આઈ એમ સોરી - 2
આઈ એમ સોરી - 2
જીયા પહેલા
તો કાંઇ કારણ વિના જ નિશીથ પર ગુસ્સે થતી હતી પણ હવે એવુ બનવા લાગ્યુ હતુ કે
ગુસ્સો તેની આદત બની ગયો હતો. હવે તેને નિશીથ ઉપર તો ઠીક વિના કારણે તે એકલી હોય ત્યારે
ગુસ્સો આવી જતો. આવો કટુતાભર્યુ વર્તનથી કંટાળી એક દિવસ તે તેમના પિયરના ફેમિલી
ડોક્ટર પાસે ચેક અપ માટે જતી રહી.
ડો.
મહેરાએ પ્રાથમિક તપાસ કરતા તો બધુ નોર્મલ જણાયુ પણ જીયા ની તકલિફ તેને કાંઇક
અયોગ્ય જણાતા તેમણે બીજા ટેસ્ટ કરવાનુ નક્કી કર્યુ.
બે
દિવસ બાદ જ્યારે જીયા ડો. મહેરાના ક્લિનીક પહોચી ત્યારે જાણે જીવન ઉલ્ટી ગણતરી
કરવાનુ શરૂ કરી દીધુ હતુ. તેના સ્વભાગગત કટુતા કે કોઇ બીજા કારણસર જે હોય તે, જીયાને
કેન્સરનુ નિદાન થયુ. તે એક કેન્સર પીડિતા બની ચુકી હતી. ઓંચિતા ગંભીર બિમારીનુ
નિદાન થતા તે ભાંગી પડી. તે બીજા કોઇને નહી પણ પોતાના જીવનને ખુબ જ પ્રેમ કરતી
હતી. તેને જીવનમાં ઘણી મહેચ્છાઓ હતી, ઘણું બધુ કરી છુટવુ હતુ. એ બધાથી પર તેને
રૂપનુ અભિમાન હતુ. આજે તેને સમજાઇ ગયુ કે આ રૂપ કે જેનુ તેને ભારોભાર અભિમાન હતુ
તેને હવે છોડી જવુ પડશે. કોઇ પણ ગંભીર બિમારી આપણને મૃત્યુનો સાક્ષાત્કાર કરાવે
છે. આજે તેને સમજાયુ કે જીવનમાં આટૅ આટલુ રૂપ મેળવીને શું ફાયદો? આ કરતા તો કાળી
કુબરી બની ભગવાને મને લાંબુ આયુષ્ય આપ્યુ હોત તો સારૂ બની રહેત પણ વિધીના લખ્યા
લેખ કોઇ દિવસ મિથ્યા થયા છે તે આજે થાય???
તેણે
તેના પિતાને વાત કરવાની હિમ્મત ન કરી પરંતુ તે અંદરથી ભાંગી ચુકી હતી તેથી તેણે
નાછુટકે આ બધી વાત નિશીથ ને કરી. નિશીથ પણ
આ જાણી ચોંકી તો ગયો પણ હંમેશાની જેમ જ આવી પરિસ્થિતિમાં પણ તેણે પોતાના મન પરનો
કાબુ ગુમાવ્યો નહી અને જીયા નો ઇલાજ સૌથી સારી હોસ્પિટલમાં કરાવવાનુ શરૂ કરી દીધુ.
સમય જતા આ વાતની જાણ જીયા ના પિતાજીને થતા તેણે આર્થિક રીતે જીયા અને નિશીથને મદદ કરવાનુ શરૂ કરી દીધુ. તેના ઇલાજ
માટે તેને કિમિયોથેરેપી આપવામાં આવી. તેની આડઅસરના હિસાબે તેના ધીરે ધીરે વાળ
ઉતરવા લાગ્યા. ગરમ દવાની અસર હેઠળ તેની ખુબસુરતી ધીરે ધીરે બદસુરતીમાં ફરવા લાગી.
