લોચો
લોચો , ભાગ-૧
“સ્નેહા, આઇ. એમ. સોરી. બટ તારી
હેલ્પની જરૂર હતી એટલે તને ઇંફોર્મ કર્યા વિના હું તારા ઘરે આવી ગયો.” સ્નેહાના
રૂમમાં આવીને રિતેશે કહ્યુ.
“ઓહહ્હ, તુ અહીં.” મોઢુ ફેરવીને
સ્નેહાએ કહ્યુ. તેણે પોતાના ચહેરા પર ફેસપેક લગાવ્યો હતો અને અચાનક રિતેશ આવી જતા
તેને ખુબ જ શરમ આવીને મોઢુ ફેરવી લીધુ.
“ઓહ, સોરી અગેઇન.” રિતેશને લાગ્યુ કે કાંઇક લોચો પડયો છે
એટલે તેણે પણ મોઢુ ફેરવી લીધુ.
“બી કોન્ફિડન્ટ યાર, યુ આર અ ગર્લ ઓફ
ટવેન્ટી ફર્સ્ટ સેન્ચુરી.”મનમાં વિચારી તે ફેસ પેક વાળા ચહેરા સાથે રિતેશ સામે આવી
ગઇ.
“અત્યારે અચાનક કેમ અહીં?”
“સ્નેહા, સોરી બટ.”
“સોરીથી આગળ કાંઇ આવડતુ હોય તો બોલ,
મારી શુ હેલ્પની જરૂર છે.”
“ઓહ, સોરી.” બોલતા રિતેશ અને સ્નેહા
બંન્ને હસી પડયા.
“એકચ્યુલી, મારે તારી પ્રોજેક્ટ
સંદર્ભે મદદની જરૂર હતી એટલે તને કહ્યા વિના અહી ઘરે આવી ગયો.
“ઓ.કે. અત્યારે તો હું બીઝી છું,
આપણે પછી વાત કરીએ તો. તારા નંબર મને આપી દે, આઇ વીલ કોલ યુ લેટર.” બન્નેએ નંબરની
આપ-લે કરી લીધી અને રિતેશ ત્યાંથી નીકળી ગયો.
***********
“હાય રિતેશ, નાઉ આઇ એમ કમ્પ્લીટલી
ફ્રી, બોલ શું મદદની જરૂર છે?”
“સ્નેહા, તુ હવે અમારી કોલેજમાં તો
અભ્યાસ કરતી નથી પણ બધા લેક્ચરર હજુ તને યાદ કરે છે, તારા જેવી હોનહાર સ્ટુડન્ટ
કોલેજમાં ન રહે એ બહુ ખેદની વાત છે.”
“નથીંગ લાઇક ધેટ, હું હાયર એજ્યુકેશન
માટે મુંબઇ આવી છું, હંમેશાને માટે નહી.”
“હા આજે જ શાહ સર સાથે હું
પ્રોજેક્ટની પ્રોબ્લેમ પર ચર્ચા કરવા ગયો ત્યારે તેમણે તને યાદ કરી હતી અને મને
સલાહ પણ આપી હતી કે આ પ્રોજેક્ટ પર સ્કોરીંગ માર્ક્સ મેળવવા હોય તો સ્નેહાની મદદ
લેવાનુ ચુકતો નહી.”
“એવુ કાંઇ નથી, હું તો સામાંન્ય વિદ્યાર્થીની
છું, એ તો શાહ સરની મોટાઇ છે કે આજે પણ મારા જેવી ઓછાબોલી વિદ્યાર્થીનીનું નામ
તેમને યાદ છે.”
“સ્નેહા મારે ફિઝીક્સના પ્રોજેક્ટ પર
તારી મદદની જરૂર હતી એટલે જ જસ્ટ મે તને કોલ કર્યો હતો, તારે પણ સ્ટડી ડિસ્ટર્ભ
થતુ હશે પણ બની શકે તો મને થોડી હેલ્પ કરીશ?” રિતેશે વિનંતી કરતા કહ્યુ.
“મદદ?????” હું મદદ કરું?” પોતાના
ચહેરાને અરિસામાં જોતી તે આશ્ચર્યચકિત થતા બોલી ઉઠી.
“ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ, ધેન ઇટ્સ
ઓ.કે. ,આઇ વીલ મેનેજ માયસેલ્ફ.” રિતેશનો અવાજ ઉતરી ગયો આટલુ બોલતા જ.
“ના ના, હું મારી બનતી હેલ્પ કરીશ
તને રિતેશ, તારે જે મદદની જરૂર હોય તે ડિફીકલ્ટીઝ મને મેસેજ કરી દે એટલે હું જોઇ
લઉ પછી સાંજે તને કોલ કરું.”
“ઓ.કે. , થેન્કસ અ લોટ, થેન્ક યુ સો
મચ.” ખુશીના લીધે રિતેશ ઉછળી પડ્યો. આખી કોલેજની છોકરીઓ રિતેશના એક શબ્દ માટે
તલસતી એવો તે હેન્ડસમ અને બ્રીલીયન્ટ હતો આજે એ જ રિતેશ સ્નેહાની મદદની હા આવતા જ
ઉછળવા લાગ્યો હતો.
આ બાજુ સ્નેહા એકદમ ઓછુ બોલનારી,
ભણેશ્રી અને અંતર્મુખી સ્વભાવની હતી. કોલેજમાં તેના મિત્ર સર્કલમાં કોઇ હતુ જ નહી.
તે પોતે જ પોતાની મિત્ર હતી. છોકરાઓ તો બહુ દૂરની વાત, કોઇ છોકરીઓ સાથે પણ તે બોલતા
અચકાતી એવી સ્નેહાએ પોતાને ફોન નંબર આપ્યા અને વાત પણ કરી અને પ્રોજેક્ટ માટે મદદ
ની હા પાડી તેથી રિતેશ ખુબ ખુશ હતો.
**********
“એ બબુચક આ શું ચાલે છે? છેલ્લી એકાદ
કલાકથી તે ફોનમાંથી માંથુ ઉંચક્યુ નથી, એવુ તે શું ચાલે છે ફોનમાં જોવા દે તો
મને......” બોલતા જ સાધનાએ નેહાના હાથમાંથી ફોન આંચકી લીધો.
“અરે યાર, એમ શું કરે છે? હું કોઇ
છોકરા સાથે ચેટ નહી કરતી, જોઇ લે જસ્ટ જનરલ નોલેજ બાબતે સર્ચ કરતી હતી.” નેહાએ ફોન
ધીમેકથી સાધના પાસેથી સરકાવતા કહ્યુ.
“જો નેહા, તારી જોડીયા બહેન સ્નેહા આ
રીતે ચુપચાપ બેઠી કામ કરતી હોય તો એ સર્વગ્રાહ્ય છે, બાકી તુ જો બે મિનિટથી વધુ
ચુપ રે તો અમને તો એમ જ લાગે કે કાંઇક બહુ મોટો શૈતાની આઇડિયા તારા મનમાં ચકરાવા
લઇ રહ્યો છે.” સાધનાએ હસતા હસતા કહ્યુ.
“હમ્મ્મ્મ, એ જ તો મને મારી જોડીયા
બહેન સ્નેહાથી અલગ પાડે છે, અમે બન્ને દેખાવમાં એક જ સરખી છીએ પણ ભગવાને તેને બહુ
ઓછુ બોલવાની શક્તિ આપી અને મને ઓછુ ચુપ રહેવાની.” નેહા અને સાધના બન્ને હસી પડી.
“એય ચાલ, જલ્દી ચાલ, નીરા મેડમનો
એકાઉન્ટનો તાસ શરૂ થઇ ગયો હશે.” કહેતી સાધના નેહાને ક્લાસ તરફ ખેંચી ગઇ.
**********
“હાય રિતેશ, મે તને બધી ટિપ્સ વોટ્સ
એપ કરી હતી એ તને મળી ગઇ કે?”
“હા સ્નેહા, આઇ હેવ ચેક્ડ ઓલ ધીસ.
થેન્ક્સ ફોર ધીસ હેલ્પ. કઇ ભાષામાં તને થેન્કસ કહું એ સમજાતુ નહી મને. મારી પાસે
શબ્દો ખુટે છે તારા માટે.”
