જીવ્યા
જીવ્યા
પ્રકરણ : 1
“ગ્રેસ, ઇટસ ઓલ રાઇટ નાઉ. હવે આપણે ઉતરણ કરવુ યોગ્ય રહેશે.” ઘણાં મહિનાઓ બાદ આજે પૃથ્વી પર વરસાદ બંધ થયો હતો. ઉડતી રકાબીમાં રહેલા પરગ્રહવાસીઓને લાગ્યું કે ઉતરણ કરવું ઠીક રહેશે. છેલ્લા કેટલાય સમયથી ત્રણ ઉડતી રકાબીઓ પૃથ્વી પર ચક્કર મારતી હતી. ચારે બાજુ બસ વિનાશ જ દેખાતો હતો. કોઇ સજીવોના અવશેષો કયાંય પણ દેખાતા ન હતા. બસ વિનાશ જ વિનાશ. પાણી જ પાણી અને તેમા મનુષ્યો, પ્રાણીઓના મૃતદેહો તરતા હતા. મોટા મોટા વૃક્ષો પણ પાણીમાં તણાતા હતા. બિલ્ડીંગ, મકાન, થાંભલા જેવુ કંઇ પણ હતુ જ નહીં. એટલુ બધુ પાણી હતુ કે જોઇને ડર લાગતો હતો. ત્રણ ચાર દિવસ થી પરગ્રહવાસી ચક્કર મારી રહ્યા હતા તેને કયાંય જમીન દેખાયી ન હતી. ઉડતી રકાબી ચક્કર લગાવતી હતી અને તેમાં ગોઠવાયેલા ઓટોમેટિક કેમેરા આ વિનાશના ફોટા પાડતા હતા. પરગ્રહવાસીઓને કોઇ પણ જીવતુ હોવાની જરાય આશા ન હતી. પરંતુ વિનાશનુ કારણ અને તેમાં થયેલી હાનિ જાણવા તેઓ સતત પૃથ્વીને ફરતે ચક્કર લગાવી રહ્યા હતા. તેઓ એક ખાસ મિશનથી આવ્યા હતા. અચાનક કયાંય સળવળાટ જણાતા તેઓએ પોતાનુ યાન જરાક નીચે લીધુ તો તેઓને એક ઉંચા પર્વત પર કોઇ મનુષ્યોની ટોળી હોવાનો અહેસાસ થયો. દુરથી કંઇક નાનુ નાનુ દેખાતુ હતુ. ઓટોમેટિક કેમેરાથી ઘણા ફોટા પાડયા અને ફોટા પર થોડી મનુષ્ય આકૃતિઓ હોય તેવુ લાગતુ હતુ.
“પાર્દ, લાગે છે કોઇ જીવિત છે.” ગ્રેસ નામના પરગ્રહવાસીએ કહ્યુ. “ઇમપોસીબલ, આટલા ભયાનક વિનાશ બાદ કોઇ બચી જ ન શકે?” પાર્દને આટલા વિનાશ જોઇને વિશ્વાસ આવતો ન હતો કે કોઇ જીવિત પણ હોય શકે છે. એટલે તેને ફોટો જોઇને પણ વિશ્વાસ ન આવતો હતો.
“ચાલો, આપણે ત્યાં ચેક કરી લઇ?” ગ્રેસે ફરીથી કહ્યુ. “હા, ચાલો જોઇ આવીએ તે કોઇ પહાડ જેવુ લાગે છે જયાં જીવિત હોય તેવુ લાગે છે.” પાર્દની વાત સાંભળી ગ્રેસેએ યાનને ઉતરણ માટે નીચે લીધુ અને તેમનુ એક યાન નીચે ઉતર્યુ અને બાકી બધા ફરતે ચક્કર લગાવી આગળ તપાસ કરવા ગયા. યાન ધીરે ધીરે ઉતર્યુ. પહાડ પર રહેલા લોકો કુતુહલવશ એકઠા થયા અને થરથર ધ્રુજવા લાગ્યા કે વિનાશ બાદ આ કઇ આપત્તિ આવી પડી? તે વિચારે જ તેમને ભયભીત કરી મુક્યા ત્યાં તો યાનનો દરવાજો ખુલ્યો. તેમાંથી વિચિત્ર યાંત્રિક મનુષ્યો નીચે ઉતર્યા. અત્યંત આધુનિક મનુષ્ય આકૃતિ જેવા રોબોટો ધીરે ધીરે નીચે ઉતરી એકઠા થયેલા મનુષ્યો પાસે આવ્યા.
“કેમ છો?” ગ્રેસે નીચે ઉતરીને બધા પાસે આવીને કહ્યુ. એક રોબોટ જેવી વ્યક્તિએ મનુષ્ય જેવા અને ગુજરાતી ભાષા બોલતા જોઇ બધા આશ્ચર્યમાં મુકાય ગયા. અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા.
થોડીવાર થઇ એટલે નીરંજનાથી રહેવાયુ નહિ અને તેને “તમે કોણ છો? કયાંથી આવ્યા છો? શુ કરવા આવ્યા છો? તમને ગુજરાતી કેમ આવડે છે? તમને કેમ ખબર પડી કે અમે ગુજરાતી છીએ?” જેવા એકસામટા પ્રશ્નોનો મારો ચલાવ્યો. બધા હજુ તેઓને જોઇ ખુબ જ ડરી રહ્યા હતા અને તેમનાથી દુર દુર જઇ રહ્યા હતા. એક યાંત્રિક મનુષ્યે પાર્દે, “શાંત થા બેટા” એવા ઉષ્માભર્યુ સંબોધન કર્યુ ત્યારે ટોળાનો ભય થોડોક ઓછો થયો.
બીજા યાંત્રિક મનુષ્યે ગ્રેસે નીરંજનાના પ્રશ્નનના જવાબમાં જણાવ્યુ કે, “તમારી આકાશગંગાથી હજારો પ્રકાશ વર્ષ દુર આવેલા યેલ નામના ગ્રહ પરથી અમે આવ્યા છીએ. અમને પૃથ્વી પર થયેલા ભયાનક વિનાશની ખબર પડી આથી તેની તપાસ માટે આવ્યા છીએ. અમારા ગ્રહ પર રહેલા વૈજ્ઞાનીઓએ અમને બનાવ્યા છે અને અહીં મોકલ્યા છે. અમારી રચના એવી રીતે કરવામાં આવી છે કે બ્રહ્માંડમાં વસતા કોઇ પણ સજીવના દેખાવ અને વર્તણુક પરથી તેની ભાષા કઇ છે તે જાણી શકીએ છીએ અને તે બોલી પણ શકીએ છીએ.” એકદમ શાંતિપુર્ણ અને ઉષ્માપુર્ણની તેમની વાતચીત પરથી ટોળાનો ભય સદતર દુર થઇ ગયો. તેઓ થોડીકવાર માટે વિનાશને પણ ભુલી ગયા અને એકદમ શાંત થઇ તેઓની વાત સાંભળવા લાગ્યા. યાંત્રિક મનુષ્ય ગ્રેસે પોતાની વાત આગળ ચલાવતા જણાવ્યુ કે અમે ઘણા મહિનાથી પૃથ્વીથી દુર ચક્કર લગાવી રહ્યા છીએ. ભયંકર વરસાદ અને તોફાન લગભગ ઘણા મહિનાથી પડી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ આ બધુ શાંત થયુ. આથી અમે પૃથ્વીની નજીક આવ્યા અને અમે જોયુ કે બધે વિનાશ જ છે. વિકસિતમાં વિકસિત રાષ્ટ્રો નાશ પામ્યા છે. વિશાળ અને મજબુત જહાજો, વિમાનો, વહાણો, બિલ્ડીંગ બધુ જ નાશ પામ્યુ. તમે થોડાક ગુજરાતી કેવી રીતે બચી ગયા તે વાત અમને આશ્ચર્યમાં મુકી રહી છે. કૃપા કરીને અમને તમારા બચી જવા પાછળનુ રહસ્ય જણાવશો?” નીરંજનાએ ઓચિંતા વચ્ચેથી પુછ્યુ, “અમે તમને જણાવીશુ પહેલા અમને કહેશો કે આજે તારીખ કઇ છે? વિનાશની ત્રાસદીમાં અમે સમય, સ્થળ, તારીખનુ ભાન ભુલી ગયા છીએ.” “તમારા કેલેન્ડર મુજબ આજે 10મી એપ્રિલ 2058ની સાલ છે.” યાંત્રિક મનુષ્ય ગ્રેસે કહ્યુ. નીરંજના તારીખ સાંભળી એકદમ અચંબિત બની ગઇ અને બોલવા લાગી કે, “દસ મહિના વિતી ગયા!!!!!!!!!!!! બાપ રે ! ખરેખર અમને પણ આશ્ચર્ય થાય કે અમે જીવિત છીએ. દસ મહિના સુધી સતત વરસતા વરસાદ અને પાણીના વિરાટ પુર વચ્ચે અમે જીવિત છીએ.” “હા, એ ખુબ જ આશ્ચર્યની વાત છે. તમે લોકો આવી ત્રાસદી બાદ પણ જીવિત છો.” પાર્દ નામના યાંત્રિક માનવે કહ્યુ.