તે
હવે પોતાના ચહેરાને દર્પણમાં પણ ન જોઇ શકે તેટલી બદ્દસુરત બની ગઇ હતી પણ નિશીથ જેનુ
નામ, નિશીથ તેની આવી હાલતમાં પણ તેનું ખુબ
જ ધ્યાન રાખતો. તેની આ બિમારીને કારણે કપિલે કાયમી નાઇટ શિફટ સ્વિકારી લીધી. દિવસે
તે જીયા ને જરૂરિયાત વખતે હોસ્પિટલ લઇ જતો. ઘરનુ કામકાજ કરાવતો. તેના પર જીયા ની
બદસુરતીની કોઇ અસર થતી ન હતી. હવે તે પહેલા કરતા પણ વધારે જીયાનુ ધ્યાન રાખતો હતો.
નિશીથની
આ રીતેની નિઃસ્વાર્થ ભાવના અને પ્રેમ જોઇ જીયા મનોમન પોતાની જાતને ધિક્કારવા લાગી હતી. સુંદરતા
અને પૈસો હોય તો દુનિયામાં બધુ જ મળી રહે છે તેમ માનનાર જીયા ને હવે જીવનનુ સત્ય
સમજાવવા લાગ્યુ હતુ. તેનો બદસુરત પતિ હવે તેને ખુબસુરત લાગવા લાગ્યો હતો. તેને
પોતાના વર્તન અને વ્યવહાર પ્રત્યે ખુબ જ પસ્તાવો થવા લાગ્યો હતો.
નિશિથે
જીયા નુ ધ્યાન રાખવા માટે તેની બહેનને પણ સાસરેથી તેડાવી લીધી હતી. તેઓ જીયનુ ખુબ
જ ધ્યાન રાખતા. એલોપેથી સાથે આયુર્વેદીક અને યોગાનો સહારો પણ લીધો હતો. એક નાનકડી
બિમારી વખતે પણ આપણે હેરાન પરેશાન થઇ જાય છે અને તેને સહન કરવી મુશ્કેલ બને છે તો કેન્સર
જેવી બિમારી વખતે તેની પીડા અને દવાની આડ અસર સહન કરવી ખુબ જ અઘરી છે. પરંતુ નિશીથ
અને તેની બહેન સપનાની પ્રેમભરી સારવારથી જીયા
પોતાનુ બધુ દુ:ખ ભુલી ગઇ. તેને હવે જીવવુ
હતુ. નિશીથ સાથે લાબુ આયુષ્ય ભોગવવુ હતુ.
એક
દિવસ રાત્રે જીયાને જરાય ઉંઘ આવતી ન હતી. તેને ખુબ જ બેચેની થઇ રહી હતી. સપના તેની
પાસે ઉંઘી રહી હતી પરંતુ આખો દિવસની થાકેલી સપનાને ઉઠાડવી જીયા ને યોગ્ય ન લાગ્યુ.
સપના તેની દેખરેખ માટે બંન્ને ઘર વચ્ચે દોડધામ કરતી રહેતી. આજે તે પોતાના ઘરેથી
આવી હતી. નિશીથ નાઇટ શિફટ માટે ગયો હતો.
જીયાને
ખુબ જ ઉલટી થવા લાગી. તેની ઉલટીનો અવાજ સાંભળી સપના ઉઠી ગઇ. તેણે જીયા ને દવા આપી
પરંતુ કોઇ અસર ન થઇ. ઉલટીનુ પ્રમાણ વધવા લાગ્યુ. કોઇપણૅ ભોગે ઉલટી બંધ થવાનુ નામ
લેતી જ ન હતી. અચાનક સપનાએ જોયુ કે ઉલટીમાં લોહી પણ નીકળી રહ્યુ છે. સપના તો ગભરાઇ
ગઇ. જીયા ને લઇ તે હોસ્પિટલ ગઇ. નિશીથ ને પણ ફોન કરી દીધો તે પણ દોડીને હોસ્પિટલ
પર પહોંચી ગયો.
“જીયાને
શુ થયુ, ડોકટર સાહેબ?” દવાખાને પહોંચતા જ કપિલે ડોકટર સાહેબને પુછ્યુ.
