બસ તું જ .. 1
બસ તું જ ..
ખુશનુમા
સવાર હતી તે દિવસની. શાળા કોલેજોના દ્વાર વેકેશન બાદ આજે ફરી ખુલવાના હતા. કોઇને
ઉચ્ચ માધ્યમિકમાંથી કોલેજમાં જવાની ખુશી હતી તો કોઇ નાના ભુલકાઓને પ્રથમ વખત શાળાએ
જવાનો ડર પણ હતો. એક મહિનાના વેકેશન બાદ આજે બધા બેસ્ટીઝ ફરી મળવાના હતા, અને ધમાલ
મચાવવા તેમના દિલ થનગની રહ્યા હતા. એવી જ કંઇક ઇચ્છા પ્રીતેશ દવેના મનમાં પણ હતી.
મુંબઇના
વિખ્યાત બિલ્ડર જયપ્રકાશ દવેનો એક નો એક લાડકવાયો પૂત્ર, વાન ખુબ ગોરો પાંચ ફુટ,
સાત ઇંચ હાઇટ, લંબગોળ ચહેરો, માંજરી આંખો, કસરતી ચુસ્ત શરીર, આવી તમામ ખાસિયતો
ધરાવતા પ્રીતેશનો આજે કોલેજમાં પ્રથમ દિવસ હતો. એક જ પુત્ર હોવાથી બાળપણથી જ તે
ખુબ લાડકોડમાં ઉછર્યો હતો. તેના દરેક અરમાનો તેના પિતાએ પુરા કર્યા હતા. બારમુ
ધોરણ કમ્પ્લીટ કર્યા બાદ મુંબઇની બેસ્ટ કોલેજ “એચ.એન. શાહ કોલેજમાં” તેણે એડમિશન
લીધુ હતુ. કોલેજનો સમય સવારનો હતો. આગલા દિવસે જ તેણે તેના પપ્પાને કહી રાખ્યુ હતુ
કે શાળાએ તો તે બાઇકમાં જતો પણ કોલેજ તો તે પોતાની કાર લઇને જ જશે. તેના પિતાજીએ
પણ કોઇપણ પ્રકારની જીદ્દ કર્યા વિના હા કહી દીધી હતી.
સવારે
કોલેજ જવા માટે રેડ્ડી થઇ તે નીકળ્યો. ઓફ વ્હાઇટ ચુસ્ત ટી-શર્ટ, ડેનીમ જીન્સ, વાળ
ન્યુ સ્ટાઇલમાં વાળેલા, હાથમાં વોચ, સ્પોર્ટી શુઝ, ગોગલ્સ અને એક કાનમાં નાની એવી
સોનાની ઇયરીંગ પહેરી તે પોતાની ફેવરીટ કાર સ્વીફ્ટ લઇ કોલેજ જવા નીકળ્યો. આમ તો
તેના પપ્પા પાસે મ્ર્સિડિઝ બેન્ઝ પણ હતી છતા પ્રીતેશ ને તો સ્વીફ્ટ કાર જ પસંદ
હતી.
“આજ
ઉનસે મીલના હૈ હમે.....” સોંગ લાઉડ વોલ્યુમથી ચાલુ હતુ અને કાર જાણે હવામાં વાતો
કરી રહી હતી. સવારનો સમય હોવાથી ટ્રાફીક બહુ ખાસ્સો ન હતો અને પ્રીતેશ સ્વીટ
સ્માઇલ સાથે કોલેજ તરફ આવી રહ્યો હતો.
કોલેજનુ
કેમ્પસ આજે જીવંત દેખાઇ રહ્યુ હતુ. કોઇને જુના મિત્રો સાથે મળવાનો આનંદ હતો તો
કોઇને કોલેજમાં ફર્સ્ટ ડે હોવાની ખુશી હતી. અચાનક જ કાર મેઇન ગેઇટથી એન્ટર થઇ તો
બધાની નજર એ કાર પર અટકી ગઇ. અચાનક જ કારનો ડૉર ખુલ્યો અને પ્રીતેશ બેગ લઇ બહાર નીકળી ત્યાં ઉભો રહ્યો. થોડીવાર બાદ
તે પોતાના ફ્રેન્ડસને શોધતો કેન્ટિન તરફ જવા લાગ્યો.
“વાઉ
વ્હોટ અ હોટ બોડી યાર.......” “સો સ્વીટ સ્માઇલ......” “વેરી હેન્ડસમ પ્લસ રીચ.........”
આવા સેન્ટેન્સ પ્રીતેશના કાને અથડાઇ રહ્યા હતા. ગર્લ્સ અંદરોઅંદર પ્રીતેશને જોઇ
વાતો કરી રહી હતી. પ્રીતેશ આ બધુ સાંભળી
રહ્યો હતો અને આજુબાજુ ગર્લ્સ પર નજર કર્યા વિના તે મંદ મંદ હાસ્ય કરતો કેન્ટિન
તરફ પહોચી ગયો જ્યાં તેના ફ્રેન્ડ્સ તેની રાહ જોઇ રહ્યા હતા.
“હાય
ડ્યુડ, લુકીંગ સો હેન્ડસમ પ્રીતેશ .” પાર્થીએ હસતા હસતા કહ્યુ.
“થેન્ક્સ
પાર્થી. આઇ એમ અલ્વેઝ કુલ યુ નો.” પ્રીતેશ એ તેની આગવી છટા સાથે જવાબ આપ્યો.
પ્રથમ દિવસે જ તે કોલેજમાં છવાઇ ગયો.
