આઈ એમ સોરી

 આઈ એમ સોરી



“જીયા બને તેટલી વધુ કોશિષ કરો, શરૂ શરૂમાં થોડુ અઘરુ લાગશે પણ પછી ટેવ પડી જશે.” જીયા ને યોગ કરતી વખતે મુશ્કેલી પડતી જોઇ બાબા નામકરણજીએ ધીરજપુર્વક કહ્યુ.

            “હા બાબા, હું મારી બનતી મહેનત કરું જ છું પણ જીવનમાં યોગ અને ધ્યાન કે મુદ્રા આ કાંઇ ક્યારે નથી કર્યા તેનુ આ પરિણામ છે કે આજે મને આ તકલિફ પડે છે.” જીયા એ હતાશ થતા કહ્યુ.

            “જીયા અને તેના જેવા બીજા ઘણા દર્દીઓને એક અલગ વિભાગમાં અલગથી બેસાડવામાં આવ્યા હતા અને તે બધાને બાબા નામકરણજી યોગ અને મુદ્રાઓ કરાવી રહ્યા હતા. સાથે તેના બીજા બે શિષ્યો પણ હતા કે જે કોઇ દર્દીને મુશ્કેલી પડે ત્યારે તેઓને પ્રોત્સાહન આપવાનુ કામ કરી રહ્યા હતા.

            લગભગ એકાદ કલાકના પ્રાણાયમ અને યોગ કસરત કરીને જીયા  ઘરે આવી. તેની આસપાસના ચાર-પાંચ બહેનો રોજ સવારે કસરત માટે જતા હતા. તેઓની કોલોનીની બાજુમાં જ એક વિશાળ મેદાન હતુ ત્યાં જ શિબિર હતી ત્યાં બધા સાથે ચાલીને દરરોજ જતા હતા.

            ઘરે આવીને જોયુ તો ઘડિયાળમાં સાડા સાત વાગવા આવ્યા હતા. નિશીથને હમણા દરરોજ નાઇટ ડ્યુટીમાં જોબ હતી. જીયા એ જોયુ કે નિશીથ આવીને સુઇ ગયા છે. જીયા એ માર્ક કર્યુ કે નિશીથ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા.

            જીયા થોડી વાર માટે પોતાને દર્પણમાં નિહાળવા લાગી. સાક્ષાત રૂપ રૂપનો અંબાર, હળવા સ્પર્શથી પણ જેના ગાલ લાલ થઇ ઉઠે અને હાથ લગાડો તો પણ શરીર મેલુ થઇ જાય, કોઇ પણ તેને પહેલી વખત જોઇને એમ જ કહી ઉઠે કે જીયા  જૈસા કોઇ નહી, ફિલ્મી હિરોઇન કે જે મેક અપના કૃત્રિમ સુંદરતા સામે જીયા ની કુદરતી સુંદરતા બહુ ઉંચી હતી. તેવી જીયા  પોતાના રૂપને થોડી વાર એકી નજરે નિહાળતા ખોવાઇ ગઇ.

            પાંચ ફુટ છ ઇંચ હાઇટ, ઘંઉવર્ણો પણ ન કહી શકાય પણ કાળો કદરૂપો ચહેરો અને હેન્ડસમ શબ્દ તો તેનાથી ખાસ્સો દૂર હોય તેવા ચહેરા વાળો નિશીથ કે જેના પર જીયા ને સગાઇથી જ સુગ હતી તેવો તેનો પતિ આજે તેને બહુ વહાલો લાગી રહ્યો હતો. જાણે જીયાના હ્રદયમાંથી પ્રેમની સરવાણી અચાનક ઉછળી ઉછ્ળીને વરસી રહી હતી.

            આજે તે નિશીથને નફરત કરવા બદલ પોતાની જાતને કોષી રહી હતી. તે પોતાની જાતને ખુબ નસિબદાર માનવા લાગી હતી. લગ્ન બાદ જેને પોતાનુ જીવન બદ્તર લાગી રહ્યુ હતુ એ જ જીયા ને આજે નિશીથ સાથે જીવન જીવી લેવાની ખુબ તમન્ના હતી. ધીરે ધીરે તે જાણે તેના રૂપ અને નિશીથ ની મનની સુંદરતા વચ્ચે જોલા ખાતી દસ વર્ષ જુની યાદોમાં ખોવાઇ ગઇ.

            શહેરના સૌથી મોટા સોનાના શો-રૂમના માલિક ત્રિભુવનદાસ ઝવેરીની એક ની એક પુત્રી જીયા  બ્રેઇન પ્લ્સ બ્યુટીનો કોમ્બો પેક હતી. ખુબ જ હોશિયાર, ચતુર અને પાવરફુલ પર્શનાલિટી ધરાવતી જીયા  કોલેજકાળના ત્રણ વર્ષ દરમિયાન યુનિવર્સિટિ લેવલે બ્યુટિ ક્વિન રહી ચુકી હતી.