“આપણા શહેરમાં નથુ પાસે શબ્દો મળે છે
ઉછીના, લઇ લેજે થોડા ઘણા એટલે શબ્દો ખુંટે નહી.” સામે છેડેથી હસવાનો અવાજ આવતા
રિતેશ સમજી ગયો કે પોતાની પટ્ટી ઊતરી ગઇ છે એટલે તે પણ ખડખડાટ હસી પડ્યો.
“અહી કોલેજમાં તારા વિષે જે
સાંભળ્યુ, જે વિચાર્યુ, ખરેખર તેનાથી તુ તદ્દન વિપરીત છે. અહી હતી ત્યારે એમ જ થતુ
કે તારામાં કોઇ સાથે વાત કરવાની આવડત જ નથી પણ રીઅલી યુ આર સચ અ બ્રીલીયન્ટ
માઇન્ડેડ ગર્લ.”
“થેન્ક્સ, બીજુ કહે કેવુ ચાલે છે
સ્ટડી? હજુ સાઇન્સ-કોમર્સ વાળાનુ યુધ્ધ એમ જ ચાલે છે કે કાંઇ ફેર પડ્યો?”
“એમ નુ એમ જ ચાલે છે એ શીત યુધ્ધ તો.
એક જ કેમ્પસની બે ફેકલ્ટી, એક જ શહેરના વિદ્યાર્થીઓ છતા બન્ને ફેકલ્ટી વચ્ચે આટલી
દુશમનાવટ એ સમજાતુ નહી મને તો”
“મને પણ સમજાયુ ન હતુ એ ક્યારેય અને
સાચુ કહુ તો મે એ બધુ સમજવાની ક્યારેય કોશિષ પણ કરી ન હતી આપણે તો બસ કોલેજથી ઘરે
અને ઘરથી કોલેજ.”
“હાસ્તો, મને પણ તારી પ્રકૃતિની ખબર
છે કે તુ બહુ ઓછુ બોલનારી છોકરી હતી આપણી કોલેજમાં પણ સાચુ કહુ તો ફોન પર થતી
વાતચીત પરથી એકવાર પણ મને એમ ન લાગ્યુ કે તુ સ્નેહા જ છે. મને એમ જ થાય છે કે હું
કોઇ બીજી સાથે જ વાત કરી રહ્યો છું.”
“અરે......સાવ એવુ વિચારે છે તુ?”
“નહી નહી, આઇ એમ જસ્ટ જોકીંગ યાર.
રિઅલી આઇ લાઇક ધ વે યુ ટોકીંગ વીથ મી.”
“થેન્ક્સ
અ લોટ.”
લોચો , ભાગ-૨
“ઓય નેહલી, હમણા કેટલાય દિવસથી જોઇ
રહી છું કે તુ ક્યાંય બીજે ગુમશુમ રહે છે, મને લાગે છે તારા મનમાં કાંઇક એવુ રંધાઇ
રહ્યુ છે જેની જાણ તે મને સુધ્ધા થવા દીધી નથી.” સાધનાએ નેહાને ધબ્બો મારતા કહ્યુ.
“અચાનક જ પાછળથી સાધનાને જોઇને નેહા
ધૃજી ઉઠી અને પોતાના હાથમાં રહેલી બુક તેણે જલ્દીથી પોતાના બેગમાં મૂકી દીધી.”
“શું આમ પાછળથી આવીને બીવડાવે છે
સાધુળી? કાંઇ નથી કરતી હું તારાથી છુપાવીને.”
“તો પછી મને જોઇને કેમ બુક બેગમાં
છુપાવી દીધી? બતાવ મને એ બુક ચાલ.”
“અરે મારી જ બુક છે એ, આપણા સ્ટડીની
બુક જ હોય ને મારી બેગમાં, બીજી કઇ બુક હોવાની?”
“એ જ મારે જોવુ છે કે એવી તે શું બુક
છે આપણા સ્ટડીની.” હજુ બન્નેની વાત ચાલુ હતી ત્યાં જ સાધનાએ નેહાની બેગ ઝુંટવી
લીધી અને બેગમાંથી બુક શોધવા લાગી.”
“છોડ ને યાર.”
“નહી, આજે તો નહી જ છોડુ”
“એક મિનિટ, તુ ચાલ કેન્ટિનમાં હું
તને કહુ વાત બધી.” કહેતી નેહા તેને કેન્ટિન તરફ ખેંચી ગઇ.”
કેન્ટિનમાં બન્ને ખુણામાં છેલ્લા ટેબલ ઉપર
બેસી અને નેહાએ તેને બધી વાત વિગતવાર કહી દીધી.
“તુ પાગલ છે કે? તને ખબર પણ છે તુ
શું કરવા જઇ રહી છે? અક્કલ નામની ચીજ છે કે પછી ઉડાડી દીધી હવામાં?” નેહાની વાત
સાંભળી સાધના બૂમ પાડી ઉઠી.
“શાંત થા માતાજી. આરામથી વાત કર.
કોઇને ખબર પડી જશે તો લેવા ના દેવા થઇ જશે.”
“નેહા
ઇટ્સ સો રીશ્કી યાર, આ બધુ રહેવા દે. કાંઇક મોટો લોચો થઇ જશે તો શું કરીશ તુ?”
“અરે યાર, કાંઇ નહી થાય લોચો, ઇટ્સ
ઓલ પ્રી-પ્લાન્ડ.”
“જો નેહા, તે મનોમન પ્રી-પ્લાન કરી
લીધો છે પણ તારા ધાર્યા પ્રમાણે જ થશે એ પાક્કુ છે? જો કાંઇ આડુ અવળુ થશે તો? તેના
પરિણામ વિષે તે વિચાર્યુ છે ક્યારેય?”
“કાંઇ નહી થાય લોચો, જસ્ટ ટેઇક ઇટ
ઇઝી.” ફોનની રીંગ વાગતા તે સાધનાને દિલાસો આપતી ફોન પર વાત કરતી ત્યાંથી નીકળી ગઇ.
“હે ભગવાન, આ કમ અક્કલને સદબુધ્ધી
આપજે.” હાથ જોડતી તે પણ નેહાની પાછળ ચાલતી થઇ ગઇ.
**********
“હાય સ્નેહા, ઇટ્સ અ મીરેકલ,
પ્રોજેક્ટમાં સૌથી વધુ માર્કસ મને મળ્યા છે.” દસ દિવસ બાદ પ્રોજેક્ટનું રિઝલ્ટ
આવતા રિતેશે સ્નેહાને ખુશખબર આપતા કહ્યુ.
“રિતેશ, આઇ એમ બીઝી, આપણે પછી વાત
કરીએ.” ટૂંકો જવાબ આપી સ્નેહાએ ફોન કટ કરી દીધો.
સ્નેહાના આ પ્રકારના શુષ્ક જવાબથી
રિતેશને બહુ મોટો આંચકો લાગ્યો, કારણ કે જ્યારથી બન્નેની ફોન પર મુલાકાત થઇ ત્યારથી
બન્ને પ્રોજેક્ટની ચર્ચા કરતા કરતા એકબીજાના બહુ ગાઢ મિત્રો બની ગયા હતા. જ્યાં
સુધી રિતેશ સ્નેહા સાથે વાત ન કરતો ત્યાં સુધી તેને ચેન ન પડતુ. તેના મનમાં રહેલી
સ્નેહાની છ્બી એકદમ બદલાઇ ગઇ હતી.
“ચલો સાયદ એ પોતાના સ્ટડીમાં બીઝી
હશે, મને વિશ્વાસ છે એ મને સામેથી કોલ કરશે જ.” મનમાં એક અતૂટ વિશ્વાસ સાથે તે
કોલેજમાં પોતાના મિત્રો સાથે વાતો કરવામાં મશગુલ બની ગયો.
**********
“હાય રિતેશ, સોરી સવારે હું સ્ટડીમાં
ખુબ વ્યસ્ત હતી એટલે વાત ન થઇ.” રાત્રે અગિયારેક વાગ્યે સ્નેહાના સોફ્ટ અવાજને
સાંભળતા જ રિતેશ ખુશીથી ઉછળી પડ્યો.
