નવરાત્રી
નવરાત્રી
બેક
લેસ ચોલી અને શોર્ટ ચણીયો પહેરીને તે મેક અપ લગાવી તૈયાર થઇ ગઇ. આજે નવરાત્રી
કોમ્પીટીશન હતુ તેની કોલેજ પર. રાસ ગરબા બાળપણથી જ તેને ખુબ પ્રિય હતા અને આજ સુધી
તે સ્ટેટ લેવલની કોમપીટીશન તેને જીતી લીધી હતી.
તેને
કોમ્પીટીશન માટે આજે જમવાનુ પણ યાદ આવ્યુ ન હતુ. મોડી રાત્રી સુધી આ કોમ્પીટીશન
ચાલવાની હતી. તેની ફેમિલી પણ તે જોવા માટે આવવાના હતા.
પેર
બનાવીને ગરબા રમવાના હતા. તેની પેર કોલેજના ખુબ જ સિનસિયર્સ સ્ટુડન્ટ મોહિત સાથે
બની હતી. મોહિત સાથે તેનો ખાસ પરિચય ન હતો કારણ કે તે સાયન્સનો સ્ટુડન્ટ હતો અને
રાધિકા આર્ટસની. બસ તેના વિશે સાંભળ્યુ હતુ. આજે તે પહેલી વાર બોયસ સાથે પેર બનાવી
રમવાની હતી. આજ સુધી તે ટ્રેડીશનલ રાસ જ રમતી હતી.
મોહિત
સાથે રમવાની ખરેખર ખુબ જ મજા પડી. તે ખુબ જ સરસ રમતો હતો. બંન્ને કોલેજના પ્રિન્સ
અને પ્રિન્સેસ બન્યા હતા. રાધિકાને તેની
સાથે રમવાની ખુબ જ મજા પડી. હવે તો દર વર્ષે તેઓ સાથે જ રમતા અને કોલેજ બહાર પણ
ઘણી કોમ્પીટીશનમાં તેઓ સાથે જ રમતા અને પ્રિન્સ અને પ્રિન્સેસ બનતા. બંન્નેની
કોલેજમાં વિંગ અલગ અલગ હતી આથી રમવા સિવાય બંન્ને કયારેય મળી શકતા ન હતા અને
બંન્ને ને તેની પરવા પણ ન હતી. બંન્ને તો સાથે રમવાની જ મજા પડતી હતી.
કોલેજના
લાસ્ટ યરમાં બધા ફેરવેલ ફંકશનની તૈયારીમાં લાગી ગયા હતા. આજે છેલ્લી વખત રાધિકા
અને મોહિત સાથે રમી રહ્યા હતા. કોલેજની સ્ટડી પુરી કર્યા બાદ ફર્ધર સ્ટ્ડી માટે
રાધિકા મુબંઇ હોસ્ટેલમાં જવાની હતી. મોહિત જોબ માટે અબ્રોર્ડ જવાનો હતો. આજ સુધી
બંને ઘણીવાર સાથે રમ્યા હતા. છતાંય બંન્ને વચ્ચે ફોર્મલ રિલેશન જ હતા. ખાસ ફ્રેન્ડશીપ
પણ ન હતી બંન્ને વચ્ચે. હવે થોડા જ દિવસો બાકી હતા.
એક
દિવસ રાધિકા કોલેજ લાયબ્રેરીમાં બેસીને વાંચી રહી હતી ત્યારે અચાનક એક નાનકડો
છોકરો આવીને તેને એક ચિઠ્ઠી પકડાવીને જતો રહ્યો. એક નાનકડી અમથી ચિઠ્ઠી હતી જેમાં
લખ્યુ હતુ કે પ્લીઝ બે મિનિટ માટે પાસેના કોફી હાઉસમાં આવજે. મોહિત
મોહિતે તેને અત્યારે શા માટે બોલાવી હશે? તે ખુબ
જ મેચ્યોર અને વ્યવસ્થિત હતો આથી રાધિકા મોહિતે આપેલા એડ્ર્રેસ પર ગઇ. મોહિતી તેની
વેઇટ કરતો ત્યાં હાજર જ હતો.
“હાય,
રાધિકા પ્લીઝ સીટ”
“હેલો, મોહિત અત્યારમાં સવારે મને કેમ બોલાવી?
કાંઇ ખાસ કામ હતુ?”
