બસ તું જ .....2
બસ તું જ ......
“અરે
યાર શું આટલા ગુસ્સામાં છે? લે તારો ફોન લઇ આવ્યો છું.” તેના મિત્ર રાહુલે આવતા
કહ્યુ.
“નથીંગ
યાર. એક છોકરી સાથે અથડાયો અને ફોનની સ્ક્રીન તૂટી ગઇ અને તને તો ખબર જ છે કે મને
મોબાઇલ વિના એક મિનિટ પણ ન ચાલે.” પ્રીતેશ એ કહ્યુ.
“હાસ્તો
યાર, જાણું છું તારી ટેવ હું. ચલ હવે હું જાંઉ છું. રાત્રે મળીએ.” કહેતો રાહુલ
નીકળી ગયો.
પ્રીતેશ
એ નવા ફોનમાં મેમરીકાર્ડ અને સીમકાર્ડ લગાવી સેટીંગ કરવામાં બીઝી હતો. હજુ તેને
પિડા તો થઇ રહી હતી શરીરમાં પણ ફોનમાં બીઝી હોવાના કારણે તેનું ધ્યાન તે દર્દ તરફ
કેન્દ્રિત થતુ ન હતુ. હવે તેનો ગુસ્સો પણ ઓછો થઇ ગયો હતો.
અચાનક
તેનુ ધ્યાન પેલી છોકરીના ફોર્મ તરફ પડ્યુ. તેણે તે ફોર્મ હાથમાં લઇ તે છોકરીના
ફોટા તરફ જોયુ તો તે તેને જોતો જ રહી ગયો. શું નઝાકત હતી તેના ચહેરામાં. જ્યારે
બન્ને અથડાયા ત્યારે તો ઉત્તાવળમાં અને દર્દના કારણે પ્રીતેશ એ તે છોકરી સામે
ધ્યાન પણ આપ્યુ ન હતુ પણ અત્યારે તે છોકરીના ફોટાને તે એકીટશે જોઇ જ રહ્યો.
તેણે
તરત જ તે છોકરીનું નામ વાંચ્યુ, “વિદ્યા રાય” સાથે સાથે તેની બધી ડિટેઇલ્સ તે ખુબ
શાંતિથી અને ધ્યાનથી વાંચવા લાગ્યો. વિદ્યા પણ કોલેજના ફર્સ્ટ યરમાં જ હતી તે જાણી પ્રીતેશ મનોમન
ખુશ થઇ ગયો. સૌથી નીચે સંપર્ક નંબર લખેલા હતા. ફટાફટ એ પ્રીતેશએ સેવ કરી લીધા. હવે
તેના દિલને ચેન ન હતુ. જાણે પહેલી નજરમાં જ વિદ્યા તેના મનમાં વસી ગઇ હતી તેવો એહસાસ તેને થવા
લાગ્યો. વારેવારે તે વિદ્યા નો ફોટો નિહાળે જઇ રહ્યો હતો.
બીજે
દિવસે સાંજે પાંચ વાગ્યે તે કોચીંગ ક્લાસ પહોંચી ગયો. તેનુ ધ્યાન આજુબાજુ વિદ્યાને
શોધવામાં જ હતુ. તે શરીરથી તો તેના મિત્રો સાથે હતો પણ તેનુ મન વિદ્યાની શોધમાં
હતુ. સમય થયો એટલે બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં જવા લાગ્યા પણ પ્રીતેશના પગ તેનો સાથ
આપતા ન હતા. પ્રીતેશએ વિના કારણ ફોન લઇ વાત કરવાનો ઢોંગ કરવા લાગ્યો. અંતે વિદ્યા ન
આવી એટલે પરાણે તેણે ક્લાસ તરફ જવુ જ પડ્યુ.
ક્લાસમાં
પહોંચતા જ તેણે જોયુ તો વિદ્યા પ્રથમ બેન્ચ પર જ બેઠી હતી. વિદ્યાનુ ધ્યાન પ્રીતેશ
પર પડતા જ તે નજર ફેરવી ગઇ પણ પ્રીતેશનું
ધ્યાન તો તેની સુંદરતા નિહાળવામાં જ હતુ. તેને એ પણ ખબર ન રહી કે હજુ તે ક્લાસના
પ્રવેશદ્વાર પાસે જ ઉભો છે.
“અલ્યા
પ્રીતેશ , ક્યાં ખોવાઇ ગયો? આવ આવ તારી જગ્યા બુક રાખી છે અહી.” તેના મિત્ર રોશને
બૂમ પાડી ત્યાં તેનુ ધ્યાન ભંગ થતા તે પાછળ રોશન પાસે બેસવા જતો રહ્યો.