            જીયામાં જેટલી સુંદરતા અને ચતુરાઇ હતી તેનાથી બમણું તેને આ બાબતનું અભિમાન હતુ. ખુબ જ અભિમાની અને ખડુશ સ્વભાવ વાળી જીયા ની બોલીમાં ભારોભાર અભિમાન છલકી આવતુ હતુ. કોલેજમાં પણ તેની અમીરીથી અંજાઇ જનાર એવી બે-ત્રણ જ સખીઓ હતી બાકી કોઇ તો જીયા સાથે બોલતા પણ બે વાર વિચારતુ હતુ. કોઇ તેનો ચહેરો જોવા પણ ખુશ ન હતુ.

            કોલેજ બાદ તેણે માસ્ટર ડિગ્રી પણ મેળવી લીધી. ત્યાર બાદ તેણે અભ્યાસ છોડી દીધો. તેની લગ્નની ઉંમર થતા પિતા ત્રિભુવનદાસ તેના માટે યોગ્ય અને લાયક જીવનસાથીની તલાશ કરવા લાગ્યા પણ જીયા  જેન નામ. સર્વગુણ સંપન્ન છોકરામાં પણ તેને કાંઇ ને કાંઇ કમી નજરે ચડી જ આવતી. કોઇનું નાક ચપયુ છે, કોઇ બહુ ઊંચો છે તો કોઇની બોલી તેને ન ગમે એવા નાના નાના બહાના કાઢી તે લગ્ન ટાળી દેતી.

            એમ થતા તેની ઉંમર ત્રીસે પહોંચવા આવતા પિતા ત્રિભુવનદાસ પણ હવે ચિંતામાં પડી ગયા. તેને સમજાતુ ન હતુ કે જીયા ને કઇ રીતે સમજાવવી કે ભગવાને આ દુનિયામાં કોઇને પરિપુર્ણ બનાવ્યા જ નથી. લગ્ન જેવી બાબતમાં એકાદ વાતને તો જતી કરવી જ પડે. જીયા નો શુષ્ક વર્તાવ અને નાની અમથી વાતમાં કોઇનું પણ અપમાન કરી લેવાની ટેવને કારણે નજીકના સગા વ્હાલાઓ તેના માટે કોઇ ઠેકાણું ચિંધતા અચકાતા હતા.

            જીયાની ઉંમર વધવા લાગી તેમ તેમ તેના પિતાજીની ચિંતા પણ વધવા લાગી. ત્રિભુવનદાસ જીયા નો સ્વભાવ સારી રીતે જાણતા હતા છતા પણ બાળપણથી લાડથી ઉછરેલી દિકરીને તે કાંઇ કહી ન શકતા. દિલમાં એક ધરપત જરૂર હતી કે ઉંમર વધવાની સાથે થોડી બુધ્ધી પરિપક્વ થશે અને કાંઇક શાણપણ જરૂરથી આવશે.

            પણ શાણપણ અને જીયાને તો હજારો યોજન દૂરનું અંતર હતુ અને ઉંમર વધવાની સાથે તેનામાં સમજદારી અને શાણપણનું એક ટીંપુ પણ ન પડ્યુ.

            જીયાની આ રીતની નાસમજ અને બાળમાનસથી હવે ત્રિભુવનદાસ કંટાળી ગયા હતા, આખરે તેમણે પોતાની લાડકવાયી દિકરી માટે છેવટે કંટાળીને એક કાળો નિર્ણય લઇ જ લીધો. પોતાના ખાસ મિત્રના પુત્ર નિશીથ સાથે જીયા નું સગપણ પાકુ કરી જ દીધુ. જીયાએ નિશીથને જોયા વિના જ તેની સાથે પરણવાની સાફ ના કહી દીધી પણ આ વખતે ત્રિભુવનદાસ ના નિર્ણય આડે તેમનો પિતા-પ્રેમ ન આવ્યો. તેઓ એક ના બે ન થયા અને જીયા ને સાફ શબ્દોમાં સંભળાવી દીધુ કે તારે નિશીથ  સાથે પરણવુ જ પડશે આ મારો નિર્ણય છે અને તેમાં કાંઇ ફરક પડવાનો નથી. આ વખતે જો તે નિશીથ સાથે લગ્ન કરવાની ના કહી છે તો તેનુ પરિણામ મારુ મોત આવશે. હવે તારે એ નક્કી કરવાનુ છે કે તને તારો અહમ વ્હાલો છે કે તારા પિતા.

            નિયતીને પણ શું મંજુર હશે કે આવી રૂપ રૂપના અવતાર જેવી સુંદર જીયા એ તેનાથી તદ્દન વિરૂધ્ધ એવા કદરૂપા નિશીથ  સાથે પરણવાની હા કહેવી જ પડી પણ હજુ માત્ર જીયા એ તેના પિતાનુ મન રાખવા માટે જ નિશીથ  સાથે પરણવાની હા કહી હતી.