“કોઇ પણ બચી શક્યુ નથી ત્યારે તમારા જીવિત હોવાનુ કારણ અમને જણાવશો?” ગ્રેસે પણ પુછ્યુ. “ઓહ, પણ તમે શા માટે બધુ જાણવા માંગો છો? પૃથ્વી પર શા માટે આવ્યા છો?” ચંદને પુછ્યુ.
“અમે પૃથ્વી પર થયેલી વિનાશ અને તેના કારણો અને તેના બચવાના ઉપાયો જાણવા માટે આવ્યા છીએ. તમારી પાસે હોય તેવી માહિતી અમને આપશો?” યાંત્રિક મનુષ્યો ખુબ જ ઉષ્માપુર્ણ રીતે વાત કરી રહ્યા હતા અને આજે તેઓને તેમની મદદની જરુર હતી. હવે તે જ તેમની આશા હતી. આથી તેમને બધુ કહેવાથી ફાયદો હતો. જેથી તેઓ તેમને કોઇ મદદ કરી શકે. બધા આ વસ્તુ સમજી શકતા હતા. તેઓ માત્ર દસ લોકો હતા. દુનિયામાં બીજુ કોઇ હોય તેવુ લાગતુ ન હતુ.
“હા, ઘણો લાંબા સમય બાદ પણ અમે જીવિત છીએ. આનો બધો શ્રેય એક નિર્મળ, સુંદર, બુધ્ધિશાળી, ચકોર અને બહાદુર એવી જીવ્યાને જાય છે. જીવ્યા જેનુ નામ લેતા જ રોમાંચ અને અહોભાવ પ્રગટી ઉઠે છે.” ચંદન એકદમ બોલી ઉઠયો.
“જીવ્યા!! કોણ જીવ્યા? અને તેણી એકલીએ કંઇ રીતે તમને બધાને બચાવી લીધા અમને વિસ્તાર પુર્વક જણાવશો. ખુબ જ આશ્ચર્યજનક છે કે કોઇ એક વ્યક્તિના હિસાબે તમે બચી ગયા. અમને બધુ જાણવુ છે.” ગ્રેસે આશ્ચર્યચકિત થઇને પુછ્યુ. વડીલ એવા કૃપ્તાબહેન બોલ્યા કે, “જીવ્યા વિશે હું તમને સંપુર્ણ હકીકત જણાવીશ. તે મારી ખાસ સખી હતી અને તેમની જીવનકથની વિશે મેં પુસ્તક પણ લખ્યુ હતુ. આથી હું તમને જણાવીશ કે ખરેખર શુ બન્યુ હતુ.”
“વાહ, તમે આખી વાત જાણાવો.” પાર્દે કહ્યુ. “ઇ.સ. 2016માં એક પંજાબી યુવાનને ગુજરાતના રાજકોટ શહેરમાં બેંક ઓફ બરોડા માં બેન્ક મેનેજર તરીકે નોકરી મળી. તે પોતાનુ વતન અને ઘર છોડીને રાજકોટમાં એક પરિવારમાં ઘરે ભાડે રહેવા આવ્યો. તે યુવાનનુ નામ મિત કૌર હતુ. જે પરિવારમાં તે ભાડે રહેતો હતો. તેમાં પતિ- પત્ની અને બે બાળકો હતા. પતિને પોતાની ઘરની દુકાન હતી. પત્ની હાઉસવાઇફ અને તેનો દીકરો એમ.બી.એ ભણે અને દીકરી રચના સાયન્સ કોલેજ પુર્ણ કરી પી. એચ.ડીનુ ભણતી હતી. ભાડે રહેતી મિત કૌર સાથે રચનાની આંખ મળી ગઇ અને લગ્ન કરવાનુ નક્કી કર્યું. સમજુ માતા પિતાએ બંન્નેના ફૈસલા પર સંમતિ આપી દીધી અને 18મી સપ્ટેમ્બર 2018ના રોજ બંન્નેના લગ્ન થયા. લગ્ન બાદ બે મહિના પછી રચનાને સુરતની વી.બી.શાહ સાયન્સ કોલેજમાં નોકરી મળી. આથી રચના ત્યાં રહેવા ગઇ અને છ મહિના બાદ મિત કૌરને પણ બઢતી મળતા તે સૂરત રહેવા ગયો. આમ બંન્ને પતિ પત્ની સુરત સ્થાયી થઇ ગયા. બંન્ને પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા. આ સુખી પરિવારમાં 28મી માર્ચ 2020ના રોજ જીવ્યાનો જન્મ થયો. પ્રતિભાવાન માતા અને બુધ્ધિશાળી પિતાએ જીવ્યાના જન્મ પછી બીજુ બાળક ન કરવાનો નિર્ણય લીધો અને જીવ્યા એક માત્ર સંતાન બની રહી અને લાડકોડ અને સમજદારી સાથે જીવ્યા મોટી થવા લાગી. નાની ઉંમરમાં જ તેનામાં જીજ્ઞાસા અને ધગશના ગુણ દેખાવા લાગ્યા. નાનપણમાં જ તેની પ્રતિભા દેખાવા લાગી. શિક્ષકને અટપટા પ્રશ્નો પુછી તે મુઝંવી દેતી. અભ્યાસ ઉપરાંત નેટ પરથી પણ તે વિવિધ જ્ઞાન મેળવતી અને તે પોતાની વય કરતા કયાંય આગળ પ્રતિભા ધરાવતી હતી. જીવ્યા નાનપણથી ખુબ જ બુધ્ધીશાળી હતી. હજારોમાં એક હતી. લોકો તેને ગિફટેડ ચાઇલ્ડ કહેતા હતા. આમને આમ તે ધીરે ધીરે તે મોટી થવા લાગી. ***************************
ભાગ – ૨
ઓહ, પૃથ્વીનો વિનાશ! વિનાશક પુરમાં કેટલાક લોકો બચી ગયા. કેમ બની શક્યુ આ બધુ? આ જીવ્યા કોણ છે? તેને કંઇ રીતે બધાને બચાવ્યા? અને તે કયાં ગઇ અત્યારે? શું બન્યુ? કાંઇ ખબર પડતી નથી.
16 વર્ષની ઉંમરે તો જીવ્યા નવી નવી શોધો કરવા લાગી. કમ્પ્યુટરમાં તેને એક નવો સોફટવેર બનાવ્યો. જેના દ્રારા તમારા મનમાં ખાલી વિચાર કરો અને તેની એક માહિતી બની જાય. તે ઉપરાંત સ્માર્ટ ફોનમાં પણ ખુબ જ લાંબો સમય ચાલે તેવી બેટરી બનાવી, પાણીમાં ચાલી શકે તેવી મોટરકાર બનાવી. આમ નાની મોટી અનેક શોધો કરી. તે સદા એકટિવ રહેતી. નવી નવી શોધો કરતા કરતા પણ તે ભણવામાં પણ અગ્રેસર રહેતી હતી. ધોરણ 12 સાયન્સ પછી તેના માતા પિતાની ઇચ્છા હતી કે તે વિદેશ જાય. પરંતુ જીવ્યા જેનુ નામ તેના માતા પિતાને કહી દીધુ કે વિદેશ ભણવાથી કાંઇ પ્રતિભા આવી જતી નથી. ગામડામાં ભણેલ વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ સ્થાન મેળવી શકે છે. આથી તેને અમદાવાદ જઇ એંજિનિયરીંગ ભણવાનુ નક્કી કર્યુ. લાડલી દીકરીના વિચારો જાણી માતા પિતા પ્રભાવિત થઇ ગયા અને તેને અમદાવાદ મોકલવા રાજી થઇ ગયા. જીવ્યા અમદાવાદ ભણવા જતી રહી. અભ્યાસમાં ખુબ જ તેજ જીવ્યા સરળતાથી આગળ વધવા લાગી. અભ્યાસ પુર્ણ થતા ઘરે આવવાનો સમય થયો એટલે તેના માતા પિતા ખુબ જ રાજી હતા. દીકરીના આગમનની તેઓ એ ખુબ જ તૈયારી કરી રાખી હતી.
“રચુ, આજે જીવ્યા ઘરે આવવાની છે. તે હવે આપણી સાથે જ રહેશે એટલે મેં આજે એક ગ્રાંડ પાર્ટી રાખી છે સાંજે.” મિત કૌરે સવારમાં જ ઉઠતા જ કહ્યુ. “અરે તમે બહુ ખુશ છો. પણ તે કયારે આવશે અહીં?” “બે દિવસ પહેલા જ આપણે તેની સાથે વાત કરી ત્યારે તેને કહ્યુ હતુ ચાર વાગ્યા સુધીમાં આવી જશે.” “આજે તે ખુબ જ થાકેલ હશે. શું યાર તમે આજે જ પાર્ટી ઓરગેનાઇઝ કરી લીધી. દીકરીને શ્વાસ તો લેવા દો ઘરમાં થોડો ટાઇમ. ભારે ઉતાવળા તમે.” “અરે યાર, આપણી દીકરી કોઇ સામાન્ય નથી. તેનુ અત્યારે જ સોશિયલ ગ્રુપ બહુ મોટુ છે. તેના ફ્રેન્ડસ અને આપણા રિલેટીવસ એંડ ફ્રેન્ડસ બધા તેને વેલકમ પાર્ટી આપવા માંગે છે. સો આજે જ રાખી છે.” મિત કૌરે ખુબ જ હરખાતા કહ્યુ. પતિ પત્ની આજે ખુબ જ ખુશ હતા. તેને પોતાની એકની એક લાડકી દીકરી સાથે અઠવાડિયા સુધીના બધા પ્રોગ્રામ બનાવી લીધા હતા. તેનો હરખ સમાતો ન હતો. મિત કૌરે તો ખાસ આજે રજા રાખી હતી. તેની લાડકીના વેલકમ માટે. તે તો અમદાવાદ તેને તેડવા પણ જવાના હતા. પરંતુ, જીવ્યાએ જ ના પાડી કે તે પોતાની ફ્રેન્ડસ સાથે આવી જશે.
