એક અધૂરી પ્રેમ કહાની - 4
એક અધૂરી પ્રેમ કહાની - 4
“સ્નેહા, તારા હસબન્ડને આપણા બન્ને પર શક જતો રહ્યો લાગે છે, મને તેના હાવભાવ સારા જણાતા નથી.” નિકુંજે સ્નેહા ને મેસેજ કરી દીધો અને તેના રિપ્લાયની રાહ જોવા લાગ્યો. બે જ મિનિટમાં સ્નેહા નો રિપ્લાય આવી ગયો.
“ડોન્ટ
વરી નિકુંજ. મારા અતિતના એક પણ પાના હજુ તેની સામે પલટ્યા નથી મે. ચિંતા ન કર અને
જલ્દી અંદર આવી જા, ડિનર રેડ્ડી છે.”
સ્નેહાનો
મેસેજ આવતા જ નિકુંજ અંદર પહોંચી ગયો અને
તે બન્નેની સાથે ચુપચાપ ડિનર કરવા લાગી ગયો.
“કેમ
કાંઇ બોલતા નથી નિકુંજ જી? આમ ચુપચાપ બેસી ડિનર કરવા માટે તમને અહી થોડા બોલાવ્યા
છે?” પિયુષે કહ્યુ.
“હું
જમતી વખતે બહુ વધુ બોલવાનુ પસંદ કરતો નથી, જરૂરી જણાય ત્યાં જ વાત કરું છું.”
“લાગે
છે બહુ દુઃખ ભરીને બેઠા છો તમે તમારી અંદર? ઓછુ બોલવુ, કામ હોય ત્યાં જ વાત કરવી,
નહી તો મારુ માનવુ તો એવુ છે કે ટુરિસ્ટોને ગાઇડ કરનાર લોકો તો વધુ પડતા બોલકણા
અને જલ્દીથી બીજા સાથે હળીમળી જાય તેવા હોય છે, કેમ સ્નેહા ???”
“હા....હા.....મારુ
પણ કાંઇક એમ જ માનવું છે.” એક એક શબ્દ સ્નેહા ને બોલવો બહુ ભારે લાગતો હતો. હવે તો
તેને પણ એમ જ લાગતુ હતુ કે નક્કી પિયુષને કોઇપણ રીતે તેના અતિતની ખબર પડી ગઇ લાગે
છે. પણ હવે તેનાથી કાંઇ થઇ શકે તેમ ન હતુ. હવે તો જલ્દી આ ડિનર પુરુ થાય તો સારૂ,
બસ તેમ જ તે ભગવાનને મનોમન પ્રાર્થના કરતી હતી.
“બહુ
મજા આવી તમારી સાથે મિસ્ટર નિકુંજ. અમે હજુ એક વીક અહી જ છીએ. હોપ આપણે ફરી
મળીશું.
“આઇ
અલ્સો એન્જોય્ડ અ લોટ. થેન્ક્સ મિસ્ટર પિયુષ. થેન્ક્સ મેડમ.” બન્નેનો આભાર માનતો નિકુંજ
ત્યાંથી નીકળી ગયો અને આ બાજુ સ્નેહા પણ રૂમમાં જવા નીકળી ગઇ પણ પિયુષ કાંઇક અલગ જ
કરવાના મુડમાં હતો. તે ત્યાંથી નીકળી બીયરબારમાં ચાલ્યો ગયો અને મન મુકીને દારૂ
પીવા લાગ્યો. દારૂનો નશો તેના પર સવાર થઇ ગયો હતો. લથડિયા ખાતો તે હોટેલ સુધી
જેમતેમ કરીને પહોંચી ગયો.
“લુકીંગ
સો બ્યુટીફુલ સ્નેહા. લુકીંગ લાઇક અ હોટ સેક્સી આઇટમ માય સ્નેહા .”
સ્નેહા
સમજી ગઇ કે પિયુષ દારૂ પીને આવ્યો છે. તેની સાથે બહુ જીભાજોડી કરવાનો તેનો કોઇ
ઇરાદો હતો નહી તેથી તેણે પિયુષને સુઇ જવા આગ્રહ કર્યો.
“ઓહ
માય જાન. આપણે અહી ગોવા સુઇ જવા માટે થોડીને આવ્યા છીએ? ઇટ્સ ટાઇમ ટુ એન્જોય અ લોટ
માય લવ.” કહેતો પિયુષ તેને બાહોમાં લેવા ગયો પણ સ્નેહાને તેનો સહવાસ જરા પણ પસંદ ન
હતો આથી તેણે ત્યાંથી છટકવાનો રસ્તો અપનાવ્યો પણ પિયુષ તેની સાથે બળજબરી પર ઉતરી
આવ્યો હતો. નશો માણસને સારા-નરસાનો વિચાર ભુલાવી દે છે. આજ દિન સુધી પિયુષે સ્નેહાના
શરિરને પામવા માટે ક્યારેય બળજબરી કરી ન હતી તે જ પિયુષ આજે સ્નેહા ની ઇજ્જત
લુંટવા સુધી પહોંચી ગયો હતો.