ક્લાસ
છુટતા જ વિદ્યા નીકળવા લાગી તે પ્રીતેશ એ જોયુ તો દોડીને તે તેની પાછળ ગયો.
“એક્સક્યુઝ
મી વિદ્યા” તેણે ચાલીને જતી વિદ્યા ને પાછળથી રોકતા કહ્યુ.
પોતાનુ
નામ આ રીતે કોઇ છોકરાના મુખે સાંભળી વિદ્યા જરા આશ્ચર્યમાં મુકાઇ ગઇ અને તેણે જોયુ
તો પ્રીતેશ ઉભો હતો.
“યસ,
બોલો. કાંઇ કહેવાનુ છે?”
“ફર્સ્ટ
ઓફ ઓલ આઇ એમ સોરી ફોર યસ્ટર ડે. મારા કારણે તમે કાલે પડી ગયા. ખરેખર વાંક મારો જ
હતો. મારુ ધ્યાન ફોન પર વાત કરવામાં હતુ અને તેના કારણે......”
“ઓ.કે.
મિસ્ટર. નો પ્રોબ્લેમ. એ તો ચાલ્યા રાખે એવું.” કહેતી તે ફરી ચાલવા લાગી ત્યાં ફરી
પ્રીતેશ એ તેને રોકી.
“એક
વસ્તુ તમારી કાલે મારી પાસે રહી ગઇ હતી. આ ફોર્મ.” કહેતા તેણે વિદ્યા નું ફોર્મ
આપ્યુ.
“થેન્ક્સ
મિસ્ટર. હું કાલે ફોર્મ સબમિટ કરવા જ આવી હતી પણ મળ્યુ નહી એટલે ફરી નવું ફોર્મ
મેળવી નીકળી ગઇ.”
“મારુ
નામ પ્રીતેશ છે. તમે મને પ્રીતેશ કહી શકો છો. બાય ધ વે તમે કઇ કોલેજમાં સ્ટડી કરો
છો?”
“આઇ
એમ ઇન એચ.એન.શાહ કોલેજ.”
“ઓહ
ધેટ્સ ગ્રેટ. હું પણ એ જ કોલેજમાં છું, પણ તમને ક્યારેય જોયા નથી મે કોલેજમાં.”
“કાલથી
જ જોઇન કરવાની છું કોલેજ. મારા ફાધર બિમાર હોવાથી હું કોલેજ આવી શકતી ન હતી. હવે
કાલથી આવવાની છું.”
“ઓ.કે.
ફાઇન. ઇફ યુ હેવ નો પ્રોબ્લેમ, કહો તો તમને ઘરે ડ્રોપ કરી દઉ. લાગે છે કાલે આપણે
અથડાયા તેનાથી તમારા પગમાં મોંચ આવી ગઇ છે.”
“ના
ના, ઇટ્સ ઓ.કે. નોર્મલ મોંચ છે. એ ઠીક થઇ જશે. ડોન્ટ વરી.” કહેતી વિદ્યા નીકળી ગઇ. પ્રીતેશ ત્યાં ઉભાઉભા વિદ્યા ને જોતો
જ રહ્યો. વિદ્યા તેની આંખ સામેથી અદ્રશ્ય
થઇ પછી પ્રીતેશ કારમાં બેસી તેના ઘર તરફ નીકળી ગયો.
બીજે
દિવસે સવારે પ્રીતેશ ખુબ ખુશ હતો. તેણે
મનોમન નક્કી કર્યુ જ હતુ આજે તે વિદ્યા સાથે દોસ્તી કેળવીને જ રહેશે. પોતાના
મનપસંદ બ્લ્યુ કલરનું ટી-શર્ટ અને વ્હાઇટ કોટન જીન્સ પહેરી પ્રીતેશ કોલેજ જવા નીકળ્યો. આજે તેણે કાર લઇ જવા કરતા
પોતાનુ બાઇક લઇ કોલેજ નીકળ્યો. સવારની ખુશનુમા તાજગીને પોતાના શરીરમાં ભરતો અને
મનોમન વિદ્યા ને યાદ કરતો હવા સાથે વાતો કરતો પ્રીતેશ તેના ચહેરા પર ગજબની સ્માઇલ સાથે કોલેજ
કેમ્પસમાં એન્ટર થયો કે છોકરીઓની નજર તેના તરફ ફરવા લાગી.
“વાઉ
યાર કેટલો હેન્ડસમ લાગે છે પ્રીતેશ. બ્લ્યુ એન્ડ વ્હાઇટ કોમ્બીનેશનમાં!!!” એક છોકરીએ તેની ફ્રેન્ડને કહ્યુ.