નવ વાગ્યે તૈયાર થઇ રચના કોલેજે જવા નીકળી ત્યારે અચાનક તેના ફોનમાં રીંગ વાગી. તેને ઘરમાં જ ઉભા રહીને ફોન પીક અપ કર્યો. “હેલો, મમા પ્લીઝ ગીવ મી અ ફેવર. તમે કાલે મુંબઇ આવજો ને.” “મુબંઇ!!!! બટ વાય જીવ્યા? તું આજે અહીં આવવાની છો ને?” જીવ્યાનુ નામ સાંભળી મિત કૌર પણ રચના પાસે આવ્યા. “મમા, પ્લીઝ તમે આવો ને પછી હું બધુ સમજાવી દઇશ.” હજુ આટલુ બોલી ત્યાં મિત કૌરે રચનાના હાથમાંથી મોબાઇલ લઇને સ્પીકર પર રાખીને કહ્યુ. “બેટા, મુબંઇ શુ કામ છે? તુ પહેલા અહીં આવ ને. પછી આપણે બધા સાથે જ મુબંઇ જઇશું.” “પપ્પા, તમે એકવાર અહીં આવોને પછી સાથે જ બધા આવી જ્ઇશું” “ઓ.કે. અમે કાલે સવારની ફલાઇટમાં આવી જઇશુ.” દીકરી જીદ સામે કોઇનુ ચાલતુ નથી.
“આ છોકરી પણ યાર કમાલ છે. બહુ જ સરપ્રાઇઝ આપવાની ટેવ છે. હવે શું હશે નવુ?” રચનાએ ફોન કટ કરીને કહ્યુ. “રચુ, તુ કોલેજ પર જા. તારે મોડુ થાય છે. હુ સવારની ફલાઇટની ટિકિટ બુક કરાવુ છુ એન્ડ પાર્ટી પોસ્ટ પોંડ કરાવુ છુ.” “ઓ.કે. બાય.” કહીને રચના નીકળી ગઇ. ********************************
બીજે દિવસે સવારે તેઓ ફલાઇટમાં મુબંઇ પહોંચી ગયા. અને જીવ્યાએ કહ્યા અનુસાર “હોટેલ બ્લુ ડાયમંડ”માં આવી ગયા. જ્યાં જીવ્યાએ તેના માટે અગાઉથી જ રૂમ બુક કરાવી રાખ્યો હતો. તેઓ થોડી વાર ફ્રેશ થયા ત્યાં જ ડોર બેલ વાગ્યો. દરવાજો ખોલતા જ જીવ્યા સાથે કોઇ એકદમ યંગ અને હેન્ડસમ છોકરો હતો. બંન્ને અંદર આવ્યા. “મમા પપા, સોરી તમને એકદમથી અહીં બોલાવી લીધા એકચ્યુલી તમને એક સરપ્રાઇઝ આપવાની હતી.” જીવ્યાએ પલંગ પર બેસતા કહ્યુ. તેની સાથેનો તેનો ફ્રેન્ડ ચેર પર બેસી ગયો. “સરપ્રાઇઝ!!” રચનાએ આશ્ચર્યથી કહ્યુ.
“હા, મોમ મીટ માય બોય ફ્રેન્ડ અધ્યય. હું અને અધ્યય અમદાવાદ સાથે સ્ટડી કરતા હતા. વી લવ ઇચ અધર.” “લવ!” હવે આશ્ચર્યનો વારો મિત કૌરનો હતો. પિતા ગમે તેવા સ્ટ્રોગ હોય દીકરીના લગ્ન વખતે ફુલ જેવા નરમ બની જાય છે અને જયારે નાની વયની દીકરી પ્રેમની વાત કરે છે. ત્યારે પિતા તેમા હજારો ખામી શોધીને પોતાની દીકરીને વધારે સમય પાસે રોકી રાખવા પ્રયાસો કરતા હોય છે.
“હા, પાપા હું અમદાવાદ આઇ. આઇ. એમમાં એમ.બી.એનુ સ્ટડી કરતો હતો અને જીવ્યા એન્જીયર કોલેજમાં. ઘણાં બધા સ્ટુડન્ટ પ્રોગ્રામમાં અમે મળતા હતા અને તેમાંથી અમે બંન્ને ફ્રેન્ડસ બની ગયા અને આ ફ્રેન્ડસીપ કયારે પ્રેમ પરિવર્તિત બની ગઇ અમને ખબર જ ન પડી.” અધ્યયએ કહ્યુ. “ઓ.કે બટ અત્યારે કેમ ઓંચિતા અમને અહીં બોલાવ્યા?” રચનાએ પુછ્યુ. “મોમ, અધ્યય મુબંઇમાં રહે છે અને તેના પેરેન્ટ્સ આજે યુ. એસ.એ. જવાના છે. સાંજની ફલાઇટમાં. તો તેની ફેરવેલ પાર્ટીમાં અમારી એગ્જેમેન્ટ રાખી છે. સો ઓચિંતા બોલાવ્યા.” જીવ્યાએ કહ્યુ. “બેટા, તે પહેલા અમને કેમ કાંઇ જણાવ્યુ નહિં? તો અમે પણ થોડી પ્રિપેરેશન કરી શકત.” મિત કૌરે કહ્યુ.
“પપા, અમને પણ ખબર ન હતી આ બધી. અમારા માટે પણ સરપ્રાઇઝ છે અને તમારી જેમ અધ્યયની ફેમિલિને પણ અમે કાંઇ કહ્યુ ન હતુ. પરંતુ તેના મોટા ભાઇ વિકાસે બધુ જાણી લીધુ અને અમારા માટે સરપ્રાઇઝ રાખી દીધુ. કાલે જ અમને ખબર પડી એટલે તમને ફોન કર્યો.” “બેટા કાલે તો કહી દેવાય ને તો અમે કાંઇક સરખી તૈયારી કરી શકત.” રચનાએ કહ્યુ.
“મમા એમા શુ તૈયારી કરવાની હોય. તમારા માટે ડિઝાનર ક્લોથ અને બધુ પાર્ટીમાં રેડી જ છે. ખાલી આપણે ત્યાં જવાનુ જ છે. અમારી સાથે તમને પણ સરપ્રાઇઝ આપી દીધી.” “ઓ.કે બેટા. અધ્યય તારી ફેમિલી વિશે તો અમને કહે. હવે આપણા રિલેશન બનવા જઇ રહ્યા છે.” મિત કૌરે કહ્યુ.
“અમે મુબંઇ બોરીવલીમાં રહીએ છીએ. ફેમિલીમાં અમે મમી પપ્પા અને હું જ છીએ. મોટા ભાઇ ભાભી ડોકટર છે અને તેઓ બાન્દ્રામાં રહે છે. મમ્મી પપ્પા યુ.એસ. જઇ રહ્યા છે અને બહુ જલ્દી ભાઇ ભાભી પણ ત્યાં શિફ્ટ થઇ જશે.” “અને બેટા તારે પણ યુ.એસ.એ જવાનો પ્લાન છે?” રચનાએ પુછ્યુ. “ના, હું અને જીવ્યા અહીં જ રહેવા માંગીએ છીએ. મુબંઇમાં જ. મને વિદેશનો જરાય મોહ નથી મારા માટે તો અહીં જ બધુ છે.”
“વાહ, ગ્રેટ થિકિગ.” મિત કૌરે કહ્યુ. “પપા, અધ્યયને જરાય દેખાદેખી અને ખોટા નો શોખ નથી. હી ઇઝ એસ સિમ્પલ એઝ અવર ફેમિલી.” “નાઇસ ચોઇસ.” રચનાથી અનાયાસે બોલી જવાયુ.