“ઇટ્સ ઓકે સ્નેહા, આઇ કેન અન્ડર
સ્ટેન્ડ. આમ પણ આપણે માત્ર ફોન પર વાત કરવાનો રીલેશન છે, બીજુ ક્યાં તુ મને કાંઇ
માને છે તારા જીવનમાં.” રિતેશે સ્નેહાની ફીરકી લેતા ઢોંગ કરતા બોલ્યો.
“નહી નહી, નથીંગ લાઇક ધેટ. યુ આર માય
બેસ્ટ ફ્રેન્ડ. એવુ થોડુ છે કે તારુ પ્રોજેક્ટ વર્ક પુરૂ થઇ ગયુ છે તો આપણે
સંપર્કમાં નહી રહીએ, ફોન દ્વારા આપણે સતત સંપર્કમાં જ છીએ ને.”
“ઇટ
મીન્સ , આપણે દરરોજ એક વખત વાત કરવાની જ, રાઇટ?”
“એક વખત શું કામ? ફ્રી હોઇએ તો બે
ત્રણ વખત પણ વાત કરીશુ.”
“ઓહ ગ્રેટ, સો ગુડ યુ આર. આઇ...........”
મનના શબ્દોને રિતેશે જીભ સુધી આવે તે પહેલા જ હ્રદયમાં દબાવી દીધા.
“આઇ......................?”
“મારો
મતલબ એ હતો કે આઇ હેવ ગોટ ફ્ર્સ્ટ રેન્ક ઇન પ્રોજેક્ટ વર્ક. મારા પ્રોજેક્ટના ખુબ
વખાણ થયા આજે અને એ ખુશી હું સવારે તારી સાથે શેર કરવા સવારે તને કોલ કર્યો હતો.”
“કોંગ્રેચ્યુલેશન્સ રિતેશ, આ ખુશીનો
ક્રેડિટ તો મને જ મળવાનો છે, રાઇટ?”
“હા યુ આર રાઇટ, તે મને હેલ્પ ન કરી
હોત તો હું આટલુ સારૂ વર્ક કરી શકવાનો જ ન હતો.”
“તો મને ટ્રીટ ક્યાં આપવાનો
છે?”
“તુ અહી જુનાગઢ આવે ત્યારે તુ કહે
ત્યાં પાર્ટી આપીશ અને જો તુ કહે તો હું આવી જાઉ અમદાવાદ તને ટ્રીટ આપવા માટે.”
“ઍરે નહી નહી, મારી પાર્ટી જમા રહી,
ત્યાં આવું પછી વ્યાજ સાથે પાર્ટી લેવાની છું.”
બન્ને વાતોમાં અને વાતોમાં એવા તે
તલ્લીન બની ગયા કે તેઓને ખબર જ ન પડી કે મધરાત્રીના ત્રણ વાગી ગયા. હવે બન્નેનો
ક્રમ બની ગયો હતો કે રાત્રે ફ્રી થઇને બન્ને દરરોજ એકબીજા સાથે કલાકો સુધી વાતો
કરતા. જો અગિયાર વાગ્યાથી સહેજ પણ મોડુ થાય તો બન્ને બેચેન બની જતા.
**********
“આપણા આ સબંધને કાંઇ નામ છે રિતેશ? “
“હું કાંઇ સમજ્યો નહી, સ્નેહુ , શું
કહેવા માંગે છે તુ?”
“છેલ્લા છએક મહીનાથી દરરોજ કલાકો
સુધી આપણે વાતો કરીએ છીએ, એકબીજા સાથે સુખ દુઃખ અને રોજીન્દી બધી વાતો શેર કરીએ
છીએ પણ આપણા બન્ને વચ્ચે રીલેશન શું છે??? એકબીજાના ખાસ મિત્ર????”
સામે છેડેથી આ પ્રકારનો પ્રશ્ન
સાંભળી રિતેશ હતપ્રભ બની ગયો, તેને થયુ કે આજે પોતાના મનની વાત તે સ્નેહાને કરી દે
પણ સાથે સાથે ડરતો હતો કે સ્નેહાને ખોટુ લાગશે તો?
“હેલ્લો, જાગે છે કે સુઇ ગયો તુ
રિતેશ?”
“યા સ્નેહુ, આઇ એમ અવેકીંગ યાર,
બોલ.”
“તારા ઘરમાં પણ કોઇને આપણા વિષે ખબર
નથી અને મારી ફેમીલીને પણ ખબર નથી કે હું તારી જોડે વાત કરુ છું, તો શું આપણે
આજીવન આ રીતે ફોન પર વાત કરવાની અને એ પણ છુપાઇને બધાથી?”
“સ્નેહુ, આજે કેમ આ રીતે પ્રશ્નો
કરવા લાગી તુ? તને મારા પર વિશ્વાસ નથી? હું તારી સાથે આટલો ક્લોઝ છું એ મારા
કોલેજમિત્રોને પણ ખબર પડવા નહી દીધી મે.”
“એ જ તો મારો પ્રશ્ન છે કે શું આજીવન
આપણે એકબીજાની ઓળખ છુપાવી રાખવાની?”
“નહી, તુ કહે તો હું આખી દુનિયા સામે
ઐલાન કરી શકુ એમ છું કે આઇ લાઇક સ્નેહા રાયજાદ્દા. શી ઇઝ માય ગર્લ ફ્રેન્ડ.” અચાનક
જ આજે રિતેશે પોતાના મનની વાત બોલી જ દીધી.
“શું???? શું કહ્યુ? ફરીથી કહીશ
મને?”
“યા સ્નેહુ, આ વાત મારે તને આપણે
રૂબરૂ મળીએ ત્યારે કહેવી હતી પણ આજે તારા મનના પ્રશ્નોનું સમાધાન થઇ જાય એટલે હું
મારા દિલની વાત તને ફોન પર કહી રહ્યો છું. આઇ લવ યુ સ્નેહા. આઇ લવ યુ. , આઇ લાઇક
યુ. ડુ યુ લવ મી??? વીલ યુ મેરી વીથ મી???”
“હેલ્લો........ હેલ્લો.......
હેલ્લો............ આર યુ ધેર સ્નેહુ?”
“યા આઇ એમ હીઅર.”
“બસ
આટલો ટૂંકો જવાબ? મારા પ્રશ્નોના જવાબ તો મને મળ્યા જ નહી. શું તમે મને પ્રેમ કરો
છો મીસ સ્નેહા?”
“હા.” બસ આટલુ જ કહીને ફોન કટ કરી
દીધો.
“હા” સાંભળતા જ રિતેશ ખુશીથી ઉછળી
પડ્યો અને આ બાજુ પણ એ જ માહોલ હતો.
**********..
“મમ્મી, સ્નેહા બોલુ છું, નેહા આવી
ગઇ કોલેજથી? હું ક્યારથી તેને ફોન કરુ છું પણ તે ફોન ઉપાડતી જ નથી.”
“”બહી બેટા, કદાચ એ રસ્તામાં હશે,
તારે શું કામ હતુ નેહાનું?”
“મારે તેનુ કામ છે, તે આવે તો કહેજે
મને કોલ કરે.”
“હા બેટા, બીજુ કે તુ આવે તો છે ને
દિવાળી ઉપર ઘરે?”
“હા મમ્મી, હું આવવાની છું, તમને
બધાને મળવાની ખુબ ઇચ્છા છે. તમારા વિના નહી ગમતુ મને અહી.” સ્નેહાનો અવાજ ગળગળો થઇ
ગયો.
“બસ બેટા, તુ ઉદાસ નહી થા, એક
અઠવાડિયા પછી તો દિવાળી છે, બસ પછી અમારી સાથે જ રહેવાના દિવસો છે તારે. આખુ
વેકેશન મારી આંખથી દૂર નહી થવા દઉં તને.” આ બાજુ દિવ્યાબેન પણ ભાવુક થઇ ગયા.
“બસ મમ્મી, હવે તુ પણ રડવાનુ શરૂ ન
કર. નેહાને કહી દેજે કે એ મને કોલ કરે.”
“હા બેટા.”
લોચો , ભાગ-૩
“હાય દીદીજી, કેમ શું ચાલે છે? કેવી
ચાલે છે તારી અને તારા રસાયણોની લવ સ્ટોરી?”