“એવુ
કાંઇ ખાસ કામ ન હતુ. બસ એક લેટર આપવાનો હતો. એકવાર વાંચી ને જે યોગ્ય લાગે તે
રિપ્લાઇ આપજે. મારા કરતા તારા થોટ્સ અલગ હોય શકે. પરંતુ જે હોય તે સ્પષ્ટ કહી
દેજે. મને તારી વાતનુ જરાય દુ;ખ નહી લાગે અને તારા આન્સરથી આપણા રિલેશન પર કોઇ અસર
નહી થાય. વી આર ફ્રેન્ડસ ઓલવેઇઝ.”
“બટ
એવુ શુ છે આ ચિઠ્ઠીમાં? એન્ડ શા માટે ચિઠ્ઠી? જે હોઇ તે કહી દે યાર. ફ્રેન્ડ કહીને
શુ કહેતા ડર લાગે છે?”
“મે મારી બધી વાત આ ચિઠ્ઠીમાં લખી દીધી છે.
ચિઠ્ઠી વાંચ્યા બાદ જ મને કહેજે ચિઠ્ઠી શા માટે?”
“ઓ.કે
મોહિત હુ શ્યોર જવાબ આપીશ.”
**************************
“માય
પ્રિનસેસ,
મારું
સંબોધન જરા ઓડ લાગ્યુ. સોરી બટ તુ ખરેખર પ્રિન્સેસ જેવી જ છો. આથી જ દરેક કોમ્પીટીશનમાં
તને એ પદવી આપવામાં આવે છે. તારી સાથે ગરબા રમતા રમતા હુ જીંદગીની રમત હારી ગયો.
તને
જયારે પહેલીવાર રમતા જોઇ ત્યારે દિલમાં કાંઇક થવા લાગ્યુ હતુ. તુ જાણે કોઇ વર્ષો
જુની પરિચિત હોય તેવી લાગણી થઇ આવી. વિજ્ઞાનનો વિદ્યાર્થી ઝાઝુ તો કાંઇ ન જાણે પરંતુ
તને નજીકથી ઓળખાવી ઇચ્છા થઇ આવી એટલે જ પ્રિંસિપલને કહી તારી સાથે પેર બનાવી. તારી સાથે પેર બનાવતા ચુંબકના ધ્રુવની જેમ હું
તારી સામે ખેંચાવા લાગ્યો. ધીરે ધીરે તું મારા અસ્તિત્વમાં સમાવા લાગી. તારા વિના
મારું વિશ્વ અધુરું બની ગયુ.
ઘણી
વખત તને મળવાનું અને તને મારા પ્રેમનો ઇઝહાર કરવાનો નક્કી કર્યું પરંતુ મારી શરમાળ
પ્રકૃતિ હમેંશા આડે આવી અને તને કોઇ વાત ન કરી શક્યો. મનના સંવેદનો મનમાં રહી ગયા.
તને
ખબર છે ને કે હવે આપણા કોલેજના સ્ટડીના વર્ષો પુરા થઇ ચુક્યા છે અને હવે મારે જોબ
માટે અબ્રોડ જવાનુ છે અને પપ્પાની ઇચ્છા છે કે હું અબ્રોડ જતા પહેલા લગ્ન કરી લઉં.
તને થશે કે આજના સમયમાં આટલી નાની વયે લગ્ન? પરંતુ મારા દાદાની તબિયત નરમ ગરમ રહે
છે અને એકવાર વિદેશ ગયા બાદ સરળતાથી હુ પરત નહિં આવી શકું. આથી પિતાજીની ઇચ્છા છે
દાદાની હાજરીમાં મારા લગ્ન થઇ જાય. કોઇ બીજા ગળામાં વરમાળા નાખતા કરતા હું તારો
સાથ પસંદ કરીશ. તારી જે પસંદગી હોય તે મને જણાવજે. મારી શરમાળ પ્રકૃતિને કારણે હું
તને આ ચિઠ્ઠિ દ્વારા બધુ જણાવુ છું.
તારી જે ઇચ્છા હોય તે પુરતો વિચાર કરીને મને
આવતા રવિવારે જવાબ આપજે. આવતા રવિવારે મારો બર્થ ડે છે અને તેના માટે નાનકડી
પાર્ટી રાખેલ છે. તારો જવાબ યસ હોય તો તારો પહેલો લોંગ પીંક ડ્રેસ પહેરીને
પાર્ટીમાં આવજે અને હા તારો જવાબ નેગેટિવ હોય તો પણ પાર્ટી માટે તુ ઇનવાયટેડ જ છો.