********************************** સાંજે અધ્યયના મમ્મી પપ્પાના વિદેશ જવાની ખુશીમાં ગ્રાન્ડ પાર્ટી રાખવામાં આવી. જેમાં જ જીવ્યા અને અધ્યયની એન્ગેજમેન્ટ પણ થઇ ગઇ. અધ્યય ખુબ જ સંસ્કારી અને સુશીલ છોકરો હતો અને તેનુ ફેમિલી પણ રીચ અને સંસ્કારી હતુ. તેના પરિવારને મળીને મિત કૌર અને રચનાને તેની દીકરીની પસંદગી પર ખુબ જ ગર્વ થયો. પાર્ટી ખુબ જ ગ્રાન્ડ હતી. આવી ભવ્ય પાર્ટી મિત કૌર અને રચનાએ કયારેય જોઇ ન હતી. તેઓ નોકરીયાત વર્ગ અને તેને આવા રીચ ફેમિલીનો કોંટેક ન હતો. શાનદાર હોટેલનુ ડેકોરેશન જ લાજવાબ હતુ. મોટા હોલમાં પાર્ટી હતી અને દરેકને પર્સનલ રૂમ આપવામાં આવ્યા હતા. જેમાં સૌનો ચેન્જિંગ અને કમફર્ટ માટેનો સામાન હતો. બહાર ખુલ્લા મેદાનમાં જમવા માટેની લોટસ ઓફ આઇટમસ હતી. ખુબ જ ગ્રાન્ડ પાર્ટી હતી.
********************** “લેડીસ એન્ડ જેન્ટલ મેન આજકી ઇઝ શાનદાર પાર્ટીમે એક સરપ્રાઇઝ ભી હે આપ સબ કે લિયે.” અધ્યયના મોટા ભાઇ વિકાસે માઇક પર એનાઉન્સ કર્યુ ત્યારે બધા તાળીઓથી વધાવી લીધુ. “યસ્સ, વન બિંગ સરપ્રાઇઝ.”
“બસ બતાભી દો યાર.” અધ્યયના કઝિન બ્રધર સોહમે નીચેથી કહ્યુ. “યા, આજ મેરે એક લોટે ભાઇ અધ્યય કી એગજેમેન્ટ હે. મિત એન્ડ રચના કૌરકી એક લૌટી બેટી જીવ્યા કે સાથ હૈ.”
“વાઉ” કહેતા બધાએ તાળીઓના ગળગળાડ સાથે વિકાસના એનાઉન્સમેન્ટને વધાવી લીધુ.
સગાઇ વિધિ પુરી કરીને મિત કૌર અને રચના હોટેલ રૂમ પર આવી ગયા. જીવ્યા થોડી વાર બાદ આવવાની હતી. “રચુ, દીકરીઓ કેટલી ઝડપથી મોટી થઇ જાય છે.” “હા, હમણાં પા પા પગલી કરતી આપણી દીકરીને કયારે પાંખો આવી ગઇ કાંઇ ખબર જ ન પડી.” “આપણી ચકલી હમણાં ઉડીને જતી રહેશે.” મિત કૌરને વાત કરતા કરતા આંખમાં પાણી આવી ગયા. ત્યાં જ દરવાજો ખોલીને જીવ્યા આવી. “પાપા, તમારી ચકલી કયાંય ઉડીને જવાની નથી. સદાય તમારી પાસે જ રહેશે.” રચના અને મિત કૌર જીવ્યાને વળગી પડયા.
**************************************** બીજે દિવસે જીવ્યા થોડા સમય માટે મુબંઇ રોકાય ગઇ અને જીવ્યાના માતા પિતા બીજા દિવસે રવાના થઇ ગયા. ઘરે આવીને દરવાજો ખોલીને સોફા પર બેસતા મિત કૌરની આંખ ભીની થઇ ગઇ, “મારી લાડલી કયારે મોટી થઇ ગઇ મને તો કાંઇ ખબર જ ન પડી?”
“મિત, તે કયાં હમેંશા માટે જાય છે? મન થાય ત્યારે તેની પાસે જતા રહીશુ. વધારે યાદ આવશે તેની પાસે જ રહેવા જતા રહીશુ. દીકરીને ખુબ જ સારુ સાસરુ મળ્યુ છે તેના માટે આપણે ખુશ થવુ જોઇએ. તેને હવે ત્યાં પોતાના કામ માટે ઘણી સ્વતંત્ર્તા મળી રહેશે. આપણે હવે ખુશ થવુ જોઇએ.” “હા, રચુ તારી વાત સાવ સાચી છે. પરંતુ દીકરીની વિદાય ખુબ જ કપરી હોય છે.” “હજુ વિદાય ક્યાં કરી છે? ચાલો સરપ્રાઇઝ પાર્ટીની તૈયારી કરો કાલે તો જીવ્યા આવી જશે.”
“હા, એ તો સાવ ભુલાય ગયુ.” ઓચિંતા પાર્ટીની યાદ આવતા મિત કૌર ઉભા થયા અને ફોન લઇને પાર્ટી માટેની તૈયારી કરવા લાગ્યા.
************************ સગાઇ બાદ એક દિવસ તેના ફ્રેન્ડ કમ ફિયાંસ અધ્યય સાથે ફરીને બીજે દિવસે બપોરે જીવ્યા સુરત આવવા નીકળી ગઇ. તે બસમાંથી ઉતરીને સીધી પોતાના ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. થોડીવાર ઘર પાસે ઉભી ત્યાં તો બાજુવાળા રંજન માસી ચાવી આપી ગયા. ચાવી લઇને દરવાજો ખોલી જીવ્યા અંદર ગઇ. “મમા પાપા કેવા છે? ઘણા સમયે હું ઘરે આવી તો પણ ક્યા જતા રહ્યા? એવુ શુ જરૂરી કામ હશે?” બબડતી સોફા પર બેસી રિમોટથી ટી.વી. ઓન કરી ટી.વી. જોવા લાગી ત્યાં મોબાઇલમાં રીંગ વાગી, “હાય, જાનુ પહોંચી ગઇ?” “યા, બટ તારી યાદ ખુબ જ આવી રહી છે.” બંને પ્રેમી પંખીડા કયાંય સુધી વાતો કરતા રહ્યા સમયનુ ભાન જ ન રહ્યુ. સાંજે સાડા સાત વાગ્યે ઘરના ટેલિફોનમાં રીંગ વાગી એટલે જીવ્યાએ અધ્યય સાથે વાત ટુંકાવીને ઘરનો ફોન ઉપાડયો.
“બેટા, તારો ફોન કયારનો બીઝી આવે છે. ચાલ હવે તૈયાર થઇ જા અને હોટેલ બ્લુ મુન પર આવી જા.’ “મમા, અત્યારે હોટેલ પર?” “હા, તું આવી જા ને યાર બધા સવાલ જવાબ પછી કરજે.”
પ્રકરણ : 3
જીવ્યા હોટેલ પર પહોંચી એટલે મેનેજરે તેને પાછળના હોલ પર જવા કહ્યુ. તે ફટાફટ હોલ તરફ ગઇ તો ત્યાં સાવ અંધારુ હતુ. “મોમ, પાપા વેર આર યુ?” જીવ્યાએ કહ્યુ ત્યાં એકાએક લાઇટો ચાલુ થઇ ગઇ અને તેના ફુલોની વર્ષા થઇ અને બધા એકસાથે “વેલકમ જીવ્યા” બોલી તાળીઓ પાડવા લાગ્યા. સુમધુર ધ્વનિથી હોલ આખો ગાજી ઉઠ્યો. હોલની સજાવટતો જીવ્યા જોતી જ રહી ગઇ. ચારેબાજુ લાઇટિંગથી જીવ્યાની તસવીરો બનાવી હતી અને વેલકમ બેક જીવ્યા લખેલુ હતુ. તેના બધા ફ્રેન્ડસ, રિલેટીવસ બધાથી હોટેલનો આ મોટો હોલ ભરેલો હતો. સૌ પહેલા તેના મમ્મી અને પપ્પા જીવ્યા પાસે આવીને વેલકમ કરી તેની પાસે ઉભી ગયા ત્યારબાદ બધા મહેમાનો એક પછી એક આવીને વેલકમ કરીને જીવ્યાને ગિફટસ આપવા લાગ્યા. જીવ્યા એકદમ ખુશ થઇ ગઇ. મહેમાનોના વેલકમ બાદ હોટેલના થિયેટરમાં જીવ્યા માટે એક ખાસ શો રાખવામાં આવ્યો હતા. તે જોવા માટે બધા ગયા. આ શોમાં જીવ્યાની આજ સુધીની જીંદગીની સફર અને તેને કરેલી અવનવી શોધો અને તેને જાતે બનાવેલ સાયન્સ થ્રી ડી શો બતાવવામાં આવ્યો. શો જોતા જોતા જીવ્યા સાથે તેના માતા પિતાની પણ આંખો ભીની થઇ ગઇ. તેઓને જીવ્યાની વિદાય યાદ આવી ગઇ. બધાએ શો ખુબ જ એન્જોય કર્યો. શો બાદ ડાન્સ પાર્ટી અને ડિનર બધાએ ખુબ જ એન્જોય કર્યુ. જીવ્યા માટે આ ખુબ જ મોટી સરપ્રાઇઝ હતી. સાંજે તે ઘરે આવીને હેતથી માતા પિતાને વળગી પડી. “થેન્ક્યુ સો મચ મોમ પાપા” “જીવ્યા, તુ ખાલી અમારી પુત્રી જ નહિ. સેલિબ્રિટી છો. બધા તને વેલકમ કરવા માંગતા હતા. વી આર પ્રાઉડ ઓફ યુ બેટા. તારા જન્મ બાદ બધા અમને એક પુત્ર માટે કહેતા હતા. અમારા માટે તુ જ એક પુત્ર સમાન હતી અને આજે તે સાબિત કરી દીધુ કે તુ એક પુત્રથી કમ નથી. આજે અમને નહિ પુરા ગુજરાતી સમાજને તારા પર ગર્વ છે બેટા.” તેના પિતા ગળગળા થઇ બોલી ઉઠયા. “બેટા, થોડા સમયમાં તુ લગ્ન કરીને જતી રહીશ. પરંતુ એક યાદ રાખજે ગમે તેવી જવાબદારી આવે અને ગમે તેવી મુશ્કેલી આવે આપણે આપણા લક્ષથી નજર ન હટાવવી જોઇએ અને પુરી તાકાતથી આપણુ કાર્ય કરતા રહેવુ જોઇએ. એક વાર વિતી ગયેલો સમય કયારેય પરત આવતો નથી. બસ ભુતકાળને જોઇને હાથ ઘસીને બેઠા રહેવા કરતા મળેલા સમયનો પુરતો ઉપયોગ કરવો જોઇએ.” રચનાએ જીવ્યાને માથે હાથ ફેરવતા કહ્યુ. “હા, મા આજે હું જે કાંઇ છુ તે તમારા બંન્ને ને કારણે છું. તમે બંન્ને એ મારા ઉછેરમાં બહાદુરી અને નીડરતાના સંસ્કાર આપ્યા અને હમેંશા આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યુ. મારી અવનવી શોધખોળ માટે કયારેય પૈસા અને સમય વિશે વિચાર્યુ અને ડગલે અને પગલે મારી સાથે રહ્યા છો. મને યાદ છે ચાર વર્ષ પહેલા હું મારી પાણીથી ચાલતી બેટરીની શોધ માટે સફળતા મળતી ન હતી ત્યારે આખા દેશના બધા વૈજ્ઞાનિકોને મળવા મારી સાથે આવ્યા હતા અને રાત રાત ભર જાગીને દુનિયાના અનેક વૈજ્ઞાનિકો સાથે મારી વાતો કરાવી. કોઇ એક વ્યક્તિની દરેક સફળતા પાછળ તેના આખા પરિવારની મહેનત હોય છે. મારા માટે તમે ખુબ જ મહેનત કરી છે. મારી બધી સફળતાનો યશ તમને જાય છે.” “ઓહ જીવ્યા, તારા ડાઉન ટુ અર્થ સ્વભાવને કારણે ઇશ્વરના આર્શીવાદ હમેંશા તારી સાથે જ રહેશે. વી આર રીઅલી મચ પ્રાઉડ ટુ યુ.”