તેની સાથે અભ્યાસ કરતી છોકરીઓ અને કોઇ સિનિયર છોકરીઓ પણ પ્રીતેશ સાથે મિત્રતા
કેળવવા લાઇન લગાડવા લાગી. પ્રીતેશને આ બધુ જોઇને હસવું પણ આવતુ કારણ કે તે સમજતો
હતો કે આ બધી છોકરીઓ તેના મન તરફ નહી પણ તેના શરીર અને પૈસા તરફ આકર્ષિત થઇ રહી
છે.
“બીડુ
પૈસા બોલતા હૈ આ બધો પૈસાનો નશો છે.” તે મનોમન વિચારી હસતો. એવુ પણ ન હતુ કે તેને
પોતાના પર અભિમાન હતુ. તેની સાથે વાત કરનાર કોઇપણ સાથે તે હસીને અને વિના અભિમાને
વાત કરતો. કોલેજમાં આવ્યાના બે ત્રણ દિવસમાં જ તેના ઘણા મિત્રો બની ગયા જેમા
છોકરાઓ પણ હતા અને છોકરીઓ પણ હતી. પણ તેના મનમાં વસી જાય તેવી કોઇ છોકરી હજુ સુધી
તેને મળી ન હતી.
તે
હસમુખો અને વાચાળ હતો આથી તે બધા દુધમાં સાકરની જેમ ભળી ગયો પરંતુ એટલી અક્ક્લ તો
તેનામાં હતી કે કોઇ તેનો ખોટો ગેરફાયદો ઉઠાવી ન જાય.
આમ
ને આમ દિવસો વિતવા લાગ્યા અને પ્રીતેશ બધા
સાથે હળી મળી ગયો. એક દિવસ તે તેના ટ્યુશન કલાસીસની સીડીઓ પર ફોનમાં વાત કરતો કરતો
ઝડપથી નીચે ઉતરી રહ્યો હતો. તેનુ સંપુર્ણ ધ્યાન ફોનમાં વાત કરવામાં હતુ. ત્યાં એક
છોકરી દોડતી દોડતી ઉપર આવી રહી હતી બન્ને જોરદાર એકબીજા સાથે અથડાયા અને પ્રીતેશ પોતાનુ
સમતોલન ગુમાવી બેઠો, સાથે સાથે સામે વાળી છોકરી પણ સમતોલન ગુમાવી જ બેઠી અને નીચે
પડી અને પ્રીતેશ સીધો પડયો તે છોકરી માથે અને બંને ગબડતા ગબડતા સીડીએથી પડયા નીચે
અને નીચે ઉભેલા બધા વિદ્યાર્થીઓ જોર જોરથી હસવા લાગ્યા
પેલી
છોકરી કાંઇ બોલ્યા વિના ઉભી થવા લાગી અને પ્રીતેશ પણ. પ્રીતેશ ના હાથમાં જરા છોલાઇ ગયુ હતુ અને
પેલી છોકરીને ચાલતી જોઇ લાગતુ હતુ કે તેને મુંઢ ઘા લાગ્યો છે કારણ કે તે પગ
અચકાવીને ચાલતી હતી. પ્રીતેશની બેગ અને ફોન બધુ પડી ગયુ હતુ અને ફોનની તો સ્ક્રીન
પણ તૂટી ગઇ હતી. આસપાસના છોકરાઓએ તેને તેની વસ્તુઓ એકઠી કરવામાં મદદ કરી અને તેને
બધુ ભેગુ કરીને આપી દીધુ. તે પણ બધુ લઇને કારમાં બેસી ગયો.
આખા
શરીરમાં ખુબ જ પીડા થતી હતી તેને પેલી અજાણી છોકરી પર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો.
“ન જાણે કેવી આંધળી હતી કે આમ અથડાઇ પડી. કાંઇ આજુબાજુ જોવાની તો સેન્સ જ ના હતી
જાણે તેને. બહુ ઉત્તાવળ હતી ભણવાની તે સામે જોવાની પણ ફુરસત ન હતી.” બોલતો બોલતો પ્રીતેશ
કાર હંકારી નીકળી ગયો.
ઘરે
પહોચ્યો ત્યાં સુધી તેનો ગુસ્સો ઉતર્યો ન હતો. ભ્ંવા ચડાવતો તે ગુસ્સાથી તેના
રૂમમાં જતો રહ્યો અને બેગનો ઘા કરી કપડા બદલવા જતો રહ્યો. કપડા ચેન્જ કરી બેડ પર
આડો પડ્યો અને ઘરની લેન્ડલાઇનમાંથી તેના ફ્રેન્ડને ફોન કરી નવો મોબાઇલ ફોન લઇને
તાત્કાલિક ઘરે આવવા કહી દીધુ અને પછી પોતાની બેગ ખોલી ફોન શોધવા લાગ્યો. ફોનની શોધ
કરતા કરતા તેને એક ફોર્મ જેવુ કાંઇક દેખાયુ. તેણે જોયુ તો તે જે કોચીંગ ક્લાસમાં
જતો ત્યાંનુ એ ફોર્મ હતુ અને એ ફોર્મ પર એ જ છોકરીનો ફોટો લગાવેલો હતો જેની સાથે
તે અથડાયો હતો.
એ
છોકરીનો ફોટો જોઇ વળી તેનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. એકવાર તો તેને એમ થયુ કે ફોર્મ
ફાડી નાખે પણ તેણે એમ ન કર્યુ અને ફોર્મનો ઘા કરી દીધો અને પોતાનો ફોન કાઢી
સીમકાર્ડ અને મેમરી કાર્ડ બહાર કાઢી ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે ફોનનો પણ ઘા કરી
દીધો.

Comments
Post a Comment