“એ ડફોળ , બકવાસ બંધ કર અને થોડી
ગંભીર થા. મારે તને એક વાત કહેવી છે. જે
મે આજ સુધી કોઇને કહી નથી.” સ્નેહાએ સામેથી કહ્યુ.
“હા બોલ બોલ દીદી. બીન્દાસ બોલ.”
નેહાએ આગવી છટાથી કહ્યુ.
“અત્યારે નહી કહુ. હું ગુરૂવારે ત્યાં
આવુ છું ત્યારે જ સરપ્રાઇઝ આપીશ તને અને મમ્મી પપ્પાને.”
:તો મને કેમ કહ્યુ કે એક વાત કહેવી
છે? એ ન ચાલે. હવે ગુરૂવાર સુધી મને પેટમાં દુકહ્તુ જ રહેવાનુ.”
“ભલે દુખે હો. ગુરૂવાર સુધી રાહ જો.
બહુ મોટી સરપ્રાઇઝ સાથે આવી રહી છું હું અને ત્યારે મારે તારી મદદની પણ જરૂર
પડવાની છે.”
“ઓ.કે. દીદી. તારા માટે તો મારી જાન
હાજર છે. તુ કહેશે એ મદદ કરી દઇશ હું.”
“ચુપ થા નેહા, એવુ નહી બોલવાનુ. ચલ
બાય, મને એક કોલ આવે છે વેઇટીંગમાં હું તારી સાથે પછી વાત કરું.”
“ઓ.કે. બાય દીદી, મળીએ ગુરૂવારે.”
**********
“સાધના, આઇ એમ સો હેપ્પી ટુડે.” બીજા
દિવસે સવારે કોલેજમાં સાધનાને જોતાવેંત જ નેહા ઉછળતી તેને કહેવા લાગી.
“અરે પણ થયુ છે શું એ તો મને કહે, આમ
કેમ ગાંડાની માફક કૂદે છે?”
“મારા પ્લાન વિષે મે તને કહ્યુ હતુ,
યાદ છે? તેને અંજામ આપવાનો દિવસ નજીક આવી ગયો છે, બહુ નજીકના ભવિષ્યમાં મારા
પ્લાનને સાકાર થતુ તુ જોઇ શકવાની છે.”
“આર યુ સીરીયસ?”
“યા સાધના, આઇ એમ સીરીયસ.”
“ઓહ માય ગોડ! છતા પણ કહ્યુ
છું કે પ્લીઝ બી કેરફુલ. કાંઇક મોટો લોચો ન થાય.”
“નહી થાય સાધના. મે કહ્યુ હતુ ને કે
કાંઇ લોચા હું થવા નહી દઉ.”
“આઇ હોપ સો. હવે એ બધુ છોડ અને ચાલ
લેક્ચર શરૂ થતુ જ હશે.”
“ઓ.કે. ચલ.” કહેતી બન્ને સખીઓ વર્ગમાં જવા નીકળી ગઇ પણ
નેહાને ક્યાં ખબર હતી કે બહુ મોટો લોચો તેની રાહ જોતો તેનો પીંછો કરી રહ્યો છે.”
**********
“હાય દીદી, નાઇસ ટુ મીટ યુ આફટ્ર સચ
અ લોંગ ટાઇમ.” સ્નેહા ટ્રેનમાંથી ઉતરતા જ નેહા તેને ભેટી પડી.
“આઇ એમ અલ્સો હેપ્પી નેહા, વતન
છોડ્યાને જાણે વર્ષો વીતી ગયા હોય એવુ લાગતુ હતુ.”
“અરે દીદી, તારો સામાન ક્યાં છે?
ભૂલી નહી ગઇને અંદર?”
“તુ ટેન્શન ના લે, સામાન પાછળ આવે
છે. મારા મિત્ર પાસે છે મારી બેગ.”
“તારો મિત્ર????? મીસ સ્નેહાનો મિત્ર
કોઇ છોકરો હોય તે મને માનવામાં નથી આવતુ.”
“મજાક બંધ કર, જો એ આવે જ છે, તે
સાંભળી જશે તો તેને ખોટુ લાગશે.”
“સુકેતુ, મીટ માય સિસ્ટર નેહા. વી આર
ટ્વીન્સ. હું કહેતી હતી ને કે અમે બન્ને એક જ સરખા દેખાવની છીએ, અમારા બન્ને વચ્ચે
બહુ પાતળી ભેદરેખા છે જે બહુ ઓછા લોકોની ધ્યાને આવે છે.”
“હાય નેહા, નાઇસ ટુ મીટ યુ.”
“નેહા અમે બન્ને સાથે સ્ટડી કરીએ
છીએ, હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ.”
“હાય સુકેતુ. મી અલ્સો હેપ્પી ટુ મીટ
યુ. લેટ્સ ગો હોમ.” ત્રણેય સાથે એક્ટિવામાં બેસી ઘર તરફ જવા નીકળ્યા.
**********
ઘરે આવી સ્નેહા તેના મમ્મી પપ્પાને
વળગીને રડી પડી, પોતાના મિત્ર સુકેતુ કે જે આઉટ ઓફ ગુજરાતનો હતો અને ખાસ સ્નેહા
તેને ગુજરાતનો મોટો તહેવાર દિવાળી સેલીબ્રેશન જોવા માટે સાથે લાવી હતી તેનો પરિચય
કરાવ્યો.તેના માતા-પિતાએ સુકેતુને આવકાર આપ્યો અને ગેસ્ટ રૂમ ખોલી આપ્યો જેથી તે
આરામથી ફ્રેશ થઇ શકે. સ્નેહા પણ બન્ને બહેનોનો સાથે રૂમ હતો ત્યાં ફ્રેશ થવા જતી
રહી.
**********
“કોફી ફોર યુ, સુકેતુ.”
“ઓહ, થેન્ક્સ અ લોટ નેહા.”
“અરે, તમે મને ઓળખી ગયા? હાઉ???”
નેહાએ આશ્ચર્યથી તેને પુછ્યુ.
“પહેલી વાત તો એ કે સ્નેહા મને
સુકેતુ નહી જસ્ટ કેતુ કહીને બોલાવે છે અને બીજુ કે આ તમારા ડાબા ગાલ ઉપર તલની
નિશાની છે એ સ્નેહાથી તમને અલગ પાડે છે, સમજ્યા નેહાજી?”
નેહા તો સુકેતુની હોંશીયારી જોઇ
હતપ્રભ બની ગઇ, આજ સુધી એક નજરમાં કોઇ એટલે કો તે બન્ને બહેનોને ઓળખી નથી શક્યુ
અને સુકેતુએ તેને ઓળખી લીધી, આ વાત સુકેતુના માઇન્ડ પાવરની સાબિતી હતી.
“શું બન્ને વાતો કરી રહ્યા છો?”
પાછળથી સ્નેહાએ પુછ્યુ.
“દીદી ,સુકેતુએ એક નજરમાં મને ઓળખી
લીધી. હી ઇઝ સો ક્લેવર.”
“હાસ્તો નેહા, સુકેતુ મારાથી પણ દસ
ગણો હોંશીયાર છે, સાચુ કહું તો છેલ્લા છ મહિનાથી તે મારો મિત્ર બન્યો છે ત્યારથી
તેણે મને દુનિયા સામે ખુલ્લા દિલે બોલતા શીખવ્યુ છે. તેણે જ મને સમાજવ્યુ છે કે
માત્ર હોંશીયાર થવાથી ચાલતુ નથી, સાથે સાથે લોકો સાથે વાત સહજતાથી કરવાની કળા અને
આપણી વાત કોઇને સમજાવવાની કળા આપણામાં હોવી ખુબ જ જરૂરી છે. આજે હું સહજતાથી બોલુ
છું તેનો શ્રેય કેતુ ને જ જાય છે, બાકી તને તો ખબર જ છે કે હું મમ્મી પપ્પા સાથે
પણ કામથી કામ જ બોલતી.” સ્નેહાના મોઢે સુકેતુના વખાણ સાંભળી નેહા ચકિત થઇ ગઇ.