“પાપા, લવ યુ યાર.” કહેતા હેતભરી જીવ્યા વળગી પડી.
સરપ્રાઇઝ પાર્ટીથી જીવ્યા ખુબ જ ખુશ હતી. તેની અસર બીજે દિવસે પણ રહી. તે ખુબ જ ખુશ હતી. હવે તેની સ્ટડી તો પુરી થઇ ગઇ હતી હવે લગ્ન પહેલાનો આ સમય તેને એંજોય કરવાનો હતો. બીજે દિવસે તે પોતાની ખાસ સખી લોપા સાથે શોપિંગ માટે નીકળી ગઇ. જીવ્યાનુ માઇંડ એકદમ ફ્રી હતુ. તેને જે મગજમાં આવે તે પ્રવૃતિ પુરા દિલથી એંજોય સાથે કરતી. શોપિંગ, મુવી અને પરિવાર સાથે ત્રણ ચાર દિવસ એન્જોય કરીને તે ફરીથી પોતાની રિર્સચ અને પોતાની શોધોમા ડુબી ગઇ.
************************** સમય વિતતા જરાય વાર લાગતી નથી. સગાઇ બાદ બંન્ને પરિવારે જીવ્યા અને અધ્યયના લગ્ન છ માસ બાદ કરવાનુ નક્કી કર્યુ હતુ. તે છ મહિના સરળતાથી વિતી ગયા. લગ્નનો સમય આવી ગયો. મિત કૌર અને રચનાની એક જ મુડી હતી તેની દીકરી જીવ્યા તેના લગ્નમાં કોઇ કસરના રહે અને યાદગાર બની રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ.
લગ્ન સમારંભ પણ સરપ્રાઇઝ રીતે મમ્મી અને પપ્પાએ આયોજીત કર્યુ હતુ. ખાસ વિવિધ વૈજ્ઞાનિકોને બોલાવી અવનવા ગેજેટસ અને પ્રયોગો દ્રારા લગ્ન હોલને સજાવવામાં આવ્યો હતો. લોકો માટે આ અવનવા લગ્ન ખુબ જ આકર્ષક સમાન હતા. ખાલી બધુ જોવા માટે ઘણા બધા લોકો ઉમટી પડયા હતા.
જીવ્યાના લગ્ન ખરેખર યાદગાર બની ગયા હતા. લગ્ન બાદ રિસેપશન પણ સિંગાપોરમાં અંડર વોટર પાર્કમાં રાખવામાં આવ્યુ હતુ.
**************************
લગ્ન બાદ થોડા જ સમયમાં જીવ્યા અને અધ્યય પણ નવા ફલેટમાં શિફટ થઇ ગયા. તેઓએ પોતાનુ લગ્ન જીવન આ નવા ફલેટમાં શરૂ કર્યું. ફલેટ ખુબ વિશાળ હતો. અધ્યય તરફથી જીવ્યાને પોતાની રીતે જીવવાની સંપુર્ણ છુટ હતી. છતાંય જીવ્યાએ કયાંય પણ નોકરી ન કરવાનુ નક્કી કર્યુ. અધ્યય જીવ્યાને ખુબ જ ચાહતો હતો. તેની રિલેશનશીપમાં જવાબદારીથી વધારે સમજદારી વધુ હતી. અધ્યય સવારે પોતાની જોબ પર જતો અને સાંજે આવે. આખો દિવસ ઘર પર જીવ્યા એકલી રહે. આ સમયનો ઉપયોગ જીવ્યા નવુ નવુ જાણવા માટે અને નવી નવી શોધ કરવામાં કરતી. તેને ઘરમાં જ પ્રયોગશાળા બનાવી હતી. આખો દિવસ તે નવુ નવુ શીખ્યા કરે.
અધ્યય કયારેય તેના કામમાં દખલગીરી ન કરે. આમ અન્ડર સ્ટેડીંગથી બંન્નેનુ લગ્નજીવન ચાલ્યા કરતુ હતુ. બંન્ને ખુબ જ ખુશ હતા. જીવ્યાને પારકી નોકરી કરતા સ્વતંત્ર્ય કામ કરવાનો વધારે આનંદ આવતો હતો.
