એક અધૂરી પ્રેમ કહાની - 3
એક અધૂરી પ્રેમ કહાની - 3
“નિકુંજ”
પીઠ પાછળથી વર્ષો જુના રણકાર સાંભળાતા તેના પગ થંભી ગયા. તેનુ વેણ બે હોંઠ વચ્ચે
દબાઇ ગયુ.
“પ્લીઝ
સ્નેહા ફોર ગોડ સેક. ગો અવે એન્ડ લીવ મી અલોન” તેના સામે જોયા વિના જ નિકુંજે
કહ્યુ. તેને ખબર હતી કે માંડ માંડ જેમતેમ કરીને તેણે તેની સ્નેહાની યાદોથી પીંછો
છોડાવ્યો છે અને આ રીતે ગોવામાં તે યાદો ફરી દરિયાની ભરતીની જેમ હિલોળા લેતી આ
રીતે તેના મનને ભીંઝવી જશે.
“નિકુંજ
પ્લીઝ એકવાર મારી સાથે વાત કરી લે. આઇ ક્નો આઇ વીલ હર્ટ યુ અ લોટ” ડુંસકુ સંભળાતા
તેણે પીઠ ફેરવીને જોયુ.
“પ્લીઝ
નિકુંજ મારા કારણે તારે...............
“હવે
આ બધી વાતો કરવાની શી જરૂર છે?”
“ઓ.કે.
બટ એક ફ્રેન્ડ તરીકે તો હુ તારી સાથે થોડી વાત તો કરી શકુ ને” આંસુ લુછીને કહ્યુ.
“પતિ
સાથે હનીમુન પર આવેલી સ્ત્રી આમ અજાણ્યા પુરૂષ સાથે કેમ વાત કરવા માંગે છે?”
“અજાણ્યા???”
આ એક જ શબ્દમાં તે નિકુંજને ઘણું પુછી બેઠી અને આંસુના ધસારા સાથે નિકુંજ વળગી
પડી.
“નિકુંજ
અજાણ્યા સાથે તો હુ રહુ છુ. તારા સાથે તો મારે જન્મો જન્મની પ્રીત છે. આ કાંઇ
નાજુક તાંતણો નથી કે ટુટી ગયો.”
“તો
કેમ મને આમ છોડીને જતી રહી?” ભીંસ મજબુત કરતા નિકુંજે કહ્યુ.
નિકુંજ
આઇ એમ સોરી યાર. તને ખબર નથી કે લગ્ન પહેલા જ મારે ભાગી જઇ તારી પાસે આવવું હતુ પણ
તને મારી નાખવાની ધમકી આપીને મજબુરીવશ મારા લગ્ન કરાવાયા અને હુ એટલી ડરપોક હતી કે
બસ મારો જીવ ન આપી શકી.”
“વ્હોટ????
આ શું બકે છે તું? કોણે આપી હતી તને આવી ધમકી? અને પાગલ મને એકવાર તો કહેવુ હતુ તો
કાંઇક આપણે સાથે મળીને કોઇ રસ્તો કાઢત.”
“મને
ધમકી આપીને મામાને ઘરે મોકલી દીધી અને ત્યાં જ પિયુષ સાથે મારા લગ્ન કરાવી દીધા.
હુ લાશની જેમ જીવી રહી છુ યાર. હરએક પળે તને યાદ કરુ છું હું અને આજે ભગવાન આ રીતે
મારી આશ પુરી કરશે તેનો મને ખ્યાલ જ ન હતો. આજે મારે બસ તને એક જ વિનંતી કરવી છે
કે પ્લીઝ મને આ નર્કની સજામાંથી છોડાવીને તારી પાસે રાખી લે. મારે ફરી એ નર્કમાં
નથી જવું નિકુંજ, નથી જવુ એ નર્કમાં.” ચોધાર આંસુઓનોં બંધ તૂટી પડ્યો અને નિકુંજની
ભાવનાઓ પણ પીગળવા લાગી.
“ઓ.કે.
ઓ.કે., કાલ્મ ડાઉન પ્લીઝ. અત્યારે આપણે બન્ને જાહેર સ્થળ પર છીએ. કોઇ શું વિચારશે
આપણા વિશે? એક કામ કર, લે આ મારુ વિઝીટીંગ કાર્ડ અને મને નિરાંતે કોલ કરજે.” કહેતા
નિકુંજે તેને પોતાનુ કાર્ડ આપી દીધુ.
“હેય
સ્નેહા, તુ અહી છે? હું તને ક્યારનો હોટેલ આસપાસ શોધી રહ્યો હતો.” પાછળથી પિયુષનો
અવાજ સંભળાતા સ્નેહાએ ફટાફટ કાર્ડને છુપાવી દીધુ.
“હું....હું......
આ ગાઇડનો આભાર માનવા આવી હતી. હોટેલના કેમ્પસમાં હતી ત્યાં તેઓ મને દેખાયા તે અહી
સુધી દોડી આવી.” સ્નેહાએ નિકુંજ સામે જતાં કહ્યું
“હા
આભાર તો માનવો જ પડે તમારો મિસ્ટર કે તમે મારી અર્ધાંગીનીને બચાવી, નહી તો મારુ
અર્ધુ અંગ નકામુ થઇ જાત.” પિયુષે હળવી શૈલીમાં કહ્યુ.
“એક
કામ કેમ નથી કરતી જાનુ? આજે રાત્રે તેમને ડિનર પર બોલાવીએ તો કેવુ રહેશે?” પિયુષે સ્નેહા
સામે જોઈ પૂછ્યું
“હમ્મ્મ,
તેઓ હા પડે તો મને શું વાંધો હોય? તમે જ પુછી લો અને આમંત્રણ આપી દો.” સ્નેહાને
તેનો વિચાર ખુબ ગમી ગયો પણ પોતાની ભાવનાઓને કાબુમાં રાખી તે બોલી.
“નો
નો.. મિસ્ટર પિયુષ, હું આવી ફોર્માલીટીમાં માનવાવાળો વ્યકિત નથી, ઇટ્સ માય ડ્યુટી
અને આઇ એમ વેરી ઓનેસ્ટ વીથ માય ડ્યુટી.”
“અરે
ભાઇ, આમ નિરાશાજનક વાત ન કરો અમારી સાથે. આજે તો તમારે અમને બન્નેને જોઇન કરવા જ
પડશે. તેમા તમારુ કોઇ બહાનુ ચાલશે નહી, કેમ સ્નેહા ???” પિયુષે ફરીથી ભારપૂર્વક કહ્યું.
“હા......
આવો તો વધુ સારુ મિસ્ટર નિકુંજ.” સ્નેહાના નાજુક આગ્રહને નિકુંજ ચાહવા છતા પણ
નકારી શક્યો નહી અને તેણે હકારમાં પોતાનુ માથુ ધુણાવી દીધુ.
“ગ્રેટ
મિસ્ટર નિકુંજ, સો આપણે નવેક વાગ્યે મળીએ હોટેલ બ્લ્યુ સ્ટારમાં. અમે લોકો ત્યાં જ
ઉતર્યા છીએ.”
“ઓ.કે. ડન.” કહેતા બન્નેએ શેક હેન્ડ
કર્યા અને નિકુંજ ત્યાંથી ચાલતો થઇ ગયો.
લેખકનું નામ : ભાવિષા ગોકાણી


Comments
Post a Comment