“ચાલો મમ્મી તમને બ્રેકફાસ્ટ માટે
બોલાવે છે.” કહેતી નેહા ત્યાંથી બહાર જતી રહી.
**********
“સ્નેહુ, છેલ્લી ચોવીસ કલાકમાં મે
તને અગણિત કોલ કર્યા પણ તુ મારો ફોન ઉપાડતી જ નથી, એવી તે શું ભૂલ કરી દીધી છે મે?
મારો મેસેજ વાંચીને પ્લીઝ મને કોલ કરજે, આજના દિવસમાં જો તુ મને કોલ નહી કરે તો આ
પૃથ્વી પર મારો આ છેલ્લો દિવસ હશે.” મેસેજ વાંચતા જ સ્નેહા થથરી ઊઠી. તે સમજવા,
વિચારવાની ક્ષમતા ગુમાવી બેઠી, જાણે આખુ ઘર ચકરાવા લઇ રહ્યુ હોય તેવુ ફીલ થવા
લાગ્યુ. બેડનો આધાર લઇ તે માંડ માંડ ઊભી રહી હતી નહી તો તે પડી જ જવાની હતી.
“હે ભગવાન આ શું થાય છે?”
“દીદી, મમ્મી નાસ્તો કરવા બોલાવે છે,
જલ્દી આવ. બહુ તૈયાર નહી થવાનુ હવે, સુકેતુ પણ આવી ગયો છે.”
“એક મિનિટ આવુ છું નેહા.” તેણે
જલ્દીથી ફોનને મૂકી દીધો અને ચહેરો ધોઇ તે નાસ્તો કરવા જતી રહી, અવારનવાર બસ તેને
એ મેસેજ આંખ સામે જ તરવરતો હતો. જેમતે નાસ્તો કરી ફટાફટ તે પાછી રૂમમાં જતી રહી.
બધા તેનુ આવુ વર્તન પચાવી ન શક્યા અને એક નજરે તેને જોઇ જ રહ્યા.
“સાયદ, થાકી લાગે છે એટલે આરામ કરવા
જતી રહી છે, સુકેતુ તમે પણ થોડી વાર આરામ કરો પછી આપણે બહાર જઇએ.” નેહાએ વાતને
વાળતા કહ્યુ અને પોતે સ્નેહાની પાછળ તેના રૂમમાં જતી રહી.
“દીદી, વ્હોટ હેપ્પન્ડ? કેમ અચાનક આ
રીતે આવી ગઇ? એની ટેન્શન?” નેહાએ પુછ્યુ.
સ્નેહાએ ધીમે રહીને રૂમનો દરવાજો બંધ
કરી દીધો અને નેહાની સામે ફોન ધરતા બહુ શાંત સ્વરે પુછ્યુ, “નેહા આ શું છે?”
“દીદી, આ મેસેજ..... આ મેસેજ,
......રે ક્યારે વાંચ્યો?” નેહા આખો મેસેજ વાંચી ચોંકી ગઇ, તેને શબ્દો મળતા ન હતા
કે હવે તે શું જવાબ આપે.
“મે આ મેસેજ ક્યારે વાંચ્યો તેના
કરતા વધુ મહત્વ એ વાતનું છે કે આ મેસેજ તારા ફોનમાં છે અને એ પણ મારા નામથી.” કોણ
છે આ વ્યક્તિ અને તને એ સ્નેહુ કહીને શું કામ મેસેજ કરે છે, તુ વાંચ એ મરવાની વાત
કરે છે. સાચુ કે મને કે શું છે આ મેટર? એકપણ શબ્દ છુપાવ્યા વિના તારે મને બધુ
કહેવાનુ છે નહી તો આપણા સબંધ આજે જ ખત્મ.” સ્નેહાના સળગતા વેણ સાંભળી નેહા થથરી
ઊઠી.
“દીદી જસ્ટ વેઇટ અ મિનિટ, હું રિતેશ
સાથે વાત કરી લઉ પછી તને બધી વાત કહું છું. પ્લીઝ દીદી.” નેહાની આંખમાંથી આંસુ વહેવા
લાગ્યા.
“ઓ.કે. તારા વાત કરવાથી કોઇનો જીવ
બચતો હોય તો મને કાંઇ પ્રોબ્લેમ નથી પણ ફટાફટ વાત કરીને રૂમમાં આવ અને મને બધી
હકિકત કહેજે નહી તો મમ્મી પપ્પાને મારે આ મેસેજ બતાવવો પડશે.”
“હા દીદી, હમણા જ આવુ છું” કહેતી
નેહા ફોન લઇને બહાર નીકળી ગઇ.
લોચો – ભાગ-૪
“થઇ ગઇ વાત?” નેહાને આવતાવેંત જ
સ્નેહાએ પુછ્યુ.
“હાસ્તો દીદી.”
“દરવાજો બંધ કર અને આવી જા અહી અને
શાંત થઇ મને બધી વાત કહી દે, ડરવાની જરૂર નથી, કદાચ એ તને ગમતો હશે તો હું મમ્મી
પપ્પાને બધી વાત કરીશ.”
“દીદી, વાત જાણે એમ છે કે..........”
નેહા આગળના શબ્દોને બહાર લાવી ન શકી.
“અરે નેહા, જન્મથી આપણે સાથે રહ્યા
અને તુ મને વાત કરવામાં ડરે છે? તારા જેવી છોકરી વાત કહેવામાં સંકોચ કરે એ બહુ
કહેવાય, તારી જગ્યાએ હું હોઉ તો ઠીક છે કે હું તને વાત ન કરી શકુ પણ તુ આમ અચકાય
છે એ બહુ કહેવાય.”
“જો હું પણ તને જ સૌથી પહેલા સરપ્રાઇઝ
આપવાની વાત કહી દઉ છું.” સ્નેહાએ ફરીથી વાતને પકડતા કહ્યુ.
“હા દીદી, બોલ ને? શું સરપ્રાઇઝ છે?”
“આઇ લાઇક સુકેતુ, અમે બન્ને
લગ્નગ્રંથીથી જોડાવાના છીએ. સુકેતુના મમ્મી પપ્પા રાજી છે, હવે મારે મમ્મી પપ્પાને
મનાવવાના છે એટલે જ ખાસ સુકેતુને મારી સાથે લાવી છું અને કહી દઉ છું તારે મને
હેલ્પ કરવાની જ છે મમ્મી પપ્પાને મનાવવામાં. તુ તો જાણે છે કે મને તારી જેમ વાતને
બહુ ફેરવી તોળીને કહેતા આવડે જ નહી, એટલે તારી જરૂર તો પડવાની જ મને. બોલ મદદ કરીશ
ને?”
સ્નેહાએ પોતાના મનની વાત કહી અને આ બાજુ નેહાને
કાપો તો લોહી ન નીકળે એવી પરિસ્થિતિ ઊભી થઇ ગઇ. મનમાં વિચારોના વમળો ચકરાવા
લાગ્યા.
“એ ક્યાં ખોવાઇ છે તુ? શું તુ પણ એ જ
વિચારે છે જે હું વિચારું છું?”
“તુ શું વિચારે છે દીદી?”
“એ જ કે આપણે બન્ને એક જ માંડવે
મનગમતા સાથે પરણીએ તો? જન્મ સાથે થયો હતો અને આજે એક નવો જન્મ “લગ્ન” પણ સાથે જ
કરીએ અને એ પણ આપણે જે ગમે છે તેની સાથે જ. બોલ કેવો આઇડિયા છે?” સ્નેહા નેહા સાથે
વાત કરતી વખતે ખુબ ઉત્સાહી હતી જ્યારે સામે પક્ષે નેહાના મનની પરિસ્થિતિ તેનાથી
ઉલ્ટી હતી.
અચાનક નેહાના ફોનની રીંગ વાગી અને
તેને બહાર નીકળવાનો મોકો મળી ગયો.
“દીદી તુ આરામ કર, સાધનાનો કોલ આવે
છે. આપણે નિરાંતે રાત્રે વાત કરીએ.”
“ઓ.કે. નેહા, જલ્દી આવજે, સાંજે
સુકેતુ સાથે બહાર જશુ આપણે.”
**********
“શું છેલ્લી અડધી કલાકથી આમ રડે જાય
છે?” સાધનાએ નેહાને ધમકાવતા કહ્યુ.