અધ્યય નો પગાર ખુબ જ સારો હતો. આથી જીવ્યાને બહુ ઘરકામ કરવુ પડતુ ન હતુ. હતુ. ઘરમાં નોકર ચાકર બધુ કાર્ય કરતા હતા. આથી જીવ્યા પોતાના પ્રયોગ કાર્યમાં જ ગળાડુબ રહેતી હતી. કલાકોના કલાકો પ્રયોગશાળામાં કયારે વિતી જાય એ પોતાને પણ ખબર પડતી ન હતી. કયારેય અધ્યય આવી જાય તો પણ જીવ્યા પોતાના કાર્યમાં જ મશગુલ હોય. અધ્યય ને જીવ્યાની ખુશી જ ગમતી હતી. આથી તે કયારેય તેને રોકટોક કરતો નહિ. ઉલટાનુ જીવ્યાના કાર્ય, લગન અને ધગશથી ગુમાન અનુભવતો હતો. જીવ્યા પણ અધ્યય જેવા સમજુ, પ્રેમાળ પતિ મેળવીને તે ખુબ જ ખુશ હતી. બે વર્ષના લગ્નજીવન બાદ ફુલ સ્વરૂપે તેઓના ઘરે એક નાનકડી દીકરીનો જન્મ થયો. દીકરીના જ્ન્મ બાદ પણ બાળઉછેર સાથે તે પોતાની પ્રયોગકાર્યમાં પણ ધ્યાન આપતી. તેની લાડલી દીકરીનુ નામ રાખ્યુ હતુ. લગ્ન બાદ પણ જીવ્યાએ અનેક નાની મોટી શોધો કરી હતી અને અનેક વિષયો પર અભ્યાસ કર્યો હતો. તેના પોતાના આ કાર્યમાં તેના પતિ અધ્યયનો હમેંશા સાથ રહેતો હતો. તેનો આ વિષય ન હતો છતાંય તે પોતાનાથી બનતી મદદ કરતો રહેતો. તે ખુબ જ નસીબદાર હતી કે અધ્યય જેવો તેને જીવનસાથી મળ્યો હતો. વર્ષોથી તેનુ સપનુ હતુ કે તે કોઇ મોટી એક શોધ કરે જેનાથી લોકોની મદદ થઇ શકે અને તેનુ નામ તેના બાદ પણ આ દુનિયામાં રહી શકે. પરંતુ તેની પાસે ખાસ કોઇ આઇડિયા ન હતા. એક દિવસ તેની પુત્રી વાશ્વીની તબિયત ખુબ જ ખરાબ હતી. જીવ્યાએ અનેક વિષયો પર ખુબ જ ઉંડો અભ્યાસ કર્યો હતો. તેમાં મેડીકલ ક્ષેત્ર અછુતુ ન હતુ. તે પોતાનો તથા પોતાના પરિવારનો ઇલાજ મોટે ભાગે પોતાની જાતે કરી લેતી હતી. પરંતુ આ વખતે તેની પુત્રી વાશ્વીના લુઝ મોશનમાં બે દિવસથી કોઇ ફરક પડતો ન હતો. તેને ખુબ જ ચિંતા થઇ આવી. અધ્યય પોતાની ઓફિસે હતો. ચોમાસાના દિવસો બહાર ખુબ જ જોરથી વરસાદ પડી રહ્યો હતો છતાંય તે વાશ્વીને લઇ કારમાં દવાખાને નીકળી ગઇ. બાળકોના ડોકટરની કિલનિક નજીકમાં જ હતી. પરંતુ મુંબઇનો વરસાદ એટલે કહેવુ ન પડે એકદમ જોરદાર પડી રહેલા વરસાદથી બધા રસ્તા જામ થવા લાગ્યા હતા અને ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. સવારના વાશ્વીને લઇને ગયેલી જીવ્યા સાંજે માંડ ઘરે પહોંચી શકી. મોટે ભાગે લોકો આ પરિસ્થિતિમાં લોકો થાકી જાય અને કંટાળી જાય. પરંતુ જીવ્યા ખુબ જ અલગ હતી. તેનુ માઇન્ડ બધા કરતા અલગ રીતે કાર્ય કરતુ હતુ. તે રાત્રે જીવ્યાને આખી રાત ઉંઘ આવી નહિ. તેની બેડરૂમની બારીમાંથી વરસાદની તીવ્રતા નિહાળતી રહી. ખુબ જ તીવ્રતા પુર્વક વરસાદ આખી રાત વરસતો રહ્યો. વાશ્વીને તો ડોકટરની દવાથી ઉંઘ આવી ગઇ. પરંતુ જીવ્યાને ચેન ન હતુ. તેના મનમાં અવનવા વિચારો અને આઇડિયા આવન જાવન કરવા લાગ્યા. બારી પાસે જ ખુરશીમાં વહેલી સવારે તેને ઝોકુ આવી ગયુ. સવારે અધ્યયે ઉઠીને ખુરશીને લાંબી કરી દીધી અને તેને ઓઢાળી તે જાતે તૈયાર થઇ ઓફિસે નીકળી ગયો. જીવ્યાને આગલા દિવસનો થાક હતો. આથી તેને વહેલી ના ઉઠાડી. અધ્યય તો જતો રહ્યો પોતાની ઓફિસે. મોડેથી વાશ્વી રડી ત્યારે જીવ્યાની ઉંઘ ઉડી.
ભાગ – ૪
આજે પણ વરસાદ પુરજોશમાં હતો. તે ફ્રેશ થઇને તૈયાર થવા જ જઇ રહી ત્યાં અધ્યય પરત આવી ગયો. “બધા રસ્તા બ્લોક થઇ ગયા છે. આજે તો ઓફિસે જવુ શક્ય જ નથી.” ભીનો થઇને આવીને અધ્યયએ કહ્યુ. “તમે કારમાં ગયા હતા તો પણ ભીજાય ગયા?” “અરે કાર પાર્ક કરી હું ટેકસીમાં જવા ગયો તેમાં ભીજાય ગયો. પરંતુ ટેકસી પણ આગળ ન જઇ શકી. આથી પરત આવી જવુ પડ્યુ. અહીંથી પાંચ કિલોમીટર માંડ ગયો હતો તો પણ ચાર કલાક થઇ અહીં પરત આવવા માટે.” “આ વરસાદ અને મુંબઇના રસ્તા, મ્યુનિશિપલની પ્રી મોન્સુન કામગીરીના દર વખતે આવુ જ હોય છે.” “હા, કાલે હું પણ વાશ્વીને લઇ હોસ્પિટલ ગઇ ત્યારે ખુબ જ હેરાન થઇ હતી. તમે આ ભીના કપડાં બદલી ફ્રેશ થઇ જાઓ અને આજે ઘરે છે તો જરાક વાશ્વીને રમાડ પ્લીઝ તો હું એક પ્રેઝનટેશન બનાવી લઉં” “ઓ.કે. હું આજે ફ્રી જ છુ. આજે વાશ્વીને હું સાચવુ છુ તુ નિરાંતે તારું કામ કર. આજે વરસાદમાં કામવાળી ન આવે તો પણ ચિંતા ન કરજે. હું કામને હેન્ડલ કરી લઇશ. ડોન્ટ વરી. ડુ યોર વર્ક વીથે પેશન એન્ડ ઓન યોર ટાઇમ.” “ઓ ડાર્લિગ યુ આર સો સ્વીટ.” જીવ્યાએ અધ્યયને વળગી પડતા કહ્યુ. “હવે ઝડપથી જા હું મારી ડાર્લિગ ડોટર સાથે ટાઇમ સ્પેન્ડ કરી લઉ.” જીવ્યા આખો દિવસ પોતાના રિર્સચ રૂમમાં અવનવા રિસર્ચ અને પ્રોજેકટ પર કામ કરતી રહી. સાથે સાથે તે ઘરકામ અને વાશ્વીને સાચવવા માટે પર અધ્યયને હેલ્પ કરતી રહી. સાંજે ફરી જોરથી વરસાદ પડવા લાગ્યો. તે દિવસે 15મી માર્ચ 2044નો દિવસ હતો. જીવ્યાએ અધ્યયને કહ્યુ કે તે એક વહાણ( જહાજ) બનાવવા માંગે છે. ઘડીવાર તો અધ્યય આશ્ચર્યચકિત બની ગયો. જીવ્યાએ કહ્યુ, “અધ્યય તારે કોઇ જહાજ કંપની સાથે ઓળખાણ હોય તો મારો પરિચય કરાવ મારે એક જહાજ બનાવવુ છે.” “જહાજ બનાવવુ છે જીવ્યા તારે? આ વળી નવો બિઝનેશ આઇડિયા કયાંથી આવ્યો?” અધ્યયે આશ્ચર્ય સાથે પુછ્યુ.
“હા, હું થોડા દિવસથી યુનિક વર્ક માટે વિચારતી હતી અને આ ચોમાસાનો પ્રકોપ જોઇ મને એક આઇડિયા આવ્યો.” “આઇડિયા?” અધ્યય ધ્યાનપુર્વક ચર્ચામાં ભાગ લઇ રહ્યો હતો. તેનો મુખ્ય વિષય મેનેજરીગ હતો. પરંતુ જીવ્યા સાથે જોડાયા બાદ તેને જીવ્યાનું કામ પણ ખુબ જ ગમવા લાગ્યુ હતુ. તે ઘણીવાર તેણીને રિસર્ચમાં મદદ કરાવતો રહેતો.
“હા, એક એવુ જહાજ કે જયારે ખુબ જ વરસાદ વધી જાય તો ચાલુ વરસાદે તે અનેક માઇલો સુધી ચાલી શકે એક દેશ પર ભયંકર પુરની આપત્તિ આવે તો આવા જહાજમાં સ્થળાંતર આસાનીથી થઇ શકે. તેના નાના મોડેલ દ્રારા ખલાસીઓને અતિ વરસાદમાં આસાનીથી દરિયાઇ મુસાફરી થઇ શકે.” “વાહ, તારો આઇડિયા સુપર્બ છે. તારો તેના માટે કોઇ પ્લાન તૈયાર છે?” “હા, કાલે આખી રાત તેના પર વર વિચારીને રિસર્ચ કાર્ય કર્યુ હતુ અને આજે હું સવારથી તેનુ જ પ્રેઝનટેશન બનાવતી હતી.” આમ કહી જીવ્યાએ પોતાનુ પ્રેઝનટેશન અધ્યયને બતાવ્યુ. તે ખુબ ઇમ્પ્રેશ થઇ ગયો. “વાઉ, ઇટસ સો ગ્રેટ. યુ આર અમેઝિંગ.” “થેન્ક્યુ, બટ મારે આમા થોડી હેલ્પ જોઇએ છે. તારી કોઇ જહાજ બનાવતી કંપની સાથે ઓળખાણ હોય તો કહેજે. મારે તે લોકોની મદદ લેવી પડશે.”
