બસ તું જ .....- 3

 બસ તું જ .....



એક દિવસે વિદ્યા કોલેજથી છુટી ઘરે જઇ રહી હતી ત્યાં પ્રીતેશ એ કાર સ્ટોપ કરી.

            “હેય વિદ્યા , ધેટ્સ નોટ ફેર.”

            “કેમ શું થયુ? શું યોગ્ય નથી લાગતુ તને?” વિદ્યાએ પુછ્યુ.

            “અરે યાર હું દરરોજ કાર લઇને આવું અને તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને ચાલીને આવે એ જરા પણ યોગ્ય નથી લાગતુ મને.”

            “પ્રીતેશ હવે તારી પાસે કાર છે તો હું કાર ખરીદી શકું એ પરિસ્થિતિમા નથી તો મારે ચાલીને જ આવવું પડે ને? અને હું ક્યાં ઘર સુધી ચાલીને જવાની છું, હમણા જ સીટીબસ મળી જશે એટૅલે તેમા બેસીને જ જવાની છું ને? તારા કરતા પણ મોંઘી સવારી છે મારી.” વિદ્યાએ જરા હસીને કહ્યુ.

            “હા, એ સાચુ કે તુ કાર ખરીદી શકે તેમ નથી પણ હું તો તારી સાથે ચાલીને અને પછી બસમાં આવી શકું કે નહી?”

            પ્રીતેશ એ પોતાની કાર સાઇડમાં પાર્ક કરી ડ્રાઇવરને લોકેશન કહી દીધુ અને કાર લઇ જવા કહ્યુ અને પોતે બેગ લઇ વિદ્યા સાથે ઘરે ચાલીને જવા રેડ્ડી થઇ ગયો.

            “હવે બરોબર ને? હવે તો તને કોઇ વાંધો નથી ને હું તારી સાથે બસમાં આવું તો? મારે પણ એ મોંઘી સવારી કરવી છે તારી સાથે.”

            “તુ પણ પ્રીતેશ ખરેખર પાગલ છે હોં!!! હું તારી જગ્યાએ હોઉ તો આ રીતે કાર મુકીને ચાલતી ન આવુ હો અને એ પણ આટલી ગરમીમાં.”

            “તુ ન આવે તો કાંઇ નહી. મારે તો તારી સાથે આવવુ જ છે.”

            “ઓ.કે. બાબા ઓ.કે. ચલ મારી સાથે અને જલ્દી કર નહી તો બસ ચુકાઇ જશે.” કહેતી વિદ્યા ચાલવા લાગી અને પ્રીતેશ પણ તેની સાથે ચાલવા લાગ્યો.

            ચાલતા ચાલતા પ્રીતેશ બસ વિદ્યાને જોઇ જ રહ્યો હતો અને કોઇના કોઇ બહાને તેની સામે જોઇ વાતો કરે જઇ રહ્યો હતો.

            “બસમાં ખુબ ભીડ હતી. વિદ્યાને દરરોજની ટેવ હતી આ રીતે ભીડમાં મુસાફરી કરવાની પણ પ્રીતેશના જીવનમાં તો આ પ્રથમ વખત બસની મુસાફરી હતી અને એ પણ આટલી ભીડમાં. થોડીવારમાં જ પ્રીતેશ ના ચહેરા પરથી પસીનો વળવા લાગ્યો. પોતે એ રીતે ઉભો હતો કે તેનો હાથ પણ ચહેરા સુધી પહોંચી શકે તેમ ન હ્તો.

            વિદ્યા આ બધુ જોઇ હસી પડી. “કેમ સહેજાદે પ્રીતેશ , બસમાં મુસાફરી કરવી કેવી લાગે છે?”

            “આઇ એમ ફીલીંગ ગુડ વિદ્યા.”

            “ઓહહહ તો પછી ચહેરા પર આટલો પસીનો કેમ વળે છે?” વિદ્યાએ પોતાના દુપટ્ટા વડે પ્રીતેશના ચહેરા પરથી પસીનો લુછતા કહ્યુ.

            “એ તો આજે પહેલો દિવસ છે ને એટલે બાકી પછી ટેવ પડી જશે.” પ્રીતેશએ કહ્યુ.

            બીજે દિવસે સવારે કોલેજ જવાના સમયે વિદ્યા બસ સ્ટોપ પર પહોંચી તો જોયુ કે પ્રીતેશ તેની કાર પાર્ક કરી તેની રાહ જોઇ રહ્યો હતો.

            “પ્રીતેશ તુ ખુબ જ પૈસાદાર છે, તને આ રીતે બસમાં આવવુ એ ન શોભે. પ્લીઝ તુ કાર લઇને કોલેજ પહોંચી જા. આપણે ત્યાં જ મળીએ.”

            “વિદ્યા તુ જીદ્દી છે તો હું તો તારા કરતા બમણો જીદ્દી છું. તુ કારમાં આવવાની જીદ્દ લઇને બેઠી છે તો મારી જીદ્દ એ છે કે તારી સાથે જ કોલેજ આવીશ, પછી ભલે મારે બસમાં આવવુ પડે કે પછી ચાલીને, પણ આવીશ તો તારી સાથે જ.”

            “લાગે છે તારી જીદ્દ સામે મારી જીદ્દ કામ નહી આવે. ઓ.કે. ઠીક છે, તુ કહે છે તો હું તારી સાથે કારમાં આવવા રેડ્ડી છું, હવે તો ખુશ કે નહી?” વિદ્યાએ કહ્યુ.