“પ્લીઝ
ડોન્ટ ડુ લાઇક ધીસ પિયુષ. તમે અત્યારે નશામાં છો, આપણે સવારે વાત કરીશું.”
“તારી
વાતની તો એક બે ને ત્રણ યુ બીચ. આજે અહી ગોવામાં તને તારો લવર ક્યાં મળી ગયો તુ તો
હવામાં લહેરાવા લાગી, તને શું લાગતુ હતુ કે મને કાંઇ ખબર જ નથી. મારા નાક નીચે તુ
અહી ગોવામાં આવી તારા પેલા બે કોડીના લવર સાથે મોજ મસ્તી કરીશ અને મને કાંઇ ખબર જ
નહી પડે?” કહેતા તેણે એક જોરદાર તમાચો સ્નેહા ને માર્યો ત્યાં સ્નેહા જમીન પર પટકાઇ પડી.
“તારા
બાપે પહેલેથી જ તારી બધી સચ્ચાઇ મને કહી દીધી હતી, પણ મને એમ હતુ કે સમય જતા તું
સુધરી જઇશ અને મને પ્રેમ કરવા લાગીશ પણ હું જ વહેમમાં હતો.” તે લથડિયા ખાતો સ્નેહા
નજીક આવતો હતો ત્યાં જ ફસડાઇ પડ્યો અને સ્નેહાને ખરીખોટી સંભળાવતો બબડતો ત્યાં જ
પડી ગયો અને બેભાન જેવો બની ગયો.
સ્નેહા
આ બધી ઘટનાથી સમસમી ગઇ હતી. તે ધૃજવા લાગી હતી. પિયુષના હાથના પાંચ આંગળા તેના
કોમળ ગાલ પર અંકાઇ ગયા હતા. તે સમજી ગઇ હતી કે હવે પિયુષ સાથે રહેવામાં કાંઇ માલ
નથી. બહુ વિચાર કર્યા વિના તે રૂમ બંધ કરી ત્યાંથી ભાગી ગઇ. રસ્તામાંથી તેણે નિકુંજ
ને ફોન કર્યો અને તેને બીચ પર મળવા બોલાવી લીધો.
નિકુંજ
પણ સ્નેહા ના અવાજ પરથી સમજી ગયો હતો કે નક્કી કાંઇ ખીચડી રંધાઇ ગઇ છે સ્નેહાની
જીંદગીમાં, એટલે તે પણ દોડતો નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયો.
“નિકુંજ
......નિકુંજ .... મને બચાવી લે પ્લીઝ. મારે પિયુષ સાથે નહી રહેવુ. આજે
તેણે........તેણે ......” વાક્ય અધુરૂ જ રહી ગયુ સ્નેહા નુ.
સ્નેહાને
નિકુંજે બેસાડી પાણી આપ્યુ અને શાંત કરી તેની બધી વાત સાંભળી. હવે બન્ને પાસે કાંઇ
રસ્તો દેખાતો ન હતો. નિકુંજ અને સ્નેહા બન્ને એક થઇ શકે તેમ ન હતા તે સ્નેહા સમજતી હતી.
તેને ભુપત મહેતા અને પિયુષ બન્નેની તાકાતનો ખ્યાલ હતો જ.
“નિકુંજ,
તુ મને પ્રેમ કરે છે?”
“હા
સ્નેહા, હજુ મારુ હ્રદય તને જ ઝંખે છે. આજ દિન સુધી તારુ સ્થાન કોઇને આપ્યુ નથી
મે.”
“તો
ચાલ આપણે આ સ્વાર્થી અને પ્રેમને ન સમજનારી દુનિયાથી બહુ દૂર જતા રહીએ.”
“હું
સમજ્યો નહી સ્નેહા .”
“મારા
માટે શું કરી શકે તું?”
“બધુ
જ કરી છુટુ તારા માટે સ્નેહા. મારી દુનિયા, મારી જાન ન્યોચ્છાવર કરી દઉ તારા માટે
તો.”
“નિકુંજ
આ સ્વાર્થી દુનિયા આપણે એક થવા નહી દે. આપણે અહીથી ભાગી જઇશું તો પણ પિયુષ અને
મારા પપ્પા ગમે તે રીતે આપણે શોધી લેશે અને આપણે મોતને ઘાટ ઉતારી દેશે અને હું નથી
ઇચ્છતી કે આપણે કમોતે મરીએ. મને મોતનો ડર નથી પણ હું આ લોકોના હાથે તને સજા મળે તે
નહી જોઇ શકું. હું તને ખુબ જપ્રેમ કરુ છું નિકુંજ.” કહેતી સ્નેહા નિકુંજ ને વળગી પડી.
“મારા
માટે જાન આપવા તૈયાર છે, એ પણ મારી સાથે????”
“સ્નેહા
................. આ શું બકે છે તું? તને કાંઇ ખ્યાલ પણ છે તુ શું કહેવા જઇ રહી
છે?”