“ઓ.કે. જીવ્યા હુ વાત કરીશ પછી આપણે તેને મળવા જઇશુ. બાન્દ્રા પાસે એક મારો મિત્ર રહે છે અતુલ વ્યારા. તેની ઓળખાણ “બ્રાન્દ્રા સી ફેન્સ” જહાજ કંપનીના માલિક સાથે છે. હુ તેને વાત કરીશ.” જીવ્યાએ ખુશ થઇને અધ્યયને ભેટી પડતા કહ્યુ, “થેન્ક્યુ વેરી મચ માય લવ. યુ આર સો સ્વીટ.” “અરે યાર તુ મને હુકમ કરે અને હુ ના પાડુ એ કેમ બની શકે. તુ મારી જાન છો યાર.” થોડા દિવસ બાદ જીવ્યા અને અધ્યય “બાન્દ્રા સી ફેન્સ” ની ઓફિસે ગયા. તેનો માલિક જય વિશ્વાસ ઓબેરોય યંગ અને વેલ મેનર્ડ હતો. તેને લોકો સાથે મિત્રતા રાખવી અને નવુ નવુ શીખવાની ધગશ હતી. તેની જહાજ કંપની જહાજના સ્પેર પાર્ટ જોડીને આખુ જહાજ બનાવવાનુ કાર્ય કરતી હતી. જયવિશ્વાસ ઓબેરોય ખુદ બધુ દેખરેખ રાખતો અને સદાય બધાને પ્રોત્સાહન આપીને કામ કરાવતો. ગુસ્સા નામની ચીજ તેમની જીંદગીમાં જ ન હતી. જીવ્યા અને અધ્યય તેમની ઢીંગલી વાશ્વીને લઇને જયવિશ્વાસને મળવા આવ્યા ત્યારે જય વિશ્વાસ મિટિંગમાં વ્યસ્ત હતો. દસેક મિનિટ તેઓ વેઇટિગ રૂમમાં બેસ્યા. વેઇટિગ રૂમ પણ ખુબ જ આરામદાયક હતો. વાશ્વી તો કુમળા સોફા પર આરામથી સુઇ ગઇ. દસ મિનિટ બાદ પટ્ટાવાળો બોલાવવા આવ્યો ત્યારે સુતેલી વાશ્વીને લઇને જીવ્યા અને અધ્યય જયવિશ્વાસની કેબિનમાં ગયા. કેબિન નાનકડી પરંતુ ખુબ જ સુંદર હતી. ખુબ જ સ્વચ્છ કેબિનમાં બધી ફાઇલો વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી. જીવ્યા અને અધ્યય આવ્યા ત્યારે જય વિશ્વાસ કોઇ ફાઇલ જોવામાં વ્યસ્ત હતો. જીવ્યાના હાથમાં સુતેલી વાશ્વી જોઇને જયવિશ્વાસે તેને સોફા પર સુવડાવવા કહ્યુ. જય વિશ્વાસે ઉષ્માભર્યુ સ્વાગત કરીને તેઓને બેસવા માટે ખુરશીઓ આપી. જય વિશ્વાસના આત્મીયતાપુર્વકના વર્તનથી જીવ્યાના આત્મવિશ્વાસમાં ખુબ જ વધારો થયો.
જીવ્યાએ બેસીને કહ્યુ, “હેલો જયસર, મારું નામ જીવ્યા છે. હુ એક એન્જીનીયર છુ. પરંતુ જોબ કરતી નથી. મને નવુ નવુ જાણવાનો શોખ છે. હુ અત્યાધુનિક સુવિધાઓથી ભરપુર અને ટેકનોલોજીથી ભરપુર એક જહાજ બનાવવા માંગુ છુ. પુર જેવી આપત્તિઓથી બચવા અને પુરમાં પણ સલામત રહી શકે તેવુ શાનદાર વહાણ બનાવવા માંગુ છુ. પરંતુ મને જહાજ કેવી રીતે બનાવવુ તેનુ પુરતુ જ્ઞાન નથી હુ તમારી મદદ ઇચ્છુ છુ.” જયવિશ્વાસે,”કેવા પ્રકારની મદદ જીવ્યાજી?” જીવ્યાએ જવાબ આપ્યો, “સર, જહાજ બનાવવાના જ્ઞાન સાથે તેનુ લાયસન્સ અને પુરતા પૈસા પણ નથી. માટે હુ તમારી સાથે પાર્ટનરશીપ કરવા માંગુ છુ. આપણે પાર્ટનર બનીને એક વિશાળ જહાજ બનાવીશુ. જેથી આપત્તિ વખતે અનેક લોકોના જીવનને બચાવી શકાય.” “મેડમ તમારી વાત હુ સમજી ગયો. પરંતુ મારે શુ કરવાનુ છે એમા જરાક વિસ્તાર પુર્વક સમજાવોને.” “સર, આપના લાયસંસ હેઠળ આપણે જહાજ બનાવીશુ. તમારે મને થોડુક જ્ઞાન આપવાનુ છે અને થોડુ રોકાણ કરવાનુ છે અને આપની શાખ હેઠળ થોડીક ફાયનાન્સની વ્યવસ્થા કરી આપવાની છે. હુ સરકારને કાગળ લખી થોડાક ભંડોળની વ્યવસ્થા કરીશ. તમને થોડો ટાઇમ હોય તો હુ આપને મારુ પ્રેઝનટેશન બતાવવા માંગુ છુ. પછી તમે નિર્ણય લેજો.”જીવ્યાએ કહ્યુ. “ઓ.કે. હુ જરૂરથી પ્રેજનટેશ જોવા માંગીશ પરંતુ અત્યારે નહિ. મારે હજુ એક મિટિગ લેવાની છે. પછી સાઇટ પર જવાનુ છે. કાલે સવારે દસ વાગ્યા સુધીમાં હુ તમને કોલ કરીશ. તમે આવી જજો.” જયવિશ્વાસે કહ્યુ. “થેન્ક્યુ સર, કાલે હુ તૈયાર રહીશ. તમે કહેશો ત્યારે હુ આવી જઇશ.” જીવ્યાએ કહ્યુ.
**************************** “જીવ્યાજી, તમારા પ્રેઝન્ટેશન ખુબ જ યુનિક અને બેસ્ટ છે. પરંતુ તમને ખબર જ છે કે બિઝનેશ ને બે બાજુ હોય છે. પ્રોફિટ એન્ડ લોસ. આપણી આટલી મહેનત અને રોકાણ બાદ સકશેસ ન મળે કે કોઇ ખરીદનાર ન મળે તો મારા જેવાની કંપની બેસી જાય. યુ ક્નો વોટ આઇ મીન ટુ સે” બીજે દિવસે સવારે નવ વાગ્યે જયવિશ્વાસનો ફોન આવતા જીવ્યા નાનકડી વાશ્વીને બાજુમાં રહેતી સખીના ઘરે મુકી આવીને તેને મળવા આવી ત્યારે જય વિશ્વાસે શાંતિ પુર્વક વાત કરી. “સર, તમારી વાત હું સમજી શકુ છુ. પરંતુ મારો બેસ્ટ પ્રોજેકટ છે. તેમાં લોશના કોઇ ચાન્સ જ નથી. તમારી કંપની તો તરી જ જશે. આવા જહાજમાં અનેકની જીંદગીઓ તરી જશે.” “તમારા કોન્ફિડન્શ પર મને પુરતો વિશ્વાસ છે. પરંતુ આ ઇન્ડિયા છે. અહીં બધા મની મેઇકિંગમાં માને છે. આ રિસર્ચ અને બેસ્ટ પ્રોજેકટ પાછળ કોઇ પોતાના પૈસા નહિ રોકે. મારી એડવાઇસ તમને એ જ છે કે ગર્વરમેન્ટ રિસર્ચ સેન્ટર પર જઇ ત્યાં આનુ નાનુ મોડેલ બનાવો અને ગર્વરમેન્ટને ઇન્ટરેસ્ટ પડે તો ફાયનાંસ આપશે.” “તમને ગર્વમેન્ટના વર્ક વિશે તો ખબર જ હશે. અને મારે તેમાં વર્ક કરવુ હોત તો હું અહીં આવત પણ નહિ. તમને હજુ રિસ્કી લાગતુ હોય તો તને નોર્મલ જહાજ તરીકે તેને વેંચી શકો છો.” “વેંચનાવી વાત પછી પહેલા તે બનાવવા માટેના ફાયનાન્સની વાત છે. આવા પ્રોજેકટ પર કોણ પૈસા રોકશે? તમે ગર્વમેન્ટ સહાયની એક્સેપેટશન રાખતા હોવ તો તે આટલુ આસાન નથી.” “તમારી પુરી વાત હું સમજી ગઇ તો ફાયનાંસની વ્યવસ્થા થઇ જાય તો તમે આ પ્રોજેકટ પર કામ કરવા માંગશો?” “વાઇ નોટ હું મારી પુરેપુરી હેલ્પ કરીશ. બસ એક પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય એટલે.” “ઓ.કે. તો તે પ્રોબ્લેમ સોલ્વ થઇ ગઇ સમજો.” “ઓ.કે. ગ્રેટ તો આપણે જરુર સાથે કામ કરીશુ. તમારી સાથે કામ કરવાની મને મજા પડશે.” *********************** અધ્યય અને તેનો પરિવાર ખુબ જ રીચ હતો અને તેને ઘણા મોટા બિઝનેશમેન અને ઇટરનેશનલ લેવલ પર ઉંચી ઓળખાણ હતી એટલે જીવ્યાને બિઝનેશ માટે ફાયનાન્સ ઉભુ કરવુ એ કોઇ મોટી વાત ન હતી. પંદરેક દિવસમાં તે વ્યવસ્થા થઇ ગઇ.
