકોને
બાળકો માનતા નથી એનુ દુ:ખ. કયારેક એમ થાય ભગવા પહેરીને સાધુ બની જઇએ. કોઇ ઉપાધિ જ
નહિ. સંસારની સમસ્યાઓનો કોઇ ઉપાય છે ખરો?
શુ ખરેખર સુખ બાહ્ર જગતમાં છે?
માનસિક શાંતિ કે સુખ બહારથી મેળવી શકાય ખરા? વિચારવા જેવી બાબત છે. ભુખ્યા માણસને
રોટલીની ચિંતા છે. પેટ ભરેલા માણસને ખોરાક પચાવવાની ચિંતા છે. પૈસાદાર માણસને પૈસા
સાચવવાની ચિંતા અને પૈસા વિના માણસને પૈસા મેળવવાની ચિંતા છે. આ વિરોધાભાસ ઘણુ કહી
જાય છે. આપણે આજે તાત્વિક ચર્ચાઓ કરવાની નથી. પરંતુ સાદી અને સરળ સમજ મેળવવાની છે.
સાદા શબ્દોમાં જીવનની સમસ્યાઓનો સરળ હલ મેળવવાનો છે.
સુખ અને દુ:ખ માણસની અંદર જ રહેલા
છે એટલે કે બહારથી જે આપણે સ્નેહ અથવા તિરસ્કાર મેળવી છીએ. તેને આપણે જાતે જ સર્જન
કરતા હોઇએ છીએ. એક ઘરમાં કે ઓફિસમાં એક સાથે અનેક લોકો રહેતા હોય છે. પરંતુ સાથે
રહેતા કે કામ કરતા લોકોની કામ પ્રત્યે કે આસપાસના વાતાવરણ પ્રત્યેની ભાવના અલગ અલગ
હોય છે. દરેક પરિસ્થિતિને અનુભવવાની બધાની અલગ અલગ રીત હોય છે. આપણે આ વસ્તુને
થોડા વિસ્તાર અને ઉંડાણપુર્વક સમજીએ.
આપણા મનના વિચારોની, તેની તરંગોની
આપણા વર્તન પર ખુબ જ અસર પડતી હોય છે. કોઇ લોકો સતત ડરતા રહેતા હોય છે તેમને
બિમારીનો, સંબંધ ટુટી જવાનો કે કંઇક ખોટુ કે અમંગળ થવાનો ભય સતત સતાવતો રહેતો હોય
છે. જયારે બીજી બાજુ અમુક લોકો સખત બિમાર હોય, તેની કોઇ દરકાર ન લેતુ હોય છે છતાંય
ખુશીથી જીંદાદિલીથી જીંદગી જીવી જાય છે. મુશ્કેલી કે તકલીફોને જેટલા મોટા બિલોરી
કાચથી જોવામાં આવે તેટલો તેનો પ્રભાવ વધતો જાય છે. આજ જ જીવનનુ મોટુ દુ:ખ છે બાકી
બીજી કોઇ તકલીફ નથી.
જીવનમાં તકલીફોથી દુર રહેવા અને
સુખનો ભંડાર મેળવવાના બે રસ્તા છે.
1. મન દ્રારા
2. વર્તન દ્રારા
આ બંન્ને ખુબ જ મહત્વના છે. આપણે તેને સમજીએ
1.
મન દ્રારા:
1. દુનિયાના મોટા ભાગના વૈજ્ઞાનિકોએ
સાબિત કરી દીધુ છે કે આપણી સાથે જે કોઇ ઘટના ઘટે છે તે આપણા મન કે વિચારોની દેન છે
એટલે કે આપણી સાથે ઘટતી સારી કે નરસી બાબતો માટે આપણે ખુદ જ જવાબદાર છીએ. જીવનમાં
મુશ્કેલીઓ અને તકલીફો દરેકને સતાવે જ છે. આપણી સામે રહેલા અત્યંત શ્રીમંતો કે મહાન
સામાજિક કાર્યકરો પણ મુશ્કેલી રૂપી સ્પીડ બ્રેકરોને પસાર કરીને જ આગળ વધતા હોય છે.
સમસ્યા દરેક જગ્યા છે બસ તેને જોવાનો અને અનુભવવાનો રસ્તો દરેકનો અલગ અલગ છે એટલે
કે સમસ્યા ખુબ જ મોટુ સ્વરૂપ આપીને કે તેનાથી ખુબ જ ડરવાથી તેનો ઉકેલ આવતો નથી
ઉલટાના તેમા વધારે સપડાતા જઇએ છીએ.
1. નાની હોય કે મોટી સમસ્યાને પાર
કરવી તો મુશ્કેલ છે જ. હાથમાં નાનો ઘા લાગે તો પણ પીડા સહન કરવી અઘરી પડે છે. ખાલી
સલાહ આપવાથી મુશ્કેલીઓ હલ થતી નથી. જેના પર વિતે તેને જ ખબર પડે છે. પરંતુ માનસિક
મજબુતાઇ, હકારાત્મક વિચારસરણીથી ઘણો ફરક પડે છે. સમસ્યા અને દુ:ખને રોકવાનો ઇલાજ
એમ ચપટી વગાડવાનો નથી. ધીરે ધીરે હકારાત્મકતાની પ્રેકટિસથી તેમાંથી બચી શકાય છે.