“જે
સત્ય છે તે જ કહું છું. પિયુષ હવે મને મુકશે નહી. મારુ તો ઠીક જે થાય તે, પણ હવે
તે મારા કારણે તને પણ હેરાન કરવાની કોશિષ કરશે જે મને ક્યારેય મંજુર નથી”
“આ
દુનિયામાં મરવા સિવાય પણ બીજો રસ્તો છે આપણી પાસે. આપણે સાથે મળીને કાંઇ વિચારીશું
તો આ બધી વાતનો સુખદ અંત લાવી શકશું.”
“કાંઇ
શક્ય નથી નિકુંજ. મારા પિતાજી અને પિયુષની તાકાતની તને ક્યાં ખબર જ છે? આપણી પાસે
કાંઇ રસ્તો નથી નિકુંજ . તુ સમજવાની કોશિષ કર પ્લીઝ. આ લોકો આપણે જીવવા નહી દે
અને સાથે મોત પણ નહી સ્વિકારવા દે.”
“ઠીક
છે સ્નેહા , મને મોતની કોઇ પરવા નથી. આમ પણ તારા ગયા બાદ મારુ જીવન એક જીવતી લાશ
જેવુ જ બની ગયુ હતુ. હરએક પળ હું ઘુંટાતો જ રહ્યો છું. તુ કહે છે અને તારો સાથ છે
તો હું મોતને પણ સ્વિકારવા તૈયાર છું.”
“નિકુંજ
આ જલદેવતા સમાન દરિયો ઘુંઘવી રહ્યો છે. ચલ આપણે સજોડે અહી જ જલમાં સમાઇ જઇએ. આ જીવ
પંચ મહાભૂતોનો બનેલો છે તો આ જીવને પાણીમાં જ સમાવી દઇએ. શાયદ ભગવાનની આ જ મરજી
હશે. આપણા પ્રેમનો અંત કાંઇક આવો લખ્યો હશે કાળિયા ઠાકરે.”
“હા
સ્નેહા. ભગવાનને પ્રાર્થના કરજે કે આવતા જન્મમાં ભગવાન આપણને પ્રેમી બનાવે તો સાથે
રહેવાનું પણ વરદાન આપે.”
“હા
હા જરૂરથી એ ભગવાન આપણને આવતા જન્મે એક બનાવશે જ. ચલ જો દરિયાની ઉછાળા લેતી લહેરો
બાહો ફેલાવીને આપણે બોલાવે છે. ચાલ સાત પગલા તારી સાથે તો ચાલી લઉ. તારી સાથે સાત
ફેરા તો ન ફરી શકી પણ આ સાત પગલા ભરતા મને કોઇ અટકાવી નહી શકે.”
બન્ને
ઉભા થઇ ગયા. વેળા જાણે થંભી ગઇ. સ્નેહા એ પોતાના દુપટ્ટા વડે બન્નેના હાથ બાંધી
દીધા જાણે છેડાછેડી બાંધી બન્ને સાત જન્મ સાથે રહેવા માટે ફેરા ફરવા ન જઇ રહ્યા
હોય. લગ્નમંડપના સ્થાને ખુલ્લુ આકાશ હતુ, બારાતીઓના બદલે આકાશમાં ટમટમતા તારલાઓ
બન્નેની વિદાયની ગવાહી પુરતા હતા, લગ્નગીતના સ્થાને સાગરનો ઘુઘવાટ હતો, ફટાક્ડા
અને આતીશબાજીના સ્થાને દૂર વીલસી રહેલા પ્રવાસીઓની ચીંચીયારીઓ હતી અને બન્ને
આંખમાં આંસુઓ પણ દિલમાં સ્મિત ભરતા એક પછી એક કદમ આગળ ચાલવા લાગ્યા.
ભયનું
કોઇ નામોનિશાન ન હતુ. સાગરના ઘુઘવાટમાં બન્ને આગળ આગળને ચાલી રહ્યા હતા. સ્નેહા ના
લથડતા કદમોને સંભાળતો હતો નિકુંજ જાણે લગ્નની કસમને સાર્થક કરતો હતો કે હું જ્યાં
સુધી તારી સાથે છું તારા પર આવતા હરેક દુઃખને હું પહેલા મારા પર ઝીલી લઇશ.
કેડ
સુધી પાણી આવી ગયા હતા ત્યાં દરિયાની એક બહુ ભયંકર લ્હેર આવે અને બન્ને જળમાં સમાઇ
ગયા. માત્ર અને માત્ર બન્નેના પ્રેમના પડઘા જળની લ્હેરો કિનારા સુધી લાવી રહી હતી.
દરિયો
પણ બન્નેના દુઃખદ અંજામને સહન ન કરી શક્યો
હોય તેમ વહેલી સવારે બન્નેની લાશ કિનારે આવી ગઇ હતી. બન્નેના ચહેરા પર અજબની ખુશી
ઝલકાઇ રહી હતી, હાથ હજુ બંધાયેલા જ હતા, જાણે હવે આ બંધન તૂટી જ ન શકવાનુ
હોય..................................
સમાપ્ત

Comments
Post a Comment