“એક તો હું પ્રોબ્લેમમાં છું અને તુ
મને ધમકાવે છે સાધના? મારી હાલત અત્યારે કેવી છે એ તને ખબર છે?” નેહાએ રડતા રડતા
કહ્યુ.
“હા નેહા, હું જાણું છું તારી હાલત,
યાદ્ કર તે દિવસે મે તને કન્ટિનમાં કહ્યુ હતુ કે આ બધુ રહેવા દે પણ તુ માની નહી
અને જોયુને કેવુ ઉલ્ટુ પડ્યુ બધુ.”
“સોરી યાર, હવે મને આમ તાના માર નહી
અને કાંઇક રસ્તો બતાવ જેમાંથી હું બહાર નીકળી શકું.”
“આ પ્રોબ્લેમનો બસ એક જ રસ્તો છે કે
તુ સ્નેહાને બધુ સાચુ કહી દે અને........” સાધનાએ નેહાને હિમ્મત આપી અને તેનાથી
નેહા સ્નેહાને બધી હકિકત કહેવા તૈયાર થઇ ગઇ.
**********
“નેહા, તે મને અહી એકલીને કેમ
બોલાવી? અને આ આવો દુઃખી ચહેરો કરીને કેમ બેઠી છે?” સાધનાના ઘરે આવતાવેંત જ
સ્નેહાએ તેને પુછ્યુ.
“દીદી, એક વાત કે જેનાથી તુ અજાણ છે
તે વાત મારે તને કહેવાની છે પણ સમજાતુ નથી કે ક્યાંથી સરૂઆત કરું?”
“અરે યાર, બોલને પ્લીઝ, આમ ઉખાણાની
જેમ બોલે જાય છે?”
“દીદી, તમે જે મેસેજ વાંચ્યો હતો
મારા ફોનમાં એ રિતેશે તમારા માટે જ મોકલ્યો હતો. આપણે બન્ને ટ્વિન્સ છીએ તેનો મે
ફાયદો ઉઠાવ્યો હતો. મને એમ હતુ કે તમે ખુબ શાંત અને શરમાળ છો અને પપ્પા કહેશે
ત્યાં અને તેની સાથે તમે લગ્ન કરી જ લેવાના છો એ જાણી મે સ્નેહા બની રિતેશ સાથે
પહેલા મિત્રતા કરી અને આજે એ દિવસ છે જ્યારે રિતેશ સ્નેહાને પ્ર્રેમ કરવા લાગ્યો
છે.”
“નેહા, આર યુ મેડ? આ કાંઇ રમત છે તે
મારા વતિ રમી લીધી? તુ મને એની સાથે લગ્નથી જોડવા ઇચ્છે છે જેને મે જોયો પણ નથી
અને બીજી બાજુ એ રિતેશને અંધારામા રાખી તુ આવો ખેલ રમી લીધો? તુ કાંઇ સમજે છે કે
નહી?” સ્નેહાએ નેહાને ગુસ્સાથી ધમકાવતા કહ્યુ.
“દીદી, મને બસ તારી ચિંતા હતી કે
અરેન્જ્ડ મેરેજ તારા જેવી શરમાળ અને શાંત છોકરી માટે મને યોગ્ય ન લાગ્યુ, દીદી
રિતેશ ખુબ જ સમજુ અને સરળ સ્વભાવનો છે, એ તને ખુબ ખુશ રાખશે, પ્લીઝ એક વખત તુ
રિતેશને મળહે ત્યારે તને તેના બધા ગુણો જોવા મળશે.”
“નેહા આ કાંઇ ઢીંગલા ઢીંગલીનો ખેલ
નથી કે તુ મારા માટે પસન્દ કરે અને હું તેની સાથે રમવા લાગી. યાર તુ મારી બહેન છે
પણ તેનો મતલબ એ નથી કે તુ આવી રીતે મારા માટે કોઇ છોકરાની પસન્દગી કરે. તે આ રીતે
ખોટુ બોલ્યા વિના મારા માટે રિતેશને મારા માટે જીવનસાથી પસન્દ કર્યો હોત તો એકવાર
હું સુકેતુને ના કહીને રિતેશ સાથે લગ્ન કરવાની હા કહી દેત પણ જુઠના પાયા પર
બનાવેલી આ પ્રેમની ઇમારતમાં હું ક્યારેય પગ ના માંડુ નેહા.”
“જરાક વિચાર તો કર, જ્યારે આ વાતની
ખબર રિતેશને પડશે તો શું એ તને માફ કરી દેશે? ચલ એક વાર માટે હું તેને અપનાવવા
તૈયાર પણ થઇ જાઉ તો શું એ સત્ય જાણ્યા બાદ્ મને અપનાવવા તૈયાર થશે? શું રિતેશ એવી
સ્નેહાને પસન્દ્ કરશે જે તેની માન્યતાથી બધુ પરે છે? તેણે મારી સાથે ક્યારેય વાત કરી
જ નથી, હંમેશા તારી સાથે જ તને સ્નેહા સમજીને એ કોઇ ના કોઇ રીતે ટચમાં રહ્યો છે.
તો સત્ય જાણ્યા બાદ એ મને પ્રેમ કરશે? મને તેની અર્ધાંગીની બનાવવા તૈયાર થશે?”
સ્નેહાના એક એક શબ્દથી નેહાના રૂવાંડા ઊભા થઇ ગયા.
“નેહા મે પણ તને કહ્યુ હતુ ને કે આ
બધુ રહેવા દે, પણ ત્યારે તુ અભિમાનમાં હતી કે તારા ધાર્યા પ્રમાણે જ થશે અને મે
ત્યારે એ પણ કહ્યુ હતુ કે જો ધાર્યા કરતા ઉલ્ટુ થશે તો તારા પર બહુ મોટી આફત આવી
પડશે પણ તુ માની નહી અને જો, આજે સાચે જ તારા ધાર્યા કરતા વિપરીત પરિસ્થિતિ આવીને
ઊભી છે. તે ક્યારેય એવુ વિચાર્યુ હતુ કે સ્નેહા દીદી બહુ સીધી સાદી અને શરમાળ છે
એટલે તે પોતાનો મનધાર્યો જીવનસાથી નહી મેળવી શકે પણ જોઇ લે આજે સ્નેહાએ ખુદ પોતાનો
મનપસન્દ જીવનસાથી પસન્દ કરી લીધો છે.” સાધનાએ નેહાને સમજાવતા કહ્યુ.
“યા નેહા, સાધના સાચુ કહે છે, અમારા
બન્નેમાંથી કોઇનો ઇરાદો તને ખીજાવાનો નથી પણ મારી બેન તુ મારા માટે સારૂ કરવા જતા
રિતેશ સાથે નાઇન્સાફી કરી રહી છે.” સ્નેહાએ નેહાની હથેળીને પોતાના હાથમાં દબાવી
આશ્વાસન આપતા કહ્યુ.
“પણ દીદી, એ તને બહુ જ પ્રેમ કરે છે,
તારા પ્રત્યે તેના દિલમાં બહુ માન છે. એ તારા માટે કાંઇપણ કરી છુટે તેમ છે.” નેહાએ
બધી વાતનો રદ્દીયો આપતા કહ્યુ.
“ઓ.કે. એક વાત પુછવા માંગુ છું, તુ
સાચો જવાબ આપજે મને.”
“શું રિતેશે ક્યારેય મારી સાથે વાત
કરી છે? શું તેને મારી વાત કરવાની છટા ગમે છે? શું તે મારા માટે કાંઇ કરી છુટે એમ
છે? શું પેલો મેસેજ મારા માટે લખીને મોકલ્યો છે રિતેશે?”
“નેહા, હું જાણું છું કે અત્યાર
સુધીના બધા પ્રશ્નનો જવાબ ના જ છે. તો તુ સમજતી કેમ નથી યાર?”
“શું સમજવાનુ દીદી એમા?”
“અરે બુધ્ધુ એ મને નહી તને પ્રેમ કરે
છે, તારા માટે કાંઇ પણ કરી છુટવા સમર્થ છે, મારા માટે નહી. નામમાં શું રાખ્યુ છે?