“હા
યાર સાથે સાથે કાળા ગોગલ્સ અને તેના ચહેરાની સ્માઇલ કેટલો ક્યુટ લાગે છે નહી?”
પ્રીતેશ
એ બાઇક પાર્ક કરી ચારેબાજુ વિદ્યા ને શોધવા લાગ્યો. અચાનક તેનુ ધ્યાન દૂરથી વિદ્યા
પર પડ્યુ. દૂર તે એકલી ઉભી હતી. પ્રીતેશ દોડતો વિદ્યા પાસે પહોંચી ગયો.
“હાય
વિદ્યા. કેમ અહી એકલી ઉભી છે? ચલ મારી જોડે, મારા ગૃપ સાથે તને ઓળખ કરાવું.”
“નહી
હું અહી ઠીક છું.”
“અરે
ચલ ને યાર.” કહેતો પ્રીતેશ વિદ્યા નો હાથ પકડી પોતાની સાથે લઇ કેન્ટિન તરફ આગળ
વધ્યો.
“હેલ્લો
ફ્રેન્ડ્સ, મીટ માય ન્યુ ફ્રેન્ડ વિદ્યા રાય.”
“હાય
વિદ્યા, હાઉ આર યુ? વેલકમ ઇન અવર ગૃપ.” ગૃપના બધા મિત્રોએ વિદ્યા ને વાર્મ વેલકમ
કર્યુ.
“હાય
એવરીવન. નાઇસ ટુ મીટ ઓલ ઓફ યુ.” વિદ્યા એ હસીને કહ્યુ.
“કોલેજમાં
કાંઇ પણ તકલિફ હોય કે કાંઇપણ કામ પડે એટલે પ્રીતેશ ને યાદ કરી લેવાનો અને હા આ ગૃપ
સાથે જ રહેવાનુ, કોઇ દિવસ એકલુ ઉભુ રહેવાનુ નહી સમજી???” પ્રીતેશ એ તેને સ્માઇલ
આપતા કહ્યુ.
“ઓ.કે.
પ્રીતેશ .”
આજે
પ્રીતેશ વર્ગમાં પણ વિદ્યા ની બાજુમાં જ
બેઠો. પ્રીતેશ ખુબ મોડર્ન હતો સામે વિદ્યા
ખુબ શાંત અને ધીરગંભીર હતી. તેના પહેરવેશ અને વાતોમાં તેની સાદગી ભારોભાર છલકાઇ
આવતી હતી. કોલેજમાં બધી છોકરીઓ જીન્સ ટૉપ કે સ્કર્ટ વગેરે મોડર્ન પરિવેશમાં જ આવતી
પણ વિદ્યા તો દરરોજ પંજાબી ડ્રેસ પહેરીને જ આવતી.
પ્રીતેશ
ખરેખર તો તેની સાદગી પર જ ફીદા હતો. પ્રીતેશ
ને ઘણી છોકરીઓ સામેથી પ્રપોઝ કરી ચુકી હતી પણ પ્રીતેશ તો બસ વિદ્યા ના જ સ્વપ્નમાં
ખોવાયેલો રહેતો. દરરોજ વિદ્યા સાથે વાત કરવામાં અને તેની સાથે સમય વ્યતિત કરવાના જ
બહાના શોધે રાખતો.
વિદ્યાને
પણ પ્રીતેશ નો સાથ પસંદ હતો પણ માત્ર એક ટાઇમપાસ માટે જ તે પ્રીતેશ ની સાથે રહેતી
હતી બાકી તેના મનમાં બીજો કોઇ વિચાર હતો જ નહી. એક રીતે વિદ્યા ને પ્રીતેશ પર પુરેપુરો
વિશ્વાસ પણ ન હતો કારણ કે તેના મનમાં આ પૈસાદાર નબીરાઓ માટેની છાપ સારી હતી જ નહી.
તે બસ એમ જ વિચારતી કે આ પૈસાદાર નબીરાઓને માત્ર છોકરીઓ સાથે ફ્લર્ટ કરવામાં અને
ટાઇમ પાસમાં જ રસ હોય છે, તેમના મનમાં દિલથી કોઇ ભાવ હોતા જ નથી.
આ
બાજુ પ્રીતેશ ભલે પૈસાદાર પિતાનો એકનો એક સંતાન હોય પણ તે દિલથી વિદ્યા ને ચાહવા
લાગ્યો હતો. તેણે મનોમન વિદ્યા ને પોતાનુ દિલ આપી દીધુ હતુ. વિદ્યા માટે થઇને તેણે
ઘણી છોકરીઓને રિજેક્ટ કરી દીધી હતી.
To be continued……………..

Comments
Post a Comment