તારા જવાબથી આપણી મિત્રતા પર કોઇ અસર નહીં થાય.
મોહિત
*****************************
રાધિકા
બે દિવસ સુધી વિચારતી જ રહી. શું કરવુ તેને કાંઇ આઇડિયા જ આવતો ન હતો. આમને આમ
રવિવાર આવી ગયો. આજે તેની ખાસ સખીની એગેજમેન્ટ પણ હતી. તે સવારે જલ્દી તૈયાર થઇ
ગઇ. સાંજે મોહિતની બર્થ ડે પાર્ટી હતી. લવ મેરેજની તે તદન વિરોધી હતી. છતાંય તે મન
આગળ લાચાર હતી. મોહિતમાં તે ખેંચાવા લાગી હતી અને તેની ચિઠ્ઠી વાંચીને તે પોતાના
મનને રોકી શકતી ન હતી. તે પોતાનો પિંક ડ્રેસ પહેરીને તૈયાર થઇ ગઇ.
***********************
મોહિતે
આપેલ હોટેલના એડ્રેસ પર પહોંચી ગઇ. મોહિતે ચિઠ્ઠિ સાથે પાર્ટી માટેનુ હોટેલનુ
એડ્રેસ આપ્યુ હતુ. તે પોતાની એકટિવા પર હોટેલ પહોંચી ત્યારે સાત વાગી ચુક્યા હતા.
હોટેલમાં કાંઇ પાર્ટી જેવુ લાગતુ ન હતુ. તે આમતેમ તપાસ કરતી હતી ત્યાં તેના ફોનની
રીંગ વાગી એટલે રાધિકાએ ફોન પિક અપ કર્યો.
“હેય,
રાધિકા સોરી પાર્ટી થોડી લેઇટ છે અને ગર્લ્સ માટે ચેંજિંગ રૂમ 201 બુક કરાવ્યો છે.
તેમાં તુ ફ્રેશ થઇ શકે છે એન્ડ થેન્કસ ફોર કમિંગ.”
“ઓ.કે.
હું રૂમમાં જઉં છું. પછી મળીએ.”
“હા,
થેન્ક્યુ સો મચ.”
રાધિકા
રૂમ નંબર 201 તરફ ગઇ. રૂમ ખુલ્લો જ હતો અને અંદર અંધારુ હતુ. તે અંદર ગઇ અને લાઇટ
ચાલુ કરી અને અંદર ગઇ તો પાછળથી કોઇએ દરવાજો બંધ કરી દીધો.
“અરે
વાહ મોહિત છમીયા આવી ગઇ.” એક ટપોરી જેવા છોકરાએ કહ્યુ.
“મોહિત,
આ કોણ છે? રૂમ કોને બંધ કર્યો?” રાધિકાએ સામે ઉભેલા મોહિતને કહ્યુ.
“છટકુ”
“વોટ
ડુ યુ મીન?” બોલી ગુસ્સાભેર રાધિકાએ મોહિત તરફ હાથ ઉગામ્યો પરંતુ મોહિતે તેનો હાથ
પકડીને મચકોડી નાખ્યો.
મોહિત
અને તેના શેરીના ટપોરી મિત્ર આલોકે પોતાની વાસના સંતોષવા માટે રાધિકાને ફસાવી હતી
અને ભલી ભોળી રાધિકા તેના આ છટકામાં ફસાઇ ગઇ હતી.
“મોહિત્યા,
શું માછલી ફસાવી છે. નાખ એને બેડ પર.” આલોકે રાધિકાના ગાલ પર હાથ ફેરવતા કહ્યુ.
હજુ મોહિતે તેનો હાથ મચકોડી રાખ્યો હતો. મોહિત અને આલોકને ખબર ન હતી કે રાધિકાએ
જુડો અને કરાટેની ટ્રેનિંગ લીધી હતી. રાધિકાએ પોતાની જુડોની સ્કિંલનો ઉપયોગ કરીને
ઉલટી છલાંગ લગાવી પોતાનો હાથ છોડાવી લીધો અને જુડો અને કરાટે દ્રારા બંન્નેને ખુબ માર
મારીને પોતે આબાદ રીતે બચી ગઇ.

Comments
Post a Comment