            તે દોડીને તેના રૂમમાં બંધ થઇ ગઇ. ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો તેનો. આસપાસની વસ્તુઓ મનફાવે તેમ ફેકતી જીયા  ધમપછાડા કરવા લાગી. અચાનક સામે જ પડેલા તૂટેલા કાચના કટકાને હાથમાં દબાવતી જીયા  બોલી ઉઠી, “પાપા તમારા માટે હું નિશીથ સાથે લગ્ન જરૂર કરીશ પણ તમારો નિશીથ જ મને છોડી દેશે. નાઉ જસ્ટ વેઇટ એન્ડ વોચ.” હાથમાંથી લોહી નીકળી વહેતુ જતુ હતુ અને જીયાનો ગુસ્સો પણ વધી રહ્યો હતો.

            કમને જીયા અને નિશીથ  બન્ને પરણી ગયા. નિશીથ  પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. તેની ફેમિલીમાં માત્ર તેની એક બહેન જ હતી તે પણ પરણીને સાસરે હતી. તેના માતા થોડા વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા. માતાના મૃત્યુ બાદ તેના પિતાજી અનાથાલયમાં સેવાકિય કામોની પ્રવૃતિમાં જોડાઇ ગયા અને તેઓ ત્યાં જ અનાથાલયમાં રહેતા હતા. ક્યારેક જ્યારે નિશીથને મળવાનુ મન થાય ત્યારે એકાદ-બે દિવસ રોકાઇ જતા.

            આ રીતે જીયાના સાસરે નિશીથ  અને જીયા  એ બન્ને જ હતા. કોઇ આડુ કે ઉભુ હતુ નહી છતા જીયાને સંતોષ ન હતો. નિશીથ  સવારથી સાંજ સુધી જોબ પર રહેતો. પોતે આખો દિવસ ઘરે એકલી રહેતી. બધી સ્વતંત્રતા હોવા છતા જીયા  પોતાને કેદમાં હોય તેવુ જ મહેસુસ કરતી.

            રૂપથી એકદમ કદરૂપો એવા નિશીથ માં ગુડ લુક સિવાય બધા ગુણો ભરપુર હતા. સ્વભાવે શાંત નિખાલસ, ધીર ગંભીર, સમજુ નિશીથ  જીયા ને ખુબ પ્રેમ કરતો હતો. જીયા  ખુશ રહે  તેવા જ તેના સતત પ્રયત્ન રહેતા પણ જીયા  જેનુ નામ. નિશીથ  કાંઇ પણ કરે કે કહે તેનો હંમેશા ઉલ્ટો જ મતલબ કાઢતી અને તેની સાથે ઝ્ઘડતી જ રહેતી.

            નિશીથ ખુબ જ સમજુ અને ધીરજવાન હતો. તે જીયા ના આ વર્તનને કયારેય ધ્યાન પર લેતો નહિ. તે હમેંશા એ આશા રાખતો કે જીયા  એક દિવસ સમજી જશે. તે મોટે ભાગે જીયાના મેણા ટોણા અને ઝઘડાનો જવાબ મૌન અને ધીરજથી આપતો. તેના આ વર્તન છતાંય તે જીયાનુ ખુબ જ ધ્યાન રાખતો. પોતાના ઓછા પગારના હિસાબે તે જાતે કરકસર કરી લેતો પરંતુ જીયા ને કયારેય ઓછુ આવવા દેતો નહિ. નિશિથે  કયારેય જીયા ની વાત મન પર લીધી જ નહિ.

 

            બે ત્રણ વખત જીયા  મોટા ઝઘડા કરીને પોતાના પિયર જતી રહી. પરંતુ નિશીથ તેને ધીરજપુર્વક પ્રેમથી સમજાવીને પરત લાવ્યો હતો. જીયા ના પિતાને પોતાની દીકરીની અણસમજ માટે  ખુબ જ દુ:ખ થતુ હતુ. પરંતુ તેને નિશીથની સમજદારી પર વિશ્વાસ હતો. આથી તે પણ ધીરજ ધરી બેઠા હતા.

 

            દિવસે દિવસે જીયા નો સ્વભાવ બગડતો જતો હતો. તે હાલતા ચાલતા ક્રોધ કરતી રહેતી અને પોતાની જાત પર પણ ધુંધવાઇને રહેતી હતી. તેનો અણગમો વધતો જતો હતો. તે ગમે તે રીતે નિશીથ થી દુર થવા માગતી હતી. પરંતુ નિશીથને તેના ક્રોધ અને અણગમાની કોઇ અસર જ પડતી ન હતી. તે એટલો સમજદાર હતો. તે જીયાના આવા વર્તનને સ્વભાવગત ખામી ગણી બધુ ચુપચાપ સહન કરતો હતો.

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?