ચાહે એ નામ સ્નેહા હોય કે નેહા કે બીજુકાંઇ પણ, માણસ સામેવાળાની પ્રકૃતિને પ્રેમ
કરે છે તે જ રીતે રિતેશને તારી પર્શનાલીટી આકર્ષે છે, મારી નહી.”
“ના દીદી, એવુ નથી. મને તેની સાથે
પ્રેમ નથી.” નેહા ઊભી થઇ જતા બોલી.
“ઠીક છે, તો લાવ મને રિતેશના નંબર,
હું બધુ સાચુ કહી દઉ છું, ચાહે ભલે એ આત્મહત્યા કરી લે.”
“નહી દીદી, પ્લીઝ એમ ન કરતી. ભગવાન ન
કરે પણ રિતેશને માઠુ લાગી જશે તો કદાચ એ આત્મહત્યા કરી લે તો હું મારી જાતને
ક્યારેય માંફ નહી કરી શકુ.” નેહા એકશ્વાસે બોલી ગઇ.
“જોયું નેહા, રિતેશ પ્રત્યે તારા
દિલમાં પણ કુણી લાગણી છે એટલે જ તારો જીવ ઉંચક થઇ ગયો અને મને તે આત્મહત્યા કરી લે
તો પણ એ વાતનો કોઇ રંજ થશે નહી કારણ કે તને રિતેશના સહવાસની આદત થઇ ચૂકી છે અને
રિતેશને તારા સહવાસની, માટે મારુ તો કહેવાનુ બસ એ જ છે કે તુ રિતેશને બધુ સત્ય કહી
દે.” સ્નેહાએ નેહાના માથે વ્હાલસભર હાથ ફેરવતા તેને સલાહ આપી અને પોતે ત્યાંથી
નીકળી ગઇ. અ બાજુ નેહા સાધનાને વળગી ચોધાર આંસુએ રડી પડી.
**********
“રિતેશ હું તને મળવા ઇચ્છું છું. તુ
સાંજે પાંચ વાગ્યે મને હોટેલ બ્લુ મુનમાં મળવા આવી શકે ખરો?”
“હા સ્નેહુ, આવીશ જ હું. મને આ વાતનો
ઘણા સમયથી ઇંતઝાર હતો કે ક્યારે તુ મને મળવા આવીશ અને આજે એ દિવસ આવી જ ગયો જ્યારે
તે મને સામેથી મળવા બોલાવ્યો છે.”
“ઓ.કે. તો મળીએ સાંજે પાંચ વાગ્યે.”
ટૂંકા પ્રત્યુત્તર સાથે ફોન કટ થઇ ગયો.
લોચો , ભાગ-૫
“સુકેતુ ચલો આપણે બન્ને નીકળીએ?”
સ્નેહાએ સુકેતાના રૂમને ક્નોક કરતા કહ્યુ.
“યા સ્નેહા, જસ્ટ ફાઇવ મિનિટ પ્લીઝ.”
“મમ્મી અમે બન્ને ફરવા જઇએ છીએ, આજે
આખો દિવસ ઘરે રહીને સુકેતુ કંટાળી ગયો હશે તો મને થયુ આજે હું તેને બહાર લઇ જઉ.”
“બહુ સારૂ કર્યુ બેટા, સાથે સ્નેહાને
પણ લઇ જા તો સારૂ રહેશે.”
“મમ્મી સ્નેહા સાધનાને ત્યાં જ રોકાઇ
ગઇ છે, હું તેને કોલ કરીને ત્યાંથી જ પીકઅપ કરી લઇશ.”
“ઓ.કે. બેટા. ધ્યાન રાખજે તારુ.”
“જી મમ્મી.” કહેતી સ્નેહા સુકેતુ
સાથે બહાર જવા નીકળી ગઇ. બન્નેની જોડી બહુ જામતી હતી. સ્નેહા અને તેની પસંદ સુકેતુ
બન્ને સાદગીને વળેલા હતા. ન કોઇ ઠાઠમાઠ ના કોઇ દેખાવ, નેચરલ લુક સાથે જ બન્ને બહાર
જવા નીકળ્યા હતા.
“સુકેતુ, ચાલો અહીની સર્વશ્રેષ્ઠ
હોટેલ બ્લુ મુન જઇએ. તને સાંજે નાસ્તો કરવાની ટેવ છે અને આજે હું એકદમ ભૂલી જ ગઇ.”
સ્નેહાએ હોટેલનો રસ્તો બતાવતા સુકેતુને કહ્યુ.
‘ઇટ્સ ઓ.કે. સ્નેહા, આઇ એમ ઓ.કે.”
“નહી ચલ, કહ્યુ ને એક વખત.” સ્ત્રીહઠ
સામે કોઇનું ચાલ્યુ છે તે સ્નેહા સુકેતુની વાત માને? એટલે સુકેતુએ સ્નેહાએ ચીંધેલા
રસ્તે બાઇક જવા દીધી.
**********
“છેલ્લી પંદર મિનિટથી રાહ જોઇ રહ્યો
છું સ્નેહાની, હજુ સુધી કેમ ન આવી એ?” હોટેલ બ્લુ મુનમાં રિતેશનું ધ્યાન એન્ટ્રન્સ
પર જ હતુ કે ક્યારે સ્નેહા આવે અને પોતે બધાની સામે પોતાના પ્રેમનો ઇઝહાર કરે.
“લુક ધીસ ઇઝ બ્લુ મુન હોટેલ.” સ્નેહાએ સુકેતુના
હાથમાં હાથ થામી દીધો અને બન્ને જણાએ અંદર જવા ડગ ભર્યા. આ બાજુ રિતેશની નજર
એન્ટૃન્સ પર જ ચોંટેલી હતી.
સ્નેહા અને સુકેતુ અંદર પ્રવેશ્યા
અને ધીમે ધીમે રિતેશના ટેબલ નજીક આવી ઊભા રહી ગયા.
“હાય રિતેશ, મને ઓળખી કે નહી?” અચાનક
આ રીતે તેને સંબોધતા રિતેશ વિચારમાં પડી ગયો અને બસ એકનજરે સ્નેહાએ જોવા લાગ્યો.
“ચલો હું જ મારી ઓળખ આપી દઉ, આજે મે
જ તને અહી મળવા બોલાવ્યો છે.”
“યુ મીન ટુ સે, આર યુ સ્નેહા?”
રિતેશે પ્રશ્ન પૂછી લીધો.
“હા હું જ સ્નેહા છું, એ જ સ્નેહા કે
જે છેલ્લા છ માસથી જુનાગઢમાં નથી, એ જ સ્નેહા કે જેને બહુ ઓછુ બોલવાની ટેવ છે, એ જ
સ્નેહા કે જે અંતર્મુખી પ્રતિભા ધરાવે છે.”
“નહી નહી સ્નેહા, તને ઓછુ બોલવાની ટેવ
છે એમ કોણ કહે છે? તુ મને તો ક્યારેય અંતર્મુખી સ્વભાવની લાગી જ નથી. કોણ આવી અફવા
ફેલાવે છે સ્નેહા?”
“મારો બેસ્ટ ફ્રેન્ડ અને હું જેને
દિલ દઇ બેઠી છ્ એ સુકેતુ જ મને આમ કહે છે.” સુકેતુ સામે ઇશારો કરતા સ્નેહાએ કહ્યુ.
“વ્હોટ? આર યુ મેડ સ્નેહા?” રિતેશ ઊભો
થઇ ગયો અને ગુસ્સો તેની આંખોમાં વર્તાવા લાગ્યો.
“કાલ્મ ડાઉન રિતેશ, લે પાણી પી લે
અને શાંતિથી બેસી જા. હું તને અહી બધુ સત્ય કહેવા જ આવી છું અને રિતેશને સરૂઆતથી
અંત સુધી બધી વાત કહેવાનુ શરૂ કરી દીધુ. જેમ જેમ સ્નેહાની વાત આગળ વધવા લાગી તેમ
તેમ રિતેશને બધુ સમજાવા લાગ્યુ પણ તેની આંખોમાં ગુસ્સો એમ નો એમ જ હતો.
ત્યાં અચાનક સામેથી નેહા અને સાધના
બન્ને આવતી દેખાઇ રિતેશને. રિતેશ ઘડીક સ્નેહા સામે તો ઘડીક નેહા સામે જોતો રહ્યો.