“મિસ્ટર
વ્યાસ, તેને આઇ.સી.યુ. માં એડમિટ. આપની વાઇફની હાલત ખુબ ક્રિટિકલ છે. સોરી ટુ સે.
અમે કાંઇ કહી શકિએ એમ નથી.” ડોક્ટરનો જવાબ સાંભળી નિશીથ ભાંગી પડયો. ભલે તેને મેણા ટોણા મારતી હતી. તેની
ઉપેક્ષા કરતી હતી. પરંતુ છતાંય તેની સાથે રહીને નિશીથ ને લાગણી થઇ આવી હતી.
“ડોકટર
સાહેબ હુ એકવાર મારી પત્નીને મળી શકુ?”
“મિસ્ટર
વ્યાસ તેને ઉંઘનુ ઇજેકશન આપવામાં આવ્યુ. તમે પણ આરામ કરી લો. સવારે તેને મળી શકી
શકશો.” પરંતુ નિશીથ ને કયાં ચેન હતુ. તેને આખી રાત ઉંઘ આવી જ નહિ. તે આખી રાત
પ્રભુનુ સ્મરણ અને પ્રાર્થના કરતો રહ્યો. જીયાને ભાન આવતા તે મળવા ગયો.
“જીયા
કેમ લાગે છે હવે?”
“ના
હવે કોઇ પીડા થતી નથી અને ઉલટી પણ આવતી નથી. બસ થોડી સિકનેશ ફીલ થાય છે.”
“જીયા,
પ્લીઝ તુ સાજી થઇ જજે.” આટલુ બોલતા સંયમના બાણ ટુટી ગયા અને આંખમાંથી અશ્રુધારા
વહેવા લાગી.
“નિશીથ
મે તને આટલી દુ:ખ તકલીફો આપી છતાંય તુ મને કેમ આટલો પ્રેમ કરે છે? તુ કેમ મારુ
આટલુ ધ્યાન રાખે છે? મને મારી જાત પર ખુબ જ ગુસ્સો આવે છે.”
“જીયા
તે મને જેમ હમેંશા નફરત કરી. એમ મે હમેંશા
તને પ્રેમ કર્યો છે. મને ખબર હતી કે તું મને નહી મારા કાળા ચહેરાને નફરત કરે છે.
કદ્દાચ હું રૂપાળો અને હેન્ડસમ હોત તો તારા દિલમાં મારા પ્રત્યે નફરતના સ્થાને
પ્રેમનો હિલોળ હોત જ. એ જ વાતને મનમાં રાખીને મે હંમેશા તારી નફરતને પણ પ્રેમ માની
મારા જીવનમાં સ્વિકારી છે. તું આમ જતી રહે તો મારુ જીવન સ્ગુન્ય બની જશે.” બન્ને
ભેટી પડ્યા અને એકબીજાને આલીંગનમાં ભરી રડવા લાગ્યા.
પણ
અચાનક નિશીથની આંખો ફાટી ગઇ. જોરદારનો આંચકો લાગ્યો હોય તેમ તેણે જીયાને સુવડાવી
તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા. નર્શ અને બધો સ્ટાફ ડોક્ટર સાથે દોડી આવ્યા અને
ડોક્ટરે નિશીથ ને બહાર મોકલી જીયાની ટ્રીટમેન્ટૅ શરૂ કરી દીધી.
“શું
થયુ ડોક્ટર?”
“આઇ
એમ સોરી મિસ્ટર નિશીથ. ડોક્ટરના એ શબ્દોથી જાણે નિશીથ ના જીવનમાં આંધી મચાવી દીધી.
તેની બહેન પણ આ સાંભળી રડી પડી. નિશીથને મન તો શું પ્રતિકાર આપવો એ કાંઇ ખબર ન
હતી. તે ચાલતો થયો જ્યાં જીયા ને રાખવામાં આવી હતી અને બસ વારે વારે એક જ શબ્દ ચોતરફ
ઘુઘવાઇ રહ્યો હતો, “આઇ એમ સોરી મિ. નિશીથ .”
સંપુર્ણ


OHHHHHHHHHHHH. sed end wadi Story.
ReplyDelete