            “યા આઇ એમ સો હેપ્પી નાઉ. લેટ્સ ગો વિદ્યા.” બન્ને કોલેજ જવા નીકળી ગયા. હવે દરરોજ વિદ્યા પ્રીતેશ  સાથે જ કારમાં કોલેજ આવતી હતી તે જોઇ તેની બહેનપણીઓ પ્રીતેશ અને વિદ્યા વિષે મનોમન કાંઇક અલગ જ વિચારે જઇ રહી હતી.

            એક દિવસ વિદ્યા અને તેની બહેનપણી મીરા બન્ને કેન્ટિનમાં એકલી બેઠી હતી.

            “વિદ્યા , યાર તારો તો કોઇ જવાબ નથી હો. યુ આર સો લકી.”

            “કેમ એવુ તે મે શું કરી દીધુ તે આ રીતે વખાણ કરે છે?” વિદ્યાએ આશ્ચર્યભરી નજરે પુછ્યુ.

            “હેય વિદ્યા હવે બહુ ભોળી બનવાનું નાટક કરે નહી તો સારૂ છે. શું અમને કોઇને દેખાતુ નથી? શું હું તને બુધ્ધુ દેખાઉ છું? યાર હવે છુપાવવાથી કાંઇ ફાયદો નથી. જે છે તે સ્વિકાર કરી જ લે તુ.” મીરા ઉતાવળે બોલી ગઇ.

            “અરે યાર પણ કાંઇક ખોલ આપે તો હું સ્વિકારુ ને? ક્યા ટોપિક પર તું વાત કરે છે?”

            “તારા અને પ્રીતેશ  વિષે કહું છું તને. ખરેખર એવુ તે શું જાદુ કરી દીધુ છે તે પ્રીતેશ  પર કે તે તારી આસપાસ જ ફરે છે? તારી આટલી કેર કરે છે, તને કારમાં તારા ઘરે ડ્રોપ કરવા આવે છે અને અહી કોલેજમાં પણ અમે જોઇએ છીએ કે ઘણી વખત તમે બન્ને કેન્ટિનમાં એકલા ટાઇમ સ્પેન્ડ કરો છો. આઇ થીન્ક યુ બોથ આર ઇન લવ વીથ ઇચ અધર. રાઇટ વિદ્યા  ?”

            “આર યુ મેડ મીરા? હું અને પ્રીતેશ ના પ્રેમમાં. ના બાબા ના. અને મને ૧૦૦% ખાતરી છે કે તે પણ મારી સાથે કોઇ પ્રેમ બ્રેમમાં નથી.”

            “તો આ બધુ શું છે જે અમે જોઇ રહ્યા છીએ તે? મને તો લાગે જ છે કે પ્રીતેશ તને પ્રેમ કરે જ છે.”

 

            “જો મીરા, આપણે રહ્યા મીડલ ક્લાસ અને પ્રીતેશ  ખુબ ધનવાન છે અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આ ધનવાન પિતાશ્રીના સંતાનોને મન પ્રેમની કોઇ વ્યાખ્યા જ હોતી નથી. આ બધા માત્ર કોલેજમાં પોતાનુ સ્ટેટસ જાળવવા માટે અને પોતાને બીજાથી ઊંચા બતાવવા માટે છોકરીઓ સાથે બસ આવા નાટક કરતા હોય છે, બાકી બીજુ કાંઇ નહી.” વિદ્યા ગંભીર અવાજે બોલી.

 

            “અરે યાર પણ પ્રીતેશ ના વર્તન-વ્યવહાર પરથી તો લાગતુ નહી કે તેને ધનવાન હોવાનુ અભિમાન હશે. તે ખુબ જ નિખાલસ અને આપણી સાથે પણ હળીમળી જાય તેવો મળતાવડો છે.”

 

            “મીરા આ બાબતે તુ દિલથી વિચારે છે અને હું દિમાગથી. પહેલા પહેલા આ અમીર નબીરાઓ આવા ઢોંગ રચે છે જેથી ભોળીબાળી છોકરીઓના મનમાં તે વિશ્વાસ જાગૃત કરી શકે, હું તો જાણું છું ત્યાં સુધી તેઓ છોકરીઓ સાથે મીઠી મીઠી વાતો કરી તેને ફોસલાવી પ્રેમના નાટક કરે છે, તેમને મોઘી ગિફ્ટ્સ આપે છે અને છોકરીઓ પાછળ તે પૈસો પાણીની જેમ બરબાદ કરે છે અને પછી પ્રેમના નામે શારિરીક સુખ પણ માણે છે, બીચાળી ભોળી છોકરીઓ તો આંધળો વિશ્વાસ કરી તેનુ શરિર પણ સોંપી દે છે અને જ્યારે આવા છોકરાઓને કોઇ બીજી ગર્લ્સ ગમી જાય ત્યારે તે એકવાર પણ કાંઇ વિચાર્યા વિના બધુ ભૂલી જાય છે અને આખરે પેલી છોકરીને તો આત્મહત્યાનો જ રસ્તો બાકી રહે છે. આ પ્રીતેશ  જેવા અમીરજાદાઓ જેમ દરરોજ કપડા બદલાવે તેમ છોકરીઓ બદલાવે છે, તેને મન શુદ્ધ પ્રેમની સમજ જ હોતી નથી.”

 

            “વિદ્યા આર યુ શ્યોર કે પ્રીતેશ પણ આવો જ હશે? ક્યાંક ધનવાન છોકરાઓ વિષેની તારી વિચારસરણી પ્રીતેશની બાબતમાં ખોટી ન પડે એ જો’જે.”

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2