બન્નેના ચહેરાની સામ્યતા જોઇ તે પણ હતપ્રભ થઇ ગયો. નેહા રિતેશ સાથે નજરથી નજર
મીલાવી શકતી ન હતી.
“બેસી જા નેહા, જે થયુ તે થઇ ગયુ, આ
છોકરમત કરવામાં તે અનેક લોકોની ભાવનાઓ સાથે રમત રમી છે.” સ્નેહાએ ગુસ્સાના ભાવથી
નેહાને આદેશ આપ્યો.
“આઇ એમ સોરી દીદી.” બોલતા જ નેહા
રડવા લાગી.
“સોરી મને કહેવાની કોઇ જરૂર નથી, જે
કાંઇ કહેવાનુ હોય તે રિતેશને કહે અને તેની માંફી માંગ. આઇ એમ ગોઇંગ.” કહેતી સ્નેહા
સુકેતુ સાથે ત્યાંથી નીકળી ગઇ અને ઇશારો કરીને સાધનાને પણ બોલાવી લીધી.
“વ્હોટ ઇઝ ધીસ નેહા? આ બધુ સાચુ છે
જે હમણા સ્નેહાએ મને કહ્યુ?” રિતેશે નેહાને પુછ્યુ.
“આઇ એમ સોરી રિતેશ, મને ખબર ન હતી કે
સ્નેહાદીદી જેવી ભોળી શરમાળ અને શાંત છોકરી કોઇના પ્રેમમાં પડી જશે. તારા જેવો
હોંશીયાર અને સારો છોકરો સ્નેહાના જીવનમાં આવે એ માટે મે આ નાટક કર્યુ હતુ. પ્લીઝ
મને માંફ કરી દે.” નેહા બોલતા બોલતા ધૃસકે ધૃસકે રડી પડી.
“યાર પ્લીઝ તુ આમ રડ નહી. સાચુ કહું
તો હું મારી સાથે વાતો કરનારી અને મને હરપલ મોટીવેટ કરનારી ચેટીંગ ફ્રેન્ડના
આંસુને બરદાસ્ત કરી નહી શકું પ્લીઝ કાલ્મ ડાઉન યાર.” રિતેશે નેહાના હાથને પોતાના
હાથમાં લેતા કહ્યુ.
“ઓ.કે.
આઇ વીલ બી કાલ્મ ડાઉન પણ તારે મને માંફ કરવી પડશે.” નેહાએ પોતાના આંસુઓને રોકતા
કહ્યુ.
“સ્નેહાએ મને બધી વાત કરી ત્યારે
મારા મનમાં બહુ ગુસ્સો ચડ્યો હતો કે મારી સાથે છેતરપીંડી કરનારને હું ક્યારેય માંફ
નહી કરું પણ સાચુ કહું તો તારા આંસુએ મને ઝુકાવી દીધો. મારા દિલમાં તારા પ્રત્યે
કોઇ ધૃણા નથી નેહા.”
“થેન્ક્સ અ લોટ રિતેશ. થેન્કસ અ
લોટ.” નેહાએ બન્ને હાથે રિતેશના હાથને પકડી લીધો.
“એક પ્રશ્ન પુંછું? સાચો જવાબ આપે
તો?”
“હા પૂછી લે, તારી સામે હવે કાંઇ
જુઠ્ઠુ નહી બોલુ.”
“કદાચ સ્નેહા કોઇના પ્રેમમાં પડી ન
હોત અને અમારા બન્નેના લગ્ન થવા જઇ રહ્યા હોત તો તું એ પરિસ્થિતિ સહન કરી શકત ખરી?
શું આટલા મહિનામાં એક ક્ષણ માટે પણ તારા દિલમાં મારા પ્રત્યે લાગણીના ભાવ અંકુરિત
નહી થયા?”
“સાચુ કહું તો એ પરિસ્થિતિ મારા માટે
અસહ્ય જ હોત, કેમ કે સ્નેહાનું નામ લઇને મે તારી સાથે વાતો કરી, પ્રેમનો ઇઝહાર થયો
ત્યારે મને એમ જ હતુ કે આ બધુ મારા માટે રમત જ છે પણ સાચુ કહું તો સ્નેહાનું તો
માત્ર નામ હતુ, સ્નેહાના નામે હું તારા પ્રેમમાં સરી પડી હતી.”
“હતી??????? શું અત્યારે આજની ક્ષણે
તને મારી સાથે પ્રેમ નથી?” રિતેશે નેહાની આંખમાં આંખ મીલાવી પુછ્યુ ત્યાં નેહાની
નજરો લજ્જાથી ઢળી પડી અને મીઠુ મધુરુ સ્મિત તેના મુખે રમવા લાગ્યુ.
“હવે તો કહી દે કે તુ રિતેશને પ્રેમ
કરે છે.” પાછળથી સ્નેહા સુકેતુ અને સાધનાએ સાથે કહ્યુ ત્યાં નેહાએ રિતેશના
હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો.
“નેહા, મે કહ્યુ હતુ ને કે માણસ
સામેવાળાની પ્રકૃતિને પ્રેમ કરે છે અને તે જોયુ ને કે રિતેશનો પ્રેમ તારા માટે જ
હતો, મારા માટે નહી. નામમાં શું રાખ્યુ છે? નામ તો માણસે બનાવેલા છે પણ સ્વભાવ
કુદરતે આપણને આપ્યો છે અને રિતેશને તારો એ જ સ્વભાવ ગમ્યો છે.” સ્નેહાએ નેહાની
બાજુમાં બેસતા કહ્યુ.
“લેટ્સ હેવ સેલીબ્રેશન ટુડે.”
સુકેતુએ પોતાનો મંતવ્ય આપતા કહ્યુ અને વેઇટરને બોલાવી પહેલાથી જ ઓર્ડર કરેલી કેક
મંગાવી લીધી.
“વાઉ જીજુ, બહુ સરસ કેક છે. આ બધુ
ક્યારે કર્યુ તમે?” નેહાએ સુકેતુને પુછ્યુ.
“તારા અને રિતેશ માટે આ સરપ્રાઇઝ હતુ
નેહા. અમને ખબર જ હતી કે તમે બન્ને એકબીજાથી વધારે સમય નારાજ રહેવાના જ નથી એટલે
અહીથી નીકળીને અમે આ જ કામ કર્યુ છે. અમે ત્રણેય આ જ હોટેલમાં હતા અને આ
સેલીબ્રેશનની તૈયારી કરી રહ્યા હતા.”
“થેન્ક્સ અ લોટ દીદી જીજુ એન્ડ માય
બેસ્ટ ફ્રેન્ડ સાધુ.” નેહા બધાને ભેટી પડી. રિતેશ નેહાની ખુશી જોઇ ખુબ ખુશ હતો.
રિતેશ-નેહા અને સુકેતુ*સ્નેહાએ સાથે
મળીને કેક કટ કરી અને હોટેલમાં બધાની સામે રિતેશે ઘુંટણીયાભેર બેસી નેહાને પ્રપોઝ
કર્યુ અને નેહાએ તેઓ સ્વિકાર કરી લીધો. તાળીઓના ગડગડાટથી હોટેલનો એ હોલ ગુંજી
ઉઠ્યો.
“ચલો નેહા, હવે ઘરે જઇએ?” સ્નેહાએ
કટાક્ષમાં પુછ્યુ.
“હા સ્નેહાદીદી, ચલો જઇએ.”
“અરે યાર, આઇ એમ જોકીંગ. તુ અને
રિતેશ બન્ને સાથે સમય વિતાવો. અમે જઇએ છીએ. આમ પણ હવે મારે કાંઇક વધારે વિચારવુ
પડશે મમ્મી પપ્પાને મનાવવ માટે. હવે એક મારા માટે જ નહી આપણા બન્ને માટે
મમ્મી-પપ્પાને મનાવવા પડશે મારે.” સ્નેહાની વાતથી હાસ્યનું મોંજુ રેલાઇ ગયુ.
**********
સમાપ્ત.
WRITTEN BY – BHAVISHA
GOKANI
I

Comments
Post a Comment