“વાહ, ગ્રેટ જીવ્યા આપણી પાસે હવે ઇનફ ફાયનાન્સ છે. આપણે કાલથી ન કામ શરૂ કરી દેવાનુ છે.” જીવ્યા જય વિશ્વાસને મળવા આવી ત્યારે તેને ખુશ બનીને કહ્યુ.
“થેન્ક્યુ સો મચ સર.” “સર નહિ. જય જ કહેજો તો મને વધારે ગમશે. હવે આપણે ઘણો સમય સાથે કામ કરવાનુ છે. આ બધી ફોર્માલીટિ ન રાખીએ તો મજા આવશે.”
“ઓ.કે. શ્યોર.”
************************* ફાયનાન્સની વ્યવસ્થા થઇ ગઇ એટલે જીવ્યા અને જય વિશ્વાસ સાથે મળીને કામ પર લાગી ગયા. અધ્યય પણ તેઓને બનતી મદદ કરવા લાગ્યો. સાત વર્ષની સખત મહેનત અને અનેક વિધ એકપરિમેન્ટ બાદ જહાજ આખરે તૈયાર થઇ ચુક્યુ હતુ. જીવ્યા અને અધ્યય અને જય વિશ્વાસ ખુબ જ ખુશ હતા.
જહાજના ફિચર્સ જ એટલા સારા હતા કે જય વિશ્વાસ હવે તે કોઇને વેચવા માંગતો ન હતો. તેમાં દરિયાના પાણીને ફિલ્ટર થઇ શકે તેવી વ્યવસ્થા હતી, ઇમર્જંસીમાં ફુડ સાચવી શકાય અને જરુર પડે તો નેચરલ ઓર્ગાનિક રીતે લેબમાં ખોરાક બની શકે અને આ બધુ બેટરીના જોરથી થઇ શકે અને તે બેટરી પણ એટલી પાવરફુલ કે વરસાદ અને વાવાઝોડામાં જહાજને સ્થિર રાખી શકે અને જરૂર પડે ત્યારે આખુ જહાજ સબમરિન બનીને દરિયાના પેટાણમાં આરામથી તરી શકે તેટલુ પાવરફુલ જહાજ આખરે તેઓએ બનાવી લીધુ હતુ. ****************************** “જીવ્યા આઇ એમ સો હેપી. આખરે આપણી મહેનત સાકાર બની છે. હવે આપણે એક લોગ ચક્કર આમાં સાથે મળીને મારી લઇએ.” “હા, ટેસ્ટિંગ તો કરવુ જ પડશે નહિ તો અંત સમયે દગો મળશે.” “યા તારી વાત 100% સાચી છે. આપણે જીવ દઇ મહેનત કરી છે. પરંતુ આપણો આ પ્રથમ પ્રયાસ કેટલો સકસેસ થશે તે રાઇડ કરીને જ ખબર પડશે. તો લેટસ ગો. તારા અને અમારા ફ્રેન્ડશ અને ફેમિલી મેમ્બર્સને ઇન્વાઇટ કરીને આપણે મુબંઇ ટુ લંદનની ટુર પ્લાન કરીએ.” “મુબંઇ ટુ લંડન!!” “હા, જીવ્યા ફસ્ર્ટ રાઇડિગ ટ્રીટ મારા તરફથી એન્ડ લંડન પાંચ દિવસની ફુલ ટુરનો ખર્ચો પણ મારા તરફથી.” “ઓહ, ધેસ્ટ ગ્રેટ. બીગ ટ્રીટ.” *************************** નક્કી કરેલા સમયે બધા “બાન્દ્રા સી ઓફિસ” પહોંચી ગયા. જીવ્યા તેના માતા પિતા, સાસુ સસરા અને તેના બધા ફ્રેન્ડસ, અધ્યયના કલિગ્સ અને ફ્રેન્ડસ, જય વિશ્વાસનુ પુરુ ફેમિલી અને ફ્રેન્ડસ બધા આ અનોખા જહાજમાં સફર કરવા માટે આવી ગયા. બધા ચિઅર્પ કરતા પોતાની આ અનોખા જહાજમાં સવાર થઇ ગયા અને મોટા વ્હીસલ સાઇન સાથે તે ઉપડી ગયુ. બધા ખુબ જ એંજોય કરતા લંડન પહોંચી ગયા અને ત્યાં પાંચ દિવસ એંજોય કરીને પરત આવી ગયા. જીવ્યા અને જય વિશ્વાસને થોડી ટેકનિકલ ખામી દેખાયી હતી. તે પરત આવીને તેઓએ સુધારી લીધી.
2057ની સાલ હતી. ઉનાળામાં ગરમી ખુબ જ વધી ગઇ હતી. આખો દેશને રેડ એલર્ટ જાહેર કરી દીધો હતો ત્યારે કોઇને ખબર ન હતી કે આ પૃથ્વીના વિનાશના પાયા બેસી ગયા છે. ચોમાસાની શરૂઆત થતા જ વરસાદે માઝા મુકી દીધી. એકવાર શરૂ થયો પછી બંધ જ ન થયો. આજે દસ મહિના બાદ તે બંધ થયો છે. વરસાદે વિનાશ વરસાવાની શરૂઆત કરી એટલે જીવ્યાને ખબર પડી ગઇ અને તેને પોતાનાથી સમાવેશ થઇ શકે એટલા લોકોને લઇને સફર શરૂ કરી દીધી. વરસાદ પુરજોરથી વરસી રહ્યો હતો. જીવ્યાના જહાજમાં બેસીને અમે નીકળી પડ્યા. મુબંઇના દરિયા કિનારેથી અમે નીકળ્યા ત્યારે એક આશા હતી કે દુનિયાના કોઇક ખુણે અમે બચી જઇશુ. પરંતુ આ તો વિનાશ હતો વિનાશ. પૃથ્વીનો વિનાશ. વરસાદે રોદ્ર રુપ ધારણ કરી લીધુ હતુ. અમે જહાજની વોટરપ્રુફ કેબીનમાં ડરતા ડરતા ધ્રુજી રહ્યા હતા. જીવ્યાએ બચવાની આશાએ પુરતો ખોરાક લીધો હતો. પરંતુ અમને તો સામે મોત જ દેખાતુ હતુ તેથી ભુખ તરસ હરામ થઇ ગયા હતા.
દિવસે દિવસે મોત નજીક આવી રહ્યુ હતુ. અમે 150 લોકો નીકળ્યા હતા. આજે 10 જ જીવિત બચ્યા છીએ. વરસાદથી હાલક ડોકલ થતી નાવના હિલોળા આજે પણ અમને ભયભીત કરી રહ્યા છે. સબમરીન બનાવીને ઉછળતા દરિયા વચ્ચેથી પસાર થતા કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા.અંતે જીવ્યાએ પોતાનો અને પોતાના પરિવારનો જીવ આપીને અમારા બધાની રક્ષા કરી છે. જીવ્યાના મૃત્યુ પર જાણે પરમાત્માના પાષાણ બની ગયેલા દિલને પીગળાવી દીધુ. જહાજ તુટતા જ અમને આ પહાડનો સહારો મળી ગયો અને દુનિયાના નાશ બાદ વરસાદ રોકાય ગયો.” કૃપ્તાબહેને પોતાની વાત પુરી કરી. “તમે લોકો ખરેખર નસીબદાર છીએ કે તમે આવી પરિસ્થિતિમાં બચી ગયા અને હવે..” પાર્દે કહ્યુ. “હવે શુ?” નીરંજના બોલી ઉઠી. “હવે તમારી પૃથ્વી તો રહેવાલાયક રહી નથી. હવે તમે અમારી સાથે અમારા ગ્રહ પર આવો તો તમારો જીવ બચી શકે.” “તમારો ખુબ ખુબ આભાર. પરંતુ અમે કેવી રીતે આવી શકીશુ?” કૃપ્તાબહેને પુછ્યુ. “તમે ચિંતા ન કરો અમે બીજા યાન બોલાવીએ છીએ અને તેમાં બેસીને તમને અમારા ગ્રહ પર સુરક્ષિત રીતે લઇ જઇશુ.” ગ્રેસે કહ્યુ. પાર્દ અને ગ્રેસે યાનમાં જઇને બીજા યાનોને સંદેશો મોકલાવ્યો અને થોડી જ વારમાં બીજા યાન આવી ગયા અને તેમાં બધાને બેસાડીને તેઓ લઇ ગયા. જીવ્યાની કુરબાની વ્યર્થ ના ગઇ. તેની હિમ્મત અને અનોખી વિચારધારાને કારણે પૃથ્વીના ભયાનક વિનાશ બાદ પણ 10 લોકો બચી ગયા હતા. ધન્ય છે આવી જીવ્યાને જેણે પોતાના નામને સાર્થક કર્યુ અને વિનાશક પરિસ્થિતિમાં પણ પૃથ્વી પરથી મનુષ્યજાતિને નામશેષ થતા બચાવી લીધી.
*****સમાપ્ત*****
written by : રૂપેશ ગોકાણી
gokanirupesh73@gmail.com
Contact no. – 80000 21640

Comments
Post a Comment