1. સારા પુસ્તકોનુ વાંચન, મેડિટેશન, યોગ, સારો
ખોરાક આપણા મન અને વિચારોમાં હકારાત્મકતા લાવવામાં મદદરૂપ બને છે. આવી રીતે આદત
પાડવાથી દુ:ખ કે સમસ્યાનો હલ તુરત મળી જાય છે. અરે, સમસ્યા જેવુ કંઇ રહેશે જ નહિ.
મનની મજબુત વિચારસરણી જીવન જીવવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખશે. સતત હકારાત્મક
રહેવાથી સમસ્યાની અનુભુતિ થતી જ નથી. જેમ કસરત કરવાથી શરીર મજબુત બનતુ જાય છે અને
નાના મોટા ઘા તેને અસર કરતા નથી એમ મનના સારા વિચારોને કારણે સમસ્યાઓ સમસ્યા જેવી
લાગતી જ નથી. એક વાર સારા હકારાત્મક વિચારો કરવાની આદત પાડો જીવન આખુ બદલાય જશે.
2.
વર્તન દ્રારા:
2. આપણુ વર્તન આપણી સાથે બનતા
વ્યવહારમાં ખુબ જ મહત્વની ભુમિકા ભજવે છે. એક કહેવત છે ને કે વાવીએ તેવુ લણવા મળે.
આપણે આપણી આસપાસના બધા લોકો સમક્ષ સૌજન્ય પુર્વક વ્યવહાર રાખીશુ તો 99% લોકો
સામેથી સૌજન્યપુર્વક જ વર્તન કરશે. બાકીના 1% લોકોનો તો કોઇ ઇલાજ જ નથી. તેને સહન
કરવા જ રહ્યા. થોડી તકલીફ તો રહેવાની. પરંતુ થોડા માટે વધારેને ટાળી ન શકાય.
આથી
આપણે હસતા રમતા સૌ સાથે પ્રેમપુર્વક અને મિઠાસથી વર્તન કરવાથી સામે આપણને સ્નેહ
અને લાગણીઓ જ મળશે. બાકી તિરસ્કાર, ટીકા અને ગુસ્સાપુર્વકના વ્યવહારનુ પ્રતિબિંબ
પણ એવુ જ મળે છે. આથી આપણા સ્વભાવ અને વર્તનમાં આજથી બદલાવ લાવવાનો પ્રયાસ શરૂ કરી
દેવો જોઇએ. એકવાર આવો પ્રયાસ કરી જુઓ ત્યાર બાદ તેના પરિણામો મેળવી અનેરી ખુશી
મહેસુસ થશે.
હા,
એક વસ્તુ છે કે દુનિયામાં કોઇ વ્યક્તિ સંપુર્ણ સારી નથી કે કોઇ તદન ખરાબ પણ નથી.
આપણુ સ્નેહી અને સગુ વહાલુ આપણી સાથે ખરાબ અને અયોગ્ય વર્તન કરે ત્યારે ગુસ્સો કે
ટીકાનો માર્ગ અપનાવવાના બદલે પ્રેમપુર્વક તેનો રસ્તો અપનાવવો જોઇએ. 99% સમસ્યા
પ્રેમ અને સ્નેહના રસ્તાથી દુર થઇ જાય અને જયારે આપણાથી પણ કોઇ ભુલ થશે ત્યારે તે
વ્યક્તિ પણ પ્રેમનો જ રસ્તો અપનાવશે. સમસ્યાનુ જડ જ દુર થઇ જશે. તો આપણા વર્તન
વ્યવહારને બદલવાની હમણાથી જ તૈયારીઓ ચાલુ કરીએ. ગુસ્સો, નફરત, ટીકાના સ્થાને
પ્રેમ, લાગણી અને સ્નેહના ગુણ વિકસાવીએ.
જીવનમાં
સરળ રહેવાના ગુણો એકવાર અપનાવી લેવાથી સામેના લોકોને આપણી સાથે રહેવાનો આનંદ તો
આવશે જ પરંતુ આપણે પણ આંતરિક શાંતિ અને ખુશી અનુભવી શકીશુ. જીવન હળવુ બની જશે.
મુશ્કેલીઓ આવશે તો પણ તેને પ્રેમપુર્વક સરળતાથી હલ કરતા જઇશુ. જીવનમાં કંઇ તકલીફ
નહિ રહે. બસ એક વાર સ્વભાવમાં બદલાવ લાવવાની જરૂર છે.
ઉપરોકત
બે મુદાને સારી રીતે સમજી લીધા બાદ જીવનમાં તેની અમલવારી કરવાથી દુ:ખનો મહાસાગર
દુર થઇ જશે અને જીવન સુખ અને ખુશીઓથી છલોછલ ભરાય જશે. બસ, માત્ર જરૂર છે એક નાનકડા
બદલાવની. તો તૈયાર છો ને બદલાવ માટે? બેસ્ટ ઓફ લક ફોર હેપી લાઇફ.
:અસ્તુ :
ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com



Comments
Post a Comment